સામાજીક ભેદભાવ ખતમ કરવા પ્રયોગો થવા જોઇએ. તે પ્રયોગોમાં સાહિત્ય, સિનેમા અને સંગીતનો ઉપયોગ કરવામાં આવે તો અદભૂત પરિણામો મળે છે. ઓમપ્રકાશ વાલ્મિકી,જોસેફ મેકવાન, નામદેવ ઢસાલનું કવિતા-વાર્તા સાહિત્ય. પંજાબના ચમાર ગાયકો રાજ દદરાલ તથા ગીન્ની માહીની ચમાર ગીતો,સંગીતની ઉડીને આંખે વળગે તેવી પ્રતિક્રાંતિ. ફ્રેન્ડી, સૈરાટ અને કબાલી જેવા દલિત વિષયવાળી ફિલ્મોની રેકોર્ડબ્રેક સફળતા. સામાજીક બદલાવના પ્રમાણિત ચિહ્નો છે.
હાલમાં અમેરાકાની પ્રસિદ્ધ ચલચિત્ર સંસ્થા હોલિવુડમાં પણ એક મહાન પ્રયોગ થયો. સંસ્થામાં રહેલાં ચામડીનાં રંગભેદને દૂર કરવાના આશયથી 'દ મેગ્નિફિસન્ટ સેવન' નામની ફિલ્મનું નિર્માણ થયું. જેના પ્રમુખ કલાકારો તથા નિર્માતા, દિગ્દર્શક, તકનીકી સહાયકો તરીકે માત્રને માત્ર કાળાલોકોનો સહકાર લેવામાં આવ્યો. એક જુની ફિલ્મ પરથી રિમેક ફિલ્મ બની. લોકો કહે નહી ચાલે. પણ સિનેમાઘરોમાં પહોંચી. અને ચમત્કાર થયો. પ્રથમ સપ્તાહમાં બોક્સઓફિસ પર ટોપ પર ચાલી રહી છે. સ્થાનિક લેવલે 35$ મિલીયન ડોલરનો વકરો પણ કરી લીધો છે.
-વિજય મકવાણા
http://mobile.nytimes.com/2016/09/26/movies/the-magnificent-seven-dominates-weekend-north-american-box-office.html
Facebook Post :-
No comments:
Post a Comment