May 05, 2017

ન્યાયતંત્રની વિવશતા : વિજય મકવાણા

એ સાચુ છે કે, કાયદો તાકતવરોને માટે સૌમ્ય હોય છે. કારણ કે, કાયદાની રચના તાકતવર લોકો કરે છે. કદાચ તેઓ કાયદાની ચંગુલમાં ફસાઇ જાય તો પણ કાયદા દ્વારા પ્રસ્થાપિત તમામ અંગો તેમના તરફ સહાનુભૂતિ રાખી તેની મદદ કરશે. આવું એટલા માટે થાય છે કેમ કે, સમાજનો એક નાનકડો બળુકો હિસ્સો પોતાના હિતો સાચવવા સક્રિય ઇચ્છાશક્તિથી કાયદો બનાવે છે. અને બીજો વિશાળ હિસ્સો ગધેડાની માફક પોતાના હિતોની ચિંતા કર્યા વિના નિષ્ક્રિય સ્વીકૃતિ આપે છે. કાયદાનું કડક પાલન અને ન્યાયપાલિકાની પવિત્રતાનો મુખ્ય આધાર જે તે રાષ્ટ્ર ની સામાજિક સ્થિતિ હોય છે.
જય ભીમ દોસ્તો!
- વિજય મકવાણા





No comments:

Post a Comment