July 05, 2017

આધુનિક સમય,મહિલા અને સમાજ

By Alpesh Parmar


     
"કલમ કાગળ અને કર્મએજ છે મંચ જીવન નો મર્મ"

ભારતીય સમાજમાં ઈતિહાસથી જ આપણે જોતાં આવીએ છીએ ,સમાજમાં સમયાંતરે બદલાવ આવતા રહયા છે, એ પછી રૂઢિગત રિવાજના હોય ,જાતિ અને રંગના ભેદભાવ ના હોય કે પછી ટેકનોલોજી અને શિક્ષણ વિભાગમાં આધુનિકરણ ની વાત હોય, વહેતા સમયની સાથે ,માનસિક વિચારમાં પણ બદલાવ લાવવો એટલો જ જરૂરી છે જેટલો ખેતરમાં ખેડ પછી પાકની વાવણી કરીને જતન કરવુ પડે એમ !!
મિત્રો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે દેશ અને સમાજમાં બદલાવ આવવાની પાછળ અનેક ક્રાંતિ જવાબદારી છે, પછી એ ભલે કોઈ પણ વિભાગમાં કેમ ન હોય!!
દેશ અને સમાજમાં આવેલા વિકાસની સાથે બદલાવમાં પુરુષો ઉપરાંત મહિલાઓ નો પણ એટલો જ ફાળો રહ્યો છે, દિકરી ને અનદેખી કરીને એને દબાવી ના શકાય, એનામાં હજારો શક્તિઓ પડેલી હોય છે બસ જરૂર છે તો માત્ર, યોગ્ય તકની, યોગ્ય સમય અને સંજોગોની, અને આ બધું દિકરીના મા-બાપ દિકરી ને પુરુ પાડી શકે છે!!!
આજના સમયમાં દિકરીઓને જ્યાં જ્યાં તક મળી છે ત્યાં તેમને સમાજ, કુટુંબ અને પોતાનું નામ રોશન કર્યું જ છે, બસ એમને જરુર છે તો માત્ર હુંફ,તક, સ્વમાન, સમય,અને પુરુષ સમકક્ષ સમાનતાની !!બસ આટલું જ જરૂરી છે એક કૂમળા ફુલ ને ખીલવા માટે, એને એકવાર તમે સારા સંસ્કાર અને શિક્ષણનુ સંચાર કરી જોવો એ પંખી ની જેમ જાતે ઉડતાં શીખી જશે, એ પછી કોઈની ગુલામ નહિ રહે, ચાહે એ પતિ, કુટુંબ, રૂઢિચુસ્ત સમાજ, કે પછી બદલાતો સમય કેમ ના હોય!!
એકવીસમી સદીમાં પણ શિક્ષણ માટે પ્રોત્સાહન પેટે દિકરી ,દિકરાના સમાનતા ની વાત કરવી પડે ,.એ એક શરમજનક કહેવાય કારણ! આજે વિશ્વ કયાં નિકળી ગયું, દેશ કયાં નિકળી ગયો અરે સમાજમાં દિકરી પર જાતજાતના નિયમો થોપી દેનાર લોકોના સમુહ ની દિકરીઓ પણ કયાં પહોંચી એ વિચારો, એ લોકો એ કયારેય પાછળ વળી ને નજર નાખી નથી, હા આપણે નજર પાછળ નાખવાની છે પણ પરિસ્થિતિ ઓનો ખ્યાલ નિકાળવા માટે અને સમાજ બંધુઓ ને ઉજાગર કરવા ,નહીં કે ફરીથી એજ પરિસ્થિતિમાં આળોટવા માટે!! બસ જરૂર છે તો એ સદી ઓ જુની માનસિક ગુલામી અને આળસને ખંખેરવાની,પછી લાગી જાઓ દિકરી અને દિકરામાં સંસ્કાર અને શિક્ષણનુ સિંચન કરવામાં, અમે વેકેશનમાં શિક્ષણ જાગૃતિ ના ભાગરૂપે સમાજમાં મુલાકાતે જઈએ ત્યારે ઘણાં લોકોને કહીએ ભાઈ અને બહેન ભણે છે??? તો હસતાં હસતાં કહે હા દિકરો શહેરમાં ભણે છે અને દિકરી 12 પછી હવે ઘરે જ છે, સાહેબ સમય બદલાયો ને એટલે શહેરમાં ના મૂકી!! બસ કહેવાનું એજ છે કે સમય તો બદલાતો જ રહેશે પણ બદલાતા, વહેતા સમયની સાથે આપણે વિચારો બદલવા પડશે, અને એ પણ પેલી વહેતી નદી જેમ પાણી બદલે એમ, સમય બદલાય એજ તો ક્રાંતિ ની ચાવી છે, તમે પાયા માં સારા સંસ્કાર આપો પછી એને ખુલ્લી રીતે ખિલવા દો પછી જુઓ એની સફળતાની સુવાસ ક્યાં સુધી પહોંચે છે એ!!!!
અત્યારે સમાજ માં એવા દ્રષ્ટાંત છે કે જેમને સમાજ શું કહેશે, લોકો શું કહેશે, એ વિચાર્યા સિવાય દિકરીઓમાં સંસ્કાર અને શિક્ષણ નુ સિંચન કરયુ , "It Doesn't Matter What the People Say"  એ ભાવના હોય ,ટીકા અને બોજ જીલવા ની શક્તિ હોય એ જ કરી શકે છે બદલાવ અને એટલે જ આજે એમની સફળતાથી ઘરમાં રોશની ઝળહળે છે, એની વાત કરુ તો મારા એક  મિત્ર  રાજશ્રી દસમાં ધોરણમાં 89%, 12 માં 80% B.Sc Maths 71% અને હમણાં બી.એડમાં 90% , હા તમે સાચું જ સાભળ્યુ 90% લાવ્યાં ,
બીજું એક ઉદાહરણ નીતાબેન  કે જે  એગ્રીકલ્ચર ના એમ.એસ.સી ના અભ્યાસ ની સાથે GPSCનું વિચારે ને અને એમાં પ્રથમ પ્રયત્ન માં પાસ પણ થાય, કૂમારી વિમલ શાહ કે જે ફાર્મસી ના અભ્યાસની સાથે UPSC ની તૈયારી કરે અને પછી એ  IRS માં સિલેક્શન થાય , આ ઉપરાંત પણ સમાજમાં અનેક ડોકટર, વકીલ, એન્જિનિયર, વૈજ્ઞાનિક સંશોધન જેવા વિભાગમાં પણ નામ ઉજાગર કર્યું છે , અને ડૉ.બાબાસાહેબ નુ સપનું સાર્થક કરવાનાં પુરતા પ્રયત્નો કરે છે !!
મિત્રો કહેવાનો મારો અહીં મર્મ એજ છે કે આપણે દિકરી - દિકરા માં ભેદભાવ ન રાખતા, સમાન શિક્ષણ આપી, સમાન તક,સમાન સ્વમાન, સમાન સમય અને સમાન હૂંફ આપી ને દિકરીને પણ ગુલાબ ની પાંખડીની જેમ ખિલવા દઇએ, વિકસવા દઇએ, સાથે સંસ્કાર થી સુસંસ્કૃત કરીએ પરિણામે દિકરી એક નહિ બે ઘર ઉજાગર કરશે, બસ એને ખિલવા દો,સાથે એની શક્તિને જાગવા દો,.

"થાક્યા પિતા પણ યુવાન થઈ જાય છે સાહેબ,
જયારે કાનમાં પપ્પા અવો શબ્દ અથડાય છે!!!"
-એ.પી.પાલનપુરી!