પછાત સમાજના ભણેલ ગણેલ લોકો જ પોતાના શોષિત.. વંચિત ભાઈઓને મુક્ત કરાવી શકે છે એવો બાબા સાહેબને દ્રઢ વિશ્વાસ હતો...
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
બાબા સાહેબ પોતાના જીવનનાં અંતિમ દિવસોમાં રડતા જોવા મળેલા.
બાબા સાહેબ જ્યારે જ્યારે પણ ઉંઘવાનો પ્રયાસ કરતા તો એમને ઉંઘ આવતી ન હતી. માનસિક રીતે ખુબ જ બેચેન રહેતા હતા.
જ્યારે તેમના અંગત સચિવ કમ સ્ટેનો નાનકચંદ રત્તુએ આ બાબતે પુછ્યું- ''આપ આટલા બેચેન કેમ લાગો છો...?
ત્યારે બાબા સાહેબનો જવાબ હતો....- '' રત્તુ....તમે..આજે જે દિલ્હી જોઈ રહ્યા છો? એકલા દિલ્હીમાં જ 1000 કમઁચારીઓ અને અધિકારીઓ અનુસૂચિત જાતિમાંથી છે. એ બધા જ થોડ વરસો પહેલા શૂન્ય હતા. મેં મારી જિંદગી હોડમાં મૂકી દીધી કારણ આપણાં સમાજમાં ભણેલા ગણેલા લોકો પેદા થાય.
હું એમ માનતો કે જો હું એકલો ભણીને આટલું બધું કરી શકું તો જ્યારે સમાજના હજારો લોકો ભણેલા હશે તો કેટલું મોટુ પરિવતઁન આવી જશે....?''
પણ.... જ્યારે હું આખા દેશમાં નજર ફેરવું છું.. તો મને એવો એકેય યુવાન જોવા નથી મળતો જે મારા કાફલાને આગળ લઈ જાય.
નાનકચંદ.... મારૂ શરીર મારો સાથ છોડી રહ્યું છે....જ્યારે હું મારા મિશન વિશે વિચારૂ છું તો મારૂ માથું દરદથી ફાટી જાય છે.
બાબા સાહેબ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન.., પોતાનો પરિવાર..., બાળકો બધાયનો ભોગ આપ્યો કારણ પછાત સમાજના લોકો પોતાના અધિકાર મેળવી શકે. અને સમાજમાં ગૌરવપૂણઁ રીતે જીવી શકે.
બાબા સાહેબ પોતે આખી જિંદગી એ ભરોસે રહ્યા કે પછાત સમાજના ભણેલ ગણેલ લોકો જ પોતાના શોષિત.. વંચિત ભાઈઓને મુક્ત કરાવી શકે છે.
પછાત સમાજના ભણેલ ગણેલ લોકો જ પોતાના શોષિત.. વંચિત ભાઈઓને મુક્ત કરાવી શકે છે એવો બાબા સાહેબને દ્રઢ વિશ્વાસ હતો...
પણ આજે સમાજના ભણેલા ગણેલા લોકો પૈકી કેટલા લોકો બાબા સાહેબના ભરોસા પર ખરા ઉતરી રહ્યા છે..?? એનો જવાબ શોધુ છું....
આજે પણ બાબા સાહેબનો આત્મા કદાચ આની જ રાહ જોઈ રહ્યો હશે.
-જિગર શ્યામલ નાં જયભીમ...........................
Facebook Post:-
No comments:
Post a Comment