May 02, 2017

એક દેશ છે જાપાન અને એક આપણો દેશ ભારત : વિજય મકવાણા

એક દેશ છે જાપાન, જ્યાં ગયા વર્ષે જ બહુ દુરની વાત નથી. એક વર્ષ પહેલાં જાપાની રેલ્વે પ્રશાસને જોયું કે, કામી-શીરાતાકી નામના રેલ્વે સ્ટેશન પર યાત્રીઓની સંખ્યા ઘટી ગઇ છે. અને ત્યાં ચાલતી ટ્રેનની આવકથી કોઇ ફાયદો થતો નથી. રેલ્વે પ્રશાસને નક્કી કર્યુ કે હવે ટ્રેન તથા સ્ટેશન બંધ કરી દેવું જોઇએ. પરંતુ બંધ કરતાં પહેલાં સર્વે કરવાનું નક્કી કર્યું. સર્વે કરતાં જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીની હજી પણ રોજ આ સ્ટેશનનો ઉપયોગ કરે છે. અહીંથી ટ્રેન પકડી કોલેજમા અભ્યાસ માટે જાય છે. ત્યારબાદ જાપાની રેલ્વે પ્રશાસને નિર્ણય લીધો કે જ્યાં સુધી પેલી વિદ્યાર્થીની પોતાનું ગ્રેજ્યુએશન પુરું ન કરી લે ત્યાં સુધી સ્ટેશન કે ટ્રેન બંધ નહી કરવામાં આવે. પેલી વિદ્યાર્થીની 26 માર્ચ 2016 ના દિવસે તેનું ગ્રેજ્યુએશન પુરું કરશે. તે પછી કામી-શીરોતાકી રેલ્વે સ્ટેશન બંધ કરવામાં આવશે. ટ્રેન સ્ટેશન પર બે વાર આવે છે. એકવાર સવારે સાત વાગ્યે સ્કુલ જવા. બીજીવાર સાંજે પાંચ વાગ્યે ઘેર પરત પહોંચવા. આ છોકરી સિવાય ટ્રેનમા કોઇ યાત્રી ચડતો નથી કે ઉતરતો નથી..
અને એક આપણો દેશ છે ભારત!
જ્યા 74.5% લોકો માત્ર 5000 રુપિયા માસિક આવકમાં ગુજારો કરે છે. જેમાં આદિવાસીઓ, દલિતો, પછાતો, મુસ્લિમોની સંખ્યા વધુ છે. તેમની પહોંચથી આજે પણ શાળા-કોલેજો બહુ દુર છે. એક આપણી સરકાર છે જે આપણને ભણવા દેવા નથી માંગતી. સરકાર કદમ કદમ પર મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. આપણી સરકાર ફેલોશીપ અને રિસર્ચની સ્કોલરશીપ બંધ કરી રહી છે.વિદ્યાર્થીઓ વિરોધ કરે છે તો ડંડા વરસાવે છે. પ્રાથમિક શિક્ષણ ફી 150 ગણી વધી ગઇ છે. NIT, IIT ની ફી 300 ગણી વધી ગઇ છે. મેડીકલ શિક્ષણ ગરીબો માટે દિવાસ્વપ્ન બની રહ્યું છે. છત્તિસગઢના આદિવાસી પટ્ટામાં 3000 શાળાઓ એક ઝાટકે બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં 900થી વધુ પ્રાથમિક શાળાઓ, 300 જેટલી માધ્યમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
હવે સરકાર આવું કેમ કરી રહી છે?? કેમ શિક્ષણને મુઠ્ઠીભર લોકો માટે સીમિત કરી રહી છે?? એ જાણવા માટે તમારે જવું પડશે ઇતિહાસના ગર્ભમાં એટલે કે, 26 જાન્યુઆરી 1950 ની પહેલાંના ગાળામાં, અંગ્રેજો નહોતા આવ્યા તે પહેલાનું ભારત વાંચો. ગુરુકુળ વ્યવસ્થા વિશે વાંચો. સંવિધાન સભાની ચર્ચા વાંચો.
~વિજય મકવાણા




Facebook Post : -

No comments:

Post a Comment