May 02, 2017

આજે પાકિસ્તાન દ્વારા થતાં સીઝ ફાયરના ઉલંઘન જેવી સળગતી સમસ્યાઓના સંદર્ભમા ડૉ. આંબેડકરે કરેલી આ ભવિષ્યવાણી કેટલી પ્રાસંગિક હતી : મયુર વાઢેર

મુસ્લિમ લીગે 1940મા લાહોર અધિવેશનમા અલગ મુસ્લીમ રાષ્ટ્રની રચના અંગેનો ઠરાવ પસાર કર્યો હતો. તે જ વર્ષે ડૉ. આંબેડકરે ભારત-પાકિસ્તાનના ભાગલાની માંગણીના પક્ષ અને વિરોધના મુદ્દા સાંકળી લઈ “Thoughts On Pakistan” પુસ્તકની પ્રથમ આવૃતિ અને બીજી આવૃતિ 1944માં “Pakistan or the Partition of India” શિર્ષક હેઠળ પ્રકાશિત કરી હતી. ડૉ. આંબેડકર મુસ્લીમ લીગ અને મહમદ અલી જીણાના વિભાજનકારી સાંપ્રદાયિક રાજકારણના પ્રખર આલોચક હોવા છતા તેમણે હિન્દુઓ અને મુસલમાનોને અલગ કરી દેવાનો તર્ક આપ્યો હતો. તેમની દલિલ હતી કે, “પાકિસ્તાનનું સર્જન થવુ જોઈએ કારણ કે એક જ દેશનુ નેતૃત્વ કરવા માટે કોમી રાષ્ટ્રવાદ અને સાંપ્રદાયિક હિંસા ઉત્પન્ન થશે.” તેમણે હિંદુ અને મુસલમાનોના સાંપ્રદાયિક વિભાજન વિષેના તેના અભિપ્રાયના પક્ષમા ઓટોમોન સામ્રાજ્ય અને ચોકોસ્લેવિયાના વિઘટન જેવી ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. તેમાં તેમણે પૂછ્યું કે, “શું પાકિસ્તાનની સ્થાપના માટે પાકિસ્તાન ઈચ્છુકો પાસે પર્યાપ્ત કરણો છે?” તેની રેમેડી આપતા આંબેડકર કહે છે કે, “હિન્દુ અને મુસલમાનોની વચ્ચેના મતભેદોને એક કઠોર પગલાથી નષ્ટ કરવું શક્ય છે.” તેમણે લખ્યું કે, “પાકિસ્તાનને પોતાના અસ્તિત્વનું ઔચિત્ય સિદ્ધ કરવું જોઈએ. કેનેડા જેવા દેશોમાં પણ સાંપ્રદાયિક મુદ્દાઓ હંમેશા સળગતાં રહ્યાં છે. છતા આજે પણ અંગ્રેજો અને ફ્રાંસીસી સાથે રહે છે. તો શું હિન્દુ અને મુસલમાન સાથે ન રહી શકે?” તેમણે ચેતવણી આપી કે, “ભારત-પાકિસ્તાનના ભાગલા કરવા અત્યંત કઠણાઈ ભરેલુ લેખાશે.” તેનું મુખ્ય કારણ વિશાળ જનસંખ્યાના સ્થાણાંતરણની સાથે સીમા વિવાદની સમસ્યા ભારત-પાકિસ્તાન બંનેને સમાનરીતે કનડશે. ભારતની સ્વતંત્રતા પછી થનારી સાપ્રદાયિક હિંસા અને આજે પાકિસ્તાન દ્વારા થતાં સીઝ ફાયરના ઉલંઘન જેવી સળગતી સમસ્યાઓના સંદર્ભમા ડૉ. આંબેડકરે કરેલી આ ભવિષ્યવાણી કેટલી પ્રાસંગિક હતી ! ડૉ. આંબેડકરે તેમની છટાદાર અંગ્રેજીમાં અહેવાલો, આલેખો, આંકડાઓ, નકસા રજૂ કરી આ દળદાર ગ્રંથ તૈયાર કર્યો છે. છતાં 1947 પછી ભારત પાકિસ્તાનના ભાગલા વિષયક તૈયાર થયેલા અન્ય લેખકોના સાહિત્યમા ડૉ.આંબેડકરના આ ગ્રંથની પર્યાપ્ત નોંધ લેવાઈ નથી. જે અન્ય લેખકોનો આંબેડકર પ્રત્યેનો અણગમો અને આંબેડકરની વિદ્વતા પ્રત્યેની ઉપેક્ષા છતી
કરે છે.
મયુર વાઢેર વિદ્રોહિ




Facebook Post :-

No comments:

Post a Comment