May 02, 2017

ભારત ની અનામત અને ડાઇવર્સિટી લો ઓફ અમેરિકા : વિજય મકવાણા

જગત જમાદાર અમેરિકામાં પણ ડાઇવર્સિટી પ્રોગ્રામ મુજબ અનામત છે. સમય મળે તો ત્યાંની ડાઇવર્સિટી વ્યવસ્થાનો તથા ઇતિહાસનો અભ્યાસ કરી લો. જ્યારે અમેરિકા વિયેટનામ સાથે યુદ્ધમાં મથામણ કરી રહ્યું હતું ત્યારે તે જ સમયે અમેરિકાની ભીતર ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. અશ્વેતો તેના મૂળભૂત અધિકારો માટે લડી રહ્યાં હતાં. દેશના સમાનતાપ્રેમી, માનવતાવાદી ગોરા લોકો કાળાલોકોની સાથે ખભેખભો મિલાવી અશ્વેતોની લડાઇ લડી રહ્યાં હતાં. અશ્વેતો પોતાના અધિકારોની પ્રાપ્તિ માટે કંઇપણ કરવા તૈયાર હતાં. કોઇપણ હદ સુધી લડી લેવા તૈયાર હતાં. માર્ટીન લ્યુથર બીજાનો ''એક સ્વપ્ન જોયું છે'' વાળો યુગ હતો. અમેરિકા અંદરથી થથરી ઉઠ્યું. અને છેવટે સમાનતાવાદીઓની જીત થઇ. માનવતા ની જીત થઇ. આ ગૃહયુદ્ધોમાં અનેક ગોરાલોકો કાળાઓની લડાઇ લડતાં કાળાલોકો સાથે શહિદ થયાં. અને અમેરિકાએ રાષ્ટ્રની એકતા, અખંડીતતા, માનવ-માનવ વચ્ચેના પરસ્પરના સ્નેહને બચાવી લેવા માટે. પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરમાં ડાઇવર્સિટી પ્લાન મુજબ અશ્વેતોને અનામત આપી. જેમ કે, ઉદાહરણ તરીકે 100 કિ.મીની સડક બનાવવી છે તો તેમાં 33 કિ.મી સડક અશ્વેત કોન્ટ્રાક્ટર બનાવશે. સરકાર 100 રુપિયાની વસ્તુ ખરીદશે તો 33 રુપિયાની વસ્તુ અશ્વેત દુકાનદારો-ઉત્પાદકો પાસે ખરીદશે. અમેરિકાના તમામ ખાનગી-સરકારી એકમોમાં કાળાલોકોની રોજગારની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી. અમુક સંખ્યામા કાળાલોકોને નોકરીમાં રાખવા તેવું ઠરાવવામાં આવ્યું. જે તે એકમમાં વંશીય ભેદભાવ નથી થતો તેનો દ્વીવાર્ષિક અહેવાલ સરકારની નિયુક્ત કરેલી અશ્વેતલોકોની કમિટી સામે રજૂ કરવો ફરજીયાત કરવામાં આવ્યો.
અને ત્યારબાદ રાષ્ટ્રનિર્માણની ખરી શરુઆત થઇ. આજે દુનિયા પોતાની આંખોથી અમેરિકાની જાહોજલાલી જોઇ રહી છે.

સમાનતાની લડાઇમાં, અછૂતોના અધિકારોની જાળવણી કરવામાં ભારતે કે તેના સવર્ણોએ ક્યારેય રસ નથી લીધો. દુનિયામાં ભારત જેટલો સ્વાર્થી દેશ બીજે ક્યાંય નથી.
~વિજય મકવાણા





Facebook Post : -

No comments:

Post a Comment