ચા ની કીટલીએ, નાસ્તાની લારીએ, રસ ના ચીચોડે, બસમાં, ટ્રેનમાં, રિક્ષામાં, ચાોકડીએ,ચોકમાં, ચોરામાં,ઓટલાં પર,હોટલમાં, ધરમશાળામાં, શાળામાં, કોલેજમાં..
જ્યાં જાઓ ત્યાં તમારા વિચારો મુકો! અચકાઓ નહી. ખચકાશો નહી. વિના સંકોચ બોલો! સામેવાળો બોલે છે તો તમે કેમ ચૂપ રહો છો? તમે કેમ ન બોલી શકો? મ્હોં માં મગ ભર્યાં હોય તો થૂંકી નાખો! શરમ તોડો!
મહાત્મા બુદ્ધ, કબીર, રૈદાસ, જ્યોતિબા ફુલે, ડો.ભીમરાવ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, બીરસા મુંડા,કાંશીરામ, રામસ્વરુપ વર્મા, લલ્લઇસિંહ યાદવ ના વિચારોની ચર્ચા કરો! લોકોના દિમાગની બત્તીઓ જલાવો! આપણા લોકોને 'વોકલ' બનાવો. નહી બોલવાનું, ચૂપ રહેવાનું હવે 'રિસ્ક' ન લઇ શકીએ.
પહેલાં બોલતા શીખવાનું છે.!
પછી વિચારતા શીખવાનું છે.!
પછી વિચારીને બોલતા શીખવાનું છે.!
તેના પછી શું સાચું, શું ખોટું, શું સારું, શું નરસું તેનો નિર્ણય કરવાનું શીખી લઇશું.!
પછી વિચારતા શીખવાનું છે.!
પછી વિચારીને બોલતા શીખવાનું છે.!
તેના પછી શું સાચું, શું ખોટું, શું સારું, શું નરસું તેનો નિર્ણય કરવાનું શીખી લઇશું.!
હાલ તુરંત અત્યારે તો સામેવાળાની આંખમાં આંખ પરોવી બસ બોલતાં શીખો!
- વિજય મકવાણા "આદત"
facebook post link :-
No comments:
Post a Comment