May 02, 2017

ડૉ. હરિ દેસાઈનો મનુમહિમા : મયુર વાઢેર વિદ્રોહિ



દિવ્યભાષ્કરમા ડૉ. હરિ દેસાઈનો મનુમહિમા ગાતો લેખ એકવીસમી સદીના લોકતાંત્રીક ચોકઠામા બેસતો નથી. લેખકે કેટલાક મનુમોહી લોકોના વિધાનો ટાંકીને ખૂબ જ જહેમતપૂર્વક મનુસ્મૃતિના જનક મનુની પ્રસંશા કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે રાજસ્થાન હાઈકોર્ટના પટાંગણમા ઉભેલી મનુની વિવાદીત પ્રતિમાની પ્રાસંગિકતાને યથોચિત્ત ગણાવાના બૌદ્ધિક ફાંફા માર્યા છે. લેખક મનુ અને મનુસ્મૃતિને મહાન ગણાવા માટે મનુને ‘ભારતના માનવધર્મશાસ્ત્રના ઘડવૈયા’ કહેવા માત્રથી જ અટકતા નથી. પરંતુ લેખકે ‘આધુનિક મનુ’ તરીકે યુગદ્રષ્ટા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર સાથે મનુની તુલના કરી ! અલબત્ત, તેમણે ડૉ. આંબેડકરના ચરીત્રકાર ધનંજય કીરના લખાણોનો હવાલો આપીને મનુની તુલના કરી છે. છતા તેમા મનુવાદે પૈદા કરેલી વિષમતા અને અન્યાય વિરૂદ્ધના ડૉ. આંબેડકરની મહાન સંઘર્ષગાથાનુ અપમાન રહેલુ છે. એ તુલનામા તથા તેના સમર્થનમા કોઈ જ અભ્યાસુ પ્રામાણિકતા છતી થતી નથી પરંતુ એક વિરાટ વિરોધાભાસ જન્મે છે. દેશના બહુજન વર્ગોને હજારો વર્ષની ગુલામીની ગર્તામા ધકેલી દેનારી ભેદભાવકારી વ્યવસ્થાના જનકને ‘માનવધર્મશાસ્ત્રી’ તરીકેનું બિરૂદ આપી તેને ડૉ. આંબેડકર જેવા સામાજિક-આર્થિક અને રાજકીય સ્વતંત્રતાના લડવૈયા સાથેની તુલના લેખકના અભ્યાસુ ચરીત્ર પર માઠી અસર કરે છે. હજારો વર્ષોથી મનુસ્મૃતિ જેવા પ્રાચીન ગ્રંથોએ ભારતીય સમાજની જે દુદર્શા કરી છે તેનો દુનિયાના ઈતિહાસની ગુલામીપ્રથામા જોટો જડે તેવો નથી. મનુસંહિતામા શુદ્રો અને સ્ત્રીઓના માનવીય અધિકારોના ક્રૂર નિષેધ સ્ત્રીઓ અને શુદ્રોના સામાજિક આર્થિક પતન માટે કારણરૂપ બન્યા. ભારતીય સમાજના એક વિશાળ જનસમુદાયને તેના માનવીય અધિકારોથી દૂર રાખવામા જે ગ્રંથને સૌથી વધુ દોષી ગણી શકાય તે મનુસ્મૃતિ જ છે. છતા લેખકે મનુસ્મૃતિના બચાવમા લખ્યુ, “...પુીત્રને પુત્ર સમાન દરજ્જો આપનાર અને પત્નિ સહિતની સ્ત્રીઓ સાથે દુર્વ્યવહારનો નિષેધ કરનાર મનુસ્મમૃતિનું 25-12-1927મા ડૉ. બાબાસાહેબે જાહેરમા દહન કર્યુ ત્યારથી એ ગ્રંથ અને એ ગ્રંથકારને ખલનાયકત્વ પ્રાપ્ત થયું.” ભારતીય સમાજને હજારો જાતિઓના મળાખામા અસ્તવ્યસ્ત કરી તેમની વચ્ચે સજ્જડ બંધનો પૈદા કર્યા તથા નારીજાતિ માટે સૌથી ભયાનક અસર કરનાર મનુસ્મૃતિને બાબાસાહેબે જાહેરમા સળગાવી પ્રતિકાત્મક વિદ્રોહ કર્યો હતો. જયપુરસ્થિત વડી અદાલતના પટાંગણમા ઉભેલી સમાજિક-આર્થિક અન્યાયના પ્રતિક એવા મનુની મૂર્તિ હટાવવાના આંદોલન માટે લેખકે બાબાસાહેબના 1927ના મનસ્મૃતિ દહન કાર્યક્રમને કારણભૂત ગણી આ આંદોલનને ‘કમનસીબ’ ઘટના કહે છે. તદ્ઉપરાંત લેખક આ આંદોલનને માર્ક્સીસ્ટ વર્સીસ સંઘીસ્ટ તરીકે ખપાવી દેવા માગે છે. પરંતુ મનુસ્મૃતિ જેવા ગ્રંથોએ સર્જેલી સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક અસમાનતા અને અન્યાય વિરૂદ્ધ બંડ પોકારનારા તમામનો મનુની મૂર્તિ હટાવવામા એકમત છે. તે લેખમા મનુસ્મૃતિના નિષ્ણાંત ડૉ. હર્ષવર્ધનસિંહ તોમરને ટાંકીને મનુસ્મૃતિમા કર્માનુસાર વર્ણપરીવર્તની વાત નોંધવાનો હવાલો આપે છે. ત્યારે શુ તેઓ ઈતિહાસમાથી એકાદ એવુ ઉદાહરણ આપવાની કૃપા કરશે કે જન્મથી કોઈ બ્રાહ્મણને તેના કર્મને આધારે શુદ્ર વર્ગમા પરીવર્તીત કર્યો હોય અને કોઈ શુદ્રને તેના કર્મને આધારે બ્રાહ્મણ દરજ્જો પ્રાપ્ત થયો હોય? લેખકે ‘હિન્દુવસ્તી ધરાવતા બાલીદ્વિપ અને ફિલીપાઈન્સમા મનુસ્મૃતિ પ્રત્યે આદર રખાય છે’ તેવુ લખી લેખકે ભારતમા ચાલતા મનુસ્મૃતિ દહન જેવા આંદોલનની પરોક્ષ ટીકા પ્રગટ કરી છે. લેખકે મેક્સમૂલર, નિત્સે, દારા શિકોહે જેવા લોકોને ટાંકીને મનુપ્રસંશા કરી છે. હકીકતે મેક્સમૂલર, વિલિયમ જોન, વોલ્ટર ડ્વીજ જેવા યુરોપીયનો ભારતના બ્રાહ્ણણવાદના પ્રસંશક હતા. તેનુ કારણ ભારતમા બ્રાહ્ણણ-ક્ષત્રીયોએ જ શિક્ષણ ગ્રહણ કરવાનો અધિકાર હોવાથી યુરોપીયનો સીધા જ તેમના સંપર્કમા આવ્યા હતા. પરીણામે વિદેશી લેખકોએ સંસ્કૃતિના ગ્રાઉન્ડ લેવલ તપાસવાની દરકાર ન કરી. પરીણામે તેઓ મનુવાદના પ્રસંશક બની રહ્યા. લેખકે લેખના શિર્ષકમા જ પ્રશ્ન ઉઠાવ્યો છે, “મનુસ્મૃતોનો વિવાદ:આંધળે બહેરુ કૂટાય છે?” તેનો જવાબ તેમણે મનુસ્મૃતિ જેવા માનવગૌરવને હણતા ગ્રંથોમાથી જ શોધવો રહ્યો.

 –મયુર વાઢેર વિદ્રોહિ





Facebook Post -






રાજસ્થાન હાઈકોર્ટના પટાંગણમા ઉભેલી મનુની વિવાદીત પ્રતિમા : -




No comments:

Post a Comment