May 02, 2017

હિંદુ રાષ્ટ્ર નું નિર્માણ!! શું આ ભારતીય નાગરિકો ના ધર્મસ્વાતંત્ર્ય ના મૂળભૂત અધિકાર નું હનન તો નથી ને??

એક તરફ જયારે ભારતીય બંધારણ (કલમ ૨૫ થી ૨૮), ભારત દેશ ના દરેક નાગરિક ને પોતાની ઈચ્છા મુજબ ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો હક આપે છે.. ધર્મ સ્વાતંત્ર્ય નો અધિકાર આપે છે..

૫ ફેબ્રુઆરી ૧૯૫૧ ના રોજ સંસદ માં હિંદુ કોડ બીલ રજુ કરતી વખતે ધર્મનિરપેક્ષતા ના સંદર્ભ માં બાબાસાહેબ ડો આંબેડકર એ કીધેલા શબ્દો યાદ આવે છે કે, “ધર્મ નિરપેક્ષ રાજ્ય નો અર્થ ધર્મ વિહીનતા નથી.. આનો અર્થ થાય છે કે, રાજ્ય કોઈ પણ વ્યક્તિ પર કોઈ ધર્મ થોપી શકતું નથી..”

ત્યારે બીજી તરફ, વર્તમાન સરકાર માં ઘણી વખત સાંભળવામાં આવે છે કે ભારત દેશ ને હિંદુ રાષ્ટ્ર બનાવવામાં આવશે.. અને ગોવા ના મુખ્ય મંત્રી એ ત્યાં સુધી નિવેદન આપી દીધું હતું કે, “નરેન્દ્ર મોદી ભારત દેશ ને હિંદુ રાષ્ટ્ર બનાવશે.."

તો "હિન્દૂ રાષ્ટ્ર" બનાવવાનું આ નિવેદન કેટલી હદ સુધી યોગ્ય છે?? શું ભારત દેશ ના નાગરિકો ના મૂળભૂત અધિકારો નું હનન તો નથી થઇ રહ્યું ને??

Photo source : hindi.news18.com (statement of goa cm)

#ધર્મનિરપેક્ષ #સ્વાતંત્ર્ય









Facebook post : -

No comments:

Post a Comment