May 02, 2017

આપણા સમાજ નુ દુરભાગ્ય ગણો કે કમનશીબી આપણે આપણા લીડરોનો સ્વીકાર કરતા નથી અને એમના મરયા પછી એમની વાહ વાહ અને એમના નામનો જય જય કાર કરીએ છીએ : ગૌતમ મકવાણા

આપણા સમાજ નુ દુરભાગ્ય ગણો કે કમનશીબી આપણે આપણા લીડરોનો સ્વીકાર કરતા નથી અને એમના મરયા પછી એમની વાહ વાહ અને એમના નામનો જય જય કાર કરીએ છીએ 
ભારતનો ઇતિહાસ. ઉઠાવીને જોઇલો બુદ્ધ, કબીર,રૈદાસ,વીરમેઘમાયા,ફુલે,
બાબાસાહેબ અને છેલ્લે કાશીરામ,માયાવતીજી અને હમણાં વધુ ચર્ચા તુ નામ જીગનેશ મેવાણી હોય કે અન્ય આપણી સમાજના આગેવાનો જેમના માટે સાબિતીઓ આપવી પડે છે કૌન થે બાબાસાહેબ કૌન થે ફુલે કૌન થે કાશીરામ કૌન હૈ બેહનજી કૌન હૈ મેવાણી....
એક નામથી ઘણા મિત્રો ને વિરોધ હશે અને એમની દલીલ હશે કે બાબાસાહેબ અને બીજી મહાન વિભૂતિ સાથે એનુ નામ ના જોડી શકાય બસ મારી વાત જ ત્યા પડી છે તમે મહાન વિભૂતિ ને કેટલી વાચી કેટલી સમજયા?
એ એક નામથી ગુજરાત અને ભારત સરકાર ડરે તો છે જ 
બીજી સમાજનો એક બે ટકાનો વ્યક્તિ કોઇ સાધારણ શાખાનો પ્રમુખ હોય એમ છતા ભારતનો વહીવટ એ કરે નાગપુર થી લઇ ને આખા ભારતમાં એ જેમ રમાડે એમ ભારત અને ભારતનુ રાજકારણ રમે અને ભારતનો વડાપ્રધાન પણ એ નક્કી કરે અને તમે શુ ખાશો શુ પેહરશો એ પણ એ નક્કી કરે લોકો કયારેય એક પણ સવાલ આવા લોકોને નથી કરતા
જયારે બાબાસાહેબ આખા વિશ્ર્વના મહાન મહામાનવ હોવા છતા પણ આપણે તેમને પુણૅ રીતે સ્વીકારી શકયા નથી કદાચ એટલેજ એમની સાથે ગુજરામા આપણા લોકો દ્રારા શરમજનક ઘટનાને અંજામ આપેલો કારણ એ પણ છે આપણે ત્યા ઘેર ઘેર નેતાઓ છે અથવા નેતાગીરી કરવા માટે હોડ લાગી છે
આ બકવાસ ગુજરાતી ભાષામાં લખુછુ એટલે ગુજરાતની આઝાદી ના ૫૭ વર્ષ ના ઇતિહાસમાં 
તમારી ભાષામાં મુળનિવાસી,અનુસૂચિત કે દલિત નેતા બતાવો જેનો આપણે શંકા કુશંકા કરયા વગર દિલથી સ્વીકાર કરયો હોય?
બાબાસાહેબને તો નહી પણ એમના પછી કાશીરામને પણ આપણે નથી સ્વીકારયા અને જો સ્વીકારયા હોત તો એ માત્ર યુપી સુધી સિમીત ના રહ્યા હોત 
કોઇ મિત્રો ને ખોટુ લાગે તો ખોટુ મને કોઇ તકલીફ નથી
મારા માટે સમાજ ના પ્રશ્નનો માટે આવેદન તૈયાર કરી દે એ પણ મહત્વ નો વ્યકતિ છે એ ચાહે મેવાણી,જીતુચાવડા,જયંતિ માકડિયા,દેવેન વાણવી રાજુ સોલંકી હોય કે પછી મેકવાન સાહેબ 
આ લોકોએ પણ સમાજના હિતમા પોતાનો અહમ ત્યાગીને સાથે મળીને કામ કરવુ જોઇએ હુ માનુ છુ ત્યા સુધી સમાજ બધાને પુરતો સહયોગ અને સમર્થન કરશે
બાકી હર હર મોદી ઘર ઘર મોહનભાગવત તો છે જ...

- ગૌતમ મકવાણા

No comments:

Post a Comment