July 29, 2018

રેશનકાર્ડ પર દારૂ આપવો જોઇએ?

By Raju Solanki  || Written on 28 July 2018





દારૂ પીવા ગયેલા પોલિસે અડ્ડા પર બાળકને સ્તનપાન કરાવતી મહિલા માટે ”આ માલને બહાર મોકલો”, એવા બિભત્સ શબ્દો ઉચ્ચારતાં બબાલ થઈ. દારૂડિયા પોલિસે ફોન કરીને પોલિસ સ્ટેશનથી કૂમક બોલાવીને મધરાતે સમગ્ર વસ્તીમાં ઘરે ઘરે ઘૂસીને નિર્દોષ લોકોને માર્યા, લૉકઅપમાં પૂરી દીધાં ને ઘટનાનું રીપોર્ટિંગ કરતા પત્રકારને પણ ઝૂડ્યો. માત્ર બે દિવસ પહેલાનો આ કિસ્સો ગુજરાતમાં પહેલવહેલો નથી. દારૂબંધી પોલિસ અને પોલીટીશીયનોની જુગલબંધીથી ચાલતું એક એવું નાટક છે, જેમાં પડદા પાછળ લાખો રૂપિયાના હપ્તા લેવાય છે અને નાટકના અંતે હજારો ગરીબો ઝેરી લઠ્ઠો પીને મરી જાય છે.

તમિલનાડુમાં ‘ઇન્ડીયા મેઇડ ફોરીન લીકર’ (આપણી ભાષામાં વિદેશી દારૂ)ના ઉત્પાદનની મોનોપોલી સરકાર પાસે છે. તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન પાસે દારૂ બનાવવાના સર્વ હક્ક સ્વાધીન છે. આ સરકારી કંપનીએ ગયા વર્ષે સરકારને રૂ. 21,800 કરોડની કમાણી કરી આપી. તમિળનાડુથી થોડા નાના રાજ્ય કેરળમાં આવા વિદેશી દારૂ અને તાડી બંન્નેના વેચાણમાંથી સરકારને થઈ રૂ. 8,000 કરોડની આવક. તમિળનાડુ અને કેરળમાં કુપોષણથી મરતા બાળકોનું પ્રમાણ ગુજરાત કરતા ઘણું ઘણું ઓછુ છે. બીજી તરફ, રામેશ્વરમની એકમાત્ર સરકારી દારૂની દુકાનને બંધ કરાવવા તાજેતરમાં ત્યાંની મહિલાઓએ મોટાપાયે દેખાવો કરેલા. તેમના પતિઓ દારૂડીયા થઈ ગયા છે અને દુકાન આગળથી સ્ત્રીઓ નીકળી શકતી નથી એવી તેમની ફરિયાદ હતી.

અરૂણ શૌરીના સમયથી સરકારો ખાનગીકરણના રવાડે ચડી છે. પરંતુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકની સરકારોએ દારૂનો હોલસેલ બિઝનેસ પોતાના કન્ટ્રોલમાં રાખ્યો છે. ખાનગી ખેલાડીઓ માત્ર દારૂના છૂટક વેચાણમાં છે. મોટાભાગના રાજ્યોમાં સરકારોની કમાણીનો વીસ ટકા જેટલો માતબર હિસ્સો દારૂના વેચાણમાંથી થાય છે. કેરળમાં તો આ હિસ્સો હવે 22-23 ટકા સુધી પહોંચી ગયો છે. કલ્યાણ રાજ્યનો દાવો કરતી આ તમામ સરકારો સાવ સસ્તા દારૂ પર જંગી એક્સાઇઝ નાંખીને મોંઘો દારૂ વેચે છે. એટલે કેટલાક નિષ્ણાતો હવે બીપીએલ કાર્ડ પર ગરીબોને રાશનની દુકાનેથી ઘઉં અને ચોખાની સાથે સસ્તો અને સારો દારૂ આપવાની હિમાયત કરી રહ્યા છે. તમારું શું કહેવું છે?

(ફોટો - તમિલનાડુની સરકારી દારૂની દુકાન)

Gujarat police attacked Chharanagar

By Raju Solanki  || Written on 27 July 2018


Gujarat police attacked Chharanagar last midnight. Innocents were beaten and more than fifty vehicles destroyed as if Chharanagar is a terrorist hide out. 
This is an act of vandalism by police. Chharanagar is a habitat of the poor denotified tribe, vulnerable, helpless and resourceless. In the name of prohibition, police want to terrorise an enlightened, educated group of youth who are relentlessly mobilising, organising Chharas against manuvadi, capitalist system. 
Chharas are not thieves, they are victims of a system perpetuated by big capitalist class. Dalits and Bahujans of the entire country are with Chharas in this moment of crisis.








FB Post :

Even if you are saffron-clad, you will not be spared.

By Raju Solanki  || Written on 18 July 2018



Even if you are saffron-clad, you will not be spared. This is the message of India's chauvinistic ruling party.
Swami Agnivesh has consistently raised his voice against state-sponsored developmentalism aiming at tribal's destruction.
I still remember his fierce speech in Dr. Babasaheb Ambedkar Hall, Ahmedabad in 1994. Jati Nirmulan Samiti organised a Dalit convention in solidarity with displaced tribals of Sardar Sarovar Dam.

તમે ભગવા વસ્ત્રો પહેર્યા હોય તો પણ તમને અમે છોડીશું નહીં. આ સંદેશ છે ભારતની અંધ રાષ્ટ્રવાદી શાસક પાર્ટીનો. 
સ્વામી અગ્નિવેશે હંમેશાં આદિવાસી-દલિતોના રાજ્ય-પ્રેરીત વિકાસવાદથી થતા વિનાશ સામે અવાજ ઉઠાવ્યો છે. 
મને હજુ યાદ છે તેમનું આગ ઝરતું વક્તવ્ય, જે તેમણે આપેલું 1994માં અમદાવાદના આંબેડકર હૉલમાં, જ્યારે જાતિ નિર્મૂલન સમિતિએ સરદાર સરોવર બંધથી વિસ્થાપિત થયેલા આદિવાસીઓના સમર્થનમાં બોલાવ્યું હતું દલિત સંમેલન.




FB Post :