June 22, 2017

સંઘવાદી, બ્રાહ્મણવાદી અને મનુવાદી તત્વોની અસર તળે અંગ્રેજોને ગાળો આપતા પહેલા અંગ્રેજો દ્વારા મળેલી સુવિધાઓ પણ જાણવી જરૂરી છે.

By Jigar Shyamlan
જો તમે એવું માનતા હો કે અંગ્રેજો લુંટારા અને અન્યાયી હતા તો તમે આજે પણ તમે કેટલાક બ્રાહ્મણવાદી, સંઘી અને મનુવાદી લેખકોનાં વિચારોની સીધી દોરવણી હેઠળ છો.
વાત વાતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ, અંગ્રેજો અને તેમની કેળવણીને રીતસર ગાળો ભાંડતા આ લેખકો ભારતની પ્રાચિન સંસ્કૃતિ, વારસા અને પરંપરાની દુહાઈ દેતા રહે છે.. અને ભોળપણમાં કેટલાક લોકો આવા લેખકોની વાતોમાં સુર પુરાવીને પાશ્ચાત શિક્ષણને ગાળો દેવા માંડશો.
પરંતુ કેટલાકને એ વાતની સહેજેય ખબર નથી કે તેઓનો વિરોધ અંગ્રેજો, અંગ્રેજી કેળવણી કે પાશ્ચાત સંસ્કૃતિનો નહી પણ અંગ્રેજોએ અપનાવેલી સમાનતાની નિતીનો છે.
કેટલાય આવા લોકો છે, જેઓ હજી પણ બ્રાહ્મણવાદી વિચારસરણી અને મનુવાદનાં ઘેનમાં છે. તેઓ હજી સુધી પોતાની સ્વતંત્ર વિચારસરણી વિકસાવી શક્યા નથી. જો કે એમાં એમનો વાંક નથી...!!
વાંક પેલી વરસોથી પડી ગયેલી ગુલામીનો છે. હાજી....હાજી... કરવા પાછળની માનસિક ગુલામીનાં મૂળ બહું જ ઉંડા છે. એમાં બદલાવ આવતા થોડોક સમય લાગશે.
સંઘવાદી, બ્રાહ્મણવાદી અને મનુવાદી તત્વોની અસર તળે અંગ્રેજોને ગાળો આપતા પહેલા અંગ્રેજો દ્વારા મળેલી સુવિધાઓ પણ જાણવી જરૂરી છે.
(1). 1795માં અધિનિયમ 11 દ્વારા શુદ્રોને સંપત્તિ રાખી શકે તેનો કાયદો બનાવી અધિકાર અપાયો... પહેલાં મનુસ્મૃતિના કાયદા મુજબ શુદ્ર સંપતિ રાખી શકતા ન હતા..
(2). 1813માં દરેક ધમઁ જાતિના લોકોને શિક્ષણનો અધિકાર અપાયો....વરસોથીશિક્ષણથી વંચિત શુદ્રોને શિક્ષણનો અધિકાર મળ્યો..
(3). 1813 દાસત્વપ્રથાનો અંત કરી સદીઓની ગુલામીથી શુદ્રોને છૂટકારો અપાવ્યો.
(4). 1817માં સમાન નાગરિક સંહિતા બનાવી જે મુજબ દરેકને સમાન સજા થાય તેવો કાયદો બનાવાયો. પહેલા મનુસ્મૃતિ મુજબ વણઁ મુજબ સજા થતી જેમાં બ્રાહ્મણને નહિવત સજા જ્યારે શુદ્રને કઠોર સજા થતી. જે સજાનું ધોરણ સમાન કરી નાખ્યું.
(5). 1804 અધિનિયમ 3 દ્વારા બાળકીઓને દૂધપીતી કરી થતી નિમઁમ હત્યાઓ પર રોક...
(6). 1833 અધિ.87 દ્વારા સરકારી નોકરીઓમાં ભેદભાવ હટાવી. યોગ્યતાનાં ધોરણે નોકરી મળે તેવો કાયદો અમલી બનાવ્યો...
(7). 1860 માં IPC ઈન્ડિયન પીનલ કોડ બનાવી મેકાલેએ તમામ ધમઁ, જ્ઞાતિ, જાતિના લોકોને એક જ સમાન કાયદો લાગુ પાડી શુદ્રોને મોટી રાહત આપી
અંગ્રેજી કેળવણી, વહીવટ દાખલ થતા એક પછી એક આ બધા જ પ્રહારોથી વરસોથી પરાણે થોપી બેસાડેલી મનુવાદી પરંપરાના મૂળીયા હલી ગયા હતા. સમાજમાં દરેક સ્તરે સમાનતા સ્થપાઈ રહે તેવા સંજોગો નિમાઁણ પામવા લાગ્યા હતા.
આ યાદી ધણી જ લાંબી છે જે લખવામાં ખાસ્સો સમય અને જગ્યા જાય તેમ છે..
પણ હવે આટલાથી એક વાતની તો ચોક્કસ ખબર પડવી જોઈયે કે બ્રાહ્મણવાદીઓ, સંઘીઓ અને મનુવાદીઓ પશ્ચિમી સંસ્કૃતિ અને અંગ્રેજી શિક્ષણને શા માટે ગાળો આપતા હતા..., આપે છે......અને હજીય આપતા જશે...
સમજદારકો ઈશારા કાફી...
- જીગર શ્યામલન





Facebook Post :-

'જે તે જાતિના મુળ સંસ્કારો ક્યારેય જતાં નથી'

By Vijay Makwana
બે-ચાર દિવસ પહેલાં એક 'રેસિયલ કોમેન્ટ' મળી હતી..
'જે તે જાતિના મુળ સંસ્કારો ક્યારેય જતાં નથી'
બે દિવસ સર્વેક્ષણમાં વિતાવ્યા..ખાસ દોસ્તોને મળ્યો..નિષ્ણાંત વિદ્વાનોનો સંપર્ક કર્યો આ બાબતે ચર્ચાઓ કરી. કેટલીક કોર્ટોના રજીસ્ટરો તપાસ્યાં. અહીં ફેસબુક પર કેટલીક સ્ત્રીઓને સવાલો પૂછ્યાં..પછી થોડાં સમય પહેલાં કોઇએ મને સમલિંગી ગૃપમાં એડ કરી દિધેલો તો ત્યાં પણ સર્વે કરી લીધો..અને પછી કેટલાંક તથ્યો મળી આવ્યાં જે અહીં રજુ કરું છું.
* મારા દોસ્તો મને મારા શહેરનાં બે વૃદ્ધાશ્રમમાં લઇ ગયાં..મને મારી જાતિનું એકપણ વૃદ્ધ દંપતિ ન મળ્યું.
* કોર્ટનાં વિવિધ રજીસ્ટરો તપાસ્યાં
-સંપતિની વહેંચણી વિષયક કેસોમાં મારી જાતિનાં માત્ર બે કેસ મળ્યાં.
-ઘરેલું હિંસાનાં મામલામાં મારી જાતિની ઔરતોએ બહુ ઓછી ફરિયાદ કરેલી છે.
-ડિવોર્સની અરજીમાં પણ મારી જાતિના યુગલોની ટકાવારી 1% છે.
-વિદેશી શરાબના બુટલેગરોમાં મારી જાતિનો એકપણ વ્યક્તિ નથી.
-બેંક ડિફોલ્ડર, જમીન કૌભાંડ, કબૂતરબાજી તથા આર્થિક છેતરપિંડીના મામલામાં મારી જાતિનો એક પણ આરોપી નથી.
-ચોરી,લુંટ,ઘરફોડ,ધાડ જેવા ગુનાહિત ખટલાંમાં મારી જાતિનો એકપણ વ્યક્તિ સહઆરોપી પણ નથી.
-ખનિજચોરી,ગેરકાનુની હથિયાર રાખવા,હથિયારોની તસ્કરી કરવી જેવા મામલામાં મારી જાતિનો રિપોર્ટ નિલ છે.
-નકલી નોટો,અફિણ,ચરસ,ગાંજાના વ્યાપાર જેવા મામલામાં મારી જાતિના લોકોનું નહિવત યોગદાન છે.
- IPC-302,307,389 જેવા ગંભીર ગુન્હામાં મારી જાતિની ટકાવારી 2% થી 7% જેટલી છે.
- હવે આવીએ યૌનાચારના, વ્યાભિચારના કિસ્સાઓ તરફ જ્યાં મારી જાતિના લોકો 2% થી ઓછા પ્રમાણમાં જોવા મળ્યાં.
-કેટલાંક ગૃપ સેક્સના,રેવપાર્ટીના,વાઇફ સ્વેપિંગ,સોફિસ્ટિકેટેડ જુગારધામના પણ કિસ્સા હતાં મારી જાતિના લોકો 0% સામેલ રહ્યાં.
* અહીં ફેસબુક પર ચાર સુંદર સ્ત્રીઓને અમુક સવાલો પૂછ્યાં તો તેમણે પણ જણાવ્યું તારી જાતિના મોટાભાગના યુવાનો ફ્લર્ટ નથી હોતા. ખુબ ઓછું બોલે છે. વિનયી હોય છે.
અને છેલ્લે પેલું સમલિંગી ગૃપ..છોડી દિધેલું..પણ સર્ચ કર્યું..અસંખ્ય અશ્લીલ ફોટાવાળું..ચીડ હતી પણ શું કરું?? ત્યાં પણ 200+ મેમ્બરવાળું ગૃપ..માત્ર 3 વ્યક્તિ જ મારી જાતિના મળ્યાં. બાકી બધાં 'સંસ્કારના ઠેકેદારો'..
મારા લોકો ફક્ત એક મામલે સહુથી વધુ આગળ છે..જેને તમે ગંભીર અપરાધ કહો છો.
'ગંધર્વવિવાહ' 'પ્રેમલગ્ન'માં..
અને જે પ્રેમ કરવામાં અવ્વલ હોય એને તમારા ''સંસ્કાર સર્ટીફિકેટ''ની જરુર નથી..!!!
હું દાવા સાથે કહું છું..સામાજીક વૈમનસ્ય ફેલાય તથા લોકોના આર્થિક હિતો જોખમાય એવા કોઇપણ ગુન્હામાં દલિતો આજે તો શું ભવિષ્યમાં પણ જોવા નહી મળે..દલિતો પંચશીલનાં સિદ્ધાંતો ગળથુથીમાં લઇને પેદા થાય છે..અમુકવાર મનેય મારી જાત પર હસવું આવે છે..જન્મજાત બૌદ્ધોને હું બૌદ્ધ બનવા હાકલ કરતો હોઉં છું.
-વિજય મકવાણા


જે નડતર હોય તેને જ દૂર કરો..

By Vijay Makwana
એક મિત્રએ ટકોર કરી..તમે માત્ર હિંદુધર્મની બુરાઇઓ વિશે વધુ લખો છો. ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મની બુરાઇઓ સામે કેમ ચૂપ રહો છો?? મેં કહ્યું હું એક સામાન્ય દલિત માણસ છું. મેં ક્યારેય સેક્યુલર હોવાનો દાવો નથી કર્યોં. મને કોઇ જાતિવાદી કહે તો તરત સ્વીકારી લઉં છું. કારણ કે મને મારી જાતિના લોકો માટે અગાધ સ્નેહ છે. હું ફક્ત મને અને મારા સમાજને સ્પર્શતી બાબતો વિશે જ લખવાનો આગ્રહ રાખું છું. હું સમગ્ર દુનિયાની સુધારણાનો ઠેકો લઇને બેઠો નથી. હું એ સત્ય જાણું છું કે, મારું તથા મારા સમાજનું શોષણ અન્ય ધર્મનાં લોકો નથી કરી રહ્યાં. હિંદુધર્મની વર્ણવ્યવસ્થાને કારણે દલિતોની સામાજીક-આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. એટલે હિંદુધર્મ તથા સવર્ણ હિંદુઓ મારા નિશાન પર કાયમ રહેશે. અને એક સામાન્ય નિયમ છે કે, પોતાનું ઘર બળી રહ્યું હોય ત્યારે બીજાનું ઘર ઓલવવાં દોડાદોડી ન કરાય! મુસલમાનોને તથા ખ્રિસ્તિઓને તેમનાં ઘર જાતે ઓલવવાં દેવાં જોઇએ! તમારે કે મારે શું કામ ચંચુપાત કરવો જોઇએ?? ગાંધી જ્યારે ભારતને આઝાદ કરવા સત્યાગ્રહ કરી રહ્યાં હતાં ત્યારે વિશ્વના 27 દેશો બ્રીટીશરોની એડી નિચે હતાં..ગાંધીએ બાકીનાં 26 દેશોની વકિલાત નહોતી કરી! સમજ્યાં??
-વિજય મકવાણા


Facebook Post :-