June 22, 2017

'જે તે જાતિના મુળ સંસ્કારો ક્યારેય જતાં નથી'

By Vijay Makwana
બે-ચાર દિવસ પહેલાં એક 'રેસિયલ કોમેન્ટ' મળી હતી..
'જે તે જાતિના મુળ સંસ્કારો ક્યારેય જતાં નથી'
બે દિવસ સર્વેક્ષણમાં વિતાવ્યા..ખાસ દોસ્તોને મળ્યો..નિષ્ણાંત વિદ્વાનોનો સંપર્ક કર્યો આ બાબતે ચર્ચાઓ કરી. કેટલીક કોર્ટોના રજીસ્ટરો તપાસ્યાં. અહીં ફેસબુક પર કેટલીક સ્ત્રીઓને સવાલો પૂછ્યાં..પછી થોડાં સમય પહેલાં કોઇએ મને સમલિંગી ગૃપમાં એડ કરી દિધેલો તો ત્યાં પણ સર્વે કરી લીધો..અને પછી કેટલાંક તથ્યો મળી આવ્યાં જે અહીં રજુ કરું છું.
* મારા દોસ્તો મને મારા શહેરનાં બે વૃદ્ધાશ્રમમાં લઇ ગયાં..મને મારી જાતિનું એકપણ વૃદ્ધ દંપતિ ન મળ્યું.
* કોર્ટનાં વિવિધ રજીસ્ટરો તપાસ્યાં
-સંપતિની વહેંચણી વિષયક કેસોમાં મારી જાતિનાં માત્ર બે કેસ મળ્યાં.
-ઘરેલું હિંસાનાં મામલામાં મારી જાતિની ઔરતોએ બહુ ઓછી ફરિયાદ કરેલી છે.
-ડિવોર્સની અરજીમાં પણ મારી જાતિના યુગલોની ટકાવારી 1% છે.
-વિદેશી શરાબના બુટલેગરોમાં મારી જાતિનો એકપણ વ્યક્તિ નથી.
-બેંક ડિફોલ્ડર, જમીન કૌભાંડ, કબૂતરબાજી તથા આર્થિક છેતરપિંડીના મામલામાં મારી જાતિનો એક પણ આરોપી નથી.
-ચોરી,લુંટ,ઘરફોડ,ધાડ જેવા ગુનાહિત ખટલાંમાં મારી જાતિનો એકપણ વ્યક્તિ સહઆરોપી પણ નથી.
-ખનિજચોરી,ગેરકાનુની હથિયાર રાખવા,હથિયારોની તસ્કરી કરવી જેવા મામલામાં મારી જાતિનો રિપોર્ટ નિલ છે.
-નકલી નોટો,અફિણ,ચરસ,ગાંજાના વ્યાપાર જેવા મામલામાં મારી જાતિના લોકોનું નહિવત યોગદાન છે.
- IPC-302,307,389 જેવા ગંભીર ગુન્હામાં મારી જાતિની ટકાવારી 2% થી 7% જેટલી છે.
- હવે આવીએ યૌનાચારના, વ્યાભિચારના કિસ્સાઓ તરફ જ્યાં મારી જાતિના લોકો 2% થી ઓછા પ્રમાણમાં જોવા મળ્યાં.
-કેટલાંક ગૃપ સેક્સના,રેવપાર્ટીના,વાઇફ સ્વેપિંગ,સોફિસ્ટિકેટેડ જુગારધામના પણ કિસ્સા હતાં મારી જાતિના લોકો 0% સામેલ રહ્યાં.
* અહીં ફેસબુક પર ચાર સુંદર સ્ત્રીઓને અમુક સવાલો પૂછ્યાં તો તેમણે પણ જણાવ્યું તારી જાતિના મોટાભાગના યુવાનો ફ્લર્ટ નથી હોતા. ખુબ ઓછું બોલે છે. વિનયી હોય છે.
અને છેલ્લે પેલું સમલિંગી ગૃપ..છોડી દિધેલું..પણ સર્ચ કર્યું..અસંખ્ય અશ્લીલ ફોટાવાળું..ચીડ હતી પણ શું કરું?? ત્યાં પણ 200+ મેમ્બરવાળું ગૃપ..માત્ર 3 વ્યક્તિ જ મારી જાતિના મળ્યાં. બાકી બધાં 'સંસ્કારના ઠેકેદારો'..
મારા લોકો ફક્ત એક મામલે સહુથી વધુ આગળ છે..જેને તમે ગંભીર અપરાધ કહો છો.
'ગંધર્વવિવાહ' 'પ્રેમલગ્ન'માં..
અને જે પ્રેમ કરવામાં અવ્વલ હોય એને તમારા ''સંસ્કાર સર્ટીફિકેટ''ની જરુર નથી..!!!
હું દાવા સાથે કહું છું..સામાજીક વૈમનસ્ય ફેલાય તથા લોકોના આર્થિક હિતો જોખમાય એવા કોઇપણ ગુન્હામાં દલિતો આજે તો શું ભવિષ્યમાં પણ જોવા નહી મળે..દલિતો પંચશીલનાં સિદ્ધાંતો ગળથુથીમાં લઇને પેદા થાય છે..અમુકવાર મનેય મારી જાત પર હસવું આવે છે..જન્મજાત બૌદ્ધોને હું બૌદ્ધ બનવા હાકલ કરતો હોઉં છું.
-વિજય મકવાણા


No comments:

Post a Comment