April 28, 2017

બહુજન મહાપુરુષો નો ત્યાગ અને આપણા જીવન ના આદર્શ

"બહુજન સમાજ". હજારો વર્ષો પેહલા તથાગત ગૌતમ બુદ્ધ દ્રારા આ દેશ ની મૂળનિવાસી પ્રજા(sc, st, obc, minority) ના સમાજ ને અપાયેલું ઍક નામ, જેને માન્યવર સાહેબ કાંશીરામ એ સાર્થક કરી બતાવ્યું..

બહુજન સમાજ નું આંદોલન  સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજનીતિક પરિવર્તન  નું છે.. પરિવર્તન ત્યારે જ શકય બને છે, જ્યારે જરૂરિયાત, ઇચ્છા, અને મજબૂતાઈ(આર્થિક અને માનસિક) નો યોગ્ય સમન્વય થાય છે.  પરિવર્તન ને સરળ શબ્દો મા સમજાવતા માન્યવર સાહેબ કાંશીરામ એ કીધું હતુ કે,  Change = Need   Strength   desire.
આ બહુજન સમાજ નો કારવા અત્યારે જે જગ્યા એ છે એ  સેંકડો બહુજન મહાપુરુષો અને યુવાનો ના ત્યાગ, બલિદાન અને સંઘર્ષ  નું સ્વાદિષ્ટ ફ્ળ છે.. બહુજન સમાજ આ મિશન ને સાહેબ કાંશીરામ એ બુદ્ધ ફૂલે શાહુ આંબેડકર નું મિશન કહ્યુ છે.. અને જે કાર્યકર્તા એ બહુજન સમાજ નાં મિશન સાથે જોડાયેલ છે, તેં કોઈ ઍક આદર્શ ને અનુસરે છે.. આ આદર્શ  તથાગત ગૌતમ બુદ્ધ, રાષ્ટ્રપિતા જ્યોંતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે, વિશ્વરત્ન બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકર, ત્યાગમૂર્તિ માતા રમાબાઈ, માન્યવર સાહેબ કાંશીરામ  કે અન્ય કોઈ પણ હોઇ શકે છે..  અહિ વાત છે આ આદર્શો નાં ત્યાગ અને સમર્પણ ની, તેમનાં બલિદાન અને સંઘર્ષ ની..

તથાગત ગૌતમ બુદ્ધ : સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ઍક સુખી સંપન્ન પરિવાર મા જન્મ્યા હતાં, પણ તેમણે જોયું જાણ્યું અને અનુભવ્યું કે આ સંસાર મા દરેક પ્રાણીમાત્ર ને દુખ છે, અને એ દુખ નાં કારણ અને એનાં નિવારણ ની શોધ મા તેઓ ઘર છોડી ને નીકળી પડ્યા.. સિદ્ધાર્થ એ  પોતાના પરિવાર, માતા-પિતા, પત્ની અને બાળક નો ત્યાગ  કર્યો અને આ વિશ્વ ને સમતા, બંધુતા, સ્વતંત્રતા, ન્યાય, પ્રેમ, દયા, કરુણા, અને શીલ નાં પાયારૂપી વિશ્વ નો સૌથી મહાન અને વૈજ્ઞાનિક ધમ્મ આપ્યો.. આમ, ગૌતમ બુદ્ધ એ પૂર્ણ ત્યાગ કર્યો સંસાર, સમાજ અને માનવ માટે..

મહાત્મા જ્યોંતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે : ફૂલે દંપતીએ સાથે મળીને ને સામાજિક ઉત્થાન માટે પ્રયત્નો અને સંઘર્ષ કર્યા, શિક્ષણ નો પ્રસાર પ્રચાર કર્યો અને સ્ત્રીઓ ના વિકાસ ને મહત્વ આપ્યું.. તેમણે લગ્ન કર્યા પણ  પરિવાર ને આગળ નાં વધાર્યો .. આમ તેઓ સમાજ માટે કાર્ય અને સમર્પણ ની ભાવના થી નિઃસંતાન રહ્યા , અને ત્યાગ કર્યો..

બોધીસત્વ બાબાસાહેબ આંબેડકર અને માતા રમાબાઈ આંબેડકર : બાબાસાહેબ પાસે પરિવાર, પત્ની, બાળકો બધુ જ હતુ.. પણ બાબાસાહેબ એ પોતાનુ સમગ્ર જીવન  જ્ઞાનપ્રાપ્તિ  માટે લગાવી દીધું અને પોતાના અથાક પરિશ્રમ મેહનત સંઘર્ષ અને ત્યાગ નાં પરિણામે ભારત દેશ ને  વિશ્વ નું સૌથી મહાન બંધારણ  આપ્યું, જેમા  સદીઓ થી દબાયેલા, કચડાયેલા, પોતાના અધિકારો થી વંચિત રહેલા બહુજન સમાજ નાં વિકાસ અને ઉત્થાન માટે વિશેષ પ્રાવધાન  કરવામાં આવ્યાં. આ અથાક મેહનત પાછળ બાબા એ પોતાના અંગત જીવન ને વિશેષ મહત્વ ના આપ્યું.. બીજી તરફ જોઈએ તો ઍક  આદર્શ પત્ની  તરીકે માતા રમાબાઈ એ બાબાસાહેબ નાં દરેક કાર્ય મા એમનો સાથ આપ્યો અને ઍક આદર્શ પત્ની નો ભાગ ભજવવામાં પોતાના  ચાર ચાર બાળકો નું બલિદાન  આપી દીધું.. બાબાસાહેબ બહુજન સમાજ અને સમગ્ર માનવ સમાજ ના ઉત્થાન નાં ધ્યેય ના કારણે પોતાના પરિવાર, પત્ની અને બાળકો પ્રત્યે ધ્યાન ના આપી શક્યા.. આમ, બાબાસાહેબ પરિવાર માં રહી ને પણ પરિવાર માં નહોતા..

માન્યવર સાહેબ કાંશીરામ : બાબાસાહેબ અને બહુજન મહાપુરુષો નાં જીવન સંઘર્ષ અને ત્યાગ વિશે જાણી ને કાંશીરામ સાહેબ એ  પરિવાર અને સાંસારિક સુખ નો ત્યાગ  કર્યો અને પોતાનુ સમગ્ર જીવન બહુજન સમાજ માટે અર્પી દીધું.. પોતાના અથાક પરિશ્રમ અને સંઘર્ષ, સમાજ માટે કાંઈ કરી છૂટવાની ભાવના થી સાહેબ એ ઍક સમય ભારત દેશ નું સૌથી મોટુ સરકારી કર્મચારીઓ નું સંગઠન બામસેફ , સમાજ નાં ન્યાય અને અધિકારો માટે દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ  અને રાજનીતિ ક્ષેત્રે ઝંપલાવવા બહુજન સમાજ પાર્ટી  ની રચનાં કરી.. આમ સાહેબ કાંશીરામ એ પોતાનું સમગ્ર જીવન બહુજન સમાજ ના નામે ખર્ચી નાખ્યું..
           
આમ, બહુજન સમાજ ની અત્યાર ની સારી પરિસ્થિતિ ( સારા મકાન, સારા કપડા, ગાડી-મોટરકાર, હાથ માં સ્માર્ટફોન, ઊંચા હોદ્દા પર ની સરકારી નોકરીઓ ) આ મહાપુરુષો નાં ત્યાગ અને સંઘર્ષ નું પરિણામ છે.. શુ આ મહાપુરુષો આપણા આદર્શ છે?? શું આપણે તૈયાર છીએ સંઘર્ષ ત્યાગ અને બલિદાન માટે?? પોતાના સમાજ માટે, પોતાના લોકો માટે, પોતાની આવનારી પેઢીઓ નાં સારા ભવિષ્ય માટે...!!!!

છેલ્લે એક પંક્તિ યાદ આવે છે કે,
એ વક્ત તુ બસ મેરા ઇતના કામ કર દે,
ફિર સે યે દૌર બહુજનો કે નામ કર દે;
અગર હો નાં શકે ફિર સે પેદા આંબેડકર,
તો હર ઘર મે ઍક કાંશીરામ પેદા કર દે..

- કુંદન કુમાર




No comments:

Post a Comment