સરહદ પર કે અન્ય હુમલાઓમાં
સૈનિકો માયાઁ જાય..
એમને શહીદ કહીને બિરદાવવામાં આવે
ને દુનિયા શોક મનાવી મસાણીયા જ્ઞાન સમી વાતો
વહેતી કરે..
બસ.. બે વધુમાં વધુ ચાર દિવસ
મોંઢા ચોપડી, શું ચાલે જેવા સામાજિક માધ્યમો પર
કલબલાટ અને કાગારોળ મચાવી મુકે..
ચાર દિન બાદ ફીર વહી રાત મુજબ
બધુ રાબેતા મુજબ ચાલતુ થઈ જાય.
કોઈને શહીદનાં નામ પણ ખબર હોતા નથી..
સાવ સાચુ
દેશની રક્ષા કરનારની શહીદી એળે ન જાય..
પણ પછી એક સાવ સાદો સવાલ એ પણ થાય..
ગંદી ગટરો અને નાળા સાફ કરનારા કામદારો
ઝેરી ગેસથી ગુંગળાઈ મરી જાય ત્યારે મોંઢે કોણ તાળા મારી દે છે..???
સૈનિકો પાસે તો રક્ષા કરવા બંદુક અને તોપ અને મિસાઈલોય આપી..
નોકરી પછી જમીનનો ટુકડોને નોકરીય મળી જાય...
પણ આ સફાઈ કરનારાઓને ઝેરી ગેસથી બચવા માસ્ક સુધ્ધા નથી
મળી શકતા...
આ બધી બાબતે સવાલો ઉઠાવવા આપણને નથી ગમતા કારણ...
એમાં અભડાઈ જવાનો ડર દરેકને લાગે છે...
-જિગર શ્યામલન

(આપણે આપણાં વિચાર જેવા હોય તેવા નગ્ન પણ દ્રઢતાથી રજુ કરવા જોઈયે.. એને દંભના વાઘા પહેરાવીને નહી....)
Facebook post link :-
Facebook post link :-
No comments:
Post a Comment