April 28, 2017

ભાગલાવાદી કોને કહેશો?

લોકો કહે છે કે તમારુ લખાણ હીન્દુ ધર્મના ભાગલા પાડી રહ્યુ છે.

શુ હીન્દુ ધર્મમાં લોકો પહેલાથી એક છે?
શુ બધા સમાન છે?
દરેક પ્રત્યે સમાન ભાવના, સમાન લાગણી છે?

ભાગલા તો હજારો વર્ષોથી કોણે પાડેલ છે?
કોઇને બ્રાહ્મણ કીધા
કોઇને ક્ષત્રિય કીધા
કોઇને વૈશ્ય કીધા
કોઇને શુદ્ર કીધા
કોઇને અછુત કીધા

ત્યા પણ અટક્યા નહી
કોઇને પટેલ, ઠાકોર, ચૌધરી, પ્રજાપતી, માળી, વાળંદ, વણકર, ચમાર, વાલ્મીકી.....જેવી હજારો જાતિઓમાં વિભાજીત કર્યા..

ત્યા પણ અટક્યા નહી
ગોળ, પરગણા, કુળ ના નામે ભાગલા પાડ્યા....

ત્યા પણ અટક્યા નહી અને પંજાબી, ગુજરાતી, મરાઠી, મારવાડી, બંગાળી, બિહારી... વગેરેના નામે અલગ કર્યા.......
હવે ભાગલાવાદી કોને કહેશો???

ભાગલા પાડવા અને રાજ કરવુ એ પહેલેથી કોની નીતિ હતી?

હવે પુછતા નહી કોણે કર્યુ ..
તોડી મરોડીને ઇતિહાસ લખનાર કોણ છે એ બધા જાણે છે...

જ્યારે અમે તમામને ભારતીય કહી એક કરવા કહીએ છીએ
અમે તમામને સમાન ગણવા કહીએ છીએ
અમે તમામને સમાન તક આપવા કહીએે છીએ
કોઇ ધર્મ નો ભેદ ના હોય
કોઇ જાતિનો ભેદ ના હોય
કોઇ વર્ણનો ભેદ ના હોય
કોઇ લિંગનો ભેદ ના હોય
કોઇ ગોળ કે પરગણાનો ભેદ ના હોય
કોઇ સમાજ સમાજ વચ્ચે ભેદ ના હોય
કોઇ ઉંચ નીચ નો ભેદના હોય..
બધાને સમાન તક,
બધા પ્રત્યે ભાઇચારાની ભાવના
બધા પ્રત્યે સમાનતાની લાગણી હોય
એવુ અખંડ ભારત બને તેવુ ઇચ્છુ છુ.

શુ એવુ અખંડ ભારતના નિર્માણનુ સપનુ પુરુ કરવા પ્રયાસ કરવોએ ભાગલા પાડવાની નીતિ કહેવાય?

હુ માત્ર એટલુ જ કહીશ
હુ પહેલા અને પછી માત્ર ભારતીય છુ.

- વિજય જાદવ






Facebook post link : -

No comments:

Post a Comment