April 28, 2017

મને ગવઁ છે કે મેં આવા વિધ્યાથીઁને શિષ્યવૃતિ આપી જે એક દિવસ મહાપુરૂષ બનશે : સયાજીરાવ ગાયકવાડ

ડો. બાબાસાહેબ પહેલીવાર ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા હતા. ત્યારે સયાજીરાવ ગાયકવાડ તેમનાં પત્ની સાથે ત્યાં હતા.

જ્યારે ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે ધાણીફુટ અંગ્રેજી ભાષામાં બોલવાનુ શરૂ કયુઁ.. ત્યારે તમામ અંગ્રેજ તથા અન્ય પ્રતિનિધીઓ ચોંકી ઉઠ્યા હતા..

બાબા સાહેબને અસ્ખલિત અંગ્રેજીમાં બોલતા જોઈને.. સયાજીરાવ ગાયકવાડે પોતાની પત્નીને કહ્યું..-''મેં આંબેડકરને જે શિષ્યવૃતિ આપી હતી તે આજે વસુલ થઈ ગઈ.. મને ગવઁ છે કે મેં આવા વિધ્યાથીઁને શિષ્યવૃતિ આપી જે એક દિવસ મહાપુરૂષ બનશે..''

સયાજીરાવ ગાયકવાડે આપી હતી એ શિષ્યવૃતિ બાબા સાહેબે વસુલ કરી આપી...

પણ......?

જરા વિચારી લેજો........બાબા સાહેબે આપણને જે શિષ્યવૃતિ અપાવી એ આપણે વસુલ કરી આપી...?

આજે આપણે બધા જ જ્યારે જયભીમ બોલીએ છીએ કે બાબા સાહેબના ફોટાને કે પુતળાને હાર પહેરાવીએ છીએ ત્યારે બાબા સાહેબની આંખોમાં આંખ પરોવી એ કહી શકીયે કે.... બાબા આપે જે શિષ્યવૃતિ અમને અપાવી છે... તે અમે સામાજિક ક્રાંન્તિ કરીને વસુલ કરી દીધી છે...
જો આવું ન કહી શકતા હો તો હજીય સમય છે...આપણી જવાબદારી સમજો... અને જવાબદારી પુરી કરો..
- જિગર શ્યામલનનાં જયભીમ....







Watch Video :-




Original Post : -

No comments:

Post a Comment