April 28, 2017

સફાઈ કામદારો નું પણ સરહદ પર ના સૈનિકો જેટલું જ મહત્વ છે

સરહદ પર રક્ષા કરતા જવાનો જેટલું જ અને કદાચ એનાથી પણ વધુ મહત્વ હું ગંદી ગટરોમાં જીવ જોખમે કામ કરતા વાલ્મિકી ભાઈઓને આપું છું.
કેટલાક લોકોને ગઈ કાલની પોસ્ટમાં વાંધાઓ પડ્યા અને વાલ્મિકીભાઈઓ આ સફાઈકામ મફત થોડા કરે છે... પગાર લે છે વાળી દલિલો કરી...
હું પણ એમને એમની ભાષામાં એ જ દલિલનો જવાબ આપી શક્યો હોત કે જવાનોય થોડા મફતમાં ફરજ બજાવે છે, પગાર લે છે, ભથ્થાઓ લે છે, રિટાયડઁમેન્ટ પછી જમીન મેળવે છે, અને ફરી નોકરી પણ મેળવે છે.
પરંતુ એમ કહી હું જવાનોની ફરજ ઓછી આંકવા માંગતો નથી. અને વાલ્મિકીભાઈઓની ફરજને પણ નજર અંદાજ કરવા નથી માંગતો..
કારણ..એ બન્ને પોતપોતાની ફરજ બજાવે છે..
પણ અહીં હું એક વાત તરફ દરેકનું ખાસ ધ્યાન દોરવા માંગીશ.... આ બન્ને વચ્ચેના સૌથી મોટો તફાવત એ છે.. કે જવાન શહીદ થાય તો બીજા જવાનો મળી રહે છે... કારણ લશ્કરી જોબની ભરતીમાં તમામ જાતિઓને સમાન તક મળે છે. આ કહેવાતી ગૌરવપુણઁ જોબ માટે દરેક એપ્લાય કરી શકે છે.
પરંતુ ગટરમાં ઉતરી ગંદકી સાફ કરવાની જોબ વાલ્મિકી ભાઈઓ સિવાય કોઈ કરવા તૈયાર નથી... કોઈ બીજુ કરતું ય નથી... ત્યાં જગાઓ પણ ખાલી છે અને અનામત પણ નથી. તો પણ આજદિન સુધી કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ ઉમેદવારી નોંધાવી હોય તેવું બન્યું નથી..
આ સફાઈ કામદારો સાવ મામુલી પગાર મેળવે છે, બદલામાં કોઈ ખાસ સવલતો અને ભથ્થાઓ મેળવતા નથી. નથી જવાનો જેવું કોઈ સામાજિક સન્માન મેળવતા....
હું માત્ર એક જ વાત કહીશ.... જો આ સફાઈ કામદારોની ચિંતા નહી કરો તો ભવિષ્યમાં કેવા દિવસો આવશે તેની કલ્પના કરી જો..જો..
એ વખતે તમને સૌને વાલ્મિકીભાઈઓનું એ કામ કરવા કરતા બંદુક લઈ સરહદ પર જવાનું તમને પોતાને જ સાવ સહેલું લાગવા માંડશે....
- જિગર શ્યામલન



Facebook post link :- 















No comments:

Post a Comment