April 28, 2017

Pay back to society

વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારને અપાતા ઉદ્દબોધન/વક્તવ્યમાં જો બઘા જ સફળ વ્યક્તિઓ દ્વારા નીચે મુજબના અમુક મુદ્દાઓ આવરી લેવામાં આવે તો
આવનારી પેઢીને ખુબ સારી રીતે પ્રોત્સાહીત અને માર્ગદર્શીત કરી શકાય :-

વ્હાલા મીત્રો,
હું એક સફળ અધીકારી/ડોક્ટર/વકીલ/વેપારી/પ્રોફેસર/નેતા છુ. તમે મારી સફળતા પાછળનાં કારણો જાણવા ચોક્કસ આતુર હશો. હું એક અંતરીયાળ વિસ્તારમાં (ગામ)/ ગરીબ પરીવાર/સામાન્ય પરીવારમાંથી આવું છુ. મારા માટે તથાગત બુધ્ધ, સમ્રાટ અશોક, ડૉ.આંબેડકર તથા મારા સફળ મીત્રો અને કુટુંબીજનો પ્રેરણાનો શ્રોત રહ્યા છે. મેં ખુબ મહેનત કરી છે અને અભ્યાસ પાછળ 15 કલાક જેટલો સમય ફાળવતો. મારા અભ્યાસકાળ દરમ્યાન મારી આજુબાજુ ઘણા વિઘ્નો હતા જે મારા લક્ષ્યથી મારુ ધ્યાન વિચલીત કરવા પુરતા હતા પરંતુ મેં મારુ સંપૂર્ણ ધ્યાન ફક્ત મારા નીયત લક્ષ્ય ઉપર જ કેન્દ્રીત કરેલ અને તે માટે સખત મહેનત કરેલ. મેં ક્યારેય એક મીનીટ પણ કોઇ અંધશ્રધ્ધા,ભગવાન, માતાજી,માનતા કે એવા કોઇ વિશ્વાસમાં વેડફેલ નહીં કે કોઇ દૈવી તાકાત કે નસીબ મારી વહારે આવશે.
દરેક નીષ્ફતાને સફળતા મેળવવાના પાઠ તરીકે જ સ્વીકારેલ માટે જ જ્યારે પણ હું નીષ્ફળ ગયેલ ત્યારે ત્યારે મેં મારી નીષ્ફળતા પાછળનાં કારણોનું મનોમંથન તેમજ વિશ્ર્લેષણ કરેલ અને નવી રણનીતિ અને ડબલ જુસ્સા સાથે પુનઃપ્રયત્ન કરેલ. હું ક્યારેય નસીબ કે વિધાતા જેવી કોઇ વાતને દોષ આપી દુઃખી થયો નથી. જ્યારે પણ મેં પ્રમાણીકતાથી મારા પ્રયત્નને સુધાર્યો તેમજ વધાર્યો છે ત્યારે ચોક્કસ પહેલાં કરતાં સારુ પરીણામ મળેલ. મેં મારી પ્રમાણીકતા,મારુ સ્વાસ્થ્ય અને મારી વૈજ્ઞાનિક વિચારધારાને હંમેશા જાળવી રાખેલ અને જેણે મારી સફળતાના ફળમાં વધારાની કલગી જેવું જ કાર્ય કરેલ. મેં મારી જાતને ઈર્ષા, અહમ અને સોર્ટકટ જેવી બાબતોથી દુર રાખેલ અને જેના કારણે મારી શક્તી, સમય અને સંસાધનોનો બચાવ થયેલ. મારા લક્ષ્યે મને ક્યારેય આરામથી સુવા નથી દીધો અને એટલે જ મારુ અસ્તિત્વ,સન્માન તથા ગૌરવ મારા લક્ષ્યની સાથે જોડાય ગયેલ. હું ક્યારેય મારી રણનીતિ બદલવામાં અટકાયો કે ખચકાટ અનુભવ્યો નથી. હું ક્યારેય ઉપવાસ નથી રહ્યો, કોઇ બાધા/માનતા નથી રાખી, કોઇ જ્યોતીષને હાથ કે કુંડળી નથી બતાવેલ, જેના કારણે હું ઘણી બધી ગુંચવણ અને મુંજવણથી બચી રહ્યો. આપણે વૈજ્ઞાનિક યુગમાં જીવી રહ્યાં છીએ અને દુનિયા ગ્લોબલ/ગુગલ વિલેજ થઇ રહ્યુ છે ત્યારે કોઇ પણ અવૈજ્ઞાનિક કે રૂઢીચૂસ્ત વાતો કે વિચારો, સફળતા માટે સંઘર્ષ કરી રહેલા યુવાનોને બેધ્યાન, નીરુત્સાહી બનાવે છે. હું મારી સફળતા માટે મારા સમાજ, દેશ અને માનવતાનો રૂણી છું માટે જ મારે મારી સફળતા માટેના ખરા કારણો/પરીબળો જણાવવાએ મારી ફરજ છે. મારી સફળતા પછી હું દ્રઢ પણે Pay back to societyના સીધ્ધાંતને માનેલ અને ઘણી બધી રીતે મારી યથાશક્તી મુજબ પાળેલ પણ છે. સફળતા પાછળ ફક્ત સખત મહેનત, ઇમાનદારી, સાતત્ય, રસ અને યોગ્ય માર્ગદર્શન જ કામ કરે છે નહી કે કોઇ સ્તોત્ર, સ્તૃતી, ધાર્મીક વીધી કે હોમ-હવન, તેથી કોઇ પણ અતાર્કીક માન્યતા કે અંધશ્રધ્ધામાં ન ધસી જવું.

આભાર...
નોંધ:- દરેકને વિનંતી કે આ સંદેશમાં વિષય અનુરુપ દરેક પોતાની ખાસ વાત ઉમેરી શકે છે.




હવે આ સંદેશમાં મારે ઉમેરવાની ખાસ વાત, મારી આસપાસનાં થોડા ઘણા વડીલો અને મીત્રો મારી ગણત્રી સફળ વ્યક્તિની યાદીમાં કરે છે (જો કે હું અંગત રીતે મારી જાતને હજુ ધારેલ સફળતા મેળવેલ હોય તે યાદીમાં મુકી શક્યો નથી) આથી જ 7-8 મહીના પહેલાં શહેરના અનુ.જાતી
વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉદ્દબોધન કરવાનો મોકો મળેલ. જેનો લાભ મે બખુબી ઉઠાવેલા, કારણ તે કાર્યક્રમમાં સમાજનું ભુતકાળ ( જે કાઇ પણ છે તે ફકત પ્રભુ દયાથી જ છે એવું માનનાર), વર્તમાન (હું ભલો,મારુ ઘર ભલુ...what is pay back to society?? એવા) અને ભવિષ્ય ત્રણેય બેઠા હતા. માટે જ ઉપરના મહતમ મુદાઓ તો વક્તવ્યમાં લેવાયેલ જ પણ સાથો સાથ ભુતકાળ અને વર્તમાનને શાબ્દીક ચાબખાઓ તો લટકામાં આપેલા જ.

Message thought inspired from Dr. BP Ashok

જય ભારત...
જય સંવિધાન...
જય ભીમ...

રાહુલ વાધેલા
સુરેન્દ્રનગર


Facebook post Link : -

No comments:

Post a Comment