November 07, 2017

વિચારધારા જ મહાન છે એની સામે ન કોઈ સંગઠન કે ન કોઈ વ્યક્તિ

By Jigar Shyamlan ||  5 Nov 2017 at 12:13 



જયારે કોઈ વ્યક્તિ કે સંગઠનની પસંદગી કરવાની વાત આવે છે ત્યારે વિચારધારાને જ મહત્વ આપવું જોઈયે. આ મારો અંગત અને એકદમ દ્રઢ મત છે.

એક વ્યક્તિની સંગઠન સામે કોઈ જ કિંમત નથી, તેવી જ રીતે એક વ્યક્તિ અને એક સંગઠન બેયની એક વિચારધારા સામે કોઈ કિંમત નથી.

વિચારધારા જ મહાન છે એની સામે ન કોઈ સંગઠન કે ન કોઈ વ્યક્તિ.

આપણી પાસે આપણા મહાપુરુષોની વિચારધારા છે.

જયોતિબા ફૂલે, શાહુજી મહારાજ, પેરીયાર, બાબા સાહેબ, કાશીરામ આ બધા આપણાં માટે ઘણુંબધુ લખીને પુસ્તકોના પુસ્તકો વારસામાં મુકી ગયા છે. મૂરખાઓ પણ ડાહ્યા બની જાય અને મડદાઓ પણ બેઠા થઈ જાય તેવા ભાષણો બોલીને ગયા છે.

આપણી વિચારધારા સમાનતાની છે.
આપણી વિચારધારા સ્વતંત્રતાની છે.

આપણી વિચારધારા અમાનવીય શોષણ સામેની છે.

આપણી વિચારધારા માનવઅધિકારોના પાલનની છે.

આપણી વિચારધારા સંવિધાનીક અધિકારોની છે.

આપણી પાસે વિચારધારાની સહેજેય અછત નથી.

આપણી હોંશિયારી કહો કે ડફોળાઈ આપણને આપણી જ વિચારધારા અનુસરવામાં, તેની પર ચાલવામાં અનુકૂળતા નથી જણાતી.

આજે આપણી લાચારી તો જુઓ આપણે એક વિચારધારાને હરાવવા માટે આપણી મૂળ પોતિકી વિચારધારાને સાવ ભૂલી જઈ ને એક એવી વિચારધારાનુ શરણ પકડી રહ્યા છીએ જે આપણને વરસો સુધી છેતરતી આવી છે.

માની લીધું કે આપણી પાસે હાલ વિકલ્પ નથી. એટલે વિકલ્પના અભાવે આપણે બે ખરાબમાંથી ઓછા ખરાબને ગમાડવો પડી રહ્યો છે. પણ આ પરિસ્થિતી પાછળ જવાબદાર આપણે જ છીએ. વિચારધારાની વાત કરનારને આપણે કદી ટેકો આપ્યો નથી તો વોટ ક્યાંથી આપવાનાં.

વિચારધારાને પ્રોત્સાહન આપવા આપણે કશું નથી કયુઁ. આપણે બસ એક જ કામ કયુઁ..!! ટીકાઓ કરી.., ખામીઓ કાઢી.., વાંધા-વચકાઓ કાઢ્યા.
કોઈને પણ તક આપ્યા વગર મોટી અપેક્ષાઓ રાખવી જાતને છેતરવાથી વિશેષ કંઈ નથી.

એકવાર તો શરૂઆત કરવી પડશે. વિકલ્પ નથી એ વાત સો ટકા સાચી નથી, આપણે વિકલ્પને વિકસવા નથી દેતા એ વાત હજાર ટકા સાચી છે.

આપણે આપણાં જ મહાપુરુષોએ કહેલી વાતો પર ધ્યાન આપ્યુ નથી. હજી સમય છે, જેટલા વહેલી તકે વિચારધારા તરફ પાછા ફરીશુ એટલુ જ આપણાં માટે તથા આવનારી પેઢી માટે સારૂ રહેશે.

બાકી સફરજન છરી ઉપર પડે કે છરી સફરજન ઉપર કપાવવાનું તો સફરજનને જ છે.
- જિગર શ્યામલન

શારીરીક ગુલામીથી પણ બદ્તર હાલત હોય તો એ છે માનસિક ગુલામી

By Jigar Shyamlan ||  07 Nov 2017 


દરેક ધમઁ અને સંપ્રદાયોમાં વિવિધ ક્રિયાકાંડ અને ઈશ્વરીય અસ્તિત્વ એક જાતનો એવો હેવી ઓવરડોઝ છે જે માણસ સદાય ઘેન અને તંદ્રાયુક્ત અવસ્થામાં રહે તે માટે આપવામાં આવ્યો છે.

આ ડોઝ ક્લોરોફોમઁ કરતા પણ ભયંકર છે. કારણ ક્લોરોફોમઁ તો માત્ર અમુક સમય સુધી જ માણસના શરીરને બેભાન બનાવી દે છે.. પણ આ ઈશ્વરીય અસ્તિત્વનો ડોઝ માણસને આજિવન બેભાન બનાવી રાખે છે.

એવુ કહેવાય છે શારીરીક ગુલામીથી પણ બદ્તર હાલત હોય તો એ છે માનસિક ગુલામી..

કારણ સાફ છે.. શારીરીક ગુલામીમાં શરીર, હાથપગ અને માત્ર તમારી શારીરીક તાકાત પર બીજાનો પ્રત્યક્ષ કબજો હોય પણ માનસિક ગુલામીમાં તમારા મગજ, વિચારો પર પરોક્ષ કબજો હોય છે. માનસિક ગુલામી એટલે શારીરીક તાકાત હોવા છતાં કંઈ નહી કરી શકવાની દુબઁળતા..નિબઁળતા. એટલે જો તમે માનસિક રીતે આઝાદ નથી તો તમે આઝાદ હોવા છતાં ગુલામ જ છો. કારણ માનસિકતા પર કબજો એટલે સવઁસ્વ પર વિજય..
આ અવસ્થાએ માણસને એટલો નિબઁળ બનાવી દીધો છે કે એ સવાલો પુછવાની, તકઁ કરવાની શક્તિ ગૂમાવી ચૂક્યો છે.
જયારે તમે તકઁ કરવાનું અને સવાલો પુછવાનુ છોડી દો છો ત્યારથી તમે એક માનવ નહી પણ યંત્રમાનવ બની જાવ છો. એક એવો યંત્રમાનવ પોતાના શરીરમાં બીજાએ ઈન્સ્ટોલ કરેલ પ્રોગ્રામ આધારે ચાલે છે.

દરેક ધમઁ અને તેમાં ઈશ્વરની ધારણા પર આસ્થા.., યકીન.., શ્રધ્ધા..., ભરોસો કે વિશ્વાસ કરતા પહેલા શંકા અવશ્ય કરો.
કારણ આનું સજઁન સમાજ પર પ્રભાવ જમાવવા માટે મથતા લોકો દ્વારા કરવામાં આવ્યું છે. સમાજને એક રીતે માનસિક ગુલામ બનાવી શકાય એ માટે.
શંકા કરતા શીખો.... તકઁ કરતા શીખો, દરેક વાતોને વિના પરીક્ષણ માનવાની ભુલ ન કરો.

મંદિરમાં જઈ હાથ જોડતા પહેલા...,
મસ્જિદમાં જઈ નમાઝ અદા કરતા પહેલા....,
ચચઁમાં જઈ પ્રેયર કરતા પહેલા...,
આ બધુ શા માટે..????? એવો પ્રશ્ન એકવાર તો જાતને પુછો.
આ બધુ કરવાથી સુખી થવાતુ હોત તો દુનિયામાં કોઈ દુ:ખી ન હોત.
આપણાં બાપા કે દાદા આવું કરતા હતા એટલે આપણેય એવુ કરવાનું આવી વૃત્તિનો ત્યાગ કરો.
કારણ સમજણ વિકસાવવા માટે ની સૌથી સરળ રીત છે સવાલો કરવા અને તેના જવાબ ખોળવા..
માટે સવાલ કરો અને જવાબો ખોળો.
- જિગર શ્યામલન

કવિતા : હા.. અમે દલિત.

By Jigar Shyamlan ||  07 Nov 2017 


હમણાં કોઈકએ કહ્યું કે પોતાની ઈચ્છા કે મરજી વિરૂધ્ધ કોઈને પિડીત કે શોષિત ન રાખી શકાય... વાત બરાબર છે.

પણ સદીઓથી ધમઁ અને શાસ્ત્રોની આડ લઈ અપમાન અને ભરપુર શોષણ કરવા માટે વ્યવસ્થિત પ્લેટફોમઁ બનવામાં આવ્યું હોય ત્યારે શું....????

હા..અમે દલિત..

જો અનુભવ લેવો છે, કેવો હોય શાપ. અછૂતના ઘેર જન્મી જોઇ લેજો આપ.
સૌ એ નજરથી જુએ જાણે હોય પલિત.
હા.. અમે દલિત..

ખુદને માનો માણસ તો આપો જવાબ.
માણસ અડે માણસને લાગે શેનું પાપ.
માથું પછાડી લોહીથી રંગાઇ ગઇ ભીત.
હા.. અમે દલિત..

ગામમાં રહેવા ન મળ્યું તો વસ્યા બા'ર.
જીવીયે કે મરી ગ્યા કોણે રાખી દરકાર?
વારંવાર વલોવાઇને નિતરેલું નવનિત.
હા.. અમે દલિત..

કંઇ કિંમત ન હતી ન હતી અમારી વગ.
જોડા માથે મૂકી ચાલ્યા ભલે બળ્યા પગ.
કોઇની ફરમાઇશ વિના સર્જાયેલુ ગીત.
હા.. અમે દલિત..

કદી ન ગમી રોજ સૂણી તોછડી વાણી.
સહિયારા કૂવામાંથી ન મળ્યું બૂંદ પાણી.
હરખાય નહિ કોઇ જ્યારે અમને મળી જીત.
હા.. અમે દલિત..

કોઇએ કદી કરી નથી અમને પ્રીત લગાર.
માથે ઉપાડી મેલું અમેં વેંઢાર્યો છે ભાર.
ભભકતો લાવા મ્હાંય પણ બહારથી શીત.
હા.. અમે દલિત..

આગળ ક્યાંથી વધીયે શિક્ષા પર પ્રતિબંધ.
મંદીરોના દરવાજા પણ અમારા માટે બંધ.
સૌએ ઠોકી બેસાડી પરાણે વિકૃત રીત.
હા.. અમે દલિત..

કચડાતા રહ્યા રોજ તોય કરતા રહ્યા કર્મ.
નબળો ન બને દેશ એવો અપનાવ્યો ધર્મ.
સર્વજનના સુખ માટે પ્રગટ થયેલુ હિત.
હા.. અમે દલિત.
- જીગર શ્યામલન 

De-notified and Nomadic Tribes (DNT) ની હકિકત

By Anil Shekhaliya || 06 Nov 2017



De-notified and Nomadic Tribes (DNT) ભારતની સૌથી વધુ સંવેદનશીલ અને સીમા ધરાવતા સમુદાયોમાંના એક છે. તેઓ સામાન્ય રીતે ભટકતા સમુદાયો તરીકે ઓળખાય છે કારણ કે તેઓ આજીવિકાની શોધમાં એક જગ્યાએથી બીજા સ્થળે જાય છે. તેમની ભટકતા પરંપરાને કારણે, ડીએનટી (DNT) પાસે કાયમી નિવાસસ્થાન નથી અને ખાલી જગ્યાઓ પર તેમનું જીવન જીવે છે. સતત ભટકતાને લીધે, તેઓ વિકાસના લાભો મેળવવા માટે આગળ વધતા નથી કારણ કે તેઓ સમાજના અન્ય લોકોથી આદર ન મેળવે છે જેનાથી અવિવેકી જીવનમાં પરિણમે છે. "ડિ-સૂચિત" હોવા છતાં, આ જૂથોએ ગંભીર ભેદભાવ અને બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે. તેઓ હજુ પણ ઉચ્ચ જાતિના ગ્રામવાસીઓ દ્વારા સામાજિક બહારના લોકો તરીકે જોવામાં આવે છે, અનુચિત સતામણી અને પોલીસ અને અમલ અધિકારીઓ દ્વારા કલંકિત અને ભારતીય રાજ્ય દ્વારા અવગણવામાં આવે છે. લેખકો વ્યાપક જાતિ પ્રણાલીના લેન્સ દ્વારા ગુનાખોરીને જુએ છે અને તેથી ગુનાને એક વારસાગત વ્યવસાય તરીકે અર્થઘટન કરે છે. બ્રિટીશ ભારતીય સત્તાવાળાઓનો વિરોધ કરતા વિચરતી જૂથો પર નિયંત્રણ સ્થાપવાના ઉદ્દેશ સાથે, સીટીએ (CATA) 1871 ને દેખીતી રીતે "જન્મ ગુનેગારો" તરીકે લગભગ 200 આદિજાતિ જૂથોનું લેબલ કર્યું હતું. ભારતની આઝાદી પછી, આ પાશવી કાયદો 1952 માં રદ કરવામાં આવ્યો હતો, પરંતુ હ્યુબટીય્યુઅલ ઓફેન્ડર્સ ઍક્ટ, 1952, સાથે બદલી કરવામાં આવ્યો હતો, જે સીટીએ, 1871 ના ડે-ફેક્ટો ચાલુ રહી હતી. વસાહતી શાસન દરમિયાન વિચરતી, મોબાઈલ જૂથો, સ્થાયી થયેલી જીવન માટે અને વસાહતી વહીવટ માટે "ધમકી" તરીકે જોવામાં આવતો હતો. બ્રિટીશ શાસનએ માત્ર ગુનાખોરીનો ટેકો નહીં પરંતુ વસાહતી નવી બજાર અર્થતંત્રની રજૂઆત અને જંગલના વ્યવસાયિક શોષણ સાથેના તેમના પરંપરાગત વ્યવસાયને પણ નાશ કર્યો હતો. 70 વર્ષનાં સ્વતંત્રતા પછી પણ, સમાજ અને પોલીસ આ DNT ને ફોજદારી જાતિ તરીકે ગણતા હતા. નોમૅડિક અને ડી-નોટિફાઈડ આદિવાસીઓને બાકીના સમાજ અને પોલીસ મશીનરી દ્વારા સતત સતાવ્યા કરવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, આજે પણ, ડીએનટીના આવા અન્યાય અને શોષણને રોકવા કોઈ પણ કાયદાને જોતા નથી. ડીએનટીની બાબતોમાં; કાયદાનો અમલ એજન્સીઓ હંમેશા શાંત છે અને ક્રૂરતા સાથે તેમનો વ્યવહાર કરે છે. કાયદાના અમલીકરણમાં વધુ સંવેદનશીલતા અને જાગૃતિની જરૂર છે. જેથી તેઓ કોઇપણ પૂર્વગ્રહ અને ભેદભાવ વગર કાયદાનું પાલન કરે. તે ભારતની સિત્તેર વર્ષથી સ્વતંત્રતા છે પરંતુ હજુ પણ આ સમુદાયોને સરકાર દ્વારા ખૂબ ઉપેક્ષા કરવામાં આવી છે. બંધારણીય રક્ષકોનો અભાવ, સામાજિક કલંકકરણ અને તેમની ઓળખ સાથે જોડાયેલી ગુનાહિતતા તેમને જીવનના દરેક ચાલમાં સંવેદનશીલ રહેવાની સંભાવના કરે છે. હજુ પણ આ જૂથો વાજબી ન્યાય અને સમાન સારવાર માટે શોધે છે. વિવિધ સરકારોએ ડીએનટીના વિકાસ માટે ઘણી કમિશન અને સમિતિઓની નિમણૂક કરી છે પરંતુ તેમની હાલત એક સમાન રહી છે. ડીએનટી (DNT) ના મુદ્દાઓ હજુ પણ સંભળાતા નથી, તેથી તેમના મુદ્દાઓને ઉકેલવા માટે જાગૃતિ અને યોજના વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે વ્યાપક સમજણની જરૂર છે.

- અનિલ શેખલિયા