March 14, 2018

मानसिक रोगियों , आरक्षण को बदनाम करना बंद करो

By Vishal Sonara || 13 March 2018



ये 12 मार्च 2018 को डिकलेर हुआ GPSC क्लास 1 और क्लास 2 के रिजल्ट का एनालीसीस है. अक्सर आरक्षण के बारे मे लोगो के दिमाग मे गलत धारणाए होती है. आईये देखते है वो धारणाए कितनी गलत या सही है.

➡️ ओपन कैटेगरी पुरुष के लिए कट ऑफ है 463.50
  • SC पुरुष के लिए 463.00 , 0.50 मार्क्स का फर्क है, पुरा एक मार्क भी नही.
  • SEBC पुरुष का कट ऑफ 450.25 , इस मे 13.25 मार्क्स का फर्क.
  • ST पुरुष का कट ऑफ 410.50 , इस कैटेगरी मे 53 मार्क्स का फर्क है


➡️ ओपन महिला के लिए कट ऑफ है 454

  • SC महिला का कट ऑफ 449,  जो की ओपन के कट ऑफ से 5 मार्क्स ही कम है.
  • SEBC महिला का कट ऑफ 434.50,  इस मे 19.50 मार्क्स का फर्क है.
  • ST महिला का कट ऑफ 391.75, जो की 62.25 मार्क्स का फर्क होता है. 

इस तरह मार्क्स मे फर्क कैटेगरी के हिसाब से अलग अलग है, जो की आधे मार्क से लेकर 62.25 मार्क्स तक जाता है. अब कुल मार्क्स होते है 1000 इस मे से ज्यादा से ज्यादा फर्क रहता है 62.25 मार्क्स का तो परसेंट के हिसाब से देखे तो डिफरेंस 6.225% बनता है. 0.05 से लेकर 6.225% तक का अंतर रहता है.
हार्दिक पटेल और कंपनी ने SC ST OBC जनता के बारे मे जो झूठ फैला रखा है कि 40% वाले नौकरी कर रहे हैं और 90% वाले रह जाते हैं. तो ये सब अगर दिमागी दिवालीयेपन के बीना देखा जाए तो हार्दिक पटेल की झूठी बातों से दुर दुर तक कनेक्शन नही बनता. मुजे तो शक है अनपढो को परसेंट और मार्क्स मे फर्क भी पता होगा या नही.

इस तरह का जुठ लंबे समय तक फैलाने के प्रायश्चीत स्वरुप हार्दिक पटेल को आरक्षण प्राप्त वर्गो की (जो की इस देश के 85% लोग है) माफि मांगनी चाहिए.


अब रीजल्ट का थोडा डेटा एनालीसीस करते है.
टोटल 335 केंडीडेट सफल हुए.
उसमे "24 SC" , "53 ST", "104 OBC" और "2 विकलांग" (1 विकलांग SEBC मे सामील है) है.
और बाकी के "152 ओपन" कैटेगरी के उम्मीदवार.

इन 152 ओपन उम्मीदवारों मे सभी की सरनेम के अनुसार य देखा जाए तो 28 सरनेम ही पटेल है, बाकी की पेटा सरनेम वाले पटेल जाति के लोग अलग से. जैसे की रोल नं 106082046 की सरनेम इटालीया है, वो सरनेम पटेल जाति मे आती है. बाकी के लोगो की सरनेम मे ज्यादातर सवर्ण सरनेम ही है जैसे की शाह, भट्ट, देसाई, दवे, त्रीवेदी वगैरह है. आबादी अनुसार देखा जाए तो जीनकी 15% से भी कम पॉप्युलेशन है वो सब से ज्यादा सीटो पर कबजा किए हुए है.
इस बात पर कोई शक नहीं कि अगर रीजर्वेशन न होता तो SC ST OBC मे जो लोग सफल हुए है उनकी जगह पर भी ये ही लोग होते. इस लिए आरक्षण कोइ कम प्रतिभा वालो को बडे पदो पर बीठा देने का मामला नही है पर वो प्रतिनप्रति प्रदान करने की संवैधानिक व्यवस्था है. वैसे भी ज्यादातर अनामत कैटेगरी के लोगो के इंटर्व्यु के मार्क्स देख कर ही पता चल जाता है की गपला कहा हो रहा है.

अब नौकरी मे आरक्षण से चयनीत उम्मीदवारों की प्रतिभा के बारे मे थोडे उदाहरण :
  • एससी कैटेगरी से रोल नं 116160435 दिव्यप्रकाश गोहिल है, जीनके टोटल मार्क्स है 500.25, अब ओपन कैटेगरी मे 129 लोग ऐसे है जीनको 500.25 से कम मार्क्स आए है फिर भी उनका सीलेक्शन हो चुका है. 
  • ओबीसी कैटेगरी से रोल नं 126227664 कुमारी सरयु को 512 मार्क्स है, ओपन कैटेगरी मे 152 मे से 145 लोगो से आगे है. सिर्फ 7 लोग ही उनके आगे है, 145 ओपन कैटेगरी वाले इनसे कम मार्क्स होते हुए भी चयनीत हो गए है. 
  • एसटी कैटेगरी मे रोल नं 132292087 कौशीक जादव का है, उनके मार्क्स है 462.25. वो ओपन कैटेगरी के 17 लोगो से आगे चल रहे है. उनसे भी कम मार्क्स वाले 17 लोग ओपन कैटेगरी मे चयनीत हुए है. 


आप ही बताओ कौन ज्यादा प्रतिभा लेकर नौकरी कर रहा है और कौन कम????

आरक्षण के नाम पर लोगो मे सनसनी फैलाकर अपनी राजनीती चमकाते रहना बहोत पुरानी आदत बन चुकी है कुछ लोगो की. उनकी औलादे भी ये ही कर रही है. बच के रहीए इनसे.

- विशाल सोनारा

Download Result from Here

કોન્ગ્રેસ અને ગાંધીજીની ચાલાકીઓ..!!!

By Jigar Shyamlan ||  11 March 2018 at 11:39am





ભારતમાં અસ્પૃશ્ય સમાજના લોકોની સમસ્યાઓ, તકલિફો અને અસ્તિત્વને ઓળખ આપવા સૌથી ફળદાયી પ્રસંગોની યાદી બનાવવી હોય તો ગોળમેજી પરિષદોનુ નામ પ્રથમ હરોળમાં આવે.

ભારતના અસ્પૃશ્ય સમાજના પ્રતિનીધી તરીકે ડો. બાબા સાહેબ આંબેડકરે યોજાયેલ ત્રણેય પરિષદોમાં ભાગ લીધો હતો.

ગોળમેજી પરિષદોએ ભારતના અસ્પૃશ્યોની સમસ્યાઓને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે અસરકારક પ્લેટફોર્મ પુરૂ પાડેલુ.

પહેલી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબની ધારદાર રજુઆતોના પગલે ભારતના અસ્પૃશ્યોના પ્રશ્નોને રાષ્ટ્રીય સમસ્યા અને અસ્પૃશ્યોનાં અલગ અસ્તિત્વનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.

ગોળમેજી પરિષદની કામગીરીથી બાબા સાહેબ અપાર પ્રસિધ્ધી પામ્યા હતા. સમગ્ર વિશ્વમાં બાબા સાહેબનું નામ ગાજવા લાગ્યુ હતુ.

બીજી ગોળમેજી પરિષદ યોજાવાની હતી તે પહેલા નાં આ અરસામાં મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધીએ પત્ર લખી બાબા સાહેબની મુલાકાત માંગી હતી. 1931ની 14 ઓગસ્ટના રોજ મુંબઈના મણિભવનમાં આ મુલાકાત થઈ હતી.

બાબા સાહેબની સાથે દેવરાવ નાઈક, દાદા સાહેબ ગાયકવાડ, મટકેબુવા પ્રધાન, શિવવતરકર અને રણખાંબે પણ હતા.

શરીરે એકસૌ છ ડિગ્રીનાં તાવમાં ફફડતા હોવા છતાં બાબા સાહેબ આ મુલાકાત માટે ગયા હતા. આ મુલાકાતમાં અસ્પૃશ્યોની સમસ્યા અને નિવારણ બાબતે લંબાણપુર્વકની ચર્ચા થઈ.

ખબર નહી પણ કેમ..???? આ ચર્ચા માં ગાંધીજીને બાબા સાહેબ આંબેડકરના અસ્પૃશ્યોદ્ધારના વિચારો ન ગમ્યા.

ખાસ તો બાબા સાહેબે અસ્પૃશ્યો માટે માંગણી કરેલ અલગ મતાધિકારની વાત ગાંધીજીને પસંદ આવી ન હતી.
બીજી તરફ ગાંધીજી અને તેમની કોન્ગ્રેસ જે રીતે અસ્પૃશ્યોનો કહેવાતો ઉધ્ધાર કરવા માંગતી હતી તેમની વાતોથી બાબા સાહેબ સહેજેય પ્રભાવિત ન થયા હતા..

આમ એક વિવાદીત માહોલમાં આ મુલાકાત પુરી થઈ.
મુલાકાતને અંતે એક વાત સાફ હતી. ગાંધીજી અસ્પૃશ્યોને અલગ મતાધિકાર આપવામાં આવે તેના વિરોધમાં હતા.

બીજી બાજુ બાબા સાહેબ આ મતાધિકાર અસ્પૃશ્યોને મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરવા સજ્જ હતા.
ગાંધીજીએ બાબા સાહેબના વિચારો જાણી લીધા તે દિવસથી જ મહાત્માજીએ પહેલી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે કરેલ રજુઆત અને માંગણી મુજબ અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે તે દિશામાં પોતાની તમામ તાકાત કામે લગાડી દેવાની શરૂ કરી દીધી હતી.
કદાચ ગાંધીજીની આ વૃત્તિ આવનારા સમયમાં અસ્પૃશ્યો અને તેમના અધિકાર માટે લડી રહેલ બાબા સાહેબ માટે એક આફત લઈ આવનાર હતી. જેનાથી ગાંધી સદાયને માટે અસ્પૃશ્યોના દુશ્મન બનવાના હતા.

ગોળમેજી પરીષદ મા ગાંધી અને કોન્ગ્રેસના કાવા દાવા

By Jigar Shyamlan ||  11 March 2018 at 11:39am



ઈતિહાસ તો આ બન્ને સવાલનો જવાબ સદા ગાંધીજી પાસેથી માંગતો રહેશે. પરંતુ હું પણ એક અસ્પૃશ્યની હૈસીયતથી આ બે સવાલ ગાંધીજીને અવશ્ય પૂછવા માંગીશ.

પ્રથમ ગોળમેજી પરીષદમાં બાબા સાહેબ સમગ્ર ભારતના અસ્પૃશ્યોનો અવાજ બનીને તેઓની સમસ્યાઓ રજૂ કરવામાં સફળ રહ્યા હતા. આ કારણથી અસ્પૃશ્યોની સમસ્યાઓના નિવારણ માટે યોજાનારી બીજી ગોળમેજી પરીષદ અત્યંત મહત્વની બનવાની હતી.

બીજી પરીષદમાં ગાંધીજીએ કોન્ગ્રેસના પ્રતિનિધી તરીકે ભાગ લીધો હતો. અસ્પૃશ્યોના પ્રતિનિધી તરીકે બાબા સાહેબ હતા. એ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે કુલ ત્રણ ગોળમેજી પરીષદો યોજાઈ હતી અને આ ત્રણેય પરીષદોમાં બાબા સાહેબે ભાગ લીધેલો.

હવે આ બીજી ગોળમેજી પરીષદમાં 
(1). ફેડરલ સ્ટ્રક્ચર અને
(2). માઈનોરીટીઝ કમિટી આ બન્ને કમિટીઓનું કામ અતિ મહત્વપૂર્ણ રહેનારૂ હતું.

અહીં બીજી ગોળમેજી પરીષદમાં એક વાત ભારે આધાતજનક એ હતી કે ગાંધીજી જેને જે જોઈયે તે આપવા રાજી હતા પરંતુ અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર આપવાની વાતનો ભારે વિરોધ કરી રહ્યા હતા.

આ અલગ મતાધિકાર એટલે અસ્પૃશ્યો પોતાના બે વોટનો ઉપયોગ કરી શકે. જે પૈકી એક વોટથી એ પોતાનામાંથી જ કોઈ યોગ્ય અસ્પૃશ્ય વ્યક્તિને ચૂંટી શકે, જ્યારે બીજા વોટથી અન્ય સામાન્ય ઉમેદવારને ચૂંટી શકે. ટુંક માં અલગ મતાધિકારને કારણે અસ્પૃશ્ય સમાજના લોકો પોતાનો ઉમેદવાર જાતે જ પસંદ કરી તેને ચૂંટીને સંસદમાં મોકલી શકે તેમ હતા.

આ પરીષદમાં અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર ન આપવામાં આવે એના માટે ગાંધીજીએ કેટલાક કાવાદાવા પણ કર્યા હતા.

જેમાં ગાંધીજીએ મુસલમાનોની તમામ ચૌદ સુત્રીય માંગણીઓ કોઈ પણ જાતના વિરોધ વગર સ્વિકારી હતી. બદલામાં મુસ્લિમ પ્રતિનિધીઓ અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો જબરજસ્ત વિરોધ કરે એવી બાજી ગોઠવી રાખી હતી.

ગાંધીજીના આ વલણથી બાબા સાહેબને ભારે આધાત લાગ્યો હતો. આ મામલો ઉકેલવા માટે અને ગાંધીજીને સમજાવવા માટે બાબા સાહેબે લંડનમાં ગાંધીજી સાથે ત્રણ ત્રણ વખત મિટીંગો કરી જોઈ હતી. કલાકોના કલાકો ચર્ચાઓ ચાલી હતી. પરંતુ ગાંધીજી ન તો કોઈ વાત સમજવા તૈયાર હતા, ન તો પોતાની હઠ છોડવા. 
અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર ન મળે તે દિશામાં ગાંધીજીએ પોતાનો વિરોધ ચાલુ જ રાખેલો.

પરીષદમાં આ મૂદ્દે ઘમાસાણ યુધ્ધ જેવો માહોલ પેદા થઈ ગયો હતો. અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે તે માટે ગાંધીજી નવા નવા દાવપેચ કરી રહ્યા હતા.

ગાંધીજીના આ વિરોધની પરાકાષ્ટા એ હતી કે ગાંધીજી મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુર્આનને સાથે રાખી મુસ્લિમ નેતા અને ધર્મગુરૂ આગાખાનની શરણમાં પણ ગયેલા. ગાંધીજી આગાખાન પાસે જઈ આજીજી કરી અપિલ કરવા લાગેલા કે તેઓ પણ અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો વિરોધ કરવામાં સાથ આપે.
પરંતુ આગાખાને ગાંધીજીની આ માંગણીનો અસ્વિકાર કરીને સાફ શબ્દોમાં કહી દીધેલુ કે એવુ ન થઈ શકે.

એક તરફ એકલા બાબા સાહેબ, બીજી તરફ ગાંધીજી એમની કોન્ગ્રેસ અને અસ્પૃશ્યો વિરોધી જાતિવાદી સમાચારપત્રો.

આખરે કોઈપણ જાતનો નિર્ણય કર્યા વગર એક અનિર્ણાયક અવસ્થામાં ગોળમેજી પરીષદ પૂરી જાહેર કરવામાં આવી.

પરંતુ બાબા સાહેબ એમ હાર માને એમ ન હતા. એ ફરીથી લંડન પહોંચી ગયા. બ્રિટીશ પ્રધાનમંત્રી અને મંત્રીમંડળને મળ્યા. પોતાની શક્ય એટલી તમામ તાકાત લગાવીને અસ્પૃશ્યોને અલગથી મતાધિકાર આપવામાં આવે તે માટે દલીલો કરી હતી.

આ પછી 20 એપ્રિલ 1932 ના દિવસે એક જબરજસ્ત ધડાકો થયો. આ ધડાકો એવો હતો જેની ગૂંજ સાંભળી ગાંધીજીની હાલત કાપો તોય લોહી ન નીકળે થઈ ગઈ હતી.

બ્રિટીશ પ્રધાનમંત્રીએ કોમ્યૂનલ એવોર્ડની ઘોષણા કરી દીધી. જે કોમી ચૂકાદાના નામથી પણ ઓળખાય છે. જેમાં અસ્પૃશ્યોને અલગ મતાધિકાર આપવાની માંગણીનો સ્વિકાર કરવામાં આવ્યો હતો, જેનો ગાંધીજીએ ભરપૂર વિરોધ કર્યો હતો.

અસ્પૃશ્યોને માંગણી મુજબ અલગ મતાધિકાર મળી ગયો હતો. જેને રોકવા ગાંધીજીએ કરેલા તમામ પ્રયાસો અને દાવ પેચ ભૂંડી રીતે નિષ્ફળ ગયા હતા

આ હાર ગાંધીજી માટે જીરવવી સહેલી ન હતી. આખરે ગાંધીજીએ પોતાનો નવો દાવ અમલી બનાવ્યો.
અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારના વિરોધમાં પૂના જેલમાં બેઠા બેઠા ગાંધીજીએ આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. પોતાને અહિંસાના સમર્થક અને મહાત્મા ઓળખાવતા ગાંધીજીએ અલગ મતાધિકારના વિરોધ કરતા આમરણ ઉપવાસ શરૂ કરીને ભયંકર માનસિક હિંસા કરવી શરૂ કરી દીધી.

અસ્પૃશ્યોના ઉધ્ધારની વાતો કરનારા મહાત્મા ગાંધીને બાબા સાહેબની અથાગ મહેનત, સંઘર્ષના ફળસ્વરૂપે અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારનો વિરોધ કેમ કરવો પડ્યો..???

ગાંધીજીનો વિરોધ હોવા છતા અસ્પૃશ્યોને અલગ મતાધિકાર મળ્યો હતો, તો આ મળેલ અધિકારોની વિરોધમાં ગાંધીજીને આમરણ ઉપવાસ ઉપર કેમ ઉતરવુ પડ્યું..???

ઈતિહાસ તો આ બન્ને સવાલનો જવાબ સદા ગાંધીજી પાસેથી માંગતો રહેશે. પરંતુ હું પણ એક અસ્પૃશ્યની હૈસીયતથી આ બે સવાલ ગાંધીજીને અવશ્ય પૂછવા માંગીશ.

રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને બાબા સાહેબ નો ભવ્ય પુરુષાર્થ

By Jigar Shyamlan ||  11 March 2018 at 11:39am


નવેમ્બર 1930 થી 1933 ના ગાળામાં ત્રણ ગોળમેજી પરિષદો ( રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ) લંડનમાં યોજાઈ હતી. જેમાં બાબા સાહેબની કાર્યવાહી ખુબ જ પ્રસંશનીય હતી.

અસંખ્ય મહાનુભાવો જેવા કે મજુર પક્ષના નેતા લેન્સબરી, વડાપ્રધાન રેમ્સે મેકડોનલ્ડ, ચર્ચિલ, ફિલિપ ચેરવુડ વગેરેને મળીને અસ્પૃશ્યોના પ્રશ્નો અને હકીકતોથી વાકેફ કર્યા હતા. સ્થાનિક સમાચારપત્રોને મુલાકાતો આપી તેમાં લેખો લખી અસ્પૃશ્યો માટે જનમત ઉભો કયોઁ હતો.

પોતાના પ્રવચન પુર્વે ગોળમેજી પરિષદની અલ્પ સંખ્યક વિષયક સમિતીને પત્ર લખી અસ્પૃશ્યો માટે બંધારણમાં

(1). સમાન મુળભૂત અધિકાર

(2). ભેદભાવપૂર્ણ વર્તન સામે રક્ષણ

(3). સરકારી નોકરીઓમાં પ્રતિનિધીત્વ

(4). વિધાનસભામાં બેઠકોમાં પ્રતિનિધિત્વ

(5). અસ્પૃશ્યોના અભ્યુદય માટે અલગ સરકારી વિભાગ

(6). સામાજિક બહિષ્કાર કરનારને સખત સજાની જોગવાઈ

(7). શોષણમુક્ત પ્રતિ સવિશેષ લક્ષ વગેરે જેવા અધિકારો આપવા રજુઆત કરી હતી.

ગોળમેજી પરિષદમાં અસ્પૃશ્યો વતી રજુઆત કરતા બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું હતુ કે-

'' ભારતમાં અસ્પૃશ્યો વતી અમારી રજુઆત છે. ભારતમાં અસ્પૃશ્યોની વસ્તી ચાર કરોડ ત્રીસ લાખની છે. જે બ્રિટિશ ભારતનો પાંચમો ભાગ છે. અસ્પૃશ્યો મુસલમાનોથી અલગ છે તેમજ તેમનો સમાવેશ જો હિન્દુમાં કરવામાં આવે તો પણ તેઓ તેનો ભાગ નથી. અસ્પૃશ્ય વર્ગ એક અલગ એકમ છે, એટલું જ નહી પરંતુ ભારતનાં કોઈપણ વર્ગ કરતાં તેનું સમગ્ર અસ્તિત્વ જ અજીબ છે. અસ્પૃશ્ય વર્ગને જે જે દરજ્જો આપવામાં આવ્યો છે તે જુદા જ હિન પ્રકારનો છે. તેમનાંમાં પણ ભુદાસ કે ગુલામ છે પરંતુ તેમાં પણ જુદુ છે. આવાા ભુદાસ કે ગુલામોનો સ્પર્શ કરવામાં આવે છે, પરંતુ અસ્પૃશ્યોનાં સ્પર્શની પણ મનાઈ છે. અસ્પૃશ્યો પર જબરજસ્તીએ લાદવામાં આવેલી ગુલામગીરી અન્યાયી, અવર્ણનિય છે. સમાન તક તથા સમાન નાગરિક જીવનનો ઈન્કાર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ કે ફ્રાન્સની જનસંખ્યા જેટલી તેમની જનસંખ્યા છે અને તેઓ પોતાનાં અસ્તિત્વ માટે ભયંકર સંકટો વેઠી રહ્યા છે. તેમના પ્રશ્નોનો નિકાલ થવો જ જોઈયે''

બાબા સાહેબના આ ભવ્ય પુરુષાર્થ, ધારદાર રજુઆત અને વિદ્વતાની ફળશ્રુતિ એ મળી કે અસ્પૃશ્યના પ્રશ્નોને રાષ્ટ્રીય સમસ્યા અને તેમના અલગ અસ્તિત્વનો સ્વિકાર કરવામાં આવ્યો.

સૌથી મોટી વાત ખુદ જાતને બદલવાની છે આ વાતને દરેક નજર અંદાજ કરે છે

By Jigar Shyamlan ||  10 March 2018 at 12:04pm


બાબા સાહેબે લગભગ 1935 સુધી તો હિન્દુ રહીને જ હિન્દુ ધર્મમાં સુધારા કરવા તેમજ ધર્મ દ્વારા શોષિત બનાવાયેલ સમાજના ઉત્થાન માટે અથાગ પ્રયાસ કર્યા હતા.

જાતિવાદનો નાશ એ પુસ્તકમાં ભારતની સામાજિક, આર્થિક, રાજકીય, ભૌગૌલિક તમામ આયામો પર અત્યંત ઝીણવટપૂર્વકના અભ્યાસ અને સંશોધન બાદ તેમણે જાતિવાદના સંપૂર્ણ નાશ માટે ધર્મ અને શાસ્ત્રોના ધ્વસ્તનો ઉપાય રજૂ કર્યો હતો.

બાબા સાહેબના આ દિશામાં પ્રયાસો લગભગ 1935 સુધી તો ચાલ્યા જ હતા. પણ આટલા બધા પ્રયાસો છતાં હિન્દુ સભા કે હિન્દુ સમાજ તરફથી આ બાબતે કોઈ પણ જાતનુ હકારાત્મક વાતાવરણ પેદા થયુ ન હતુ.

આખરે બાબા સાહેબ હિન્દુ સભાની આ ચાલ ઓળખી ગયેલા અને ત્યાર પછી એમણે ધર્માતરની વાત પર ભાર મૂકેલ.

13 ઓક્ટોબર 1935 માં યેવોલામાં ભરાયેલ પછાત સંમેલનમાં ડો. આંબેડકરે હિન્દુ ધર્મ ત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે- 
“મારો જન્મ અશ્પૃશ્ય હિન્દુ પરિવારમાં થયો જેની પર મારો અધિકાર ન હતો પરંતું હું સોગંદ ખાઇને પ્રતિજ્ઞા કરૂં છું કે હું એક હિન્દુ તરીકે ક્યારેય નહી મરૂં.''

આજે આપણામાંના કેટલાય લોકો એવા છે જેઓ પોતાની જાતને બાબા સાહેબ કરતા પણ વધુ હોંશિયાર અને સ્કોલર માનવા લાગ્યા છે. એ લોકોને બાબા સાહેબનુ નામ લેવુ પસંદ છે. બાબા સાહેબની વાતો કરવી પસંદ છે પણ માત્ર લોકોની ભીડ ભેગી કરવા સુધી જ.
કારણ સમાજ બહુ ભોળો છે. જય ભીમ.. જય ભીમ કરીને બાબા સાહેબનુ નામ દઈ વાત કરનારાઓમાં સમાજને પોતાનો ઉધ્ધારક દેખાય છે. એટલે સમાજ આલીયા માલીયા ગમે તેવાની વાતોમાં આવી જઈ એને સમાજનો નેતા કે મસિહા કે ઉધ્ધારક બનાવી દે છે.
કેટલાક તો સમાજને બદલવાની કે સુધારવાની વાતો કરે છે, પરંતુ બાબા સાહેબે બતાવેલ રસ્તા ઉપર ચાલ્યા વગર.

એસ.સી. સમાજ પણ અનેક પેટાજાતિઓમાં વહેંચાયેલ છે. કેટલાક લોકો એસ.સી. સમાજના કુરિવાજો દૂર કરવાની વાત કરે છે. કેટલાક અરસપરસ લગ્ન કરવાની વાતોને પ્રોત્સાહન અને સર્મથન આપતા જોવા મળે છે. આ બધાની વાતો સાંભળી મને તો હસવુ અને રડવુ બન્ને આવે છે. આવી વાતો કરનારા મહાનુભાવો મને હંમેશા બાબા સાહેબથી પણ વધુ હોંશિયાર અને સ્કોલર લાગે છે.

સૌથી મોટી વાત ખુદ જાતને બદલવાની છે આ વાતને દરેક નજર અંદાજ કરે છે.

શરૂઆતમાં અનેક પ્રયાસો, કાર્યક્રમ અને આંદોલન પછી સ્વમાન અને સન્માનપૂર્વક જીવન વ્યતિત કરવાના માર્ગ તરીકે બાબા સાહેબે ધર્માતરણનો રસ્તો જ અપનાવ્યો હતો. બાબા સાહેબ પોતે બૌધ્ધ બની ગયા હતા.

બૌધ્ધ બનવાની વાત આવે એટલે સમાજને સુધારવા અને એકતાની વાતો કરનારા મહાનૂભાવો ન જાણે ક્યા જઈને સંતાઈ જાય છે કે ગોત્યા જડતા નથી.

શેરલોક હોમ્સ જેવુ પાત્ર : કલ્પના અને હકીકત

By Jigar Shyamlan ||  6 March 2018 at 9:25am



જે લોકોને વાંચનનો શોખ હશે, એમાંય રહસ્યમય કથાઓ એમના માટે "શેરલોક હોમ્સ"નું નામ કદાચ અજાણ્યુ નહી હોય.

મુળ શેરલોક હોમ્સ એ અંગ્રેજી રહસ્યકથાનુ એક ડિટેક્ટીવ પાત્ર છે.

જે ભલ ભલી રહસ્યમયી ધટનાઓના તાળા મેળવી દે છે. અપરાધીએ ગમે તેટલી હોંશિયારીથી અપરાધ કર્યો હોય, કોઈ પુરાવો ન રાખ્યો હોય તો પણ શેરલોક હોમ્સ પોતાની ઝીણવટભરી નિરીક્ષણની ટેવ અને કુશાગ્ર બુધ્ધીથી ગમે તે કેસ સોલ્વ કરી દેતા.

શેરલોક હોમ્સ અને તેનો સાથીદાર જોન વોટસન, શેરલોક હોમ્સની તમામ કથાઓ તેના સાથીદાર વોટસન કહેતો હોય તે શૈલીમાં લખાયેલી છે. હોલીવૂડમાં શેરલોક હોમ્સની ફિલ્મો પણ બનેલી છે.

ગુજરાતીમાં સાહીત્યકાર રમણલાલ સોનીએ શેરલોક હોમ્સની વાર્તાઓના ગુજરાતી અનુવાદો આપ્યા છે.

આ શેરલોક હોમ્સ નામના પાત્રને કાગળ પર ઉતારી તેની રહસ્યમયી વાર્તાઓ ધડનાર લેખક આર્થર કોનન ડોયલ.
આર્થર કોનન ડોયલ વ્યવસાયે ડોક્ટર, દવાખાનામાં પેશન્ટોની ઓ.પી.ડી. પતાવી નવરાશના સમયમાં આ વાર્તાઓ વખતા.

આ વાર્તાઓએ અને શેરલોક હોમ્સના પાત્રે લોકોને જબ્બર ઘેલુ લગાડેલુ. ત્યાં સુધી કે વાર્તાઓમાં લખેલ કાલ્પનિક પાત્ર શેરલોક હોમ્સ ખરેખર અસ્તિત્વ ધરાવતુ હોવાનુ લોકો માનતા હતા.

તેની વાર્તામાં બતાવેલ હોમ્સના કાલ્પનીક સરનામા 221 B,બેકર સ્ટ્રીટ પર લોકો ખરેખર એને મળવા અને શોધવા આવતા હતા. આજે પણ ચાહકો ત્યાં મુલાકાત લેવા જાય છે, જો કે એ શેરલોક હોમ્સનુ આખુ પાત્ર અને સરનામુ કાલ્પનિક હતુ.

એક વખત લેખક આર્થર કોનન ડોયલે વાર્તાને ન્યાય આપતા શેરલોક હોમ્સને મરણ જતો બતાવેલો અને વાતઓ પુરી કરવા પ્રયાસ કર્યો હતો પણ શેરલોક હોમ્સના ચાહકોને શેરલોક હોમ્સનુ મરણ જરા પણ ગમેલ નહી. પછી લોકોએ એટલો જબરજસ્ત વિરોધ કરેલો કે મરણવાળી વાર્તાને ક્રમશ: આગળ વધારી શેરલોક હોમ્સને ફરીથી જીવતો કરવો પડેલો.

કદાચ વાર્તામાં મરણ પામેલ કોઈ પાત્ર લોક લાગણીને કારણે ફરીથી જીવંત કરવુ પડે તેવો આ પ્રથમ પ્રસંગ હશે.

હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ લખાણ અને રજૂઆત કેટલીય વખત લોકો પર એવી જબરજસ્ત અસર જન્માવે કે લોકો એને ભુલી શકતા નથી. અને કલ્પના હોવાની ખબર છતા તેને સત્ય માનવા પ્રેરાય છે.

આ આખી વાત એટલા માટે યાદ આવી ગઈ કારણ આપણાં સમાજમાં પણ ભૂતકાળમાં કેટલાક વિદ્વાનોએ લખેલ ગ્રંથો બાબતે સમાજમાં આવી જ કેટલીક માન્યતાઓ છે. કલ્પનાની ઉડાન હોવા છતાં પણ લોકો તેને સાચુ માને છે.. અમુક તો પુજન પણ કરતા આવ્યા છે.

ખરેખર આ બધા જ ગ્રંથો શ્રૂતિઓ, સ્મૃતિઓ,.બ્રાહ્મણ ગ્રંથો, રામાયણ, મહાભારત, ગીતા, આટલા બધા પુરાણો કલ્પનાની હકીકત છે કે પછી હકીકતની કલ્પના...??
સવાલ વિચારવા જેવો છે.
- જિગર શ્યામલન

વિચારધારા અને વૈચારીક પરિવર્તન

By Jigar Shyamlan ||  6 March 2018 at 9:25am


કોઈ પણ વિચારધારા સાથે જોડાવા માટે બે રસ્તા છે.

(1).વૈચારીક પરિવર્તન કરી વિચારધારાને અનુસરીને.

(2).વૈચારીક પરિવર્તન કર્યા સિવાય ભાવનાત્મક રીતે ખેંચાઈને.

આજે સમાજમાં લોકો બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. પણ એકંદરે સમગ્ર માહોલ જોતા એવુ ચોક્કસ લાગે કે લોકો વૈચારિક પરિવર્તન કર્યા વગર જ વિચારધારાકીય રીતે નહી પણ ભાવનાત્મક રીતે જોડાઈ રહ્યા છે.

આપણે આ બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ સમજવો પડશે. કારણ વૈચારિક પરિવર્તન કર્યા સિવાય ભાવનાત્મક જોડાણ તમને ભક્ત બનાવી ભક્તિ કરવા પ્રેરશે, જ્યારે વૈચારીક પરિવર્તન કરી વિચારધારામાં જોડાણ તમને આપોઆપ અનૂયાયી બનાવશે.

મિત્રો વિચારધારાને સમજ્યા વગર ખાલી જય ભીમ જય ભીમ કર્યા કરવુ એ એક પ્રકારની ભક્તિ જ છે. અને આપણે આ પ્રકારની ભક્તિથી તો દૂર જ રહેવાનુ છે.

આ પરિસ્થીતી નિવારવા સૌથી પહેલા તો બાબા સાહેબ આંબેડકરને વાંચવા પડશે. એમને સમજવા પડશે. જ્યાં સુધી આપણે સ્વયં વાંચીને સમજીશુ નહી ત્યાં સુધી આપણે વિચારધારાની સમજ નહી કેળવી શકીએ.

(૧). આપણે જય ભીમ કરીએ છીએ પણ પોતાની પેટાજાતિનું સ્વયં ગૌરવ લઈએ છીએ.

(૨). આપણે જય ભીમ જય ભીમ કરીએ છીએ અને બાબા સાહેબે જેમનાથી દૂર રહેવાની ચેતવણી આપી છે તેઓને પ્રત્યક્ષ કે પરોક્ષ સપોર્ટ કરીએ છીએ.

(૩). આપણે જય ભીમ જય ભીમ કરીએ છીએ ખુદને નાસ્તિક કે રેશનલ ગણાવીએ છીએ અને બાબા સાહેબે જબરજસ્ત અભ્યાસ પછી અપનાવેલ બુધ્ધીઝમ બાબતે મીંઢુ મૌન સેવીએ છીએ.

(૪). આપણે જય ભીમ જય ભીમ કરીએ છીએ પણ ચુંટણી ટાણે પોત પોતાના પક્ષોમાં, પોતપોતાની છાવણીઓમાં જતા રહીએ છીએ.

(૫). આપણે જય ભીમ જય ભીમ કહીને ખુદ માટે અને સમાજ માટે વારંવાર દલિત.. દલિત શબ્દ વાપરીએ છીએ.

મિત્રો કોઈ મૂદ્દે રસ્તા ઉપર આવી જવુ, રેલીઓ કાઢવી, ધરણાં કરવા કે ચક્કાજામ કરવો એ આંબેડકરની વિચારધારા નથી.

પહેલા આંબેડકરને વાંચવા પછી આંબેડકરને સમજવા અને ખુદમાં વૈચારિક પરિવર્તન કરવુ બાદ આંબેડકર શું કહી ગયા એ વાતને લોકો વચ્ચે જઈ રજૂ કરી લોકોને વિચારધારાની પ્રેરણા આપવી એ જ આંબેડકરવાદ.