March 14, 2018

શેરલોક હોમ્સ જેવુ પાત્ર : કલ્પના અને હકીકત

By Jigar Shyamlan ||  6 March 2018 at 9:25am



જે લોકોને વાંચનનો શોખ હશે, એમાંય રહસ્યમય કથાઓ એમના માટે "શેરલોક હોમ્સ"નું નામ કદાચ અજાણ્યુ નહી હોય.

મુળ શેરલોક હોમ્સ એ અંગ્રેજી રહસ્યકથાનુ એક ડિટેક્ટીવ પાત્ર છે.

જે ભલ ભલી રહસ્યમયી ધટનાઓના તાળા મેળવી દે છે. અપરાધીએ ગમે તેટલી હોંશિયારીથી અપરાધ કર્યો હોય, કોઈ પુરાવો ન રાખ્યો હોય તો પણ શેરલોક હોમ્સ પોતાની ઝીણવટભરી નિરીક્ષણની ટેવ અને કુશાગ્ર બુધ્ધીથી ગમે તે કેસ સોલ્વ કરી દેતા.

શેરલોક હોમ્સ અને તેનો સાથીદાર જોન વોટસન, શેરલોક હોમ્સની તમામ કથાઓ તેના સાથીદાર વોટસન કહેતો હોય તે શૈલીમાં લખાયેલી છે. હોલીવૂડમાં શેરલોક હોમ્સની ફિલ્મો પણ બનેલી છે.

ગુજરાતીમાં સાહીત્યકાર રમણલાલ સોનીએ શેરલોક હોમ્સની વાર્તાઓના ગુજરાતી અનુવાદો આપ્યા છે.

આ શેરલોક હોમ્સ નામના પાત્રને કાગળ પર ઉતારી તેની રહસ્યમયી વાર્તાઓ ધડનાર લેખક આર્થર કોનન ડોયલ.
આર્થર કોનન ડોયલ વ્યવસાયે ડોક્ટર, દવાખાનામાં પેશન્ટોની ઓ.પી.ડી. પતાવી નવરાશના સમયમાં આ વાર્તાઓ વખતા.

આ વાર્તાઓએ અને શેરલોક હોમ્સના પાત્રે લોકોને જબ્બર ઘેલુ લગાડેલુ. ત્યાં સુધી કે વાર્તાઓમાં લખેલ કાલ્પનિક પાત્ર શેરલોક હોમ્સ ખરેખર અસ્તિત્વ ધરાવતુ હોવાનુ લોકો માનતા હતા.

તેની વાર્તામાં બતાવેલ હોમ્સના કાલ્પનીક સરનામા 221 B,બેકર સ્ટ્રીટ પર લોકો ખરેખર એને મળવા અને શોધવા આવતા હતા. આજે પણ ચાહકો ત્યાં મુલાકાત લેવા જાય છે, જો કે એ શેરલોક હોમ્સનુ આખુ પાત્ર અને સરનામુ કાલ્પનિક હતુ.

એક વખત લેખક આર્થર કોનન ડોયલે વાર્તાને ન્યાય આપતા શેરલોક હોમ્સને મરણ જતો બતાવેલો અને વાતઓ પુરી કરવા પ્રયાસ કર્યો હતો પણ શેરલોક હોમ્સના ચાહકોને શેરલોક હોમ્સનુ મરણ જરા પણ ગમેલ નહી. પછી લોકોએ એટલો જબરજસ્ત વિરોધ કરેલો કે મરણવાળી વાર્તાને ક્રમશ: આગળ વધારી શેરલોક હોમ્સને ફરીથી જીવતો કરવો પડેલો.

કદાચ વાર્તામાં મરણ પામેલ કોઈ પાત્ર લોક લાગણીને કારણે ફરીથી જીવંત કરવુ પડે તેવો આ પ્રથમ પ્રસંગ હશે.

હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ લખાણ અને રજૂઆત કેટલીય વખત લોકો પર એવી જબરજસ્ત અસર જન્માવે કે લોકો એને ભુલી શકતા નથી. અને કલ્પના હોવાની ખબર છતા તેને સત્ય માનવા પ્રેરાય છે.

આ આખી વાત એટલા માટે યાદ આવી ગઈ કારણ આપણાં સમાજમાં પણ ભૂતકાળમાં કેટલાક વિદ્વાનોએ લખેલ ગ્રંથો બાબતે સમાજમાં આવી જ કેટલીક માન્યતાઓ છે. કલ્પનાની ઉડાન હોવા છતાં પણ લોકો તેને સાચુ માને છે.. અમુક તો પુજન પણ કરતા આવ્યા છે.

ખરેખર આ બધા જ ગ્રંથો શ્રૂતિઓ, સ્મૃતિઓ,.બ્રાહ્મણ ગ્રંથો, રામાયણ, મહાભારત, ગીતા, આટલા બધા પુરાણો કલ્પનાની હકીકત છે કે પછી હકીકતની કલ્પના...??
સવાલ વિચારવા જેવો છે.
- જિગર શ્યામલન

No comments:

Post a Comment