Showing posts with label Democracy. Show all posts
Showing posts with label Democracy. Show all posts

August 30, 2019

દલિત આંદોલનના ઇતિહાસનું એક પાનુ : વર્ષ 1992

By Raju Solanki  || 29 Aug 2019





રાત્રે ડબલામાં ગળી પલાળીને હાથમાં કૂચડો લઇને અમે નીકળતા. કૂચડો એટલે બાવળના દાતણને એક છેડેથી કૂટીને બનાવેલી પીંછી કે પછી ઘરના માળીયે પડી રહેલા વર્ષો જૂના બ્રશ. અમદુપુરાના ચોકથી શરૂ કરીને સી કોલોની અને ત્યાંથી રેલ્વે ક્રોસિંગ વટાવીને ઓમનગર. રસ્તામાં જ્યાં કોઈપણ દિવાલ કોરી દેખાય ત્યાં લખતા, બુદ્ધનગરની દિવાલ પર મેં ભીત લખાણ કરેલું એ હજુય યાદ છે. એ સૂત્રો હતા,

“કુમ્હેર હત્યાકાંડનો વિરોધ કરો”
ભૈરોંસિંહ શેખાવતની ઠાઠડી બાળવાના કાર્યક્રમમાં જોડાવ”


કુમ્હેર હત્યાકાંડ વખતે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ભૈરોંસિંહ શેખાવત.

કુમ્હેર હત્યાકાંડ આઝાદી પછી રાજસ્થાનમાં થયેલો સૌથી મોટો ઘાતકી નરસંહાર હતો, જેમાં જાટોએ 18 જાટવ (દલિતો)ની કત્લેઆમ કરી હતી. એમના ઝુંપડા સળગાવીને રાખ કરી દીધા હતા.

આ ઘટના 1992માં બની હતી.

અમે અમદુપુરા, સી કોલોની અને ઓમનગર ત્રણ ઠેકાણે ધરણા કરીને શેખાવતની ઠાઠડી બાળી હતી અને સામૂહિક ધરપકડો વહોરી હતી. ત્રણેય વખતે હજારો યુવાનોએ ધરણાંમાં ભાગ લીધો હતો. ચારે તરફ પોલિસનો કાફલો ખડકી દેવાતો હતો. પાંચ-છ ડબ્બા ભરી ભરીને આંદોલનકારીઓને પોલિસ પકડતી હતી અને શહેર કોટડા પોલિસ સ્ટેશને લઈ જતી હતી.

શેખાવતની સાથે તત્કાલીન ભાજપ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની પણ ઠાઠડી અમે બાળી હતી. કારણ કે શંકરસિંહે રાજન પ્રિયદર્શીને નોકરીમાંથી બરખાસ્ત કરવાની માગણી કરી હતી. પ્રિયદર્શી ત્યારે પાલનપુરમાં જિલ્લા પોલિસ વડા હતા અને એક કોમી છમકલામાં એમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની અટકાયત કરી હતી.




ત્યારે અમદુપુરાના જયંતી ફકીર, રજનીકાંત ડોડીયા, સી કોલોનીના મુકેશ વોરા, ઓમનગરના મંગળદાસ કાપડીયા, ઇશ્વર પરમાર, પ્રવીણ તપોધન, રમેશ નાગર, જયંતી દવે, શ્રીકાંત ડોડીયા, કિસ્મત સોસાયટીના હસુ વોરા, મજુરગામના નરેશ રેવર, જયંતી ચૌહાણ, રાયખડના કનુ સુમરા, ખાનપુરના ભરત વાઘેલા, અરવિંદ પરમાર, કૌશિક પરમાર જેવા યુવા આંદોલનકારીઓ જોડાયા હતા. એક પત્રીકા છાપી હતી, એમાં સૌના નામે અપીલ કરવામાં આવી હતી. સૌનો ઉત્સાહ ગજબનો હતો.

દેખાવોમાં સામેલ થયેલા સંગઠનોમાં નરોડા રોડના યુવાનો, દલિત અધિકાર મંચ, જાતિ નિર્મૂલન સમિતિ, માસ મુવમેન્ટ સહિતના સંગઠનોના નામ પણ પત્રીકામાં લખેલા. (જુઓ પત્રીકાની તસવીર)

અત્યારે ફેસબુક પર લાઇવ થાવ, સો-બસો ગ્રુપ્સમાં મેસેજ ફેંકો, કાર્યક્રમમાં જોડાવા માટે લોકોના મોબાઇલ નંબરો પર ઓડિયો મેસેજ મોકલો, તો પણ પાંચસો માણસો ભેગા થતા ફાંફા પડી જાય છે. એ વખતે એક પત્રીકા અને ભીંત લખાણથી બહુ જ અસરકારક રીતે સંદેશો જતો હતો.

મૂળે 1981-85ના અનામતવિરોધી આંદોલનો વખતે મેં ભીંત લખાણોની શરૂઆત કરી હતી. એની વાત પછી ક્યારેક કરીશ.

- રાજુ સોલંકી (29 ઓગસ્ટ, 2019)

December 07, 2017

ભારતીય લોકશાહી ની બલિહારી

By Jigar Shyamlan ||  2 December 2017 at 11:36 


આપણી ચુંટણી ખરેખર લોકોએ પસંદ કરેલ કે ચૂંટેલા લોકપ્રતિનીધીઓ પસંદ કરે છે..?
આ સવાલનો જવાબ મોટાભાગના લોકો હા... કેમ નહી એમ જ આપે છે અને કદાચ એવો જ આપવાનાં..
ભારતમાં ચુંટણી પધ્ધતિથી આપણે સૌ પરિચીત છીએ...
ચુંટણી પંચ તારીખ જાહેર કરે, 
પક્ષો પોતાના ઉમેદવારોને ટીકીટો આપે, 
ચુંટણીના દિવસે મતદાન થાય પછી મત ગણતરી અને સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા જાહેર થાય.
આ રીતે વિજેતા થનાર વ્યક્તિ જે તે વિધાનસભા, લોકસભાનો લોકોએ પસંદ કરેલ ઉમેદવાર કે લોકોએ ચુંટેલ પ્રતિનીધી છે તેવું માની લેવામાં આવે છે.
પણ બારીકતાથી વિચારીએ તો શું આ રીતે ચુંટણીમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર ને ખરેખર લોકોએ પસંદ કરી પોતાનું પ્રતિનીધીત્વ કરવા મોકલેલ છે..??
જવાબ છે.. ના, 
હવે આ વાતને એક સામાન્ય ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ...
ઉદાહરણ:-
માની લો કોઈ એક વિધાનસભામાં ૧૦,૦૦૦ મતદારો છે. હવે અહીં ચુંટણીમાં ૪ ઉમેદવારો ઉભા છે.
(૧). રમણ
(૨). મગન
(૩). છગન
(૪). મોહન
હવે ચુંટણીના દિવસે ૧૦,૦૦૦માંથી ૯,૦૦૦ લોકો પોતાનો મત આપે છે, જેમાં...
(૧). રમણને ૩૨૦૦ મત મળે છે
(૨). મગનને ૩૧૦૦ મત મળે છે
(૩). છગનને ૨૬૦૦ મત મળે છે અને
(૪). મોહનને ૧૦૦ મત મળે છે
હવે નિયમ મુજબ ૩૨૦૦ મત મેળવનાર રમણ ચુંટણીનો વિજેતા જાહેર થાય જે વિધાનસભામાં જવા લાયક છે. 
હવે જરીક એક વાત પર વિચાર કરીએ 
૯,૦૦૦માંથી ૩,૨૦૦ મતદારોએ (૩૫.૫૫%) રમણને મત આપ્યો મતલબ એ સીટ પર મતદારોએ રમણને પ્રતિનિધી તરીકે ચૂંટયો છે..એ સાચી વાત પરંતું
મગનને મત આપનારા ૩૧,૦૦, છગનને મત આપનારા ૨૬,૦૦ અને મોહનને મત આપનારા ૧૦૦ મતદારો મળી કુલ ૫,૮૦૦ (૬૪.૪૪%) લોકો તો રમણને પોતાના પ્રતિનિધી તરીકે નકારે છે. 
આમ કુલ.૯,૦૦૦ મતદારોમાંથી ૫,૮૦૦ મતદારો રમણને પોતાનો પ્રતિનિધી નકારે છે તેમ છતાં રમણ ધારાસભ્ય તરીકે પસંદ થાય છે. 
આ આપણી લોકશાહી અને ચુંટણી પધ્ધતિની બલિહારી છે.
જય હો..
- જિગર શ્યામલન..

August 13, 2017

અધિકારો વિરૃદ્ધ ગાંધીજી

By Social Media Desk

કોમ્યુનલ એવોર્ડ અંતર્ગત અસ્પૃશ્યોને મળેલા અધિકારો વિરૃદ્ધ ગાંધીજીના યરવડા જેલ માં આમરણાંત ઉપવાસ

આ એવોર્ડ અંતર્ગત દેશ, પ્રાંત તથા કેન્દ્રીય વિધિમંડળોમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ ના અધિકારનો સિદ્ધાંત જો માન્ય રાખવામાં આવે તો જુદા-જુદા સામાજિક સમૂહ ને પ્રતિનિધિત્વ મળવા માટેનો આધાર પ્રાપ્ત થઈ શકે છે. અલગ મતદાન ક્ષેત્ર (Seperate Electrorate) ફક્ત અનુસૂચિત જાતિઓ માટે જ હતું. પોતાની જાતિના વ્યક્તિને જ પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢવાની પ્રથાનો અધિકાર પણ અનુસૂચિત જાતિ માટે જ હતો. ઉપરાંત સવર્ણો ના પ્રતિનિધિ ચૂંટવાનો પણ અધિકાર આ એવોર્ડ થી પ્રાપ્ત થયો હતો. પરંતુ *
પુખ્તમતાધિકાર (Adult Frenchise) બધાજ ભારતીયો માટે હતો. અત્યારે ચલણ માં પુખ્તમતાધિકાર જ છે અને ભારત માં 90 ટકા રાજ્યો ના મુખ્યમંત્રીઓ હાલ ઓબીસી જાતિના બન્યા છે. ઓબીસીઓ ને પણ માંગણી મુજબ પુખ્તમતાધિકાર પ્રાપ્ત થયો. એમના મતાધિકાર માટે Round Table Conference માં લડાઈ બાબસાહેબ ડો.આંબેડકરે જ લડવી પડી.

એ વાત આજે ન તો ઓબીસીઓ ને ખબર છે ન તો એમના નેતાઓને !!! પરંતુ બ્રાહ્મણો ની ચઢામણી (કુપ્રચાર)  થી એ જ ઓબીસી લોકો બાબાસાહેબ ડો.આંબેડકર ને પોતાના દુશ્મન માને છે. બાબાસાહેબ ડો.આંબેડકર એ જાણતા હતા કે ઇંગ્લેન્ડ માં પુખ્તમતાધિકાર ન હતો. ઇંગ્લેન્ડ માં જે વ્યક્તિ ટેક્ષ ભરતો હોય અથવા જે વ્યક્તિ શિક્ષિત હોય તેઓ જ મત આપવાને લાયક હતા. એના ઉપર વિચાર કરતા બાબાસાહેબ ડો.આંબેડકરે વિચાર્યું કે આ પ્રથા પ્રમાણે જે ટેક્સ આપે છે અને જે ભણેલા છે તેઓને મતાધિકાર મળે પરંતુ ભારત માં તો આ વ્યવસ્થા પ્રમાણે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીઓ ને મત આપવાનો અધિકાર જ સમાપ્ત થઈ જશે. કારણકે આપણા મૂળનીવાસી બહુંજનો ન તો સરકાર ને ટેક્સ ભરી શકે છે, કે ન તો તેઓ શિક્ષિત છે, માટે તેઓ આ અધિકાર થી વંચિત રહી જશે. આ વિષય પર તેમણે ગંભીર મનન ચિંતન કર્યા બાદ એવી Formula શોધી કાઢી, એમણે પ્રસ્તાવ રજૂ કર્યો કે અમારી ફક્ત ઉંમર જ માન્ય રાખવામાં આવે. જાતિ, પંથ, લિંગ, જન્મતારીખ, સ્થળ એ બધી વસ્તુઓ ઉપર લક્ષ ન આપવામાં આવે. *ઝુંપડી માં જન્મ્યા હોય કે પછી મહેલ માં જન્મ્યા હોય, બંને ને મત આપવાનો સમાન અધિકાર હોવો જોઈએ.*

બાબાસાહેબ ડો.આંબેડકર ની આ ચાર માંગણી ઓ મંજુર થતા ની સાથે જ ગાંધીજી એ સર રેમ્સે મેકડોનાલ્ડ (જેઓ પ્રધાનમંત્રી હતા) ને પત્ર લખી જણાવ્યું કે તમે આ આંબેડકર ની જે ચાર માંગણી ઓ મંજુર કરી છે એ માંગણી ઓ અમને મંજુર નથી. પ્રધાનમંત્રી સર રેમ્સે મેકડોનાલ્ડ એ કહ્યું કે ગાંધીજી તમારી ઉંમર વધી રહી છે. કદાચ તમે ભૂલી ગયા હશો અને યાદ પણ હોય, પણ જ્યારે મેં Round Table Conference માં પ્રસ્તાવ રજુ કર્યો ત્યારે સૌથી પ્રથમ તમે જ એ વ્યક્તિ હતા કે જેણે મારા પ્રસ્તાવ નું સ્વાગત અને સમર્થન કરી સહી પણ કરી હતી. અને હવે તમે જ ના પાડી રહ્યા છો? માટે હવે હું તમારી વાતો માનવાનો નથી. આ મુદ્દો અમારા મત મુજબ નક્કી થઈ ગયો છે. અને અમે એ મંજૂરી ડો.આંબેડકરને આપી દીધી છે. જો તમારે એ વિશે કાંઈ ચર્ચાવિચારણા કરવી હોય તો એ તમારે ડો.આંબેડકર સાથે કરવી પડશે.

એટલે ગાંધીજી એ વિચાર્યું કે આંબેડકર સાથે ચર્ચા કરવી સંભવ નથી. કારણકે ચર્ચા માં હું આંબેડકરની સામે ટકી શકું તેમ નથી. એટલા માટે ગાંધીજી એ ચર્ચા વિચારણા કરવાને બદલે બ્રિટિશ સરકાર ને આપેલી ધમકી કે  હું મારા પ્રાણ ની બાજી લગાવી દઈશ એ મુજબ અમલ કરી છેવટે 20 મી સપ્ટેમ્બર 1932 ના દિવસે અસ્પૃશ્યો ને માટે અલગ મતાધિકાર ક્ષેત્ર આપવાના વિરોધ માં આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. કારણકે ગાંધીજી એમ વિચારતા હતા કે જો હું આંબેડકરની માંગણી વિરૃદ્ધ આમરણ ઉપવાસ શરૂ કરી દઉં તો આખો દેશ આંબેડકરની વિરોધ માં થઇ જશે અને આંબેડકર હવા માં જેમ તણખલું ઉડી જાય એમ ઉડી જશે.

ડો.આંબેડકર પણ ગાંજ્યા જાય તેમ ન હતા. એમણે કહ્યું કે Depressed Claas  એ પ્રાપ્ત કરેલ નાનકડા અધિકાર ના કુમળા છોડ ને ઉછેરવાની સહેજ પણ ચિંતા ન કરતા તેની સામે આમરણાંત ઉપવાસ ની ધમકી આપવી એ રાજનૈતિક અડીંગો છે,  ત્રાગુ છે. તેમનું આ યુદ્ધ નૈતિક નથી જ. જો તેઓ આવી જ જીદ કર્યા કરશે તો કુદરતી મૃત્યુ ને બદલે અકુદરતી રીતે મરશે..... હું આવા ત્રાગા થી વિચલિત થાઉં તેવો નથી. મારો નિર્ણય અકબંધ છે. જો ગાંધીજી હિંદુઓ ના હિત ખાતર પોતાના પ્રાણ ની બાજી લગાવવા ઇચ્છતા હોય તો Depressed Class ને પણ નાછૂટકે પોતાના હક્કો ની હિફાજત માટે જંગ માં જુકાવવું પડશે.

-- વામન મેશ્રામ

( *પુના કરાર ના દુષપરિણામો* બુક માંથી.... પૃ. ૩૩ , ૩૪)

અનુવાદક : ડી.એમ.દેસાઈ

July 06, 2017

સંસદીય લોકતંત્ર વિશે ડો. આંબેડકર ના વિચારો

By Jigar Shyamlan



સંસદીય પધ્ધતિ વિશે ડો. આંબેડકરના વિચાર એકદમ સ્પષ્ટ હતા. તેઓ જણાવે છે કે –
"સંસદીય સંસ્થાઓ એક જમાનામાં ભારતમાં અસ્તિત્વ ધરાવતી હતી એ બાબતે આપણા ગ્રંથોમાં અનેક ઉદાહરણ છે. એનાથી એ વાત સિધ્ધ થાય છે કે સંસદીય પધ્ધતિ આપણા માટે અજાણી નથી. સંસદીય શાસનનો અર્થ જ પારિવારીક શાસનનો વિરોધ છે. કોઇ પણ વ્યક્તિ માત્ર પરંપરાના આધાર પર શાસન કરવાનો દાવો ન કરી શકે. શાસન કરવાની ઇચ્છા રાખતા લોકો સમયાંતરે લોકો દ્વારા ચૂંટાઇ આવે એ જરૂરી છે. એને સ્પષ્ટ રીતે લોકોની સ્વિકૃતિ મળવી જોઇયે. સંસદીય શાસન પધ્ધતિમાં ખાનદાની શાસનને કોઇ સ્થાન નથી."
બીજા લોકોના સામાજિક જીવન પર લાગું પડતા કોઇ પણ કાયદાકે કાર્ય જનતા દ્વારા ચૂંટાયેલ લોકોની સલાહ મુજબ થવા જોઇયે. પોતે જ સર્વજ્ઞ છે, કાયદા બનાવી શકે છે તથા સરકાર ચલાવી શકે છે એવું માની કે ધારી લેવાનો કોઇ પણ વ્યક્તિને હક્ક નથી. કાયદા માત્ર સંસદના માધ્યમથી લોક પ્રતિનિધિઓ દ્વારા જ બની શકે છે. 
સંસદીય પધ્ધતિ મુક્યત્વે બે સ્તંભ પર ટકેલી છે. 
(1). જેમાં એક સ્તંભ છે વિરોધ પક્ષ, 
(2). બીજો સ્તંભ છે સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણી. 
પ્રથમ સ્તંભ વિરોધ પક્ષ અંગે જોઇયે તો છેલ્લા 20-30 વર્ષોથી આપણે એક જ રાજકીય દળના શાસનથી ટેવાઇ ગયા છીએ. સંસદીય લોકતંત્રના સુચારૂ સંચાલનમાં વિપક્ષની જરૂરિયાત અને મહત્વને લગભગ વિસરી ગયા છીએ. આપણને વારંવાર એમ કહેવામાં આવે છે કે વિરોધ એક દુર્ગુણ છે. અહીં આપણે પ્રાચિન ઇતિહાસ દ્વારા આપવામાં આવેલ શિક્ષાઓને જાણી જોઇને ભૂલી રહ્યા છીએ. આપ જાણો છો કે વેદ અને સ્મૃતિઓને વ્યાખ્યાયિત કરનારા નિબંધકાર હતા. શ્લોક અને સુત્રો પર પોતાની ટિપ્પણીઓ કરતા પહેલા તેઓ (પ્રશ્નનો એક પક્ષ) પૂર્વ પક્ષ અને ટિપ્પણીઓ બાદ તેઓ પ્રશ્નના બીજા હેતુ (ઉત્તર પક્ષ)નો ઉલ્લેખ કરતા હતા. આ રીતે તેઓ એક વાત આપણને બતાવવા માંગતા હતા કે ઉઠાવવામાં આવેલ પ્રશ્ન કોઇ સરળ પ્રશ્ન નથી, એ પ્રશ્ન વિવાદીત, અનેક શંકાઓથી અને ભિન્ન ભિન્ન વિચાર ભરેલ છે. તેઓ બન્ને પક્ષની આલોચના કરતા અને અંતમાં પોતાનો સ્વયંનો નિર્ણય અથવા સિધ્ધાંત રજુ કરતા હતા. આ પરથી આપણને એ જાણવા મળે છે કે તમામ પ્રાચિન શિક્ષકો શાસન ચલાવવા માટે બે પક્ષના સિધ્ધાંત પર વિશ્વાસ ધરાવતા હતા. 
સંસદીય લોકતંત્રમાં મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે જો પ્રશ્નની બે બાજુઓ છે, તો લોકોએ બીજી બાજુ વિશે જાણવું જોઇયે. એટલા માટે એક સક્રિય વિપક્ષની જરૂરિયાત જણાય છે. સ્વતંત્ર રાજનીતિક જીવન માટે વિપક્ષ એક ચાવીરૂપ છે જેના વગર લોકતંત્ર ચાલી શકે નહી. બ્રિટન અને કેનેડા જેઓ સંસદીય શાસન પધ્ધતિના પથ દર્શક છે તેઓ વિપક્ષના મહત્વને સ્વિકૃતિ આપે છે અને આ દેશોમાં વિપક્ષ નેતાઓને સરકાર વેતન આપે છે. તેઓ વિપક્ષને પણ આવશ્યક માને છે. આ દેશના લોકોનો વિશ્વાસ છે કે વિપક્ષે એટલા જ સક્રિય હોવું જોઇયે જેટલો સક્રિય સત્તાપક્ષ હોય. 
સરકાર સત્યને છૂપાવી શકે છે, એક પક્ષીય પ્રચાર પણ કરી શકે છે. આ બન્ને દેશોના લોકોએ આ પ્રકારની ઘટનાથી બચવા માટે વ્યવસ્થા બનાવી છે. 
બીજો સ્તંભ સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણીઓ છે જેની પર સંસદીય લોકતંત્ર ઉભો રહે છે. શાંતિપૂર્ણ રીતે કોઇ પણ રક્તપાત વિના એક વર્ગથી બીજા વર્ગ તરફ સત્તાનું હસ્તાંતરણ થવું જરૂરી છે. જુના સમયમાં જ્યારે રાજાનુ મૃત્યું થતુ ત્યારે રાજમહેલમાં ઓછામાં ઓછી એક હત્યા તો અવશ્ય થઇ જતી હતી. નવો રાજા સત્તા પોતાના હાથમાં લે એ પહેલા જ મહેલમાં ક્રાંતિ જેવું વાતાવરણ ઉભુ થતું. જેના પરિણામે કેટલીક હત્યાઓ થતી. આ ભારતનો ઇતિહાસ રહ્યો છે. 
- જિગર શ્યામલન

May 03, 2017

ભારતનો પૂંજીવાદ જાતિના કારણે મજબૂત છે : વિજય મકવાણા

હું સામ્યવાદ-માર્કસવાદની ટીકા નથી કરતો. શોષણ સામે લડતા કોઇપણ વાદને હું સ્વીકારું છું. પણ સામ્યવાદીઓ-માર્કસવાદીઓ તેમની લડતમાં પૂંજીવાદને પહેલાં પ્રધાન્યતા આપે છે. જાતિવાદને બાદમાં..ખરી હકિકતે ભારતનો પૂંજીવાદ જાતિના કારણે મજબૂત છે. તમે જાતિવાદી વ્યવસ્થા તોડ્યાં વિના પૂંજીવાદનો 'મુંવાળોય' ન તોડી શકો! આ પરમ સત્ય છે. ભારતમાં માર્કસ વિચારધારાને આવ્યા 90 વરસ થયાં. હજી વ્યવસ્થાનો પાયો હચમચી ઉઠે તેવું એકપણ આંદોલન નથી થયું કે વાતાવરણ પેદા નથી કરી શકાયું. તેનું એકમાત્ર કારણ જાતિવાદ છે. જ્યાં સુધી 'પવિત્ર સૂતરના તાંતણા' વડે દોરી સંચાર થશે..ત્યાં સુધી માર્કસ,લેનીન,ફેડરિક,રેનોન વિગેરે મહાત્માઓના ભૂત ભારતના સીમાડા બહાર રઘવાયાં થઇ ભટકશે.!
-વિજય મકવાણા






Facebook Post :-