By Social Media Desk
કોમ્યુનલ એવોર્ડ અંતર્ગત અસ્પૃશ્યોને મળેલા અધિકારો વિરૃદ્ધ ગાંધીજીના યરવડા જેલ માં આમરણાંત ઉપવાસ
આ એવોર્ડ અંતર્ગત દેશ, પ્રાંત તથા કેન્દ્રીય વિધિમંડળોમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ ના અધિકારનો સિદ્ધાંત જો માન્ય રાખવામાં આવે તો જુદા-જુદા સામાજિક સમૂહ ને પ્રતિનિધિત્વ મળવા માટેનો આધાર પ્રાપ્ત થઈ શકે છે. અલગ મતદાન ક્ષેત્ર (Seperate Electrorate) ફક્ત અનુસૂચિત જાતિઓ માટે જ હતું. પોતાની જાતિના વ્યક્તિને જ પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢવાની પ્રથાનો અધિકાર પણ અનુસૂચિત જાતિ માટે જ હતો. ઉપરાંત સવર્ણો ના પ્રતિનિધિ ચૂંટવાનો પણ અધિકાર આ એવોર્ડ થી પ્રાપ્ત થયો હતો. પરંતુ *
પુખ્તમતાધિકાર (Adult Frenchise) બધાજ ભારતીયો માટે હતો. અત્યારે ચલણ માં પુખ્તમતાધિકાર જ છે અને ભારત માં 90 ટકા રાજ્યો ના મુખ્યમંત્રીઓ હાલ ઓબીસી જાતિના બન્યા છે. ઓબીસીઓ ને પણ માંગણી મુજબ પુખ્તમતાધિકાર પ્રાપ્ત થયો. એમના મતાધિકાર માટે Round Table Conference માં લડાઈ બાબસાહેબ ડો.આંબેડકરે જ લડવી પડી.
એ વાત આજે ન તો ઓબીસીઓ ને ખબર છે ન તો એમના નેતાઓને !!! પરંતુ બ્રાહ્મણો ની ચઢામણી (કુપ્રચાર) થી એ જ ઓબીસી લોકો બાબાસાહેબ ડો.આંબેડકર ને પોતાના દુશ્મન માને છે. બાબાસાહેબ ડો.આંબેડકર એ જાણતા હતા કે ઇંગ્લેન્ડ માં પુખ્તમતાધિકાર ન હતો. ઇંગ્લેન્ડ માં જે વ્યક્તિ ટેક્ષ ભરતો હોય અથવા જે વ્યક્તિ શિક્ષિત હોય તેઓ જ મત આપવાને લાયક હતા. એના ઉપર વિચાર કરતા બાબાસાહેબ ડો.આંબેડકરે વિચાર્યું કે આ પ્રથા પ્રમાણે જે ટેક્સ આપે છે અને જે ભણેલા છે તેઓને મતાધિકાર મળે પરંતુ ભારત માં તો આ વ્યવસ્થા પ્રમાણે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીઓ ને મત આપવાનો અધિકાર જ સમાપ્ત થઈ જશે. કારણકે આપણા મૂળનીવાસી બહુંજનો ન તો સરકાર ને ટેક્સ ભરી શકે છે, કે ન તો તેઓ શિક્ષિત છે, માટે તેઓ આ અધિકાર થી વંચિત રહી જશે. આ વિષય પર તેમણે ગંભીર મનન ચિંતન કર્યા બાદ એવી Formula શોધી કાઢી, એમણે પ્રસ્તાવ રજૂ કર્યો કે અમારી ફક્ત ઉંમર જ માન્ય રાખવામાં આવે. જાતિ, પંથ, લિંગ, જન્મતારીખ, સ્થળ એ બધી વસ્તુઓ ઉપર લક્ષ ન આપવામાં આવે. *ઝુંપડી માં જન્મ્યા હોય કે પછી મહેલ માં જન્મ્યા હોય, બંને ને મત આપવાનો સમાન અધિકાર હોવો જોઈએ.*
બાબાસાહેબ ડો.આંબેડકર ની આ ચાર માંગણી ઓ મંજુર થતા ની સાથે જ ગાંધીજી એ સર રેમ્સે મેકડોનાલ્ડ (જેઓ પ્રધાનમંત્રી હતા) ને પત્ર લખી જણાવ્યું કે તમે આ આંબેડકર ની જે ચાર માંગણી ઓ મંજુર કરી છે એ માંગણી ઓ અમને મંજુર નથી. પ્રધાનમંત્રી સર રેમ્સે મેકડોનાલ્ડ એ કહ્યું કે ગાંધીજી તમારી ઉંમર વધી રહી છે. કદાચ તમે ભૂલી ગયા હશો અને યાદ પણ હોય, પણ જ્યારે મેં Round Table Conference માં પ્રસ્તાવ રજુ કર્યો ત્યારે સૌથી પ્રથમ તમે જ એ વ્યક્તિ હતા કે જેણે મારા પ્રસ્તાવ નું સ્વાગત અને સમર્થન કરી સહી પણ કરી હતી. અને હવે તમે જ ના પાડી રહ્યા છો? માટે હવે હું તમારી વાતો માનવાનો નથી. આ મુદ્દો અમારા મત મુજબ નક્કી થઈ ગયો છે. અને અમે એ મંજૂરી ડો.આંબેડકરને આપી દીધી છે. જો તમારે એ વિશે કાંઈ ચર્ચાવિચારણા કરવી હોય તો એ તમારે ડો.આંબેડકર સાથે કરવી પડશે.
એટલે ગાંધીજી એ વિચાર્યું કે આંબેડકર સાથે ચર્ચા કરવી સંભવ નથી. કારણકે ચર્ચા માં હું આંબેડકરની સામે ટકી શકું તેમ નથી. એટલા માટે ગાંધીજી એ ચર્ચા વિચારણા કરવાને બદલે બ્રિટિશ સરકાર ને આપેલી ધમકી કે હું મારા પ્રાણ ની બાજી લગાવી દઈશ એ મુજબ અમલ કરી છેવટે 20 મી સપ્ટેમ્બર 1932 ના દિવસે અસ્પૃશ્યો ને માટે અલગ મતાધિકાર ક્ષેત્ર આપવાના વિરોધ માં આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. કારણકે ગાંધીજી એમ વિચારતા હતા કે જો હું આંબેડકરની માંગણી વિરૃદ્ધ આમરણ ઉપવાસ શરૂ કરી દઉં તો આખો દેશ આંબેડકરની વિરોધ માં થઇ જશે અને આંબેડકર હવા માં જેમ તણખલું ઉડી જાય એમ ઉડી જશે.
ડો.આંબેડકર પણ ગાંજ્યા જાય તેમ ન હતા. એમણે કહ્યું કે Depressed Claas એ પ્રાપ્ત કરેલ નાનકડા અધિકાર ના કુમળા છોડ ને ઉછેરવાની સહેજ પણ ચિંતા ન કરતા તેની સામે આમરણાંત ઉપવાસ ની ધમકી આપવી એ રાજનૈતિક અડીંગો છે, ત્રાગુ છે. તેમનું આ યુદ્ધ નૈતિક નથી જ. જો તેઓ આવી જ જીદ કર્યા કરશે તો કુદરતી મૃત્યુ ને બદલે અકુદરતી રીતે મરશે..... હું આવા ત્રાગા થી વિચલિત થાઉં તેવો નથી. મારો નિર્ણય અકબંધ છે. જો ગાંધીજી હિંદુઓ ના હિત ખાતર પોતાના પ્રાણ ની બાજી લગાવવા ઇચ્છતા હોય તો Depressed Class ને પણ નાછૂટકે પોતાના હક્કો ની હિફાજત માટે જંગ માં જુકાવવું પડશે.
-- વામન મેશ્રામ
( *પુના કરાર ના દુષપરિણામો* બુક માંથી.... પૃ. ૩૩ , ૩૪)
અનુવાદક : ડી.એમ.દેસાઈ
No comments:
Post a Comment