Showing posts with label writer. Show all posts
Showing posts with label writer. Show all posts

March 28, 2020

સોશીયલ ડિસ્ટન્સિંગ એટલે સામાજિક આભડછેટ : જય વસાવડા

By Raju Solanki  || 27 March 2020

Image may contain: 1 person, text

A prominent Gujarati writer Jay Vasavda has translated the word 'social distancing' as 'social untouchability' सामाजिक आभडछेट in Gujarati. This is the ultimate proof of the fact that caste virus is deadlier than corona. 

જ્યારે કોઈ અંગ્રેજ સોશીયલ ડિસ્ટન્સિંગ શબ્દ વાપરે છે, ત્યારે એના મનમાં સમજે છે કે મારે ભૌેતિક દૂરી રાખવાની છે. અને જ્યારે કોઈ ભારતીય સોશીયલ ડિસ્ટન્સિંગ રાખે છે ત્યારે એના મનમાં સમજે છે કે મારે સામાજિક આભડછેટ રાખવાની છે. એક જ શબ્દનો અંગરેજીમાં અને ગુજરાતીમાં અલગ અર્થ થાય છે.

કેમ કે, અંગ્રેજના સમાજમાં કોઈ સમુદાય સાથે આભડછેટ પાળવામાં આવતી નથી, જ્યારે ભારતીય સમાજમાં આભડછેટ પાળવામાં આવ છે.

એટલે જ્યારે કોરોનાના સંદર્ભમાં સોશીયલ ડિસ્ટન્સિંગ શબ્દ પ્રયોજાયો ત્યારે એનું ગુજરાતી જય વસાવડાએ સામાજિક આભડછેટ કર્યું. જય બિલકુલ સાચો છે. જયના દિમાગમાં એના બાપદાદાએ જે ગંદવાડો ભર્યો છે (ડિજિટલ જાર્ગનમાં કહીએ તો પ્રોગ્રામિંગ કર્યું છે) એના કારણે જય જ્યારે સોશીયલ ડિસ્ટન્સિંગનું ગુજરાતી કરવા બેસે છે ત્યારે આપોઆપ એનું ગુજરાતી સામાજિક આભડછેટ કરી બેસે છે. આમાં બિચારા જયનો કોઈ વાંક નથી. કોઈએ જયનો વાંક કાઢવો નહી. જય સુધરવાનો નથી. જયના બાપદાદા પણ સુધર્યા નહોતા અને કદાચ એના સંતાનો પણ સુધરશે નહીં.

July 18, 2018

જો બાબા સાહેબે લેખન કાર્ય ન કર્યુ હોત તો...

By Jigar Shyamlan ||  Written on 1 April 2018


મને એક વિચાર રોજ આવે છે કે સારૂ હતુ બાબા સાહેબે ખુદ લખવાનુ શરૂ કર્યુ હતુ. કારણ જો બાબા સાહેબે લેખન કાર્ય ન કર્યુ હોત તો આજે બહુજન સમાજની સામાજીક અને રાજકીય જાગૃતિ ક્યાં હોત..?

બાબા સાહેબ પોતાના પુસ્તકોનો એક અમૂલ્ય વારસો મૂકી ગયા છે જે એક વિશ્વવિધ્યાલયથી કમ નથી. જેના કારણે આજે વિચારધારાનો ઉદભવ થઈ શક્યો છે.

બાબા સાહેબે ઘણી બધી વાતો કહી છે. દરેક સમસ્યાઓની વિગતવાર ચર્ચા તથા તેનો ઉકેલ પણ બતાવ્યો છે.

આપણા યુવાનોને આક્રમક બાબા સાહેબ બહુ ગમે છે. હિન્દુ ધર્મના છોતરા કાઢનારા, રામ, કૃષ્ણ પર સવાલ ઉઠાવનારા, ગાંધીજી અને કોન્ગ્રેસની પોલ ખોલનારા પણ બૌધ્ધ ધમ્મ અંગિકાર કરનાર બોધિસત્વ બાબા સાહેબ આપણા યુવાનોને જચતા નથી.

કારણ મુખ્ય વસ્તુ એ છે કે આપણે બાબા સાહેબને વાંચતા નથી. અને વાંચીએ તોય એન્હીલેશન ઓફ કાસ્ટ, રીડલ્સ ઓફ હીન્દુઈઝમ અને હુ વેર ધ શુદ્રાઝ.. બસ આનાથી આગળ વાંચતા જ નથી. બુધ્ધા એન્ડ હીઝ ધમ્મા પણ દરેકે વાંચવી જ જોઈયે.

હિન્દુ ધર્મમાં અસ્પૃશ્ય સમાજને ભોગવવો પડતો જાતિગત ભેદભાવ દુર કરવા બાબા સાહેબે અનેક પ્રયાસ કર્યા. અને તે માટે અનેક ઉપાયો પણ સૂચવેલા છે.

આ જાતિગત ભેદભાવ માટે શરૂમાં બાબા સાહેબે એક વાત કહેલી જે પાછળથી એક સુત્ર જ બની ગયુ હતું.

એ વાત હતી..
શિક્ષિત બનો, 
સંગઠીત થાઓ અને 
સંધર્ષ કરો.. 
બસ આપણને બાબા સાહેબ આંબેડકરની આ એક જ વાત યાદ છે. આ વાત મોટાભાગના એસ.સી. સમાજના સંગઠનો , બાબા સાહેબના નામ કે વિચારો સાથે સંકળાયેલ સંગઠનો અને સંસ્થાઓના લેટરપેડ ઉપર અચૂક જોવા મળે છે.

આ વાતનો બહુ ઝાઝો પ્રચાર પ્રસાર થયો છે એટલે બાબા સાહેબનુ નામ આવે ત્યારે પહેલા આ ત્રણ વાતો યાદ આવી જાય છે.

પણ જ્યારે આ સુત્ર આપવામા આવેલ ત્યારે આપણા લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર તાજો જ મળ્યો હતો. એટલે એ સમય દરમિયાન આ વાત યોગ્ય હતી.
શિક્ષણ થકી જીવનધોરણમાં બદલાવ આવવા છતા પણ હિન્દુ સમાજમાં હજી પણ અસ્પૃશ્યોની હાલતમાં કોઈ ખાસ ફરક પડ્યો ન હતો.

બાબા સાહેબે સંવિધાન થકી અધિકાર અપાવી અસ્પૃશ્યોને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવા તમામ પ્રયાસો કરી જોયા પરંતુ હિન્દુ સમાજે અસ્પૃશ્યોને સ્વમાન, સન્માન અને આદર આપવાની જરીક પણ વૃત્તિ બતાવી ન હતી. ઉલટાના ભેદભાવ વધુ જડ બની રહ્યા હતા.

તમામ પ્રયાસો કરવા છતા કોઈ ખાસ પરિણામ ન દેખાતા આખરે બાબા સાહેબે હિન્દુ સમાજને પડતો મૂકી ખુદને બદલવાની વાત કરી હતી. બાબા સાહેબે બૌધ્ધ ધમ્મ તરફ પ્રયાણ કર્યુ અને પોતે બૌધ્ધ બની ગયા.

એ વખતે બાબા સાહેબે આ સમસ્યાના નિવારણ માટે એક બીજી વાત કહી હતી જે યોગ્ય હતી. પરંતુ બાબા સાહેબની આ બીજી વાત એટલી પ્રચલિત ન બની જેટલી પહેલી વાત બનેલી. એ બાબતે બહુ ઓછા લોકો જાગૃત છે.

એ બીજી વાત હતી..
નામાંતર કરો...
ધર્માતર કરો...
સ્થળાંતર કરો...

પણ એક મહત્વપૂર્ણ વાત એ છે કે હજી સુધી આપણે શિક્ષિત બનો, સંગઠીત થાઓ અને સંધર્ષ કરો.. પછીની બાબા સાહેબે કહેલી સ્ટ્રેટેજીને બહુ ગંભીરતાથી લીધી જ નથી.
- જિગર શ્યામલન



Facebook Post :

July 07, 2018

દિવંગત લીના પટેલની સ્મૃિતમાં

By Raju Solanki  || Written on 3 June 2018

‘એક ટુકડો આકાશનો’, લીના પટેલના લેખોનો સંગ્રહ છે. ‘સેવા’ સંસ્થાના મુખપત્ર ‘અનસુયા’માં લીનાએ શાકભાજી વેચતી, માર્કેટમાં માથે વજન ઉંચકીને ફેરા કરતી ને માથોડા કામદારના નામે ઓળખાતી, અગરબત્તી બનાવતી, બીડી બનાવતી સ્ત્રીઓના જીવલેણ જીવતરની વ્યથાકથાઓ આલેખી હતી. એમની રોજિંદી એવી સમસ્યાઓ કે જે ક્યારેય સભ્ય સમાજને સમસ્યા લાગી જ નથી, જેમ કે માર્કેટમાં આખો દિવસ શાકભાજી વેચતી સ્ત્રીઓ માટે ટોઇલેટની નાની અમથી વ્યવસ્થા હોવી જોઇએ એ આપણને સમજાયું જ નથી. લીનાએ આ બધા પ્રશ્નોની ભીતરમાં જઇને ફીલ્ડ વર્ક કરેલું અને આ અભણ સ્ત્રીઓને સમજાય એવી બોલચાલની ભાષામાં એમની જિંદગીનો નિચોડ શબ્દસ્થ કરેલો. લીનાની સ્મૃિતમાં એના લેખો ગ્રંથસ્થ થાય એવી લાગણીથી પ્રેરાઈને સંગીતા પટેલે સંપાદન કર્યું. એ આ નાનકડું પુસ્તક.
સેવાની કાર્યકર બહેનોને સિવિલ હોસ્પિટલમાં કેન્સરની તપાસ અર્થે લઈ જતાં અને કેન્સરની આગોતરી જાણ સારુ યોજેલી તાલીમ દરમિયાન લીનાને પોતાને ખબર પડી કે તેને પણ સ્તન કેન્સર થયું છે અને અહીંથી શરૂ થયો હતો તેનો મહાભયાનક કેન્સર સામેનો જંગ. કેન્સર થયું છે એવું ‘સેવા’ના એકપણ સહકાર્યકરને તેણે જણાવેલું નહીં. માત્ર તેના આપ્તજનોને જ રોગની ખબર હતી. ઓપરેશન પછી ધીરે ધીરે સૌને ખબર પડેલી. કેન્સરનો મહાવજ્રપાત જીરવવો સહેલો નહોતો.
મુદ્રણ કળાની નિષ્ણાત લીનાએ જે ખંતથી અને લગનથી વાલજીભાઈ પટેલનો લેખ સંગ્રહ ‘કર્મશીલની કલમે’ કે દિવંગત ટીકેશ મકવાણાનો લેખ સંગ્રહ ‘પથ્થર તો તબિયત સે ઉછાલો યારો’ કે ‘સેવાના ચાંદ’ જેવા ગ્રંથો તૈયાર કરેલા એટલી ચીવટથી એના લેખોનો આ સંગ્રહ અલબત્ત, બહાર પાડી શકાયો નથી. થોડીક પ્રુફની ભૂલો રહી ગઈ છે. એ બદલ ક્ષમા પ્રાર્થનાસહ લીનાના મિત્રો, શુભેચ્છકો, એના સુખદુખના સાથીદારો સમક્ષ મુકીએ છીએ આ ‘એક ટુકડો આકાશનો.’