By Anil Shekhaliya || 09 Sept 2017
દેશમાં વિચરતી-વિમુક્ત જાતિઓનો એક બહુ મોટો વર્ગ છે જે હજુ આજે પણ બહુ જ યાતનાપૂર્ણ જિંદગી પસારકરી રહ્યા છે. ગુજરાત પણ આમાંથી બાકાત નથી. એ પછી મદારી સમાજ હોય કે પછી કચ્છના નાના રણમાં વસતોઅગરિયા સમાજ હોય.એકલા ગુજરાતમાં ૪૦ લાખથી પણ વધુ લોકોની વસ્તી ધરાવતા આ વિચરતા-વિમુક્ત સમુદાયોને ૨૧મી સદીમાં સ્વતંત્ર ભારતમાં શું નાગરિક સવલતો મળે છે તે જાણો છો ?...તેમને રહેવા પાકું ઘર નથી. પાણીનો નળકે જાજરૂ નથી, વીજળી નથી, તેમના છોકરાઓને ભણવા માટે કોઈ ખાસ શાળા કે રહેવા માટે છાત્રાલય નથી. બહુમતી ધરાવતા વિસ્તારોમાં આરોગ્યકેન્દ્ર નથી...અરે ..એમ જ કહી શકાય કે તેઓને આઝાદ ભારત દેશના એક સામાન્ય નાગરિક તરીકે મળવાપાત્ર કોઈ જ સુવિધાઓ નથી.આ સમુદાયોનું જીવન કેટલું બદતર છે તે વહીવટકર્તાઓ બહુ સારી રીતે જાણે છે . વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરાયેલ અભ્યાસ પ્રમાણે આ વિચરતા-વિમુક્ત સમુદાયોના ૯O ટકા થી પણ વધુ લોકો અભણ કે માંડ માંડ પ્રાથમિક ધોરણ સુધી ભણેલા છે. ૮૫ ટકા લોકો જમીન-વિહોણા છે. ૭૫ ટકાથી પણ વધુ લોકો ગરીબરેખા હેઠળ જીવે છે. ૮૦ ટકા લોકો તેમના ગામમાં કે વન-વગડામાં કાચા ઝુંપડામાં રહે છે.અનેક વિચરતા-વિમુક્ત સમુદાયો દેશમાં-અનેક એટલે લાખો-એવી જિંદગી પસાર કરી રહ્યા છે જે જાણે કે અભિશાપ હોય.! સામાજિક વ્યવસ્થાનો જ એ અત્યાચાર કે દુર્વ્યવહાર છે કે એમના ચહેરા પર મનુષ્ય હોવાનું ગુલાબી સ્મિત એકાદવાર પણ પ્રગટે એ પહેલાં જ એમનું જીવન પૂરું થઇ જાય છે. સરકારની વિવિધ કહેવા પુરતી યોજનાઓ, નીતિ,નિયમો અને કાનૂન હોવા છતાં પણ તેઓ પોતાની વ્યક્તિગત જિંદગીમાં ઉંચા આવ્યા નથી એ નક્કર હકીકત છે. આ બધા જ લાભોથી વંચિત રહી ગયેલ આ વંચિતોનો વર્ગ બહુ મોટો છે. તેમનેહજુ દેશની સર્વ સભ્યતા અને સંસ્કૃતિની વિશેષ કરુણાની જરૂર છે. આઝાદીના સાત દાયકા પછીય તેમના આંગણે આનંદનો ઉજાસ પહોંચ્યો નથી.આજે એકવીસમી સદીનો હાઇટેક યુગ ચાલી રહ્યો છે.કાળા માથાનો માનવી આજે વિજ્ઞાનના સહારે ચંદ્ર પર પહોંચ્યો છે અને મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર-ટેકનોલોજીના માધ્યમથી આજે દેશ-વિદેશની ખબરો પળવારમાં જાણી-જોઈ શકાય છે. વિજ્ઞાનના આટલા હરણફાળ યુગમાં પણ આજે આ સમુદાય હજુ ઠેર ની ઠેર અને પહેલા કરતાં પણ બદતર સ્થિતિમાં કથળેલી જિંદગી ગુજારી રહ્યો છે. ત્યારે આના પરથી સુજ્ઞજનો અને સમાજના કહેવાતા આગેવાનો એ અંદાજ લગાવવાનો છે કે જયારે સામાન્ય નાગરિકોના હાથમાં ઘટનાઓને ત્વરિત દસ્તાવેજીકરણની અને ત્વરિત પ્રસારિત કરવાની ક્ષમતા નહોતી ત્યારેતો કાળની ગહન ગર્તામાં ઢબુરાઈ ગયેલા આવા કઈ કેટલાય નિ:સહાય અને લાચાર વિચરતા-વિમુક્ત સમુદાયના લોકોએ જુગજુગની યાતનાઓ સહી હશે.વહીવટકર્તા અને દરેક સુખી-સંપન્ન સમાજના લોકોએ આ સમુદાયોની પીડા સમજવા તેમની પાસે જઈને થોડોક સમય વિતાવવો જોઈએ....ગતિશીલ ગુજરાતે પણ હવે સંવેદનશીલ ગુજરાત બની સ્વતંત્ર ભારતના આ ખુબ ગરીબ સમુદાયોને સમાજની મુખ્યધારામાં ભેળવીને એક સામાન્ય નાગરિકને મળવાપાત્ર બધા જ હક્કો સાચા અર્થમાંઆ સમુદાયોને મળી રહે તેવી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ
વિચરતી વિમુક્ત જાતી પર થય રહેલા અત્યાચારો ની એક જલક , બ્રિટિશ એક સમય મા કાળો કાનૂન લાવ્યા જયા આ વિચરતી વિમુક્ત જાતી ૧૪૦થી આજ સુધી આ કાનૂન મા જીવન જીવી રહ્યા છે બ્રિટિશ શાસને એક બિલ લાગુ કર્યું અને સાંસદ મિનિસ્ટર સ્ટીફન્ડ ને કહ્યુ કે ડૉક્ટર નો દિકરો ડૉક્ટર બને વકીલનો દીકરો વકીલ બને અને ચોરનો દીકરો ચોર છે અને જન્મથી તેમને ચોર ગુનેગાર બનાવી દેવામા આવતા આ કાળા કાનૂના લીધે કોઈ જગ્યાએ હરિફરી શકતા ન હતા પોલીસ અધિકારીઓ એકવાર સજા આપે એટલે તે કોર્ટમાં ન્યાય મેળવવા ન જય શકે એક ગામમાથી બિજા ગામ જાય ત્યારે પોલીસ સ્ટેશનમા પોતાનું નામ લખાવવાનો કાનૂન હતો અને તેમના માથાપર એક કાળાટીકા લગાડવામા આવતો જે સિક્કાને ગરમ કરીને કપાળના ભાગમા લગાડવામા આવતો એટલે તેમની પહેચાન બની જતી કે આ criminal caste ના લોકો છે આ ઘોર અન્યાય બ્રિટીશો ને કર્યો. આજ પણ આ કાનૂન છે જે ભાજપ કરી રહી છે denotified કહેવામા આવે છે. આ લોકો સ્વતંત્ર સેનાની હતા જેમને આઝાદી માટે કુરબાની આપેલી છે વિરચામૂડાજી રામોજીસમાજ ભેડસમાજ વાધરીસમાજ ઉમાજીનાયક કાત્યાભીલ સંતસેવામહારાજ વગેરે જેમને અંગ્રેજોની સામે લડાઇ લડી છે અને આ લોકો જ્યાં જાય ત્યા અંગ્રેજોની સેનાની સામે લડીને ભગાવી દેવામા આવતા તેમના કુશળ તીરથી અંગ્રેજોની સેનાના ગળા ઉડાડી દેવામાં આવતા અને તેનુ પરિણામે ઉમાજીનાયકને ફાસી આપવામાં આવી અને લડાઇ મા લડનારા જે ૩૦૦૦ લોકોને ફાસી આપવામાં આવી જેમાં ૧૭% લોકો Notified જાતીના હતાભારત સ્વતંત્રતા થયા પછી criminal tribes and ઇન્કવારી કમિતિ અહગાજીના અધ્યક્ષમા કરવામા આવી એમના રીપોર્ટના આધારે પંડિત જવાહરલાલ નેહરુએ આ જાતિને Denotified કરવામા આવ્યા અને કહ્યું કે હુ આ જાતિને આઝાદ કરીશ અને આઝાદપંચ ની જેમ આ લોકો ગમ્મે તે જગ્યાએ આવી જય શકે છે કારણ કે આ લોકો પર પાબંધી લાગી હતી અને setlment પર રખાયા હતા આ સમાજને ૧૪ફૂટ વાયરનુ ફેન્સીંગ લગાવ્યુ હતુ આજ પણ દીલ્લીમા આવા અનેક setlment જોવા મળે છે દેશના હર રાજ્યોમા જીલ્લા તાલુકા અને ગામડામા setlment જોવા મળે છે આનો મતલબ Notified caste by british government Denotified કર્યાહવે જે લોકો પોતાના પેટનુ ગુજરાન ચલાવવા માટે વ્યવસ્થા માટે ફરતા અને કલાનુ પ્રદર્શન કરતા તેમનેવિમુક્ત કહેવામા આવ્યા વિમુક્ત જાતિને ભટકતી જાતિ પણ કહેવાય છે કાકા કાલેલકર ની પહેલી કમિશનર તેના અધ્યક્ષતા કરવામા આવી જેમને Denotified nomederb જાતિને ચર્ચા કરી હતી તેમને શિફારીશ પણ કરી હતી આ જાતિના લોકોને અનુચૂચિત જાતિમા સમાવેશ કરવામાં આવે જેથી તેમનુ જીવન ઉચ્ચ થાય પણ દુખની વાત કાકા કાલેલકરની રીપોર્ટ સરકારે સ્વિકારી નહી સરકારના આ એક પરિણામે આજે કરોડો લોકોને ભોગવવુ પડ્યું આજ સુધી અને વિકાસથી આ લોકો દૂર રાખ્યા. પંડિત જવાહરલાલ નેહરુ ના આદેશ પર જ્યારે પંચવર્ષિય યોજના બને તે યોજનાની planing કરવાની તૈયારીઓ ચાલુ કરી ડોક્યુમેન્ટ બન્યા ત્યારે આ યોજનામા ફરમાન આવ્યુ બધાજ રાજ્યોને કહ્યું Denotified Notified માટે આપ કોઈ યોજના બનાવો આ લોકોના જીવન ઉચ્ચ લાવવા માટે આપ પ્રયત્ન કરો પરંતુ ધણા રાજ્યોની લિસ્ટ બનાવી પરંતુ કોઈ યોજના બની નહીં કોઈ ધ્યાન આપવામા આવ્યુ નહીલાલબહાદુર શાસ્ત્રીને વિચાર્યું કે આ લોકો ખુબ ગરીબ છે ત્યારે આ જાતિ માટે Education benefit આપવામા આવે જે ફી માફ metric પછી કોલરશીપ દેવામા આવી પરંતુ દેશના ઘણા સ્ટેટ છે જે જાણતા પણ નથી કે Government કોલરશીપ આ સમાજો માટે હતી Denotified nominated લોકો હતા તેમને પણ ખબર ન હતી તે Denotified આજે પણ ૪૦૦જાતિ છે તેમને ખબર પણ નહતી કે રેન્કે આયોગ આપણા માટે બનાવવામા આવ્યું પરંતુ આ સમાજોને જાણ પણ ન હતી પરંતુ સરકારે કોઈ માર્ગદર્શન આપ્યું નહીજ્યાં છત્રપતિ શિવાજી મહારાજ મહાત્મા મોતીબાફૂલે ભારત બંધારણીય ઘડવૈયા બાબાસાહેબ તેમના વિચારો પર કામ કરનારા મહારાષ્ટ્ર મુખ્યમંત્રી વસંતરાવ નાયક હતા તેમને આ સમાજો સામે યોજના આયોગને ધ્યાનમા રાખીને વિચરતી વિમુક્ત જાતિને ૪% અનામત આપ્યું જે શિક્ષણ મેડિકલ મા ઇજેનરીંગ અને તકનીકીશિક્ષા નોકરીમા તથા પદોવૃતીમા પણ અનામત આપ્યું તેના કારણે મહારાષ્ટ્રમા લાખો વિચરતી વિમુક્ત જાતિના લોકો નોકરી પર લાગ્યા હજારો ડૉક્ટર ઇજેનરીંગ બન્યા અને વિકાસ ની મુખ્ય ધારામા જોડાયાપરંતુ કેન્દ્રીય સરકારથી આ સમાજોને કોઈ લાભ અત્યાર સુધી મળ્યો નથી કેન્દ્ર સરકાર હજારો નોકરીઓ મહારાષ્ટ્ર સરકારે લીધી State Government લીધી રેલ્વે પોસ્ટઓફીસ શિક્ષણ વગેરે નોકરીઓ આપી પરંતુ વિચરતી વિમુક્ત જાતિનો એક પણને ઓફીસર ની વાત દૂર રહી એક પિયૂન પણ નથી બનાવ્યાતો તમામ રાજ્યોમા મહારાષ્ટ્રમા લાભ મળે તે પુરા દેશમા આપવામાં આવે મહારાષ્ટ્રમા અપનાવી નીતિ રીઝવેશન policy તમામ રાજ્યોમા આપવામાં આવવું જોઈએ તો વિકાસના મુખ્યધારા પર આ સમાજો આગળ વધી શકે........
દેવિપુજક સમાજના લોકોનો આજ દિન સુધી ખાલી ઉપયોગ જ કરવામાં આવ્યો છે ક્યાંક વોટ માટે ક્યાંક બીજા દ્વારા થયેલ અપરાધોનો ગુન્હાનો ટોપલો દેવીપુજક સમાજના કોઈક વ્યક્તિ પર ઢોળવા માટે......
ચૂંટણી આવે ત્યારે જ આ લોકોને ગરીબ સમાજ યાદ આવે છે ભારતના બંધારણ પ્રમાણે બઘા સમાજો અને વ્યક્તિઓને સમાન હક્ક આપવામાં આવે છે અને જો સમાન હક્ક ન મળે તો તેને સમાન હક્ક અને અધિકાર માગવાનો પણ ભારત ના બંધારણ ઉલ્લેખ છે તો શા માટે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી દેવિપુજકોને અધિકાર થી વચિત રાખવામાં આવ્યા ??.
- કેમ કોઇ ધારાસભ્ય કે સરકારી વહિવટમાં ભાગીદાર ન બનવામા આવ્યા?.
- સરકાર દ્વારા શિક્ષણને તો પ્રોત્સાહન આપવામાં આવે છે પણ નોકરી કે રોજગારની અેક પણ તક નથી અપાતી કેમ ?..
- જે મા-બાપ પોતાના દિકરા-દિકરીને લાખો ખર્ચ કરી ભણાવે છતાં તેના બાળકને શાકભાજી કે પાથરણા નાખીને બેસવુ પડે છે તો ભણવા માટે લાખો ખર્ચ કરે અને છેલ્લે નોકરી ન મળે તો શા માટે ભણાવે?..
- દેવિપુજક સમાજ ની જાતીને આજ લોકો """વાઘરી" કહી અેક ગાળ તરીકે ઉપયોગ કરે છે.. શા માટે ?. લોકશાહીના સ્વતંત્ર દેશમા વહીવટમા ભાગીદાર નથી અેટલે???
- બીજા બઘા સમાજોના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા સહાયો,ગ્રાન્ટો,હોસ્ટેલો,સરકારી લાભો વગેરે આપવામાં આવે છે તો શુ સરકારની ફરજ નથી કે આ નાના સમાજો ને પણ સાથે રાખે?. ખાલી વોટ માટે જ ઉપયોગ કરવાનો????
- દેવિપુજક સમાજમા અત્યાર ધર્મ પુજવાનો પણ અધિકાર છીનવવામા આવ્યો તો આ લોકશાહીમાં અમને કયો અધિકાર આપ્યો???
- ગરીબ હોવાથી સમાજ મા કોઈ ની પાસે માર્કટ તો નથી પણ ફૂટપાથ પર પાથરણા નાખી ને પોતાના પરીવારનો પેટ ભરવા ધંધો કરે તો ક્યારેક ટ્રાફિક પોલીસ દ્વારા તો ક્યારેક કોર્પોરેશન દ્વારા હપ્તા વચૂલી અથવા તો ડંડાવાળી કરી ત્યાંથી ભગાડી દેવામા આવે છે ક્યારેક વિચાર્યું કે તેમના ધરે બેઠેલા ભૂલકાઓનુ શુ થશે?!!!
- બળાત્કાર,ચોરીના ખોટા ગુના,ખૂન,મિલ્કત લૂટ વગેરે મા ન્યાય કોણ આપાવશે આ સમાજને???.....
સમ।જની તકલીફો તો ઘણી છે પણ તેને સાભળીને ન્યાય કોણ આપશે ?. આ સમાજ ન્યાયની અપેક્ષા તો ખાલી સરકાર પાસે જ રાખશે તો શું સરકાર સમાજને ન્યાય અને અધિકારોમા સહભાગી બનાવશે??
દેવીપુજક સમાજની વસ્તી ગુજરાતમાં જોઈએ તો અંદાજે ૬0 થી ૭૦ લાખની છે તો આજ દિન સુધી સમાજ ના એક પણ વ્યક્તિ ને કેમ ધારાસભ્ય,મંત્રી,મીનિસ્ટર તરીકે સરકાર મા ન લીધા??. ખાલી દેવિપુજક ના લોકોને વોટ માટે જ ઉપયોગ કરવાનો???
દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતી વષૉથી અેક જગલી જીવન જીવેછે અેટલા પછાત છે કે એક જગ્યાએ કાયમીવસવાટ નથી કરી શકતાસૌથી પછાત બિનસંગઠીત કોમ છેઆથિૅક રીતે ખુબજ નિબૅળ છે તેથી શિક્ષણ કેમ મેળવી શકેવેર વિખેર સ્થિતિ મા ભટકતી જાતી છે તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા રોજગાર મેળવવા અેક જગ્યાએ થી બીજી જગ્યાએ નીરતર ભટક્યા કરે છે તેથી વારંવાર સ્થળાતર કરવાથી સરકારી યોજના માટે લાભ લેવાના કોઇ પુરાવા બની શકતા નથી તેમજ ગામડઓમા કે શહેરમાં થોડી ધણી ઉભી થયેલી મિલકતોનુ પણ સઘ્ધર વગૅ શોષણ કરીપડાવી રહ્યા છેજન્મ મરણ રેશનકાડૅ ઓળખકાડૅ કોઈ પુરાવા નથીજેથી સરકારી યોજનાઓના લાભોથી બીલકુલ વચિત છેઆજના યુગમા બીજા વિકસીત સમાજો અમારા સમાજને સ્વિકાર કરશે જ નહી પછાતપણાનો તિરસ્કાર ભોગ બની રહ્યોછે કારણ આ સ્થિતિ થી કોમન સિવિલ કોડ જેવી વિચારધારાનો સ્વિકાર થયો જ નથીઆજના વહીવટી વ્યવસ્થા પ્રમાણે દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતિ નો માણસ વિધાનસભા સંસદસભા અને મંત્રી કે સરકાર મા હોયતો જ સમાજ ના લોકો ને સહકાર મળી શકે તેમ છે કારણ જેટલા ધારાસભ્યો કે મંત્રીઓ તેઓ પોતપોતાના સમાજને જ મહત્વ આપી રહ્યા છેરાજકીય પક્ષો સંગઠનો પણ પોતપોતાના સમાજને જ પ્રતિનિધિત્વ આપતા હોય છેઆવી પરીસ્થિતમા લોકશાહીની દરેક ચૂંટણીઓમા આ અલ્પવિકસીત પ્રજાને અનામત દ્રારા ૧૧% પ્રતિનિધિત્વ મળે તોજ વિકાસમા ભાગીદારી બની શકે તેમ છેઆજના હરીફાઈવાળા યુગમા મુડીવાદી યુગમા જુથવાદી યુગમા દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતિ સમાજ અનતકાળ સુધી આ સક્રિય સમાજો સાથે હરીફાઈ કરીને પ્રતિનિધિત્વ મેળવી શકશે જ નહી કારણ ગરીબાઇ છે પણ અનામત જરૂરી છેઅમોને obc ના ૨૭% અનામત મા ફકત શોભાના ગાઠીયા તરીકે જ રાખવામાં આવ્યા છેobc મા બીજા સધ્ધર સમાજનો સમાવેશ કરતા અમોને ક્યારેય ૨૭% નો લાભ નથી મળવાનો જેમ કે ત્રણ પ્રાણીઓ ને સહિયારો રોટલો આપવામાં આવે તો નિબળ પ્રાણી તેનો ભાગ મળવાનો જ નથીમાટે અમોને ૨૭% માથી દેવિપુજક સમાજને અલગ પાડીને જે અેસ.સી અેસ.ટી ને સવલતો અપાય છે તેવી સવલતોઅમને ૧૧% મા પ્રતિનિધિત્વ આપોભારત બંધારણીય પ્રમાણે જે લોકશાહી ઢબે ચૂંટણીઓ યોજાય છે તે સમગ્ર ચૂંટણીમાં અમને ૧૧% પ્રતિનિધિત્વ મળે શિક્ષણ અને નોકરી મા પણ અનામત ના લાભો મળે તેવુ અનામત આપોપ્રતિનિધિત્વ વિના અમારુ ખુબ શોષણ થઈ રહ્યું છે અમારી ઇજ્જત મિલકત અને જીવન ખુબજ અસલામત છે અમારુશોષણ પણ થઈ રહ્યું છેકચ્છ માથી જે અમારા સમાજના લોકોને અનુસુચિતના લાભો મળતા હતા તે લાભ બંધ કરવાથી સબધિત સમાજને ધણા વષૉથી અન્યાય થતો આવ્યો છેઆ સરકારની કુટનીતિ હવે સહન નહી કરીયે તમે અમારા મતો થી રાજ કર્યો સે પણ હવે તમે અમારા વિચરતી વિમુકત ના મતો ભૂલી જાવ પાટીઓહક નહી તો વોટ નહીન્યાય આપો નહીંતર પરિણામ ભોગવવા તૈયારી કરો.
EBC અનામત માટેના વટહુકમનો આશય જાહેરહિત નો છે: સરકારસરકારના એડવોકેટ જનરલે એવી રજૂઆત કરીહતી કે " સરકારે 10% EBC અનામત આપીને બંધારણે બાંધેલ ૪૯ ટકા મર્યાદાને ઓળંગી નથી..નાગરિકોના હિત માટે સરકારે 10 ટકા અનામતની અલાયદી જોગવાઈ કરી છે.."---ગુજરાતની વિચરતી વિમુક્તજાતિઓ અતિ-પછાત અને ખુબ ગરીબ પરિસ્થિતિમાં રઝળપાટ ભર્યું જીવન જીવે છે તે સત્ય હકીકત અને આ જાતિઓની પ્રતિકૂળ પરિસ્થિતિથી આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, હાલની ગુજરાત સરકાર અને દરેક સમાજના લોકો બહુ સારી રીતે વાકેફ છે...ગુજરાતનીઆ વિચરતી-વિમુક્ત જાતિઓ એ આજ-દિન સુધી કેન્દ્રસરકાર કે ગુજરાત-સરકાર પાસે ભૂતકાળ માં કેહાલમાં કોઈ ખાસ માંગણી કરી નથી કે કઇક મેળવવા માટે સરકાર સામે રજૂઆત કે માંગણી કરી નથી...સમાજ જીવનનો એક ભાગ હોવા છતાં પણ મહદઅંશે અભણ,લાચાર અને નિ:સહાય એવી ગુજરાતની આ વિચરતી-વિમુક્ત જાતિઓઘણું બધું મૂંગામોઢે સહન કરતી હતી અનેસહન કરી રહી છે.હાલની પરિસ્થિતિને જોતાએવું લાગી રહ્યું છે કે " બળિયા ના બે ભાગ " જેવો ઘાટ સર્જાયો છે. સરકાર દ્વારા આ વિચરતી-વિમુક્ત જાતિઓ પ્રત્યે ઓરમાયું વર્તન કરાઈ રહ્યું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આજે દરેક સમાજના સુખી સંપન્ન લોકો અને સરકાર આ જાતિઓ પ્રત્યે ઉપેક્ષા સેવતી હોય એવુંઅનુભવાય છે ત્યારે એક વાત ચોક્કસ કહેવાનું મન થાય કે દરેક સમાજના સુખી લોકો ને અને સરકારને જો આવિચરતી-વિમુક્ત જાતિઓ પ્રત્યે નૈતિકતાના ધોરણે જરા પણ માનવતાની લાગણી હોય તો આ જાતિઓ માટે કઈક કરે અને એમને મળતા લાભો અને કેન્દ્ર સરકારના રેણકે કમિશને માંગણી કરેલ હક્કો ઉપલબ્ધ કરાવે.રેણકે કમિશને સરકારને કરેલી રજૂઆત અહીં આપેલ વેબલીંક પર જઈ ને જોઈ શકો છો Gist of Recommendations of the Renke Commission
ગુજરાતની આ વિચરતી-વિમુક્ત જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષમાટે કેન્દ્ર સરકારના રેણકે કમીશન "રાષ્ટ્રીય વિમુક્ત,વિચરતી અને અર્ધ-વિચરતી જનજાતિ આયોગ" દ્વારા ઘણા સમયથી આ વિચરતી અને વિમુક્ત જાતિઓને 10% અનામતઆપવાની ભલામણો કેન્દ્રસરકાર અને રાજ્યસરકારને (છેકદોઢવર્ષ પહેલા ફેબ્રુઆરી ૨૦૧૫માં ) કરવામાંઆવીછે.ત્યારે ગુજરાતસરકારે જેવીરીતે બંધારણે બાંધેલ ૪૯ ટકા મર્યાદાને ઓળંગ્યા વગર ૫૧% બિનઅનામત માંથી જે રીતે 10% EBC અનામતની જે અલાયદી જોગવાઈ કરી છે તેવીજ રીતે ગુજરાતની વિચરતી વિમુક્ત જાતિઓ માટે પણ 10% અનામતની અલાયદી જોગવાઈ કરવી જોઈએ.સરકાર વિચરતી-વિમુક્ત જાતિઓને જો અલગથી 10% અનામત ના આપી શકતી હોય તો સરકારે EBC અનામતની જેમ કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ " રેણકે કમીશન " ની વર્ષોથી કરેલી રજુઆતોના આધારેગુજરાતની વિચરતી વિમુક્ત જાતિઓ માટે 10% અલાયદી અનામતની જોગવાઈ કરવી જોઈએ.જેથી ગુજરાતની આ વિચરતી અને વિમુક્ત જાતિઓ ખરા અર્થ માં સર્વાંગી વિકાસને પામે...!-
: ☞તાજેતરમાં જ ગુજરાત સરકારે (વટહુકમથી ૧૦ % અનામત નો EBC કવોટા બનાવી અને આ ક્વોટાનું અમલીકરણ તાત્કાલીક ધોરણે કરી EBC સર્ટિફિકેટ ના આધારે ,૬ લાખની આવક મર્યાદામાં) જનરલ કેટેગરી માટે એડમીશન અને સરકારી નોકરીઓમાં ૧૦ % અનામત નો લાભ તાત્કાલીક ધોરણે આપવાનું ચાલુ કરેલ છે જે સવર્ણ-સમાજના ગરીબ મધ્યમવર્ગના લોકો માટે ખુબ સારી વાત છે... સવર્ણ-સમાજમાં જે ગરીબ-મધ્યમવર્ગના લોકો છે તેમનું આર્થિક/શૈક્ષણિક ઉત્થાન થાય તેવા શુભ આશયથીને સવર્ણ-સમાજને અનામત આપવાના ગુજરાત સરકારના આ અડગ નિર્ણયને સવર્ણ-સમાજ અને સવર્ણ-સમાજ સિવાયના દરેક સમાજના લોકો એ પણ ખુબ આવકાર્યો છે. આવનારા ભવિષ્યમાં ગતિશીલ ગુજરાત સરકારનું અનામત આપવાનું આ ખુબ હકારાત્મક પગલું ગતિશીલ ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરશે.ગુજરાતમાં આજે સવર્ણ વર્ગ તથા સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ના લોકો ભાઈચારા અને સામાજિક સમરસતાથી હળીમળીને રહે છે . ગતિશીલ ગુજરાતની આ સફળ સરકારે ઉપરોક્ત જણાવેલ સવર્ણ વર્ગ સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ વર્ગોના લોકો માટે સામાજિક, શૈક્ષણિક,આર્થિકઅને સાંસ્કૃતિક ઉત્કર્ષ માટે માટે ભારતના બંધારણમાં અનામત આપવા માટે કરેલ જોગવાઈઓ તથાકેન્દ્ર સરકાર દ્વારા અનામત માટે કરાયેલ જોગવાઈ/સુધારાઓ અને રાજ્ય સરકાર દ્વારા પણ અનામત આપવા અંગેની પોતે કરેલી જોગવાઈ લાગુ કરેલ છે જેઉપરોક્ત દરેક સમાજો/વર્ગોના લોકો માટે ખુબ સારી વાત છે..આપણા ગતિશીલ ગુજરાતમાં અમુક એવા લોકો પણ છે જે આર્થિક , સામાજિક અને શૈક્ષણિક રીતે ખુબ પછાત હોવા છતાં પણ મૂંગા-અબોલ ગરીબ પશુની જેમ પોતાનું જીવન/ગુજરાન ચલાવવા માટે વિચરતું-ભટકતું યાતનાભર્યું નર્કાગાર જેવું જીવન જીવી રહ્યા છે. આપણા મહાન ભારત દેશની આઝાદી પહેલા બ્રિટીશરોએ અને આઝાદી મળ્યા બાદ ભૂતકાળ અને વર્તમાનની કેન્દ્ર સરકારો તથા ભૂતકાળ-વર્તમાનની રાજ્ય સરકારોએ આવું ભટકતું –વિચરતું જીવન જીવતા લોકોના સમુદાયોને “ વિચરતી-વિમુક્ત જાતિ “ તરીકે જાહેર કરેલ.ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા “ વિચરતી –વિમુક્ત જાતિઓ “ નો આર્થિક , શૈક્ષણિક ,સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ થાય એવા શુભ આશયથી “ રાષ્ટ્રીય વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી જનજાતિ આયોગ “ ની રચના માનનીય શ્રી બાલકૃષ્ણ રેણકે સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. આ આયોગ દ્વારા અમુક સમયાંતરે દેશના દરેક રાજ્યોમાં રહેલી વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી વિકાસ/વર્તમાન પરિસ્થિતિ અંગેનો સર્વે કરવામાં આવે છે. આવો જ એક સર્વે ૨૦૦૮ માં કેન્દ્ર સરકારમાં સત્તામાં રહેલી UPA સરકારના શાસનકાળ દરમિયાન આ આયોગ દ્વારા શ્રી બાલકૃષ્ણ રેણકેજી ના અધ્યક્ષપદે કરવામાં આવ્યો અને આ સર્વે માં માલુમ પડ્યું કે ગુજરાત અને દેશની વિચરતી –વિમુક્ત જાતિઓની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક પરિસ્થિતિ પહેલાની પરિસ્થિતિ કરતા પણ ખુબ વિકટ અને કથળતી જાય છે. સર્વે બાદ આ “ રેણકે કમીશન “ દ્વારા જે-તે સમયનીકેન્દ્ર સરકારને વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી વિકાસ માટે કેટલી પાયાની જરૂરીયાતોની ભલામણ/માંગણી કરવામાં આવી જેમાં આ “ રેણકે કમીશન “ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહારપાડવામાં/જાહેર કરવામાં આવતી સરકારી નોકરીઓમાં આ વિચરતી –વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ/ઉમેદવારો માટે ૧૦ % અલગથી અનામત આપવા માટે સરકારશ્રીને ભલામણો /માંગણીઓ કરવામાં આવી. (As per Gist of recommendation of renke comission)“ રેણકે કમીશન “ દ્વારા કેન્દ્ર સરકારને કરાયેલી ભલામણોમાં દર્શાવાયું છે કે આ વિચરતી –વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ/ઉમેદવારો ને ૧૦ % અનામત આપવાથી બંધારણની જોગવાઈ મુજબ ૫૦ % કરતા અનામત વધી જતી હોય તો પણ કોઈ પણ રીતે આ વિચરતી –વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ/ઉમેદવારોનેસરકારી નોકરીઓમાં ૧૦ % અનામત આપવી.વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી ઉત્થાન માટેનું કેન્દ્ર સરકાર લેવલે અલગ કમીશન હોવા છતાં અને આવિચરતી –વિમુક્ત જાતિઓની પરિસ્થિતિ અંગેનો સર્વે/રીપોર્ટ કેન્દ્ર સરકારના આ કમીશન દ્વારા જ કેન્દ્ર સરકારને રજુ કરાયેલ અને આ વિચરતી –વિમુક્ત જાતિઓને સરકારી નોકરીઓમાં ૧૦ % અનામત આપવાની ભલામણો/માંગણીઓ પણ કેન્દ્ર સરકાર ના આ કમીશન દ્વારા જ કરવામાં આવેલ પણ સમયાંતરે આ માંગણીઓ માટે જે-તે સમય ની સરકારો એ નહીવત/શૂન્ય પગલા લીધેલ.તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સવર્ણ સમાજ ને ૧૦ % અનામત આપવામાં આવી છે જે ખુબ સારી વાત છેત્યારે આપણે આશા રાખીએ કે ગતિશીલ ગુજરાત ની આ સફળ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની આ વિચરતી અને વિમુક્ત જાતિઓને પણ રેણકે કમીશન ના પાકા સર્વે અને રેણકે કમીશન ની ભલામણો/માંગણીઓ/રજુઆતો ને આધારે ૧૦% અનામત આપવામાં આવે તથા વિચરતી –વિમુક્ત જાતિઓ માટે રેણકે કમિશને કરેલી બધી જ ભલામણો/ રજુઆતોને સરકારશ્રી દ્વારા ધ્યાનમાં લઇ ને તેને ઝડપથી લાગુ કરવમાં આવે.....બસ એ જ આશા એ......!નોંધ: વિચરતી –વિમુક્ત જાતિઓ ના કેન્દ્ર સરકારના જ કમીશન ના સર્વે તથા આ જાતિઓની પ્રતિકૂળ પરિસ્થિતિ ને ધ્યાને લઇ ને કેન્દ્ર સરકારના જ કમીશને ૧૦ % અનામત આપવાની ભલામણ કરેલ છે.-
#Anil_Shekhaliya
. 9714017874
No comments:
Post a Comment