Showing posts with label Corona. Show all posts
Showing posts with label Corona. Show all posts

April 20, 2020

તમને શું લાગે છે? કોરોના રાહત ફંડમાં કૌભાંડ થશે?

By Vijay Makwana  || 30 March 2020

Contributions to PM CARES Fund qualify as CSR expenditure, but not ...
ડિઝાસ્ટર મેનજમેન્ટ એકટ -૨૦૦૫ ની કલમ 50, 60, અને કલમ 70 થી 76 વાંચી જાઓ! તે મુજબ કુદરતી આપદા માં સરકાર જે કોઈ પણ કદમ ઉઠાવે તેને કોઈ લોકલ ઓથોરિટીમાં લોકો ચેલેન્જ ન કરી શકે. માત્ર હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ જ તેને વાજબી અથવા ગેરવાજબી કહી શકે. એટલે કોઈ પણ પદાધિકારી સામે તમારે ગેરરીતિની ફરિયાદ કરવી હોય તો દરવાજા તમારે ઉચ્ચ ન્યાયાલય ના ખખડાવવાના ! આપદના સમય વખતે સરકાર દ્વારા જે રાહત ફંડ આપવામાં આવે છે તે ફંડ નું ઓડિટ પણ કોઈ સંસ્થા નથી કરી શકતી. રાજ્ય ઓથોરિટી જે ફંડ વાપરે તેનો રિપોર્ટ વિધાન સભામાં તથા લોકસભા માં વાર્ષિક રિપોર્ટ તરીકે રજૂ કરી શકે છે. અને એ વખતે કેન્દ્ર ની કે રાજ્યની સરકાર ને એમ લાગે કે રાજ્યો એ તે ભંડોળ નો દુરુપયોગ કર્યો છે તો જે તે રાજ્યની ડિઝાસ્ટર ઓથોરિટી નો કેન્દ્ર સરકારના આદેશથી અહેવાલ માંગવામાં આવશે. હવે રાજ્ય ઓથોરિટી ના વડા મુખ્યમંત્રી હોય છે! તેમને પોતાના તાબા માં રહેલ ઓથોરિટી નો અહેવાલ મોકલવાનો છે. કેન્દ્રમાં ડિઝાસ્ટર મેનજમેન્ટ ઓથોરિટી ના મુખિયા માત્ર વડાપ્રધાન રહેશે! જેમના હાથમાં તમામ સત્તા રહેશે..

કલમ 50 વાંચો તો એમાં સ્પષ્ટ લખ્યું છે. ઓથોરિટી જે રાહત કામ માટે જે ખરીદી કરે તેના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવાની. ઓથોરિટી ને ઉચ્ચક ખર્ચના બિલ કે રજીસ્ટર સાચવવાથી મુક્તિ અપાઈ છે. તે એટલા માટે કે આપદા માં વિના સંકોચ આવશ્યક ચીજ વસ્તુઓ ઓથોરિટી તત્કાળ ખરીદી શકે.

હવે જોઈએ કોરોના રાહત ફંડના 1 લાખ 70 હજાર કરોડ કયા રાજ્યો કેવી રીતે વાપરે છે. અને કયા રાજ્યોના અહેવાલો ની ટીકા થાય છે. હજી સુધી લોકસભામાં આપદા વ્યવસ્થાપન અહેવાલ બાબતે પક્ષ કે વિપક્ષે બહુ વિરોધ કર્યો હોય તેવું બન્યું નથી. આ વખતે મોટી રકમ છે પણ નરેન્દ્ર મોદી સાહેબ મુખ્ય કર્તા હર્તા હોય તો મને ક્યાં કોઈ ચિંતા છે..?? પણ તમે જ ફરિયાદ કરશો સરકારે કોરોના કૌભાંડ કર્યું. તમારે ફરિયાદ કરવી છે પણ તમે ઉચ્ચ ન્યાયાલય સિવાય ફરિયાદ નહિ કરી શકો. કેમ કે, તમારે કોર્ટમાં ફરિયાદ કરતા પહેલા રાજ્ય સરકાર ની મંજુરી લેવી પડશે. તે મંજૂરી ન આપે તો તમારે 30 દિવસમાં કાનૂની નોટિસ આપવી પડશે. એ નોટિસ નો જવાબ ના મળે તો 15 દિવસની મુદતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરવાની. ઉચ્ચ ન્યાયાલય તમારી ફરિયાદ લેવી કે ના લેવી તેનો નિર્ણય લેવા બે માસ ની હિયરિંગ તારીખ નાખશે. આવું કલમ 60 માં જણાવેલ છે.

કોઈ ઓડિટ નહિ. કોઈ ઓડિટર નહિ. કોઈ ફરિયાદ લેનાર નહિ. સાંભળનાર નહિ.. અને 1 લાખ 70 હજાર કરોડ.. સરકારી બાબુઓ અને નેતાઓ ના હાથમાં! તમને શું લાગે છે? કૌભાંડ થશે?

એક પદયાત્રા, ત્રણ તસવીર

By Raju Solanki  || 12 April 2020


આજે મારા એક કઝિનનું મૃત્યુ થયું. સવારે દસ કલાકે એની અંતિમક્રિયા દૂધેશ્વર સ્મશાગૃહમાં થઈ. કઝિન કોટના વિસ્તાર રહેતા. ત્યાંથી સ્વજનો શબવાહિનીમાં એમના મૃતદેહને લઇને નીકળ્યા. મારી પાસે વાહન નથી. એટલે હું ઘરેથી ચાલતો ચાલતો દૂધેશ્વર જવા નીકળ્યો. 5 કિમી. જવાના. 5 કિમી. આવવાના.

10 કિમીની આ પદયાત્રામાં મેં મારા મોબાઇલથી ત્રણ ફોટા પાડ્યા. પહેલો ફોટો દૂધેશ્વર વોટર વર્ક્સ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સઘન કચરાનો નિકાલ કરતા વાહનનો છે. બે સફાઈદૂત નગ્ન હાથે કચરો ભરેલી લારીમાંથી ડબ્બા ઉપાડી ઉપાડીને વાહનમાં ઠાલવતા હતા. મેં એમને પૂછ્યું, તમને ગ્લોવ્ઝ નથી આપ્યા?. પોતાની કામગીરીમાં મસ્ત એ લોકોએ મારા સવાલનો તુરંત જવાબ ના આપ્યો. હું ઉભો રહ્યો. પંદર સેકન્ડ પછી એકે કહ્યું કે ગ્લોવ્ઝ આપ્યા છે, પરંતુ એનાથી પક્કડ રહેતી નથી. કામ કરતા ફાવતું નથી. મેં કહ્યું એક ફોટો પાડું તમારો. એમને ફોટો પડાવવામાં રસ જ નહોતો. ફોટામાં આ જે માણસ ઝીલાયો છે, એનો સાથીદાર તો હું ક્લિક કરું એ પહેલા ફ્રેમની બહાર નીકળી ગયો.

આ કેવા માણસો છે. અહીં કોરોના-યુગમાં લોકો ઘરમાં બેસીને ગિટાર વગાડે, ડાન્સ કરે, પત્તા રમે, ગીત ગાય, અંતાક્ષરીઓ રમે, એના ફોટા પાડે, વીડીયો બનાવે, સોશીયલ મીડીયામા મૂકે અને ટીવી ચેનલો પર સ્ટે હોમ, સ્ટે હેપ્પીના સંદેશ સાથે દર્શાવાય અને અહીં આ સફાઈ કામદારોને ફોટા પડાવવામાં સહેજે રસ નથી.

બીજો ફોટો દૂધેશ્વર સ્મશાનમાં મૂકાયેલી #દધિચિ ઋષિની પ્રતિમાનો છે. આ પ્રતિમા અગાઉ સ્મશાનમાં નહોતી. પ્રતિમાની નીચે #દધિચિ ઋષિની કપોળ કલ્પિત કહાની છે. વૃત્રાસુરે દેવલોક પર આક્રમણ કર્યું. ઇન્દ્ર ભાગી ગયો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયો. એમણે કહ્યું કે અમારી પાસે કોઈ શક્તિ નથી, પંરંતુ દધિચિ ઋષિ પાસે જા. એના હાડકા તપસ્યા કરીને કઠોર થઈ ગયા છે. ઇન્દ્ર દધિચિ પાસે ગયો. એના હાડકા માંગ્યા. એમાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો નાશ કર્યો.

કહેવાય છે કે દધિચિએ માનવજાતિનું કલ્યાણ કર્યું. મને કાયમ એ સવાલ થાય છે કે દધિચિએ તો ટ્રમ્પ જેવા લબાડ, નાલાયક, ઐયાસ, હરામી ઇન્દ્રની ગાદી બચાવવા માટે એના હાડકા આપેલા. આમાં માનવજાતિનું કલ્યાણ ક્યાંથી આવ્યું?. હજારો હિન્દુઓ આવી વાર્તા સ્મશાનમાં વાંચે છે. મનુવાદની આ બૂનિયાદ છે.

ત્રીજી તસવીર શાહીબાગની પોલિસ કમિશનરની કચેરીની સામે ફુટપાથ પર બેઠેલી વૃદ્ધાની છે. એને ભારતમાતા જ કહોને. કોરોનાના કપરા કાળમાં આ ઘરવિહોણી મહિલા શહેરના પોલિસ કમિશનરની કચેરીની સામે જ બેસી રહે છે. જોડે એના મોંઘેરા અસબાબ જેવી પ્લાસ્ટિકની થેલીઓ છે. એને કોરોનાની લગીરે બીક નથી. આ તસવીર વિસ્થાપિત ભારતની છે.

ત્રણ તસવીરો. બે તસવીરો જીવાતા જીવનની છે. એક તસવીર દંતકથાની છે.. ત્રણેય તસવીરોને જોડનારો એક તંતુ છે. ભારત દધિચિની કપોળ કાલ્પનિક કહાનીમાં રાચતું રહેશે ત્યાં સુધી એના સફાઈદૂતોને, એના વિસ્થાપિતોને ન્યાય નહીં મળે.

બહુ દિવસે આવી પદયાત્રા કરી. ઘરે આવ્યો ત્યારે થાકી ગયો. પરંતુ ત્રણ તસવીરોની આ કથા લખવાથી મારો થાક ઉતરી ગયો.

- રાજુ સોલંકી

કોરોના-યુગની કઠણાઈ

By Raju Solanki  || 12 April 2020


India ranks below Pakistan, Lanka in Global Hunger Index, report ...
સરસપુર, પોલિસ ચોકીની બાજુમાં આવેલા કડીયાવાડમાં રહેતા રાજુ ભાવસાર રમકડાં, ફુગ્ગા વેચીને ગુજારો કરતા હતા. લોકડાઉનમાં એ પણ બંધ થઈ ગયું. 65 વર્ષના રાજુભાઈ એકલા જ રહે છે. પરીવારમાં બીજું કોઈ નથી. થોડાક દિવસો પહેલાં કડીયાવાડમાં પોલિસ સરવે કરવા આવેલી. રાજુભાઈ છેક અંદરના ભાગમાં કહે છે. કોઇએ એમનું નામ આપેલું નહીં. એટલે ફુડ પેકેટ પણ મળ્યા નહીં. હવે શું કરવું કોર્પોરેશનના અધિકારીઓ ફોન ઉઠાવતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.

એસજી હાઇવે પર ગ્રાન્ડ ભગવતીની સામે આવેલી ધી ગ્રાન્ડ ઇડન હોટલના માલિક જયસુખ ભટ્ટ જણાવે છે કે એમણે છ છોકરાઓને એમની હોટલમાં આશરો આપ્યો છે. છેક કોલકાતા છે. અહીં મજુરી કરતા હતા. લોકડાઉનના કારણે વતનમાં પાછા ફરી શક્યા નથી.

વસ્ત્રાલ-ઓઢવવની વચ્ચે, પાંજરાપોળની પાછળ, તનમન ભાજીપાંઉની સામે ઔડાના ચાર માળીયા નામે સત્યમ આવાસ છે. અહીં અંદાજે 2000ની વસતી છે. છૂટક મજુરી કરતા આ લોકો હાલ ભૂખે મરે છે.

મધુરમ ફ્લોરા, ચાંદખેડાથી રમેશ પરમાર જણાવે છે કે, એમના ત્યાં બાંધકામની વિવિધ સાઇટો પર કામ કરતા 60 મજુરો તકલીફમાં છે. વારાણસી, બલીયા બાજુના આ મજુરો લોકડાઉનના કારણે ચાંદખેડામાં ફસાઈ ગયા છે અને હવે તેમને ખાવાના ફાંફા છે. રમેશભાઈ પોતે સીઝનલ ધંધો કરતા હતા. કાગળની થેલીઓ બનાવીને દુકાને દુકાને ફરીને વેચતા હતા. એમનો ધંધો પણ હવે બંધ થઈ ગયો છે.

ન્યૂ રાણીપ શિવદર્શન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા રોબર્ટ ક્રિશ્ચિયન સિક્યોરિટીમાં નોકરી કરતા હતા. હાલ બેકાર થઈ ગયા છે. એમને શ્વાસની તકલીફ છે અને ઉપરથી હવે ખાવાના ફાંફા છે.

ઓમનગર, ફાટકની જોડે, ક્વાટર્સની બાજુમાં ખાડાવાળી ચાલીમાંથી વિનોદ પરમાર જણાવે છે કે, અહીં છાપરામાં 75 પરીવારો વસે છે. તેઓ નરોડા ફ્રુટ માર્કેટમાં મજુરી કરતા હતા. હાલ માર્કેટ બંધ છે. તેઓ સૌરાષ્ટ્ર બાજુના છે. વિસ્તારના ધારાસભ્ય વલ્લભ કાકડીયાને ફોન કરતા તેમણે તેમના વોર્ડ પ્રમુખ ભાવિન જોડે વાત કરવા જણાવેલું. પણ કશું થયું નથી.

શાહપુર, મહેંદીકુવા, કાઝીમિયાંની ચાલીમાં વીસ પરીવારો ભાડાના મકાનોમાં રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હતા. હાલ તકલીફમાં છે, એમ જગદીશભાઈ તુલસીભાઈ બોડાણા જણાવે છે.

- રાજુ સોલંકી

April 19, 2020

કોરોનાનો પડકાર

By Raju Solanki  || 17 April 2020



કોરોના વાયરસનું ઉત્પત્તિસ્થાન ચીન છે. અંગ્રેજીમાં તેને ગ્રાઉન્ડ ઝીરો કહે છે. ચીની વૈજ્ઞાનિકોએ વુહાનમાં કોરોના વાયરસનો ચેપી રોગચાળો ફાટી નીકળ્યો પછી જેને સૌથી પ્રથમ કોરોનાનો ચેપ લાગેલો એ વ્યક્તિને શોધી કાઢેલી. આવી વ્યક્તિને પેશન્ટ ઝીરો કહે છે. આવી વ્યક્તિ કે વ્યક્તિઓના શરીરમાંથી મળેલા કોરોના વાયરસના ડીએનએનું વિશ્લેષણ કરતાં ચીની વૈજ્ઞાનિકોને તેમાં ચામાચીડીયા અને પેંગોલિનના ડીએનએ મળી આવેલા. પેંગોલિન નષ્ટ થતું પ્રાણી છે. વિનાશના આરે ઉભેલી દુર્લભ પ્રજાતિ છે. પેંગોલિન અને ચામાચીડીયાનો આહાર કરતા લોકોને આ વાયરસનો ચેપ લાગેલો. ચીની સરકારે હાલ પેંગોલિન અને ચામાચીડીયાના આહાર પર પ્રતિબંધ મુકી દીધો છે.

ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની જીનોમ સીક્વન્સ શોધી કાઢી છે અને તેઓ તેની વેક્સિન બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વને આની ખબર છે. ગઈ કાલે ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ચૈતન્ય જોષીએ જણાવ્યું કે તેમની ટીમે કોરોના વાયરસના ત્રણ નવા સ્વરુપો (મ્યુટેશન) શોધી કાઢ્યા છે. છ સ્વરુપોની તો દુનિયાને જાણ હતી જ. જો આ સંશોધનનો અહેવાલ સાચો હોય તો એ અત્યંત ગંભીર બાબત છે. આનો અર્થ એવો થયો કે કોરોના વાયરસ ભારતમાં અને ગુજરાતમાં નવા સ્વરુપે આવ્યો છે. ચીફ મિનિસ્ટર ઓફિસ આ સમાચારની જાહેરાત કરતા જાણે આ કોઈ મોટી સિદ્ધિ હોય તેમ ફૂલીને ફાળકો થઈ ગઈ. પણ આમાં ફુલાવા જેવું કંઈ જ નથી. માનવજાતિ કદાચ એના ઇતિહાસમાં પહેલીવાર એક એવા ભયંકર રોગ સામે લડી રહી છે, જેનો અંદાજ માનવ જાતિને પોતાને નથી.

#રાજુસોલંકી

કોરોના અંગે ગંભીરતા કેળવવા માટે આટલુ જરૂરથી વાંચો

By Manish Bhartiy  || 28 March 2020



વગર ચેતવણીએ આવ્યો અને ફેલાઈ ગયો નોવેલ કોરોના-19.
8 ડિસેમ્બર 2019ના દિવસે પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાં જોવામાં આવ્યો જે ટિપિકલ ન્યુમોનિયા જેવો લાગ્યો ડોકટરોને શરદી,ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં પડતી તકલીફો સાથે આવેલ 71 વર્ષીય પેશન્ટ એડમીટ કરવામાં આવ્યો પરંતુ એક્સરે અને બીજા રિપોર્ટના આધારે સાર્સ કોરોના(2003) હોવાનું સમજી તબીબી સારવાર શરૂ કરવામાં આવી.
સાર્સ વાયરસ 2003માં જોવામાં આવ્યો હતો જેમાં 8 થી 10 હજાર લોકો સક્રમિત્ત થયા હતા અને 774 લોકોનો ભોગ લીધો હતો અને તેના ઉપર કન્ટ્રોલ મેળવતા 10 મહિના લાગ્યા હતા. પરંતુ ચીની મેડિકલ સાયન્સ દ્વારા પરીક્ષણ કરતા જાણવા મળ્યું કે વુહનમાં જોવા મળેલ વાયરસ સાર્સ વાયરસ સાથે 76% જિનેટિકલ સમાનતા ધરાવે છે પરંતુ આ વાયરસ સાર્સ નથી સાર્સ કરતા ઓછો જીવલેણ છે પરંતુ સંક્રમણમાં ઝડપી છે અને જે પેશન્ટ સક્રમીત થયેલ છે તેના લક્ષણ વુહન શહેરના અલગ અલગ વન્ય જીવોના મટન માર્કેટમાં વેપાર કરતા બે વેપારીની બીમારી સાથે મળતા આવે છે તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રથમ પેશન્ટ અવારનવાર મટન માર્કેટની મુલાકાત કરતા હતા ત્યા સુધીમાં ચાઈના મેડિકલ સાયન્સ જાણી ચૂક્યું હતું કે ઉટ અને ચામાચીડિયામાં જોવા મળતો વાયરસ કોરોના વાયરસ છે કેમકે સાર્સ સંક્રમિત પેશન્ટ સઁક્રમણના 7 દિવસ પછી તેનો ફેલાવો કરતો હતો અને સંપર્કમાં આવવાથી કે વાત કરવાથી ફેલાતો નહોતો જ્યારે કોવિડ-19 સઁક્રમણ થવાની સાથે જ પેશન્ટ દ્વારા ફેલાવવાનું શરૂ થઈ જતો હતો સંપર્ક અને વાત કરવા દરમિયાન પણ ફેલાઈ રહ્યો હતો.


  • 31 ડિસેમ્બર 2019ના દિવસે ચીન દ્વારા WHO ને આ વાયરસની જાણકારી આપવામાં આવી.
  • 12 જાન્યુઆરીએ ચીન દ્વારા કોરોના કોવિડ-19 નામ આપવામાં આવ્યું.
  • 20 જાન્યુઆરીએ ચીની હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા ખુલાસો થયો કે માણસથી માણસમાં ફેલાતો વાયરસ રોકવા વુહાન શહેરનો દુનિયાથી સંપર્ક કાપવામાં આવે.
  • WHO દ્વારા 29 જાન્યુઆરીએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી ત્યાં સુધી કોરોના 20 દેશોમાં પ્રસરી ચુક્યો હતો અને ત્યારે દુનિયાના બધા દેશોના નાગરિકો ચીનમાંથી પરત બોલાવવા માટે કામે લાગી ગયા.

ચાઈના ન્યુ યરના કારણે ડોક્ટર અને હોસ્પિટલમાં ઘણો બધો સ્ટાફ રજા ઉપર ઉતરેલો હોવાથી કોરોનાનો ફેલાવો ઘણો થઈ ગયેલો એટલે વુહનમાં તાત્કાલિક બધાજ હોસ્પિટલ સ્ટાફની રજા નામંજુર કરી પરત બોલાવવામાં આવ્યા અને કન્સ્ટ્રક્શન વર્કરોને ત્રણ ગણી હાજરી આપી બે હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.
મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી નાગરિકો સુધી કોરોના વિષે જાણકારી પહોંચાડવામાં આવવા લાગી ડોકટર રજા ઉપર હોય કે હોસ્પિટલમાંથી છૂટીને ઘરે પહોંચ્યા હોય નાગરિકોના સવાલોના જવાબો મોડી રાત સુધી ઓનલાઈન ચેટ દ્વારા આપવામાં કામે લાગી ગયા તેનાથી નાગરિકોને ઘરે બેઠા જાણકારી પ્રાપ્ત થવા લાગી કે પોતે કોરોના ગ્રસ્ત છે કે નહીં. જેથી નવી બનેલી કોરોના હોસ્પિટલમાં પેશન્ટ એજ આવતા જેઓને કોરોનાના લક્ષણો હતા.
સાર્સ (2003) વાયરસે હોંગકોંગ અને સિંગાપોરમાં કહેર વર્તવ્યો હતો જેના કારણે ચીની નાગરિકોને વાયરસ સામે કઈ રીતે લડવું તેનો અંદાજો હતો ગભરાયા વગર સ્કૂલ બંધ કરવી કામકાજ બંધ કરવા જેવા નિર્ણય લેવામાં તેઓએ પીછેહટ ન કરી. તેઓ છેલ્લા 16 વરસથી ત્યાંના નાગરિકો માટે સમયે સમયે ટ્રેનિંગ પણ આયોજિત કરી રહ્યા હતા વાયરસ સામે શુ કરવું, કઈ રીતે આયોજન કરવું બધા જ જવાબો ચીની નાગરિકો પાસે હતા તેઓ પહેલેથી તૈયાર હતા. તેમને તરત અંદાજો આવી ગયો હતો કે આ મહામારીમાંથી નીકળવા નાના હોસ્પિટલ કામ નહીં કરે એટલે તાત્કાલિક બે મોટી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવાયો જે ફક્ત બે અઠવાડિયામાં જ નિર્માણ કરવામાં આવી.
ચીનમાં ફેલાયેલ સાર્સ વાયરસની જાણકારી મેળવવામાં દુનિયાને 4 મહિના લાગ્યા હતા ત્યારે પણ ચીન ઉપર જાણકારી છુપાવવાના આરોપ લાગ્યા હતા અને અત્યારે પણ આરોપ લાગી રહ્યા છે.  કેમકે ચીને કોરોના કોવિડ-19ની માહિતી દુનિયાને 1 મહિના પછી આપી હતી હવે જોવાનું એ રહે છે કે દુનિયા કોરોનામાંથી બહાર આવી શું નિર્ણય લે છે?

અત્યારે આપણે પડીશું, ફરી ઉભા થઈશું આ દરમિયાન કેટલાક યોદ્ધાઓ(ડોક્ટર) ,સંબંધી અને નજીકના સગાઓ ખોઈશું પણ દુનિયા આ ખોયેલા લોકોને યાદ કરીને કઈક શીખશે જરુર. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવા પ્રયત્નો કરીશું સાથે સાથે આપણે આભારી રહીશું ડોકટર,પોલીસ, સફાઈ કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફના જેમના પ્રયત્નો થકી આપણે કોરોના મુક્ત થઈશું.

- મનીષ ભારતીય

March 30, 2020

ઑફિશ્યલ આંકડા જેના માટે લોકડાઉન ની કોઈ વ્યવસ્થા નથી

By Vijay Makwana  || 28 March 2020


તમને ડર નથી લાગતો તેવા આંકડા.. આ આંકડા ઑફિશ્યલ છે.

દુનિયામાં માત્ર ભૂખ ના કારણે રોજ 9000 લોકો મૃત્યુ પામે છે.

દુનિયામાં અશુદ્ધ પાણી પીવાથી થતાં રોગોના કારણે ચાલુ વર્ષમાં 2,00,000 લોકો મૃત્યુ પામ્યા.

દુનિયામાં સિઝનલ ફ્લૂ ના કારણે ચાલુ વર્ષમાં 110000 લોકોના મૃત્યુ થયા.

દુનિયામાં ચાલુ વર્ષ દરમિયાન પ્રસૂતિ માં 73000 મતાઓનું મૃત્યુ થયું.

દુનિયામાં ચાલુ વર્ષ માં જ 18,00000 કુપોષિત બાળકો પોતાના જીવનના 5 વર્ષ પૂરા ન કરી શક્યા..

દુનિયામાં ચાલુ વર્ષમાં 4,00000 લોકો માત્ર એઇડ્સ થી મૃત્યુ પામ્યા.

દુનિયામાં ચાલુ વર્ષમાં 240000 લોકો મેલેરિયા થી જીવ ગુમાવ્યો.

દુનિયામાં ચાલુ વર્ષે કેન્સર ના રોગે 1900000 લોકોનો ભોગ લીધો..

દુનિયા એ ચાલુ વર્ષમાં ધૂમ્રપાન ના કારણે 1100000 લોકો મરણ ગયા.

અને દારૂના કારણે 500000 લોકો મરણ શરણ થયા.

અને ચાલુ વર્ષે માતાના ગર્ભમાં જ મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા 10 કરોડ છે.

અને મિત્રો આપણે જુદા જુદા કારણો અને વાતાવરણ પેદા કરી લોકોને એટલા મજબૂર અને પરેશાન કરીએ છીએ કે દુનિયામાં ચાલુ વર્ષે 2,56000 લોકોએ આત્મહત્યા કરી લીધી છે..

ખરેખર તો વર્તમાન મહામારી કોરોના કરતા આ મૃત્યુ આંક ઘણામોટા છે પણ તે માટે લોકડાઉન ની કોઈ વ્યવસ્થા નથી..

- વિજય મકવાણા

જાતિવાદીઓની સોય વારંવાર દલિત સંગઠનો પર જ કેમ અટકી જાય છે?

By Vijay Makwana  || 29 March 2020


સવર્ણ જાતિવાદી લોકો એ સર્વે કરી તપાસી ચકાસી રહ્યાં છે કે, દલિતો ના સંગઠન બસપા, બામસેફ, ભીમ આર્મી, સ્વયમ સૈનિક દળ વિગેરે આ કોરોના આપદા માં લોકો ને મદદ કરે છે કે નહિ?

મારો વળતો સવાલ દલિતોને છે.. અલ્યા તમે આ જાતિવાદી સવર્ણ દાતાઓ પર જીવન ટકાવી રહ્યાં છો? આ સર્વે કરવાવાળા જાતિવાદી માંથી કોઈ પાંચ શેર બાજરી તમારા ઘેર નાખી ગયું છે?

ભાઈ જાતિવાદી સવર્ણ! અમારી સંસ્થાઓ અમારા માટે જ કામ કરશે.. બામસેફ એ નોકરિયાત લોકોનું સંગઠન છે. તું સર્વે કર એ પહેલાં પોતાનો એક પગાર એ લોકો દાન કરી ચૂક્યા છે. હવે બીજો પગાર પણ આપશે..બસપા ની દરેક જિલ્લા ની વ્યવસ્થાપન કમિટી 21 માર્ચથી ગરીબ દલિતોના સંપર્કમાં જ છે. ભીમ આર્મી ના યુવાનો છેલ્લા એક સપ્તાહથી રાશન ફૂડ પેકેટ વહેંચી જ રહ્યાં છે. અમે માત્ર આવી આપદા સમયે જ તમારી જેમ બિલાડીના ટોપ જેમ ફૂટી નથી નીકળતા આ કામ ટેમ્પરરી નથી કરતા.. આખા વર્ષમાં માત્ર મારા જિલ્લામાં જ અમારું ઉપરની તમામ સંસ્થાઓનું નોકરિયાતો ઉદ્યોગ સાહસિકો નું 1600 લોકોનું એક સંગઠન છે જે મહિને પ્રત્યેક વ્યક્તિ 600 રૂપિયા લોક ફાળો આપી.. શિક્ષા અને રોજગાર અને કુદરતી આપદા સંગઠન ચલાવીએ છીએ. તારે ભલા માણસ સર્વે જ કરવો હોય તો એ સર્વે કર કે તું જે સવર્ણ ટ્રસ્ટ કે સંસ્થા માં કામ કરે છે.. તે વર્ષે કેટલા કરોડ બ્લેક મની વ્હાઇટ કરવા કર રાહત નો ગેરલાભ ઉઠાવે છે? કેટલા સવર્ણ અમીરો ની આ રીતે ધોળી કે કાળી આર્થિક સેવા કરે છે? ફાલતુ માં દલિતો પાછળ આટલો સમય શા માટે બરબાદ કરે છે..? 21 દિવસ મળ્યા છે મોજ થી તકિયા પર આરામ કર દલિતો પોતાનું કરી લેશે.. એમની ચિંતા ન કર..એ અમે કરી લઈશું!

- વિજય મકવાણા

March 28, 2020

વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે???

By Raju Solanki  || 26 March 2020


દિલ્હીમાં દુબઈથી આવેલી મહિલા મહોલ્લાના ક્લિનિકના ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી. એણે ડોક્ટરને, તેમના પત્નીને અને બાળકને ચેપ લગાડ્યો, એટલું જ નહીં બીજા સેંકડો લોકોને પણ ચેપ લગાડ્યો. હવે છસો વ્યક્તિઓને ક્વોરન્ટાઇમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે.

આ ભયાનક ઘટના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે દેશમાં વિદેશથી આવતા લોકોને બેફામપણે દેશમાં ઘૂસવા દીધા છે. આવા લોકોને એરપોર્ટ પર જ અટકાવીને ક્વોરન્ટાઇનમાં રાખવાની જરૂર હતી, પરંતુ સરકારે એ તરફ ધ્યાન જ આપ્યું નથી અને હવે એની સજા દેશના ગરીબોને ભૂખે મારીને આપી રહી છે.

હજુ સમય છે. સરકારે પાસે છેલ્લા બે મહિનામાં કોણ કોણ વિદેશથી આવ્યં એની યાદી છે. આ લોકોને શોધી શોધીને ક્વોરન્ટાઇનમાં મુકી દેવા જોઇએ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જણાવ્યું છે કે એગ્રેસિવ્લી આવા લોકોને શોધી શોધીને એમનો ટેસ્ટ કરીને સંક્રમિત લોકોને અલગ પાડી દેવા જોઇએ.

સરકારે કેમ આવું ના કર્યું એનું એક કારણ એ પણ છે કે વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે. એમાં કોઈ આદિવાસી, દલિત કે બહુજન સમાજના નથી. સરકારે વિદેશથી આવતા લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને શોધી કાઢવાના હતા, એના બદલે સરકાર હવે બહુજન, ગરીબ લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને દંડા મારીને લોકઆઉટનો અમલ કરાવી રહી છે.

અર્ણબ, રાહુલ, રાજદીપ જેવા મીડીયાના પ્રવક્તાઓ આ મુદ્દા પર ભસવા તૈયાર નથી.



શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ

By Raju Solanki  || 26 March 2020

Coronavirus In India: 100 Students And Teachers Gone To Leave ...
સરકારે ગામડાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંપી દીધું કોરોના સંક્રમિત લોકો શોધવાનું કામ.

જ્યારે આવા સંક્રમિત લોકોને એરપોર્ટ પર અટકાવવાના હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં શું ચાલી રહ્યું હતું એ હવે યાદ કરો.

એ વખતે ભાજપના વાડામાં કોંગ્રેસના ઘેટાઓ એટલે કે ધારાસભ્યોને લાવવાનું ઓપરેશન રાજસભા ચાલી રહ્યું હતું. કોંગ્રેસના ઘેટા ભારતમાતાની સેવા કરવા ભાજપમાં નહોતા જઈ રહ્યા. તેઓ પોતાની કિંમત જણાવી રહ્યા હતા. અને તેમની કિંમત પ્રમાણે નોટોની કોથળીઓ કમલમમાંથી ટ્રકો ભરીને કોંગ્રેસના ધારાસભ્યોના ઘરોએ પહોંચી રહી હતી. મોટા પાયે કાળા નાણાની હેરફેર ચાલી રહી હતી.

જે સમયે રાજ્ય પર કોરોનાની ભૂતાવળ ત્રાટકવાની તૈયારીમાં હતી ત્યારે ગાંધીનગરમાં સત્તાનો આ વરવો ખેલ ચાલી રહ્યો હતો.

અને કોંગ્રેસ પક્ષ એના ઘેટાઓને બચાવવા માટે સાગમટે સૌને જયપુર લઈ જઈ રહ્યો હતો. જયપુરમાં કોંગ્રેસીઓ જલસા કરી રહ્યા હતા.

આવા સમયે વિધાનસભાનું સત્ર મળ્યું. પરંતુ ત્યારે એક પણ ધારાસભ્ય કોરોનાનો ક ઉચ્ચારવા તૈયાર નહોતો. ત્યારે કોઈ ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ આપવા માટે જાહેરાતો કરતો નહોતો.

અને એ સમયે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ પરથી કોરોનાના સંક્રમિત દર્દીઓ વિના રોકટોક ટેક્ષીમાં બેસીને એમના ઘરે જઈ રહ્યા હતા. બીજા સેંકડો લોકોને કોરોનાનો ચેપ લગાડી રહ્યા હતા.

એક તરફ, સત્તાખોરો ખુરસીની આસપાસ ગરબા ગાતા હતા, ત્યારે કોરોનાનો જીવલેણ વાયરસ ગુજરાતમાં ઘૂસી રહ્યો હતો.

હવે સરકાર સફાળી જાગી છે. જાગીને લોકોને લોકડાઉન કરી દીધા છે. ગરીબોની રોજગારી છીનવાઈ ગઈ છે. એરપોર્ટ પરથી ઉતરતા કોરોના સંક્રમિત લોકોને દંડા મારવાના બદલે પોલિસ નિર્દોષ, નિરપરાધ લોકોને દંડી રહી છે. અને છ છ મહિનાનું કરીયાણું, સામાન બંગલાઓ અને ફ્લેટોમાં ભરીને બેઠેલા ધનવાન લોકો પોલિસના દંડાનો માર ખાતા અસભ્ય લોકોની મજાક કરી રહ્યા છે.

ગઈ કાલે અમદાવાદથી પલાયન કરી રહેલા હજારો લોકોના ફોટા કર્મશીલોએ સોશીયલ મીડીયા પર મૂક્યા. આદિવાસી પરીવારો ચાલતા નીકળી પડેલા ત્રણસો-ચારસો કિમી દૂર આવેલા રાજસ્થાનના એમના ગામડાઓ તરફ. એ એક નજારો હતો. ગુજરાતમાં સરકાર નામનીકોઈ ચીજ નથી એની ગવાહી પૂરતું એ દ્રશ્ય હતું. ગુજરાતના ધારાસભ્યોને કર્મશીલોએ ફોનો કર્યા. કોઈએ ઉપાડ્યા નહીં. બધાને જાન વહાલો છે. ધારાસભ્યોને તો જાન ઉપરાંત ખુરસીની પણ ચિંતા કરવાની છે.

182 ધારાસભ્યો ચૂપ છે. 182 ધારાસભ્યો એક વ્યવસ્થાનો ભાગ છે.

કોરોનાને કારણે ભૂખે મરતા લોકો વ્યવસ્થાની બહાર છે.

આ વ્યવસ્થામાં તમે કોની સાથે છો?

રાજુસોલંકી

Playing with Fire

By Raju Solanki  || 27 March 2020

Image may contain: one or more people, people standing, hat and outdoor


1.
ट्रम्प पागल आदमी है.

ट्रम्प बहुत कुछ है. केपिटालिस्ट, क्रोनी केपिटालिस्ट, मोनोपोलिस्ट, सेल्फिश, रेसिस्ट, व्हाइट सुप्रिमेसिस्ट, फासिस्ट, एन्टि-वुमन.

पूरी मानवजाति विनाश के कगार पर है, तब अमरिका में ट्रम्प का प्रेसिडन्ट होना अच्छी बात नहीं है.

ट्रम्प ने बार बार कोरोना वायरस को चाइनीझ वायरस या वुहान वायरस कहकर अपने नस्लवादी होने का प्रमाण दिया है.

यह एक तरह का स्टीरीयोटाइपिंग तो है ही, साथ साथ इससे एक बात भी समजी जाती है कि अमरिका खुद की गलतियां स्वीकार नहीं करेगा.

अमरिका केन डु नो रोंग. जस्ट लाइक किंग.

वाकई में कोरोना की वजह क्या है?

दर असल, मानवजाति ने कुदरत का बनाया हुआ संतुलन बिगाड दिया है. अपने स्वार्थ के चलते. पैसे कमाना और तेजी से कमाना. इस रफ्तार में केपिटालिस्ट वर्ग ने कुदरत की व्यवस्था को पटरी से उतार दी है. अमरिका यह कटु सत्य कैसे स्वीकार करेगा? कोई भी डेवलप कन्ट्री यह बात नहीं स्वीकारेगा.

कोरोना वायरस चमगादड से आया है वाया पेंगोलिन. और यह पेंगोलिन एक लुप्त हो रही मासूम प्रजाति है. पेंगोलिन का व्यापार होता है और उसमें बहुत मुनाफा है. इसी मुनाफाखोरी से चलते इन्सान ने पर्यावरण से खिलवाड किया है.

कुदरत ने हमें बहुत बडा मेसेज दिया है.
अभी भी वक्त है. संभल जाओ.
कल कुदरत तुम्हे पछताने का मौका भी शायद नहीं देगी.



2.

लोग हैरान परेशान है.

पूछ रहे हैं कि चीन से 15,000 किमी की दूरी पर इटली है. वहां कैसे कोरोना पहुच गया?

अभी हमें कुछ काम ही नहीं करना है. तो वाइरस चीन से इटली कैसे पहुंचा उस पर ही रीसर्च क्यों ना करें?

क्या कोई चाइनीझ चीन से फ्लाइट में बैठकर इटली के मिलान में गया होगा और वहां थुककर कोरोना फैलाया होगा?

बडी दिलचश्प कल्पना है.

और दूसरी कल्पना तो इससे भी मजेदार है.

कहते हैं चीन ने जानबूझकर अपने ही देश में वायरस फैलाया और फिर पूरी दुनिया को बरबाद कर दिया.

कहते है आलसी इन्सान का दिमाग शैतान की फैक्ट्री है.

दर असल हमारी बहुत सारी इन्फर्मेशन (या मिसइन्काफर्मेशन) का स्रोत अमरिका और उसकी न्यूझ एजन्सियां है. हम जाने अनजानें में भी उन्ही की गढी हूई कहानियां आत्मसात करते हैं और फिर हमारी वोट्सप युनिवर्सिटी के हमारे भोले भाले छात्रों को पढाते रहतेहैं.

भाई जान, कोरोना किसी कोन्सपीरसी नहीं है. यह पेन्डामिक है. वैश्विक महामारी है.

और अगर यह कोन्सपीरसी है तो वह इन्सान ने अपने निजी स्वार्थ के कारण पूरी कुदरत के खिलाफ जो खिलवाड किया है उसी की वजह से यह पेन्डामिक आया है.

अमरिका चीन के सर पर सारी गलतियां थोपकर बचना चाहता है. गुनहगार तो दोनों हैं.

- राजु सोलंकी