July 12, 2017

બાબા સાહેબ ના નામ પર ચાલતુ મિશન કયું..???

By Jigar Shyamlan



આ બાબા સાહેબના મિશન...., બૌધ્ધ ધમાઁતરણ બાબતે મારા વિચાર રજુ કરુ જે પણ મિત્રોને વિરોધ હોય તે કૃપયા.. વિરોધ કરી શકે. ક્યાંક સમજવામાં ફેર હોય તો ધ્યાન દોરી શકે..
અમુક વાર બાબા સાહેબના મિશનની વાતો સાંભળવા મળે છે..
પણ આ મિશન કયું..???

  1. ભારતને બૌધ્ધમય બનાવવુ.....??
  2. રાજકીય સત્તા પ્રાપ્ત કરવી..??

(1). મિશનના પહેલા મુદ્દાની વાત કરીએ......ભારતને બૌધ્ધમય બનાવવુ.....??
આ મુદ્દો મહત્વનો તેમજ લોકોની સંખ્યાની ટકાવારીને સ્પશઁતો છે. એકલા એસ.સી. ના દેકારા કરવાથી ભારત બૌધ્ધમય બની જશે..?? 
હાલ મોટાભાગે જે બૌધ્ધ બન્યા છે તે મોટાભાગે એસ.સી. માંથી જ છે. એ પણ અમુક રાજ્ય પુરતા.
બાબા સાહેબે ધમાઁતરણ કયુઁ એટલે આપણે પણ કરી દેવું... અને જેમણે નથી કયુઁ એ લોકો વિશે મનફાવે તેવી વાતો કરી તેમને ઉતારી પાડતી કમેન્ટ કરવી એ બૌધ્ધ ધમઁનુ લક્ષણ તો હરગીજ નથી. બાબા સાહેબે પોતે અનુયાયીઓને સલાહ આપી હતી કે હું કરુ એટલે તમારે પણ કરી દેવુ એમ નહી તમને યોગ્ય લાગે તો જ અનુસરણ કરવું.
બૌધ્ધ બનીને લોકો બાબા સાહેબની પેલી 22 પ્રતિજ્ઞાઓ પાળવામાં કેટલા સજાગ છે એ પણ એક સવાલ છે. બૌધ્ધ બનીને હિન્દુ ધમઁ તેમજ તેમના ભગવાનની પુજા-પાઠ, વિવિધ ધામિઁક ક્રિયાઓ છોડી દીધી. એ બહુ સરસ પરંતુ બીજી તરફ એક તરફ હિન્દુ ધમઁની વિવિધ ધામિઁક ક્રિયાઓ છોડી દીધી અને બુધ્ધના વિચાર પર ચાલવા કરતા લોકો તેમને ભગવાન માની તેમના પુજા પાઠ, અને બૌધ્ધિષ્ટ વિધીઓ હસતા હસતા ગવઁથી અપનાવી લીધી. આ તો ઉલમાંથી ચુલમાં પડ્યા કે નહી..?? 
વળી ધમાઁતરણ કરીને બૌધ્ધ બનેલ નવ બૌધ્ધો જે લોકો પછાત સમાજના છે અને હજી બૌધ્ધ બન્યા નથી તેવા લોકોને તેમના દેવી દેવતાઓના પુજા-પાઠ અને હિન્દુ ધમઁની ધામિઁક ક્રિયાઓ બાબતે મનુવાદી કહી ઉતારી પાડતી કમેન્ટ કરે...અને શાબ્દિક પ્રહારો કરે, પણ આવા કટાક્ષ કરનારા અમુક પોતાને પ્રખર આંબેડરરવાદી કહેવડાવતા બૌધ્ધીષ્ટો એ વાત ભુલી જાય છે કે જે પેલા બિન બૌધ્ધિષ્ટ હિન્દુ પછાત કરી રહ્યા છે તેવુ તમેય કરો જ છો...ફરક એટલો એ લોકોને તમે મનુવાદીઓ કહી ઉતારી પાડો છો.. અને પોતાને સવાયા આંબેડકરવાદી ઠરાવો છો.
શું બૌધ્ધ બનવાથી જ આંબેડકરવાદી બની જવાય...???
હિન્દુ પછાતોમાંથી ધમાઁતરીત થયેલ નવ બૌધ્ધો પાસે અન્ય લોકોને બૌધ્ધ ધમઁ પ્રત્યે આકઁષિત કરવા માટે બાબા સાહેબના ધમાઁતરણની દુહાઈ વિના બીજો કોઈ જ રસ્તો કે ઉપાય નથી.
માત્ર બાબા સાહેબની દુહાઈઓ આપીને બિન બૌધ્ધ પછાતોનુ સતત અપમાન, અવહેલના અને કટાક્ષ કરવાથી લોકોને બૌધ્ધ ધમઁ તરફ કદીય નહી વાળી શકાય.
લોકો સામે ચાલીને બૌધ્ધ બનવા આગળ વધે તે દિશામાં કોઈ રચનાત્મક કાયઁ, પ્રવૃત્તિઓનો કે જરૂરી યોગ્ય સમજણ આપવાની શિક્ષણાત્મક પ્રવૃત્તિઓનો સદંતર અભાવ છે....
હાલ બૌધ્ધ ધમઁમાં ધમાઁતરીત થયેલ પછાતો પાસે બિન બૌધ્ધ પછાતો માટે લાગણી ઓછી અને કટાક્ષ, અપમાન વધુ છે. 
કારણ અમે બૌધ્ધ બન્યા એટલે અમે જ સાચા આંબેડકરવાદી અને બીજા સગવડીયા.... એ માન્યતા જ પતનનુ કારણ બની શકે તેમ છે..
દુનિયામાં સૌથી વધુ ઝપડે ફેલાતો ધમઁ હોય તો ખ્રિસ્તી છે.. કારણ એ પહેલા લોકોને બોલવાની તક આપે છે, લોકોની તકલિફો મુશ્કેલીઓ સાંભળે છે, લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરે છે. 
મિશનરીઓ પહેલા લોકોની જરૂરિયાત, સમસ્યાઓ અને તકલિફોનુ નિવારણ કરે અને બાદ ધમઁનો ફેલાવો કરે...
માણસને રોટલીની જરૂર હોય અને તમે ઉપદેશો આપવા લાગો.. કે ધમઁના જ્ઞાનની વાતો કહેવા માંડો તો એ કદી તમારી વાત સાંભળશે ખરી..???
એટલે જેઓ બૌધિષ્ટ નથી તેવા હિન્દુ પછાતો પર કટાક્ષો કરી મનુવાદીને, ગદ્દારને..... જેવા વિશેષણો વાપરવા બંઘ કરી પહેલા તેમને સાંભળવા જોઈયે, તેમની સમસ્યાઓ, તકલિફ, જરુરિયાત નિવારવા પ્રયાસ કરવા જોઈયે તેમને બુધ્ધની તકઁપુણઁ વિચારધારા સમજાવવાનો પ્રયાસ કરવો જોઈયે...
તેમને સીધા જ બૌધ્ધ બની જાવ એવો આગ્રહ ન કરવો જોઈયે..
બુધ્ધની વિચારધારા રેશનલ છે. તેમાં ભગવાન, આત્મા, પરમાત્મા, ગુરૂ વગેરે જેવી બાબતોને સમથઁન નથી. સમાનતા, સ્વતંત્રતાની વિચારધારા આપનાર એ જ બુધ્ધને ભગવાન બનાવી પુજવા અને તેને આનુસંગીક ક્રિયાઓ કરવી એ એક પ્રકારનો મનુવાદ જ થયો...
વળી આ બૌધ્ધ ધમાઁતરણ કરવામાં એસ.ટી. ઓ.બી.સી. તો આમાં ક્યાંય પિક્ચરમાં જ નથી...!!!
બૌધ્ધ બનીને બુધ્ધને ભગવાન બનાવી પુજા કરવા કરતા હુ નાસ્તિક બનવું વધુ પસંદ કરીશ..

(2). બીજો મુદ્દો...... રાજકીય સત્તા પ્રાપ્ત કરવી..??
બાબા સાહેબ આંબેડકરે એકવાર એવું કહ્યુ હતુ કે મને અંધ અનુયાયીઓ ગમતા નથી. જ્યારે જ્યારે એમનુ સન્માન કરવામાં આવતુ ત્યારે એ વિરોધ કરતા. બાબા સાહેબ વ્યક્તિપુજાના ભારે વિરોધી હતા. 
બાબા સાહેબની વિચારધારા પર કામ કરતા વિવિધ સંગઠનો જેવા બામસેફ, બ.સ.પા., એસ.એસ.ડી., દલિત અધિકાર સંધ, દલિત પેન્થર તેમજ તેના જેવા અન્ય દલિતો સાથે સંકળાયેલા સંગઠનો વગેરેના રાજકીય મતો અલગ અલગ છે. તેમા અનેક મતમતાંતરો છે.. 
બાબા સાહેબ વિશ અત્યારે જે સમજ સમાજમાં પ્રવઁતી રહી છે તેનો શ્રેય બામસેફ અને એસ.એસ.ડી. સહિયારા પ્રયાસોને આપી શકાય એવુ મારુ માનવુ છે.
બાબા સાહેબની વિચારધારાની જ વાત હોય તો બહુજન સમાજ પાટીઁ કાશીરામજીના ગયા પછી વ્યક્તિ કેન્દ્રી પાટીઁ બની ગઈ છે. માયાવતી પણ બૌધ્ધ નથી, કાંશીરામ પણ ન હતા. એ બનવાના હતા એ બચાવ છે પણ બને એ પહેલા બહુજનેમાં જબરજસ્ત ચેતના પ્રગટાવી ગયા... કાંશીરામજીએ બૌધ્ધ બન્યા પહેલા બહુજનોમાં જબરજસ્ત ચેતના પ્રગટાવી ગયા એ બૌધ્ધ ન હતા એટલે એમનો આંબેડકરવાદ દંભ માની લેવાનો..?????
બામસેફ બૌધ્ધિક ક્રાન્તિની દિશામાં સારા પ્રયાસ કરે તેને પણ ભડવા, દલાલ, ગદ્દાર જેવા શબ્દો વપરાય. બહુજન સમાજ પાટીઁની હાલની દિશા અને દશાથી આપણે વાકેફ છીએ. એસ.એસ.ડી.માં નાણાંનો અભાવ વતાઁય છે. આપણે શા માટે એક પ્લેટફોમઁ પર ન આવી શકીએ..??
અને ખાસ વાત.... ભાષા સંયમ એ બુધ્ધ બનવાનુ પ્રથમ લક્ષણ છે...
પોસ્ટ જરીક લાંબી થઈ ગઈ.. તે બદલ દિલગીરી...
- જિગર શ્યામલન..