''સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાની દિશામાં મોટી બાધા હોય તો એ દલિતોનુ ચુપ કે મૌન રહેવું છે''
- અમઁત્ય સેન, ( પ્રસિધ્ધ અથઁશાસ્ત્રી, નોબલ વિજેતા)
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
અસ્પૃશ્યો પર અત્યાચાર એ કોઈ નવી બાબત નથી. એક સનાતન સત્યની માફક એમના ઉત્પીડનની ઘટનાઓ સમયાંતરે ક્રમિક રીતે બહાર આવતી રહી છે.
મુળ આ ઘટનામાં ભોગ બનનાર પાત્ર એકનુ એક જાતિનું રહે છે.. પાત્ર બદલાતુ રહે છે તો માત્ર અત્યાચાર કરનારનું...
અત્યાચારોની પેટનઁ પણ સમય મુજબ બદલાતી રહી છે. પહેલા માત્ર વિવિધ અપમાનજનક શબ્દો દ્વારા માત્ર માનસિક અત્યાચાર કરવામાં આવતો..
બાદ અત્યાચાર શારીરીક શિક્ષા સ્વરૂપમાં બદલાયો આગળ જતા આ યાદીમાં સ્ત્રી સન્માન વિરૂધ્ધના ગુનાઓ પણ ભળ્યા.
પછી તેમાં આખા ગામના સામાજિક બહિષ્કાર જેવુ સમાજ જીવનને અસર કરતુ સીધુ તત્વ જોડાયું. અને છેક છેલ્લે હિજરત એક અંતિમ પયાઁય બની રહ્યો.
આ બધી વાતો અસ્પૃશ્ય સમાજ માટે નવી નથી. એમ બિન અસ્પૃશ્ય માટેય નવી નથી.
જો કે મહત્વનો પ્રશ્ન એ છે કે અસ્પૃશ્યો આવો અત્યાચાર શા માટે સહન કરતા રહ્યા....?
કારણ અત્યાચાર કરનાર કરતા એ સહન કરનાર મોટો ગુનેગાર છે.. એ થિયરી મુજબ અસ્પૃશ્યો અત્યાચાર સહન કરીને પણ ગુનેગાર બનતા રહ્યા.
સામાજિક એકતાનો અભાવ પણ આ અત્યાચારો થવા પાછળનુ મુખ્ય કારણ હોઈ શકે..
અસ્પૃશ્યો પર અત્યાચાર થાય છે.. તે વાત નિવિઁવાદ સત્ય હોવા છતાં આ ઘટના પોતીકી સામાજિક સંસ્થાઓ કે ભોગ બનનાર પરિવારજનો સિવાય બીજા કોઈ માટે ખાસ મહત્વપૂણઁ નથી હોતી.
ચુંટાયેલ સમાજના જ લોક પ્રતિનિધીઓએ પણ આ બાબતે સંતોષકારક હૈયાધારણા નથી આપી શક્યા.
કારણ સમાજ હો કે કોઈ પક્ષ અસ્પૃશ્યની હાજરી હોવાની ખાતરી માત્ર બંધારણીય પ્રતિનિધીત્વના રૂપે આપેલ જોગવાઈ પુરતી જ છે. ટુંકમાં કારતુસ વગરની બંદુકો..દાંત કે નહોર વિનાના વાધ.
શિક્ષણ વધ્યુ છે અને સોશિયલ મિડીયાનો સુંદર ઉપયોગ સામાજિક જાગૃતિ વધારવામાં મદદરૂપ રહ્યો. એટલે પહેલા જે ઘટના એક ગામ પુરતી સિમિત રહી જતી હતી તે સોશિયલ મિડીયા થકી દુનિયાભરના લોકો સુધી પહોંચી છે... એટલે તે ઘટનાના વિરોધમાં સમથઁન આપનારા પોતાના જ સમાજના લોકોય વધ્યા છે.
સામાજિક જાગૃતિ વધવાથી પહેલા ચુપચાપ સહન કરી લેતો સમાજ હવે વિરોધ નોંધાવનારો બન્યો છે. અને તેમાં સમાજના લોકોનુ સમથઁન પણ વધ્યું છે.
પણ દરેક સિક્કાની બે બાજુઓની જેમ અહીં પણ એક વાત ઉડીને આંખે વળગી રહી છે. જેમ અત્યાચારનો વિરોધ કરતા સમાજના લોકોની સંખ્યા વધી એમ જ આ અત્યાચારને કકળાટ ગણાવતા સુધરી ગયેલ અસ્પૃશ્ય સમાજના લોકોની સંખ્યા પણ કમ નથી.
અત્યાચારનો વિરોધ કરી રહેલા લોકોની પ્રવૃતિને કકળાટ ગણાવતા લોકો યોગ્ય કે અયોગ્ય તે નક્કી કરવાનું કામ મારૂ નથી. દરેકને પોતાના વિચાર રજુ કરવાનો હક્ક છે. પણ કકળાટ શબ્દ પ્રત્યે અણગમો છે. મારૂ એવું માનવુ છે કે કોઈ પણ માણસને આવું કહેવાનો નૈતિક અધિકાર નથી. સમાજના હિતમાં આયખુ ખરચી નાંખ્યુ હોય તેને પણ નહી..
નોબલ વિજેતા પ્રસિધ્ધ અથઁશાસ્ત્રી અમતઁસેને કહ્યું છે..સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાની દિશામાં મોટી બાધા હોય તો દલિતોનુ ચુપ કે મૌન રહેવું રહેવુ
સંવિધાનમાં કેટલાક અધિકાર મળ્યા. પણ હવે લાગે છે કે પીડા વ્યક્ત કરવાનો પણ હક્ક મળવો જોઈયે..જેથી એ કકળાટમાં ખપાઈ ન જાય
1. જ્યારે તમારા પોતાના જ યુવાન દિકરાની હત્યા થાય. અને હત્યારાઓને યોંગ્ય સજા કરવાની અપિલ અને તે માટે કરેલ પ્રયાસ કકળાટ છે..?
2. વરસોથી ખેડાતી પોતીકી જમીન પર માથાભારે તત્વો કબજો કરી તમને તગેડી મુકે તેનો વિરોધ કરવો કકળાટ છે..?
3. તમારી પત્ની.., બહેન કે દિકરીની છેડતી કરી સ્વમાન ભંગ થાય અથવા તો તેમની પર બળાત્કાર કરવામાં આવે ફરિયાદ કરવા છતા કંઈ પરિણામ ન આવે તો તે બદલ વિરોધ કરવો એ કકળાટ છે..?
4. કોઈ તમારો સામાજિક બહિષ્કાર કરી તમને હિજરત કરવા મજબુર કરે ત્યારે પોતાની વ્યથા રજુ કરવી કકળાટ છે..?
આ તો જેની પછેડી જાય એને ટાઢ વાય... એના જેવું છે.. બીજી પણ કહેવત છે વાંઝણી શું જાણે સુયાણીની પીડા...?
(ખાસ નોંધ વાંઝણી શબ્દ સ્ત્રીઓના કોઈપણ સ્વરૂપે અપમાન કરવા નહી પણ કહેવતમાં માત્ર અથઁ સમજવા પુરતો ઉપયોગ કરાયો છે. )
જે ભોગ બન્યુ તેને ખબર વેદના શું હોય તેના દુખમાં સહભાગી બનવાનુ સૌજન્ય ન દાખવી શકતા હોઈયે તો તેની પીડાભરી ચીસને કમસે કમ કકળાટ તો ન જ કહીએ...
જિગર શ્યામલનના જયભીમ........
Facebook Post :-