આપણી પાસે સમાનતાનો અધિકાર છે...
બધે જ સ્વતંત્રતાથી કોઈ રોકટોક વિના મન ફાવે ત્યાં હરવા ફરવાનો અધિકાર છે....
અને સૌથી મોટી વાત આપણી પાસે શિક્ષા મેળવવાનો અધિકાર છે.....બાબા સાહેબ હંમેશા કહેતા- '' શિક્ષા શેરની કા દુધ હૈ... જો પીએગા વોહ દહાડેગા....''
શિક્ષણથી આપણે વાંચતા થયા.., વિચાર કરતા થયા..., તકઁ કરતા શીખ્યા.....,પ્રશ્ન પુછતા થયા...., અને સૌથી મહત્વની વાત કે લખતા થયા.....
આજે આપણી પાસે કલમની તાકાત છે.....
આજે તમે સાચા ખોટાનો ભેદ ઓળખી શકો છો... સાચાનું સમઁથન અને ખોટાનો વિરોધ કરી શકો છો....
હવે જરાક વિચારો.... જ્યારે આપણી શિક્ષાનો કોઈ અધિકાર ન હતો.... આપણી પાસે કલમની તાકાત ન હતી ત્યારે શું શું બની ગયું હશે........?
કદાચ તમને એનો અંદાજો પણ નહી હોય....
આપણી પર આક્રમણ કરી આપણી સંપતિ અને સંસ્કૃતિનો નાશ કરી દઈ.... આપણને બંધી અને ગુલામ બનાવી કેવા અત્યાચાર કયાઁ હશે...?
આપણને શુદ્રો ગણાવીને ન જાણે આપણું શોષણ કરવા કેવા કેવા રસ્તા બનાવ્યા હશે.....?
પોતાના પુવઁજો વિશે સારૂ સારૂ લખીને તેમને દેવો બનાવી હીરો બનાવી દીધા...... અને આપણાં પુવઁજોને રાક્ષસો બનાવી વિલન તરીકે ચિતરી દીધા........?
એ વખતે આપણાં પુવઁજોએ કદાચ વિરોધ પણ કયોઁ હશે... પણ આપણા પુવઁજોના વિરોધનો ઈતિહાસ લખવાવાળું ક્યાં કોઈ હતું...?
ગુરૂકુળોનાં દરવાજા આપણાં માટે બંધ હતા... ભણવા ગણવા પર પ્રતિબંધ હતો...
માટે જેને જે ફાવે તે... જેને જે ગમે તે બધું લખવા માંડ્યું... માટે એ બધાયના પુવઁજો જ દેવના દિધેલ દેવો બની ગયા... અને આપણાં પુવઁજો રાક્ષસ....!
આજે તમારી પાસે શિક્ષણ છે.....
તકઁ કરવાની શક્તિ છે......
સાચા ખોટાનો ભેદ ઓળખવાની ક્ષમતા છે....
કલમની તાકાત છે....
WhatsApp.......
Facebook........
E-mail......
Twiter.....
જેવા સાધનો છે....... તમે કોઈનીય બીક રાખ્યા વગર તમારા વિચારો નિભઁયતાથી રજુ કરી શકો છો....
હવે સમજાયું ને બીજા બધાય લોકો કળયુગ આવ્યો કારમો કહીને વતઁમાન સ્થિતીને પેટભરીને ગાળો બોલે છે... આ જ આપણા માટે ભીમયુગ અને ખરા અથઁમાં લોકતંત્ર છે....
જિગર શ્યામલનનાં જયભીમ....
Facebook Post :-
No comments:
Post a Comment