જો અંધારામાં દિવો સળગાવવામાં આવે તો સળગતો દિવો પોતાની ક્ષમતા મુજબપોતાની પરિધ ની આસપાસના અંધકારને દુર કરી અજવાળુ રેલાવે છે. પણ એનો અથઁ એવો નથી કે આપણે અંધારાને સદંતર દુર કરી દીધુ. અંધકાર તો એમનો એમજ છે પણ આપણે દિવો સળગાવી અંધકારની એક પરિધી માત્રને અજવાળી છે. દિવો સળગાવવાથી આપણે અંધકાર અને અજવાળા વચ્ચેનો ભેદ સારી રીતે સમજીને ઓળખી શકીએ છીએ..
શિક્ષણ એ પણ આ દિવા જેવું જ એક એવુ પરિબળ છે જે માણસને ખોટા,નરસા, અને અયોગ્યરૂપી અંધકાર તેમજ સાચા, સારા અને યોગ્યરૂપી અજવાળા વચ્ચે ભેદ કરતા શીખવે છે. શિક્ષણનું મુખ્ય કાયઁ જ માણસમાં એક બૌધ્ધિક ચેતના પેદા કરી તેની સમજણને વિસ્તારીત કરવાનું છે.
ટુંકમાં જેમ દિવો સળગાવ્યા વિના અંધકાર અને અજવાળા વચ્ચેનો ભેદ પામી ન શકાય તેમ શિક્ષણ વિના માણસ સમજી શકતો નથી, વિચારી શકતો નથી. પોતાની સમજણ વિસ્તારીત કરી શકતો નથી.
એટલે જો કોઈ પણ માણસને ગુલામ બનાવવી હોય તો સૌથી પહેલા તેને શિક્ષણથી વિમુખ કરી દો.
માણસને આ શિક્ષણથી જ વંચિત કરી દેવામાં આવે તો શું થાય..????
જેમ કોઈ નાનુ બાળક સાચા-ખોટા, સારા-નરસા, યોગ્ય-અયોગ્ય વચ્ચે ભેદ જ ન પારખી શકે તદ્ન તેવી જ દશા શિક્ષણથી વંચિત વ્યક્તિની રહેવાની. કારણ શિક્ષણ વગર સમજણનો વ્યાપ જોઈયે તેટલો યોગ્ય રીતે વિસ્તરતો નથી. નાનપણમાં બાળકને જે કંઈ કહો, જે કંઈ બતાવો અને જે કંઈ શીખવાડો તેની એક અસીમ અને અમીટ છાપ આજીવન તેના દિલ દિમાગ પર રહે છે.
ટુંકમાં શિક્ષણ વિહીન માણસને તમે જે સમજાવો, જે બતાવો અને જે કંઈ કહો તેને જ તે સકળ માની લે છે.
બસ અસ્પૃશ્યો સાથે આવું જ કરવામાં આવ્યું હતું.
અસ્પૃશ્યો પર વિવિધ જાતના પ્રતિબંધ મુકવામાં આવ્યા. જાહેરમાં હરવા ફરવા પર, વસવાટ પર, જાહેર સ્થળોએ પ્રવેશ કરવા પર, શિક્ષણ મેળવવા પર, સારા વસ્ત્રો અને આભુષણો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા.
ટુંકમાં અસ્પૃશ્ય સમાજને શૈક્ષણિક, આથિઁક અને અન્ય સમાજથી સામાજિક રીતે સાવ વિમુખ કરી દેવામાં આવ્યો. તથા આ વ્યવસ્થાનો કોઈ વિરોધ ન થાય તે માટે તેને અત્યંત બારીકીથી ધમઁશાસ્ત્રો જોડવામાં આવ્યો. જેથી આ વ્યવસ્થા પર ઈશ્વરીય મહોર વાગી ગઈ.
વળી સમયાંતરે વિવિધ કલ્પનાપ્રચુર સાહિત્યો લખાતા ગયા અને સાચા ખોટાની વ્યાખ્યાઓમાં ધડમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. આમ સમય વિતતા જતા આ રીતે શૈક્ષણિક અને સામાજિક રીતે વિમુખ થઈ ગયેલ અસ્પૃશ્યો પેઢી દર પેઢી પોતાની ભુતકાળની સંસ્કૃતિ, પરંપરા અને વૈભવ ભુલતા ગયા. અને શિક્ષાથી વંચિત રહેલ અસ્પૃશ્યો પેઢી દક પેઢી આ વ્યવસ્થાને સમજ્યા વિના, વિના વિરોધ વેંઢારતા રહ્યા.
એક વાત ખાસ નોંધનીય એ રહી કે સમાજમાં સમયાંતરે અનેક આંદોલનો થયા નવજાગરણ, નવચેતના, ભક્તિ, વિધવા વિવાહ, બાળલગ્ન વગેરે વિષયો પર ચળવળો ચાલી પણ અસ્પૃશ્યતા નીવારણ પર ધ્યાનાકષઁક કોઈ કામગીરી થયાના કોઈ ખાસ ઉલ્લેખ નથી.
આ વિષયમાં સવઁ પ્રથમ કોઈ ક્રાન્તિકારી કાયઁ જ્યોતિબા ફુલે દ્વારા કરવામાં આવ્યુ. એમણે અસ્પૃશ્યોમાં શિક્ષણની નવચેતના પ્રકટ કરી વિચારતા કરતા શીખવ્યું હતું.
આ શિક્ષણના પ્રતાપે આગળ જતા અસ્પૃશ્યો જેમ જેમ ભણતા ગયા તેમ તેમ ઉન્નતિના દરવાજા આપોઆપ ખુલતા ગયા.
- જિગર શ્યામલન
Facebook Post : -

No comments:
Post a Comment