June 12, 2017

મંત્રીઓએ બંધારણ વિરૃધ્ધ જઈને ભુવાઓની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવા સન્માન કર્યું


શિક્ષીત ગુજરાતમાં પ્રથમ વખત શરમજનક ઘટના



ગુજરાત ભાજપ સરકાર વાયબ્રંટ ગુજરાતને છોડીને પોતે જ ભૂત ભુવાઓને પ્રમોટ કરી રહી છે. આત્મારામ પરમાર અને ભૂપેન્દ્રસિંહ ચૂંડાયમાએ ગઢડામાં એકી સાથે 350 ભૂવાઓને સન્માનીત કર્યા છે. ગઢડામાં સારૂં કામ કરનારને સન્માનવાના બદલે લોકો સાથે છેતરપીંડી કરતાં ભુવાઓનું સન્માન કર્યું છે. અંધશ્રધ્ધા ફેલાવવામાં મહત્વની ભૂમિકા આ ભુવાઓ ભજપતાં આવ્યા છે. હવે સરકાર પોતે અંધશ્રધ્ધાને પ્રમોટ કરી રહી છે. આ બે વરિષ્ઠ મંત્રીઓની હાજરીમાં જ ભુવાઓએ પીઠ પાછળ સાંકળ મારીને ધુણતાં હતા.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભુવાઓને બિરદાવ્યા હતા. શિક્ષણ મંત્રી પોતે જ્યારે આવી અંધશ્રધ્ધા ફેલાવતાં લોકોને બિરદાવીને ડાકલા અને હાકલાં વચ્ચે ભુવાઓને માણતાં હતા. ગઢડા ભાજપે ભુવા ભરાડીને સન્માન કરવાનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં ગઢડાના 350 ભુવાઓને આમંત્રણ આપીને તેમને સન્માનીત કરાયા હતા. ગુજરાતની શિક્ષીત પ્રજાને પ્રધાનોના આવા વર્તનથી આંચકો લાગ્યો છે. પ્રધાનો અંગે માર્ગદર્શીકા બનાવવા માટે મુખ્યમંત્રી સમક્ષ માંગણી વિજ્ઞાન જાથાએ કરી છે.
ભાજપ દ્વારા આવો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતાં અગાઉથી જ મંત્રીઓને આવા કાર્યક્રમોમાં ન જવા માટે ફોનથી માહિતી આપી હતી. તેમ છતાં મંત્રીઓ ભુવાનો કાર્યક્રમ યોજીને જ રહ્યાં હતા. ભુવાઓની પીઠ થાબડી હતી. ડાક ડમરૂ પણ બજાવવામાં આવ્યા હતા.
ભારતના બંધારણના અનુછેદ્દ 51 એ, (એચ) પ્રમાણે વૈજ્ઞાનિક અભગમ કેળવવામાં બાધારૂપ ન બને એવી સ્પષ્ટ જોગવાઈ છે. છતાં આ બન્ને મંત્રીઓએ તેનું  ઉલ્લંઘન કર્યું છે. લેભાગુ ભુવાઓને સન્માનીત કરવા તે સરકાર માટે શરમજનક ઘટના છે. આત્મારામ પરમારે તો ત્યાં સુધી કહ્યું હતુ કે, આભુવાઓ વ્યસનમુક્તિનું કામ કરે છે.
આ અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ જણાવ્યું હતુ કે, આવા બનાવો બને તે ગુજરાતની શિક્ષીત પ્રજા માટે ચોંકાવનારી ઘટના છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવતા અઠવાડીએ મંત્રીઓ માટે માર્ગદર્શીકા તૈયાર કરવા માટે રજૂઆત કરશે. આ ઘટનાને સખ્ત શબ્દોમાં તેમણે વખોડી નાંખી છે. અગાઉ ગુજરાતમાં કોઈ પ્રધાને ભુવાઓનું સન્માન કરીને પીઠ થાબડી હોય તેવી ક્યારેય ઘટના બની નથી. ગુજરાતને અંધશ્રધ્ધા તરફ ધકેલવામાં આવી રહ્યું છે.
9 હજારથી વધારે કાર્યક્રમો વિજ્ઞાન જાથાએ 30 વર્ષમાં આપેલાં છે. 1085 મોટા ભુવાઓ જાથાએ પકડેલી પાડેલાં છે. શિક્ષણ મંત્રીએ એવું કહ્યું હતુ કે,, ભુવાઓને સન્માનવાનો કાર્યક્રમ પહેલી વખત બન્યો છે. ધુણતા હોય અને તેનું સન્માન કર્યું હોય તેવો પહેલી વખત કાર્યક્રમ થયો છે. 

No comments:

Post a Comment