June 16, 2017

No More Reaction.. Only Action...

આપણે વધુમાં વધુ યુવાનો અને યુવતીઓને જ લક્ષ્ય બનાવી તેમને બાબા સાહેબથી પરિચીત કરીએ અને તેમનાંમાં જ આંબેડકરવાદની જાગૃતિ ફેલાવીએ.
દરેક મિત્રોને માત્ર એક વિનંતી છે.

આપણે પહેલા બાબા સાહેબને વાંચીએ.
તેમનું જીવનચરિત્ર, તેમને લખેલા પુસ્તકો.
આ વાંચ્યા બાબા સાહેબને સમજીએ અને થોડું મનન કરીએ.
પોતાના જ અંતરના અવાજને અનુસરીએ.
જો લાગે કે ખરેખર બાબા સાહેબના વિચાર અનુસરવા જેવા છે, બાબા સાહેબના બતાવેલા રસ્તા પર ચાલવા જેવું છે. તો જ તેની ઉપર અમલ કરવાની હિંમત કરીએ.
કારણ બાબા સાહેબના વિચારો એ કોઈ સગવડતા ખાતર અપનાવવામાં આવે તેવા વિચારો નથી જ. આંબેડકરવાદ એ કોઈ સગવડીયો વાદ નથી. જો તમારામાં આંબેડકરવાદને ચિરકાળ મૃત્યું સુધી જાળવી કે ટકાવી રાખવાની હામ અને ખુમારી હોય તો જ તેને અપનાવજો એવી મારી નમ્ર વિનંતી છે..
જેઓ બાબા સાહેબને માને છે તે તમામ ભાઈઓને અંધશ્રધ્ધા અને પાખંડની માનસિક ગુલામીમાંથી મુક્ત બની સમાજના બાકી રહી ગયેલા યુવા વગઁને આંબેડકરવાદ પ્રત્યે જાગ્રત કરવા નમ્ર અપિલ છે.
હવે આપણો ધ્યેય સમાજનાં યુવા વગઁ અને યુવાન બનવા જઈ રહેલા કિશોર વગઁમાં આંબેડકરવાદની વિચારસરણી ફેલાવવી એ રાખવો જોઈયે..
આધેડો, વડીલો પર ઓછું ધ્યાન આપીએ કારણ એમને આ બધુ સમજાવવું એટલે ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે.
કારણ જેમણે પોતાના સમયમાં પોતાની યુવાનીમાં આંબેડકરવાદ ન અપનાવી શક્યા અને સહષઁ મનુવાદની ગુલામી સ્વિકારી લીધી તેઓની પાસે હવે બદલાવની કોઈ પણ અપેક્ષા રાખવી સાવ છેતરામણી છે.
હા... અગર કોઈ વડીલો આ કામમાં સહાયરૂપ બનવા માંગતા હોય.. તો અવશ્ય મદદ લો..
આપણી ટીકા થશે, આપણી પર કટાક્ષ થશે, લોકો પણ હસશે, 
કોઈ ગમે તે કહેશે, કોઈ ઉતારી પાડશે, 
પણ આપણો ઉત્સાહ ઠંડો પડવો ન જોઈયે, આપણે એ જ કરતા રહીએ જે આપણે કરવાનું છે.
આપણે વધુમાં વધુ યુવાનો અને યુવતીઓને જ લક્ષ્ય બનાવી તેમને બાબા સાહેબથી પરિચીત કરીએ અને તેમનાંમાં જ આંબેડકરવાદની જાગૃતિ ફેલાવીએ.... No More Reaction.. Only Action...
- જિગર શ્યામલન



Facebook Post : -

ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ

સુટબુટને ડિગ્રી તને બાબા સાહેબે દીધી.
સમજી જાને આટલી વાત સટને સીધી.
આ તો ભીમરાવની કલમનો કમાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
કમ્પાઉન્ડમાં તારા પડી દસ લાખની ગાડી.
કે પછી તારી પત્ની પહેરે મોંધી મોંધી સાડી.
કોનો આ પ્રતાપ જાતને પુછ સવાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
હર સપ્તાહે સજોડે તું હોટલમાં ડિનર ખાય.
એ સિમ્બોલ સ્ટેટસનો ગણી તું મનમાં ફુલાય.
પુછજે તારા દાદાને પહેલાના હાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
ડિગ્રીનું લેબલ મોટું આજે નામ પાછળ તારી.
ભણ્યો ગણ્યો તોય બુધ્ધિને લાગી બિમારી.
દેવ દેવીઓની છોડી દે ખોટી બબાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
ભણવા માટે સંતાનોને આજે અંગ્રેજી શાળા.
ભીમે સંવિધાનથી ખોલી નાખ્યા બંધ તાળા.
હજીય ભીમનો ન સમજી શક્યો ખ્યાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
આગળ વધ્યો પણ બંધુઓને ભુલી ગ્યો સાવ.
હાલત એમની જોવા તુ ગામડામાં પાછો આવ.
એ લોકો જીવે છે હજીય સાવ બેહાલ.
ઉઠાવ ભીમક્રાન્તિની મશાલ.
જિગર શ્યામલનનાં જયભીમ.....


Facebook Post :-

ધર્મ : પેઢી દર પેઢી માનવીને સતત ધેનમાં રાખવાની વ્યવસ્થિત વ્યુહ રચના

ઈશ્વર, અલ્લાહ કે જીસસ જેવા દૈવીય તત્વ કે દૈવી શક્તિઓની શોધ આખરે તો કોઈને કોઈ સ્વાર્થ માટે જ કરવામાં આવેલી છે. આ સ્વાર્થ પુરા કરી આપતા આ દૈવી તત્વની શોધ કરી દીધા પછી તેને માર્કેટમાં ટકાવી રાખવા પ્રચારની જરૂરત હતી એટલે ભક્તિ અને તપનો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો.
આ તપ અને ભક્તિના કોન્સેપ્ટમાં સમયાંતરે નવા નવા આઈડીયા ઉમેરાતા રહ્યા....
હિન્દુ ધર્મ માં પહેલાના સમયને સતયુગ નામ આપીને એમાં પ્રત્યક્ષ રીતે શરીરને શારીરીક કષ્ટ આપીને તપ કે ભક્તિ કરવાનો ટ્રેન્ડ હોવા અંગેનો આઈડિયા ઉમેરાયો. આ કોન્સેપ્ટમાં બસ બધુ છોડીને પર્વતની ટોચ કે અવાવરુ જંગલમાં જઈ દૈવીય તત્વોના નામના પોકારો કરતા રહેવાથી અમુક સમયના ઘોર તપ બાદ કોઈ વરદાન પ્રાપ્ત થતું. ઈસ્લામમાં નમાજ અને ખ્રિસ્તીઓમાં પ્રેયર એ પણ આ તપવાળા કોન્સેપ્ટનું જ સુક્ષ્મ રૂપ ગણી શકાય.
ધીરે ધીરે એ તપની ફેશન આઉટડેટેડ થતી જોવા મળી એટલે પછી હોમ હવનનો નવો આઈડિયા ઉમેરી દેવામાં આવ્યો... વિવિધ યજ્ઞો, અનુષ્ઠાન અને વિધીઓ વડે વિવિધ પુત્ર, રાજપાટ, ઐશ્વર્ય અને દિર્ઘાયુ જેવા વરદાન મેળવાતા હોવાના દાવા થતા રહ્યા. ઈસ્લામ અને ખ્રિસ્તીમાં પણ આ પ્રકાર ની કેટલીક વિધીઓ છે.
એ પછી હોમ હવનનો કોન્સેપ્ટ પણ જુનવાણી નામશેષ બની ન જાય માટે પઠન ભક્તિનો યુગ આવ્યો. અહીં શરીરને કોઈ વિશેષ કષ્ટ આપવાનું ન હતું. જેમાં વિવિધ ધર્મગ્રંથો વાંચવાથી ઉધ્ધાર થતો હોવાની માન્યતા પ્રચલિત થઈ... જેના પરિણામે હિન્દુઓમાં વેદ, પુરાણો, રામાયણ, મહાભારત ને ભાગવત ગીતા જેવી તથા ઈસ્લામમાં કુરાન અને ખ્રિસ્તિઓમાં બાઈબલ જેવી રચનાઓ વંચાવા લાગી.
ત્યારબાદ છેલ્લે મુર્તિઓ અને પ્રતિમાઓની પુજા કરવાનો નવો જ અને ખતરનાક ચીલો શરુ થયો. જેમાં એક ખાસ જગ્યાએ કાલ્પનિક ધડી કાઢેલ માનસિક પાત્રોની પ્રતિમાઓ બનાવી તેની સ્થાપના કરી વિવિધ પ્રકારે પુજાઓ કરી વરદાન મેળવવાની નવી પધ્ધતિ વિકસી... ઈસ્લામમાં અહીં કોન્સેપ્ટ સહેજ બદલાયો મુર્તિ  કે પ્રતિમાના બદલે કબરોની કે બુતની પુજા શરૂ થઈ.... પણ મુળ તો પથ્થરની જ પુજા પછી ભલે તે પથ્થર સીધો મુળ સ્વરુપનો હોય કે કોતરીને બનાવેલ મુતિઁ સ્વરૂપે...
સ્થળ એક જ ,ધર્મ એક જ અને સંકળાયેલી શક્તિઓ પણ એ જ તો પણ હવે પહેલાના જેમ કામ કરતા હતા તેવા કોન્સેપ્ટ કામ કરતા નથી. મતલબ તમામ ધર્મ માં ચમત્કાર, વરદાન, પ્રગટીકરણ એ બધું જ બંધ છે.
હકીકતમાં આ દૈવી તત્વ તરીકે ઓળખાવાયેલું કંઈ હતુ જ નહી માત્ર અને માત્ર પેઢી દર પેઢી માનવને સતત ધેનમાં રાખવાની વ્યવસ્થિત વ્યુહરચનાઓ જ હતી.
કારણ મુખ્ય વસ્તુ આપણું મન અને આપણાં વિચારો છે... આપણે જેવું વિચારીએ તેવા બનતા જઈએ છીએ. આ સીધા સાદા કોન્સેપ્ટનો મહત્તમ ઉપયોગ કરીને દરેક ધર્મ એ માણસ તરીકે ઓળખાતા હોમો સેપિયન્સ નામની પ્રજાતિનું ભારે શોષણ કયુઁ....., કરે છે....., કરતા રહેશે....
જિગર શ્યામલનનાં જયભીમ..........................


Facebook Post:-