June 16, 2017

ધર્મ : પેઢી દર પેઢી માનવીને સતત ધેનમાં રાખવાની વ્યવસ્થિત વ્યુહ રચના

ઈશ્વર, અલ્લાહ કે જીસસ જેવા દૈવીય તત્વ કે દૈવી શક્તિઓની શોધ આખરે તો કોઈને કોઈ સ્વાર્થ માટે જ કરવામાં આવેલી છે. આ સ્વાર્થ પુરા કરી આપતા આ દૈવી તત્વની શોધ કરી દીધા પછી તેને માર્કેટમાં ટકાવી રાખવા પ્રચારની જરૂરત હતી એટલે ભક્તિ અને તપનો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો.
આ તપ અને ભક્તિના કોન્સેપ્ટમાં સમયાંતરે નવા નવા આઈડીયા ઉમેરાતા રહ્યા....
હિન્દુ ધર્મ માં પહેલાના સમયને સતયુગ નામ આપીને એમાં પ્રત્યક્ષ રીતે શરીરને શારીરીક કષ્ટ આપીને તપ કે ભક્તિ કરવાનો ટ્રેન્ડ હોવા અંગેનો આઈડિયા ઉમેરાયો. આ કોન્સેપ્ટમાં બસ બધુ છોડીને પર્વતની ટોચ કે અવાવરુ જંગલમાં જઈ દૈવીય તત્વોના નામના પોકારો કરતા રહેવાથી અમુક સમયના ઘોર તપ બાદ કોઈ વરદાન પ્રાપ્ત થતું. ઈસ્લામમાં નમાજ અને ખ્રિસ્તીઓમાં પ્રેયર એ પણ આ તપવાળા કોન્સેપ્ટનું જ સુક્ષ્મ રૂપ ગણી શકાય.
ધીરે ધીરે એ તપની ફેશન આઉટડેટેડ થતી જોવા મળી એટલે પછી હોમ હવનનો નવો આઈડિયા ઉમેરી દેવામાં આવ્યો... વિવિધ યજ્ઞો, અનુષ્ઠાન અને વિધીઓ વડે વિવિધ પુત્ર, રાજપાટ, ઐશ્વર્ય અને દિર્ઘાયુ જેવા વરદાન મેળવાતા હોવાના દાવા થતા રહ્યા. ઈસ્લામ અને ખ્રિસ્તીમાં પણ આ પ્રકાર ની કેટલીક વિધીઓ છે.
એ પછી હોમ હવનનો કોન્સેપ્ટ પણ જુનવાણી નામશેષ બની ન જાય માટે પઠન ભક્તિનો યુગ આવ્યો. અહીં શરીરને કોઈ વિશેષ કષ્ટ આપવાનું ન હતું. જેમાં વિવિધ ધર્મગ્રંથો વાંચવાથી ઉધ્ધાર થતો હોવાની માન્યતા પ્રચલિત થઈ... જેના પરિણામે હિન્દુઓમાં વેદ, પુરાણો, રામાયણ, મહાભારત ને ભાગવત ગીતા જેવી તથા ઈસ્લામમાં કુરાન અને ખ્રિસ્તિઓમાં બાઈબલ જેવી રચનાઓ વંચાવા લાગી.
ત્યારબાદ છેલ્લે મુર્તિઓ અને પ્રતિમાઓની પુજા કરવાનો નવો જ અને ખતરનાક ચીલો શરુ થયો. જેમાં એક ખાસ જગ્યાએ કાલ્પનિક ધડી કાઢેલ માનસિક પાત્રોની પ્રતિમાઓ બનાવી તેની સ્થાપના કરી વિવિધ પ્રકારે પુજાઓ કરી વરદાન મેળવવાની નવી પધ્ધતિ વિકસી... ઈસ્લામમાં અહીં કોન્સેપ્ટ સહેજ બદલાયો મુર્તિ  કે પ્રતિમાના બદલે કબરોની કે બુતની પુજા શરૂ થઈ.... પણ મુળ તો પથ્થરની જ પુજા પછી ભલે તે પથ્થર સીધો મુળ સ્વરુપનો હોય કે કોતરીને બનાવેલ મુતિઁ સ્વરૂપે...
સ્થળ એક જ ,ધર્મ એક જ અને સંકળાયેલી શક્તિઓ પણ એ જ તો પણ હવે પહેલાના જેમ કામ કરતા હતા તેવા કોન્સેપ્ટ કામ કરતા નથી. મતલબ તમામ ધર્મ માં ચમત્કાર, વરદાન, પ્રગટીકરણ એ બધું જ બંધ છે.
હકીકતમાં આ દૈવી તત્વ તરીકે ઓળખાવાયેલું કંઈ હતુ જ નહી માત્ર અને માત્ર પેઢી દર પેઢી માનવને સતત ધેનમાં રાખવાની વ્યવસ્થિત વ્યુહરચનાઓ જ હતી.
કારણ મુખ્ય વસ્તુ આપણું મન અને આપણાં વિચારો છે... આપણે જેવું વિચારીએ તેવા બનતા જઈએ છીએ. આ સીધા સાદા કોન્સેપ્ટનો મહત્તમ ઉપયોગ કરીને દરેક ધર્મ એ માણસ તરીકે ઓળખાતા હોમો સેપિયન્સ નામની પ્રજાતિનું ભારે શોષણ કયુઁ....., કરે છે....., કરતા રહેશે....
જિગર શ્યામલનનાં જયભીમ..........................


Facebook Post:-

No comments:

Post a Comment