July 23, 2017

ડાબેરી ડોબાઓ તમારું કામ કરો પણ આંબેડકર ને વાપર્યા વગર કરો



આંબેડકરને વાંચ્યા વગર આંબેડકરની જૂઠી ફજેતીની મજા લેતા ડાબેરી ડોબાઓ જોવા મળે છે.(આજ-કાલ ના નહીં, દાયકાઓ પહેલાના)

આ ડાબેરી ડોબાઓ શરૂઆતમાં સવર્ણો હતા (આઈ મીન છે), પણ કોંગ્રેસે આઝાદી બાદ આંબેડકરના લખાણ-ઇતિહાસને જે રીતે દાટી દીધો હતો તેનો ફાયદો જમણેરીઓ અને ડાબેરીઓએ સમાન રીતે ઉઠાવ્યો છે .જેથી ડાબેરી સવર્ણો દલિતો-આદિવાસીઓને ભ્રમિત કરવામાં ઘણા અંશે કરવામાં સફળ પણ થયા.(જો કે ડાબેરીઓ જમણેરીઓ જેટલા સફળ જણાતા નથી!)

આંબેડકરના જે મુખ્ય ધયેયો હતા તેમાંનો એક ધ્યેય એવું કહે છે કે દલિતોએ રાજસત્તા મેળવવી જોઈએ. આ ધ્યેય ઉપર સીધો પ્રહાર કમ્યુનિસ્ટ ડિક્ટેટરશિપ(ડાબેરી તાનાશાહી) કરે છે. આંબેડકર આ મુદ્દે  પાક્કા દુરંદર્શી હતા. તેઓ જાણતા  હતા કે ડાબેરીઓ દલિતોનો ઉપયોગ કરી આખરે સત્તા તો સામ્યવાદી બ્રાહ્મણોના હાથમાં જ રાખશે.; જેમાં દલિતો કઠપૂતળી બનશે અને ફરી ગુલામીમાં જકડાશે.

જે ડાબેરી ડોબાઓ આમ્બેડકરમાં ખામીઓ શોધી તેનો અપપ્રચાર કરવાનો એક પણ મોકો ગુમાવતા નથી, તેઓ ખુદ માર્કસ ને ઈશ્વર સમાન પૂજે છે ! કેટલાક પ્રખર ડાબેરીઓ તો આંબેડકરને ભાંડવામાં પણ ગભરાય છે! (દલિત ઘેટાઓ ભાગી ના એટલે???)

સંઘ-ભાજપ-જમણેરીઓ આંબેડકરનો સગવડીયો ઉપયોગ કરે ત્યારે તેમની ઠેકડી ઉડાવતા-ગાળો આપતા ડાબેરી ડોબાઓ ખુદ આંબેડકરનો સગવડીયો ઉપયોગ કરે ત્યારે દાળમાં કઈ કાળું તો લાગવાનું જ ને !

કંઈ??? કે પછી....

તમારું કામ કરો..પણ આંબેડકર ને વાપર્યા વગર કરો.