By Dr Yashpal Divyaben Kanjibhai
બે ધટના
વષૅ ૨૦૦૪ ધોરણ ૧૦ નુ વેકેશન સામાન્ય રીતે વેકેશન ગામડે જ કરવાનુ થાય ધમાલ મસ્તી ના દિવસો ,
બપોર થાય એટલે ચા પીવાનો ટાઈમ થાય એટલે ઘરના સભ્યો ગ્લાશ પકડાવી દે જા ફલાણા ને ત્યાંથી દુધ લઇ આવ નાછુટકે જવુ પડે ત્યારે દુધ શેર,બશેર,પાશેર ની ગણતરી મા આપતા તળપદી મા સવણૅ ના ઘર લોક ના ઘર કહેવાતા થોઙી ઉંચાઈ પર ધર હોય તમે દુધ લેવા જાવ પણ પગથીયા નહિ ચડવાના , હડધૂત થવાની તૈયારી રાખવાની , પૈસા પણ હાથ મા નહિ આપવાના, નીચે મુકવાના એ લઈ લે
આમ તો દાદા એક ઓફિસર ના શહેરી છોકરા ને બધુ શીખવતા પણ આવા રોજ ના અપમાન ઘુંટડે ઘુંટડે વેકેશન પુરતો પી જતો. એક દિવસ ધીરજ તૂટી અને શબ્દો ની મર્યાદા પણ. ઘર મા ઓહો થઈ ગયુ પટેલ એ સલાહ આપી દાદા શીખવો શહેર ના છોકરા ને કે બહાર જવાથી લોક ના થઈ જવાય... પણ એ ઘટના પછી ધણુ પરિવર્તન આવ્યુ. અમુલ ની થેલી ગામડા સુધી આવી ગઈ, પણ આજે પણ રીત એજ છે .
ખેર કયારેક તો સુધરશે ને આ લોક..???
૨૦૧૨
ત્યારે મકાન લાયક પૈસા ની સગવડ થઈ ગઈ હતી. હું અને પપ્પા રોજ પ્લોટ કે મકાન લેવાની ચર્ચા કરતા. પપ્પા એ શોધવાની જવાબદારી મારા પર નાખી ત્યારે મેડીકલ નુ અંતિમ વર્ષ, જ્યા જાહેરાત જોઉ ત્યા કોલ કરુ. દલાલ ફેમિલી ડીઈટેલ પુછે શરુઆત માં ખુશ થઈ જાય પછી હરવેક થી જાતી પુછી લે , જવાબ સાંભળતા જ અવાજ નો ટોન બદલાય. પછી શું, ગલા તલ્લા શરૂ. લગભગ બધે થી નિરાશા કોઈક એમ કહે મને વાંધો નથી કાલ સવારે સોસાયટીવાળા વાંધો ઉઠાવે, કોઇક કહે થોડો સમય જાત છુપાવી રહો પછી વાંધો નહિ, કોઈ કહે તમારા બજેટ મા નથી વગેરે વગેરે કેટલાય ઢકોસલા સાંભળી ને કંટાળ્યો અંતે નકકી કર્યું મારા સમાજ વચ્ચે જ સારો છુ....
આતો થઈ બે ધટના ની વાત બીજી ધણી વાતો છે પછી કયારેક નિરાંતે