મારી પાસે તો તાજો બે મહિના પહેલાંનો દાખલો છે. એક મજૂરણ બાઇ ઘર આગળથી પસાર થઇ રહી હતી. હું બહાર કોમન પ્લોટમાં ખુરશી પર બેઠેલો. મારું મકાન બે માળનું આલિશાન છે.
મજૂરણને પાણીની તરસ લાગેલી. તે દરવાજા તરફ ગઇ અને મારી દિકરી માસૂમને કહે, "બેનબા, પાણી આપજોને તરસ લાગી છે."
માસૂમ ફ્રિઝમાંથી બોટલ લઇ આવી. કાચના ગ્લાસમાં પાણી ભરી હજી તેને આપી જ રહી હતી..ત્યાંજ સાંસ્કૃતિક સવાલ પૂછાયો! "બેનબા, તમે લોક છો...???"
માસૂમ કહે, "હા લોક છીએ!"
ખરી હકિકતે માસૂમને જાણ નથી કે 'લોક' એટલે શું?
હું સાંભળતો હતો મેં માસૂમને કહ્યું, "બેટા, બોટલ પાણી આપ્યાં વિના ફ્રિઝમાં મુકી દે! આપણે લોક નથી! 'અનલોક' છીએ!"
પછી પેલી બાઇને કહ્યું, "અમે જાતના ચમાર છીએ..."
તે સમજી ગઇ! માસૂમ પાસેથી ભરેલો ગ્લાસ હું ગટગટાવી ગયો..
એ બાઇને કહ્યું, "આ કાચનો ગ્લાસ સ્પેશલ મેં પસંદ કર્યો છે... 70/- રુપિયાનો એક ગ્લાસ છે. બે ડઝન છેક આગ્રા ગયેલો ત્યાંથી લાવ્યો છું. તારા લોક તને આવા ગ્લાસમાં પાણી નહી પીવડાવે..! અહીંથી ચોથી લાઇન લોકની છે. પણ બધાંના દરવાજા લોક હશે..."
હું અંદરથી ઇચ્છતો કે તેનું વધારે સ્વમાન ઘવાય..પણ હું તેને કડવા વે'ણ ન બોલી શક્યો કેમ કે મને ખબર છે કે, આ અજ્ઞાન, આ માનસિક અધોગતિનાં મૂળને પોષણ કોણ આપે છે. કયા વિદ્વાનો આ વ્યવસ્થા ટકી રહે તેવા પ્રયત્ન કરી રહ્યા છે? હું તેમને અહીં રોજેરોજ અરીસો દેખાડું છું..છતાંય તેઓ પોતાના વિકૃત ચહેરા પર લાલીલપેડા કરી સુંદરતાનો ડોળ કરશે..
પૂછનારનો કોઇ વાંક નથી..તે અણસમજુ, અભણ, ગમાર છે. જે શિક્ષિત સવર્ણો છે તે સમાજમાં સૌહાર્દ, સમાનતા, ભાતૃત્વનો વિકાસ થાય તેવું નથી ઇચ્છી રહ્યાં. જો તેઓ ઇચ્છતા હોત તો તેઓએ આંતરીક સામાજિક સુધારણાનું આંદોલન શરું કર્યું હોત!

- વિજય મકવાણા
બિન દલિત હોવાનો નશો દુનિયાનો સૌથી કેફી નશો છે. એમાં મદહોશ થનારા ભિખારી પણ કરોડપતિ, એજ્યુકેટેડ, સંસ્કારી દલિત કરતા ય પોતાને ઊંચા સમજે છે. અને એટલે જ ભારતના ગરીબો ક્રાંતિ નથી કરી શકતા.
- અરુણ પટેલ
No comments:
Post a Comment