June 29, 2017

ગોખલા ની રકાબી અને મનોરોગીયો ની ચા

By Vishal Sonara
છુઆછુત તો અત્યારે ન હોય એવુ લાગે છે પણ માનસીક છુઆછુત તો નથી જ ગઈ હજી પણ ખાસ કરી ને ગામડાઓ મા હાલત વધુ ખરાબ છે.
સૌરાષ્ટ્ર ના ઘણા ગામડાઓ મા ચા પીવાની બે ત્રણ અલગ રકાબીયો ને રસોડા (કે જે મોટે ભાગે બાર ની સાઈડ જ હોય) ની બાર ની થાંભલી ના ગોખલા જેવી જગ્યા એ રાખવા મા આવે કે જે થી કોઇ એવી જાતી નો વ્યક્તી આવી જાય કે જે ઉતરતી જાતી નો હોય અને એને ચા પીવડાવવી પડે તો એને એમા ચા આપી શકાય. પાછી ચા પીવડાવવા જેટલી ખાનદાની ખરી આવા માનસીક રીતે બીમાર (જાતિવાદી) લોકો ની.
જો રેગ્યુલર રકાબી મા ચા પીવરાવવામા આવે અને એ રકાબી ઘર મા અન્ય વાસણો સાથે ભળે તો અનર્થ થઈ જાય. અભડાઈ જવાય , દેવી-દેવતા કોપાયમાન થઈ જાય , ભુવા બોલાવવા પડે, પાપ મા પડાય , ધર્મ ભ્રષ્ટ થઈ જાય વગેરે વગેરે જેવી અનેક માન્યતાઓ એમના મગજ મા હોય છે.
હવે જો આવો કોઇ નીચલી વર્ણ નો વ્યક્તિ ચા પી જાય અને એના ચા પીધા બાદ ઘર મા રકાબી લઈ જવી હોય તો વળી ગંગાજળ કે ગૌમુત્ર નો છંટ્કાવ કરવો પડે ને બીજા ઘણા પ્રશ્નો ઉભા થાય એના કરતા બાર નુ બાર જ પતે એ મુખ્ય હેતુ થી આવા ગોખલા પ્રથા અમલી છે હજી હાલ ની તારીખ મા પણ.
પણ અત્યારે ટેકનોલોજી નો જમાનો છે તો આવા પ્રોબ્લેમ મા પણ એ જ કામ આવે ને..!!! હવે એ પ્રોબ્લેમ ઘણા અંશે પ્લાસ્ટીક ના ડીસ્પોસેબલ કપ આવી જતા સોલ્વ થઈ ગયો છે.
ડીસ્પોસેબલ ચા ના કપ મા ચા આપી દેવાની ચા પીવાય જાય એટલે ડાયરેક્ટ જે ચા પીવા વાળો હોય એના જ હાથ થી ફગાવી દેવાની દુર એવિ સુવ્યવસ્થીત વ્યવસ્થા નુ સર્જન થઈ રહ્યુ છે.

ટેક્નોલોજી કેટલી કામ મા આવે છે એનો આ તાદ્દશ નમુનો છે...!!!

No comments:

Post a Comment