Showing posts with label Rahul Vaghela (Katil). Show all posts
Showing posts with label Rahul Vaghela (Katil). Show all posts

August 26, 2017

"બંધારણ જ પ્રથમ અને અંતીમ ઉપચાર..."

By Rahul Vaghela || 26 Aug 2017


22 ઓગસ્ટ 2017 - 03 વિ. 02 અને 
24 ઓગસ્ટ 2017 - 09 વિ. 00

બે ઐતિહાસિક દિવસો અને બે ઐતિહાસીક નીર્ણયો લેવાયા લોકશાહીનાં અતીમહત્વનાં અંગ એવી ન્યાયપાલીકા દ્વારા કે જેનાં પર હજું પણ આ સ્વતંત્ર અને ગણતંત્ર ભારત દેશની ગરીબી, અન્યાયોનો ભોગ બનનારી, અસમાનતાનો ભોગ બનનારી અને ભ્રષ્ટાચારનો ભોગ બનનારી પ્રજાનો વિશ્વાસ થોડા અંશે ટકી રહ્યો છે.
સૌ કોઇ આ બંને ચુકાદાઓ એટલા માટે ઐતિહાસીક ગણે છે કારણ કે એક ચુકાદોએ પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાની વ્યક્તિગત સરમુખત્યારશાહી (હિટલરશાહી) અને બીજો ચુકાદો મળેલ સત્તાને કારણે સરમુખત્યારશાહી હક્કો ભોગવતા રાજતંત્ર સમુહને ધોબીપછાડ આપનાર છે.
22 ઓગસ્ટે, સર્વોચ્ચ ન્યાયાલયનાં પાંચ જજો દ્વારા એકસાથે ત્રણ તલાકના કહેવાતા ધાર્મિક (કુ)રીવાજને 02ની સામે 03ની બહુમતિથી રદીયો આપ્યો અને ત્રણ તલાકને ગેરબંધારણીય ઠેરવ્યું. જયારે બીજા ચુકાદો બંધારણીય બેચ દ્વારા પ્રાયવશી(અંગતતા) પર આપ્યો. જેમાં 09 જજોએ એક સહમતિથી ચુકાદો આપીને બંધરણીય ગરીમાને એક નવું આયામ આપ્યું છે અને સ્પષ્ટ કરી આપ્યું કે મુળભૂત અધીકારો પર કોઇ પણ રીતે તરાપ કે કાતર ફેરવી શકાતી નથી. હા એ વાત ખરી કે Fundamental rights is not absolut but there is reasonable restrictions  (only if it has reasonable basis or reasonable materials to support it).
ચુકાદમાં કોઇ પણ વ્યક્તિની પ્રાયવશી એ બંધારણના અનુચ્છેદ 21 મળેલ જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણનો જ ભાગ છે.

ઉપરોક્ત બંન્ને ઐતિહાસીક ચુકાદાઓ એ સ્પષ્ટ કરી આપ્યું છે કે કોઇ પણ મુળભૂત અધીકરોનું અવમૂલ્યન થતું હોય અથવા રોકાય જતા હોય તો તેને સામે મક્કમ રીતે ન્યાયની માંગ કરવામાં આવે તો ન્યાય જરૂરથી મળે જ છે. અન્ય એક વાત પણ સ્પષ્ટ થાય છે કે કોઇ પણ સામાજિક વ્યવસ્થા જેમાં મૂળભુત આધીકારોની અનદેખી કરી કોઇ પૂર્વવ્રત પ્રથા પ્રમાણે નહીં ચાલ્યા કરે તથા જ્યારે અરજકર્તા જસ્ટી.(નીવૃત) કે. એસ. પૂટ્ટાસ્વામી અને અન્યના પ્રાયવશી બાબતના ચુકાદા પરથી કહી શકાય કે કોઇ પણ સરકારએ મેનેજર કે જનતાની સર્વીસ પ્રોવાઇડર છે નહીં કે માલિક એટલે તેણે કોઇ પણ વ્યક્તિની અંગતતામાં તેણી જાણ બહાર કે પુછ્યા વગર કોઇ પણ અડપલા કરવાના નથી.
દોસ્તો આ તકે મને અતીપ્રીય એવી 3 ઇડીયટનો ફીલ્મનો તકીયા કલામ યાદ આવે છે "ऐ मंतर बेटा याद करलो यहा इसकी बहुत जरुरत पडने वाली है ।" તો દોસ્તો  હાલ જે પરીસ્થિતીમાં દેશ ચાલી  અને પસાર થઇ રહ્યો છે એ સ્થીતીએ હું પણ આપને એક મંત્ર આપવા માંગુ છે કારણ આગળ જતાં આ આજ ઉપયોગી થવાનો છે...જો કે આ મંત્ર મારી કોઇ ઘરની ઉપજ નથી આ તો સ્વતંત્રતા સમયનાં ભારતના શ્રેષ્ઠ બુધ્ધિધનની 2 વર્ષ, 11 મહીના અને 17 દિવસની મહેનતનો અર્ક છે. હા, હું વાત કરી રહ્યો છું ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાં લાગે સમય અને તેનો નીચોડ એટલે બંધારણનું આમુખ અને તેમાં જ છે દરેક ભારતીયોએ ગોખી લેવાનો મહામંત્ર એટલે કે 
  • JUSTICE (ન્યાય-સામાજિક, આર્થિક તથા રાજકીય ), 
  • LIBERTY (સ્વાતંત્ર્ય- વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, શ્રધ્ધા તથા પૂજા),
  • EQUALITY (દરજ્જાની તથા તક અપાવવા) AND 
  • FRITERNITY (ભાતૃભાવ)


કોઇ પણ જગ્યાએ કે કોઇ પણ સરકારી નીતિ/યોજનામાં જો ઉપરોક્ત 04 શબ્દોમાંથી કઇ પણનો ઉલંઘન કે રોક લાગતી હોય તો સીધો જ બંધારણીય મૂલ્યોનો ભંગ થાય છે અને લોકશાહીના મહત્વનાં આધારસ્તંભ એવા ન્યાયતંત્રનો સહારો લઇને ચોક્કસ વીજયી થવાય છે, જેવી રીતે સાયરા બાનો  તથા અન્યો અને જસ્ટી.(નીવૃત) કે. એસ. પૂટ્ટાસ્વામી તથા અન્યોનો થયો...
મે તો ગોખી લીધો છે આ મંત્ર અને જયા જયા નોકરી કરી ત્યાં ત્યાં દિવાલે લગાવી, સમજાવવા પ્રયત્નશીલ રહું છુ સૌ સહકર્મીઓ અને મીત્રોને...
"રાષ્ટ્ર કે કોઇ સમાજ વ્યવસ્થા નથી ચાલતી કોઇની મન-મરજીથી,
પણ અંતે તે તો ચાલે છે બાબાસાહેબના બંધારણથી...."

રાહુલ વાધેલા 
જય ભારત...જય સંવિધાન....



સાયરા બાનું...



 91 વર્ષીય નીવૃત જસ્ટિસ પુટ્ટાસ્વામી..

August 14, 2017

સામુહિક બાળ સંહારમા પણ અસંવેદનશીલતા

By Rahul Vaghela || 14 Aug 2017



વોટ્સએપના એક ગૃપમાં, ભગવાના એક અંધભક્ત (સામુહિક બાળ સંહારમા પણ અસંવેદનશીલ) તરફથી જોગી બાબાના લુલા બચાવમાં એન્સેફેલાઈટીસથી પાછલાં વર્ષોમાં થયેલા મૃત્યુના આંકડા રજુ કર્યા અને એવો તર્ક રજુ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો કે દરેક વર્ષે ઓગસ્ટ મહીનામાં આ વર્ષે થયા તેટલા જ કે તેથી વધુ બાળકોના મૃત્યુ થાય છે અને આ BRD હોસ્પિટલમાં સરેરાશ રોજ 17-18 મૃત્યુ થાય છે એટલે કે સાબીત અને સમજાવવા એવુ માંગે છે કે થયેલ મૃત્યુએ સ્વાભાવિક અને દર વર્ષે થાય જ છે, કોઈએ નવાઇ પામવું નહીં અને એ મૃત્યુ માટે કોઇ પણ હાલનાં કે ભુતકાળના નેતા કે સરકારી બાબુઓ જવાબદાર નથી!! અને વધુંમાં ભક્તે રજુ કર્યું કે હાલનું રાજય શાસન આ રોગને નીયંત્રીત કરવા નક્ક પગલાં મે-17થી ભરી જ રહી છે.....
એરે મારા અંધભક્ત, માનવતાની સંવેદનાવાળી આંખો ખોલ અને વાસ્તવિકતામાં મગજને ચલાવી વીચારો, 
મૃત્યુ કોઇ રોગના કારણે કુદરતી રીતે થઇ છે એ વાતનો કોઇ પ્રશ્ન અત્યારે છે જ નહીં, અને જો રોગનાં કારણે જ ઓગસ્ટમાં જ આટલા મૃત્યુ થતાં હોત તો ચોકકસ પાછલા વર્ષોમાં આથી પણ વધું જ મૃત્યુ થયા હશે કારણ રોગને કંટ્રોલ કરવાનું કામ તો હમણાંથી જ ચાલું થયું હશે, તો પછી અત્યારે જે પીંજણ, હોબાળો,હુડીયો અને બખેડો (ગોરખપુર ઇસ્યુ પર) વર્તમાન રાજય શાસન અને હોસ્પિટલ શાસન પર છે તેનાથી વધુ અથવા તેટલો દેકારો પાછલા વર્ષોમાં થયો હોવો જ જોઇએ, પણ શા માટે આવું ક્યારેય ભુતકાળમાં સાંભળવામાં આવ્યું નથી? 
વધુમાં આપણે આ પ્રકારના સામુહિક બાળ સંહારના કીસ્સામાં પણ એક માનવીય સંવેદના દર્શાવી શકતા નથી અને કોઇ એક ઇસ્યુમાં થયેલ ગંભીર બેદરકારીનો લુલો બચાવ કરવા હવાતીયા મારીએ છીએ. BRD હોસ્પિટલ બનાવમાં ડોળાવગરના કોઇ પણ ડફોળીયાને પણ સમજાય કે જે બાળકોએ પોતાના જાન ગુમાવ્યા છે તે ફક્તને ફક્ત ગંભીર બેદરકારીના કારણે જ ગુમાવ્યા છે (ઓક્સીજન સપ્લાય કરતી કંપની પુષ્પા સેલ્સના નીવેદનો પરથી કારણ સ્પષ્ટ છે). પણ ના એવા બેજવાબદાર નીવેદનો એવી એવી વ્યક્તિઓ તરફથી આવી રહ્યા છે કે ગંદકીના કારણે મૃત્યુ થયા(તો ગંદકી સાફ કરાવવીએ કોની જવાબદારી), ઓગસ્ટ મહીનામાં મૃત્યુ આંક વધું જ હોય છે (તો શું આ પહેલીવાર જ જાહેર થયું છે?) અને એવું જ હોય તો શા માટે કોલેજ પ્રિન્સીપાલને સસ્પેન્ડ કર્યા? શા માટે એનઆઇસીયુ વિભાગના વડા પર પણ પગલા? (જો બાળકોના મૃત્યુ દર વર્ષે ઓગસ્ટમાં જ થતા હોય તો)...
તો પ્લીઝ અંધભક્તો બાળકોના મૃત્યુ પર રાજકારણ ના કરો અને ખોટા હવાતીયા ના મારો..
આ પોસ્ટ અને પાછલી અમુક પોસ્ટ પરથી ધણાને એવું લાગશે કે આ ઓવર સેન્ટીમેન્ટ છે..તો હા છે જ કારણ હું આ બનાવને કોઇ રાજકીય પક્ષના તરફી/વિરોધી તરીકે નહીં, કોઇ એક વિચારધારામાં માનનાર તરીકે નહીં, કે કોઇ એક વર્ગ સમુહની સમસ્યાને વાચા કે થયેલ અન્યાયનાં વિરોધકર્તા તરીકે નથી લઇ રહ્યો..પરંતુ આ બનાવમાં એક પિતા કે માઁ એ પોતાના વહાલસોયાને ગુમાવ્યા હોય અને જે જ્વાળા હ્રદયમાં સળગતી હોય એવાં માઁ-બાપ તરીકે લખી અને લઇ રહ્યો છું અને આ જ લાગણી/પ્રતીભાવ કોઇ પણ બેદરકારીના કારણે બાળ/બળકોના અપમૃત્યુ પર રહેશે જ.
અંતે આ લાંબુલચક લેકચર અને બળાપો લખવાનો અન્ય એક હેતું એપણ છે કે કોઇ પણ આવી દુ:ખદ સામાજિક ઘટનાઓમાં જે કોઇ પણ સરકારી બાબુ જવાબદાર હોય તો તેની સામે ગંભીર પગલાં લેવાય, કોઇ રાજકીય નેતા જવાબદાર હોય તો તેની સામે પગલાં લેવાય અને તેનો બહીષ્કાર થાય અને લોકતંત્રનું મુળ અંગ "લોકો" પહેલાં ચશ્મા ઉતારે અને સંવેદનશીલ તથા તટસ્થ રહી મુળ મુદ્દે વિરોધ નોંધાવે...
રાહુલ વાધેલા 
જય ભારત...જય સંવિધાન...  




May 16, 2017

ન્યાયના આ ત્રાજવામાં સંતાન ન્યાય પ્રણેતાના તોળાઈ રહ્યા છે : રાહુલ વાધેલા

"સંદેશ- नीला सलाम" 

અન્યાય સામે લડતા લડતા હું ખુદ ન્યાય માટે લડી રહ્યો છું, 

ક્યાંક નક્સલી સાથે જોડે છે મને તો ક્યાંક કોઇ મને પાગલ જાહેર કરવા ઝઝુમી રહ્યાં છે,

ન્યાયના આ ત્રાજવામાં, 
સંતાન ન્યાય પ્રણેતાના તોળાઈ રહ્યા છે,

પણ સાંભળી લેજે એ દુશ્મન નજર,
અમ છીએ કલમના માનનાર, 
પણ ના કર તું એટલા ઝુલમ કે ના આવે કટાર અમ હાથ નજર...

હદ થઇ છે હવે તો તુજ ઝુલ્મની આંધી, 
જેમાં હજુ પણ રોહીતનો દમ ધુંટતો જણાય છે, 
માસુમ ડેલ્ટાની યાદ ના વિસરાય છે,
ઉનાની ચીખો હજુએ સંભળાય છે, 
સહારનપુરના માસુમ-લાચારોની અગ્નીશૈયાની આગ  દેશના હર હૈયે વરતાય છે..

સમય બદલાય છે અને એ વાયરાના વંટોળ પણ પલટાય છે,
સમજી જા જો સાનમાં તો તને સલામ છે બાકી અંતેનો "नीला सलाम" આગેવાન છે...

રાહુલ વાધેલા (કાતિલ)
સુરેન્દ્રનગર 

 જય ભારત...
     જય સંવિધાન...
          જય ભીમ...



May 06, 2017

WHO COULD BE MY/OUR GOOD FRIEND ??

HAPPY FRIENDSHIP DAY..!!!


પોસ્ટનું ટાઇટલ વાંચીને એમ ના સમજવું કે આ પોસ્ટ ગયા વર્ષની છે અથવા તો એડવાન્સમાં આ પોસ્ટનો લેખકડો (કાચો-પાકો) હરખઘેલછા માં આવી ગયો છે.

ના એવું જરા પણ નથી, મને ખબર જ છે કે નવી રીત-રસમ મુજબ એક દિવસીય ફ્રેન્ડશીપ ડેની શુભકામના ક્યારે આપવાની હોય. સોશ્યલ મીડીયાનો પ્રસાર થતા કોઇની પણ સાથે મૈત્રી કરવી કે મૈત્રી બાબતે પુછવાનું સાહસ પણ સરળ  થઇ ગયું છે.  સાથો સાથ સોશ્યલ મીડીયામાં પર મીત્રતા કરવાના માનાંકો પણ બદલાય ગયા છે. આમ તો મીત્રતાના કોઇ માનાંકો ના હોય,બસ મન મળી જાય એટલે મીત્રતા થઇ જાય.

વર્ષ 2011 સુધી મારે પણ મીત્રતા માટેના કોઇ માનાંકો ન હતા, પણ વર્ષ 2011થી સામાજીક જીવનમાં પરીવર્તન (transformation) આવ્યું છે, માટે જ આ પરીવર્તનને અનુરૂપ નવી કોઇ પણ મીત્રતા માટે મેં  પણ પ્રાથમિક માપદંડો બદલી નાખ્યા છે. જો કે જે ઓલરેડી દિલના જગ્યામાં પ્લોટ બુક કરી આશીયા બનાવી લીધા છે તેવા ગીરનારી મીત્રોને મારા નવા માનાંકો લાગું નથી પડતા કે પાડી નથી શકતો(કારણ, ખબર નથી). પણ અપેક્ષા રહેશે કે જુના,નવા અને ભવિષ્યના તમામ મીત્રો, મારા સામાજિક પરીવર્તન બાદના માનાંકો પર ખરા ઉતરવા પ્રયત્નશીલ બની રહેશે.

કોણ મારા સાચા અને સારા મીત્ર થઈ  શકે  ???

1) શુ તમે દરેક ધર્મ અને જ્ઞાતિના માણસને સમાન રીતે વર્તો છો અને ફક્ત માનવી ગણો છો? 
2) શું તમને કાયદા અન્વયે ચાલતુ શાસન પસંદ  છે?
3) શું તમને લોકશાહી પસંદ છે? 
4) શું તમને અંધશ્રધ્ધાથી નફરત છે અને વિજ્ઞાનના ચાહક છો ??
5) શું તમને વ્યક્તિ સ્વાતંત્ર પસંદ છે? 
6) શું તમે બિનસાંપ્રદાયીક છો ?
7) શું તમે સર્વને સાથે સમાન ન્યાય થાય તે પસંદ છે ?
8) શું તમને, સ્ત્રીઓને તમામ  ક્ષેત્રમાં સમાનતા મળે એ વાત પસંદ છે ?
9) શું તમને બધાના સમાન વિકાસમાં રસ છે ?
10) શું તમે સગાવાદ ના પસંદ છે ?
11) શું તમને નૈતિકતા અને નીતીમત્તા પસંદ છે ? 
12) શું તમે પ્રેમ લગ્ન અને આંતર જ્ઞાતિ/ધર્મ લગ્નના સર્મથક છો ? 
13) શું તમેને કોઈ પણ પૂર્વગ્રહ વગર થતી મૂક્ત ચર્ચા/વાર્તાલાપ પસંદ છે ?
14) શું તમને નાયકોની પૂજા/ભક્તિ ના પસંદ છે ?
15) શું તમે બંધારણને સંન્માન આપો છો ? 
16) શું તમને કોઇ પોતાની જ્ઞાતિ કે પેટા-જ્ઞાતીનું અકારણ/સકારણ ગૌરવ લેય તે વાત ના પસંદ છે ?

જો, ઉપરોક્ત સવાલોના જવાબ "હા" હોય તો આપણે બંને ખુબ સારા અને સાચા મીત્ર બનીશું અને ટકી પણ રહેશુ.....

-- રાહુલ વાઘેલા (સુરેન્દ્રનગર).











May 03, 2017

Our excuses to avoid social upliftment activities..

Our excuses to avoid social upliftment activities.. 
સમાજ ઉથ્થાનની પ્રવૃતીઓમાંથી છટકવાના આપણા છટકબાના :
1) મારા ઘરમાં ફલાણું-ઢીકડુ-પુછડુ બીમાર પડ્યું છે.
2) મારી નોકરી વિશેષ પ્રકારની છે એટલે સમય નથી મળતો.
3) મારી નીમણૂંક અંતરીયાળ અને ખરાબ જગ્યા પર થયેલ છે.
4)મારે મહત્વના અને નજીકના સંબંધીના લગ્ન સમારંભમાં જવાનું છે.
5) હું ખુબ જ શીસ્તમાં માનવા વાળો છું અને મારી નોકરીના શીસ્ત વિષયક
સેવાનીયમો મને સામાજિક પ્રવૃત્તિમાં જોડાતા રોકે છે. 
6) હું આજે શહેરથી બહાર છું.
7) મારે નોકરીમાં અગત્યની મીટીંગ છે.
8) હું મારા કામને વફાદાર કર્મચારી છું માટે મને સામાજિક પ્રવૃત્તિની કોઇ પરવાહ/રસ નથી.
9) હવે હું નીવૃત છું માટે નીવૃતી માણવા દો.
10) મારે આજે ડ્રાઇવર નથી.
11) મને સામાજિક પ્રવૃત્તિમાં નહીં પણ કોઇ નકકર કામમાં રસ છે. સામાજિક કાર્યકર્તાઓ અપ્રમાણિક અને બેજવાબદાર હોય છે. આવા કાર્યકર્તાઓને ફક્ત સરળ રસ્તે પૈસા કમાવા અને રાજકીય કદ વધારવા જ આ કામ કરે છે એટલે રસ/વિશ્વાસ નથી.
જો સમાજનાં આવા નમૂનોઓ દ્વારા
અપાતા બહાનાઓનું લીસ્ટ બનાવવા બેસીયે તો બહું લાંબુ બને. આવા નમૂનાઓને ટોળામાંથી પણ ઓળખી કાઢવા બહું સરળ છે. આવા લોકોને હું  બાબાસાહેબની સાથે ગદ્દારી કરનાર એ 16 (સંખ્યાની ખરાઇ/ખોટાઇ પર બહુ ધ્યાન કેન્દ્રીત ન કરવું)
લોકોનાં વંશજ તરીકે મુલવુ છું કે જેઓએ બાબાસાહેબની સહાયતાથી વિદેશમાંથી શીક્ષણ તો મેળવ્યું, પણ પછી ફક્ત પોતાનું જ ભલું કર્યું.
આવા લોકો(ગદ્દાર)નાં લક્ષણો
1) તેઓ તમને ફોન કે રુબરુમાં કાયમ મફતમાં વણમાંગી સલાહ અને સુચનો આપતા રહેશે કે સામાજિક કામ કે પ્રવૃત્તિમાં આવું કરવું અને ન કરવું  (dos and don'ts)
2) જયારે અનામત (પોતાની નોકરી) પર કોઇ જોખમ હોય ત્યારે આવા લોકો બનાવટી પ્રરણાદાયી વાતો કરતાં હોય છે.
3) નોકરી કે ધંધામાં જાતીવાદના શીકાર થવાની ગંધ આવે ત્યારે જ તેઓને આંબેડકરવાદ અને આંબેડકરવાદી સામાજીક કાર્યકર્તાઓની યાદ આવે.
4) પોતાની સફળતાનો શ્રેય ફક્ત પોતાને જ આપે છે.
5) તોઓનું જીવન સવારે 10 થી સાંજે 6 સુધીની નોકરીમાં જ સીમીત હોય છે.
6) તેઓ જાહેરમાં, જે છે અથવા જેવા છે તે સ્વીકારમાં અટકાય છે
7) તેઓને કોઇના પર અત્યાચાર (Atrocity) થાય તો પણ કઇ ફરક પડતો નથી.
8) તેઓને ફક્ત કોઇ પણ રસ્તે પૈસા કમાવામાં જ રસ હોય છે.
9) દારૂ,તમાકુ,સટ્ટો વગેરે વગેરે વ્યસનો પાછળ રૂપીયા અને સમયનો વરસાદ
કરતા નહી ખચકાય પણ આંબેડકરી મીશન માટે રૂ.1 કે 1 કલાક ખર્ચતા 100 વાર વિચારસે અને છેલ્લે તો કોઇ બહાનુંજ..
10) તેઓ તથા તેમના સ્વજનો દ્રઢપણે માનતા હોય છે કે તે IAS,IPS,IFS,IRS કે અન્ય વર્ગ-1/2ના અધિકારી બન્યા છે તે ફક્ત તેમના માટે અને કુટુંબ માટે બન્યા છે,નહીં કે સમાજ કે આંબેડકરવાદ માટે.
તો આવા ગદ્દારોના વંશજોથી ચેતતુ રહેવું, પણ તેમનો પીછો ના છુટવો જોઈએ કારણ જે દિવસે આ ગદ્દારો સમજી અને સુધરી ગયા તે દિવસે બાબાસાહેબનું એક રુદનસહનું મેણુ ભાંગશે.
રાહુલ વાધેલા,
સુરેન્દ્રનગર
જય ભારત...
     જય સંવિધાન...
         જય ભીમ...



Facebook Link :- 

May 02, 2017

The voice of Revolution and Equality

The voice of Revolution and equality 

(1) Inspired from "Begum Jaan..."

હું સંન્માનથી જીવવા માંગુ છુ,
હું સુરક્ષાથી જીવવા માંગુ છુ,
હું પેટ માટે કહેવાતા સુઘડ સમાજ જેમ શ્રમ પણ કરવા માંગુ છુ,
હું મારા બાળકો માટે સારુ શીક્ષણ પણ મેળવવા માગું છુ,
મારી આ માંગણીઓ પર જેને પણ લાગણી થઈ,
તેની નજર પણ મારા પર ત્રાસી થઇ..
આ નરકમાં આવી નથી મારી મરજીથી,
પણ લાવી ગઇ છુ મારી મજબુરીથી,
ઠેકાણું જ્યાં હું બનાવું,
ત્યાં ત્યાં ટીકાઓ થાય મારી,
પણ ટકી રહી છે આબરુ-ઇજ્જત બહેન-દિકરીઓની તમારી, લુટાવીને મારી....
જ્યારે આવો મારે દ્વાર,
ના કોઇ મારી જાત પુછે,
ના કોઇ પુછે મારો મજહબ,
આ વરવી વાસનાનાં તોફાનમાં
એ દંભી ક્યા ડુબી જાય,
તારીએ જાતીવાદી અને ઘર્મવાદી નીચતા,
એ મને આજ પણ ના સમજાય...
હું સંન્માનથી જીવવા માંગુ છુ,
હું સુરક્ષાથી જીવવા માંગુ છુ,
હું પેટ માટે કહેવાતા સુઘડ સમાજ જેમ શ્રમ પણ કરવા માંગુ છુ....
- રાહુલ વાધેલા  (કાતિલ)



(2) "86મા સહાદત દિવસ પર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને સર્મપિત સલામ"
ના હિન્દુમાં મળ્યો,
ના મુસલમાનમાં મળ્યો,
ના શિખમાં મળ્યો,
ના કે પછી ઇસાયમાં મળ્યો..
હુ શોધુ છુ જે માનવ,
અે અેક પણ ધર્મવાદીમાં ના મળ્યો,
અાજે સમગ્ર ઘર્મમાનવ મસ્તિષ્ક,
ક્યાંક કાળા-ધોળા ના નામે,
ક્યાંક નાત-જાત ના નામે,
ક્યાંક ગરીબી-અમિરી ના નામે,
ક્યાંક સ્ત્રી-પુરુષ ના નામે,
ક્યાંક ધર્મ-કર્મ ના નામે,
ક્યાંક વરવી વાસનાઓ ના નામે,
ક્યાંક ભ્રષ્ટ-આચરણ ના નામે,
દુષીત અને સંકુચીત થયા છે...
માટે જ, હુ શોધુ છુ જે માનવ,
અે અેક પણ ધર્મવાદીમાં ના મળ્યો,
હા પણ નાસ્તીકતાના અવાજમાં,
થોડો માનવીય રણકાર મળ્યો,
સંવેદનાઓ અને સમભાવનો અહેશાસ મળ્યો,
માનવીને ફક્ત માનવી જ સમજે અેવો ઉજળો ભાવ મળ્યો,
કોઇ પણ સ્વાર્થનો શીન્યાવકાશ મળ્યો,
જાણ્યે-અજાણ્યે મારે જે જોઇ તો હતો તે માર્ગ મળ્યો..
हा मै नास्तिक हूं ।
- રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર.....

















(3) "મારો મત...મને શુ ખબર??"
મારો આ કિંમતી અેક મત ક્યા જાય છે ?
અે મને શુ ખબર?
કહે અમલદાર, ચલ ગમતુ બટન દબાવને પકડ હાલતી,
તને શુ ખબર ?
ના કોઇ ચીઠ્ઠી નીકળે,
ના કોઇ થપ્પો લાગે,
પછી જ્યા જાય ત્યા મારો મત,
મને શુ ખબર ??
જો કોઇ ગઇ શંકા,
આ વિજાણું ડબ્બા પર,
તો ક્યાય ના મળે મારા અે અેક  મતનો તાગ..
અે જ તો છે તેના પર શંકાનો મોટો રાગ....
કોઇ કહેશે આ વાતને વિરોધનો હડકવા તો કોઇ કહેશે મુરખતા,
હા, તમે પણ સાચા છો..!!!
કારણ,
અહી તો જનતા છે બહેરી-મુંગી અને અંધ માટે જ,
જગત જમાદાર અને અન્યોઅે જેને દિઘો જા કારો,
અે વિજાણું ડબલા (ઇ.વી.અેમ) લીધા વધાવી તમે તમારે ઘેર કરવાને તમારા વારા-ફરતીના ખેલ...
કરુ છુ હુ લોકશાહીના આ પર્વનુ પુરુ સન્માન,
પણ સાથો સાથ છે મારો વિરોધનો આ કચવાટ....
રાહુલ વાઘેલા (કાતિલ)















(4)         "नारी"
नरने नारी को पुरी तराह नही जाना,
नरने तो नारी को सीर्फ,
भोग विलास का बरतन माना...
साथ ही मनूवादीयोने तो उसे "ताडन का अघिकारी" ही कहडाला...
साहीबने लीखा जो यह संविघान,
उसमे दिया समानता का महिलाओ को भी अघिकार..
जीस कारण आज हर मोड पे,
नारी,नरसे है आगे खडी,
तब हमने उसकी गरीमा और हीस्सेदारी को जाना...
दोगे जो नारी को समान शीक्षा और सब अघिकार,
तो होगी आनेवाली पूस्ते न्याल और तब फिरसे होगा भारत का पून:स्वर्णीम काल...
- राहुल वाघेला (कातिल)
      जय संविघान...
         जय भारत...
            जय भिम....

















(5)   "गणतंत्रता"
गणतंत्रता का गान सबके दिल मे चलता रहे ।
हर दिलोमे समानता,स्वतंत्रता,
        बंधुता और न्यायकि लो सदैव जलती रहे ।
ना तेरे दिलमे बैर हो,
    ना मेरे जहनमे  कोई शीक्वा ।
एसा भाव बनता रहे ।
राष्ट्र निर्माण वह विकास ही हो एक लक्ष्यांक ।
उसके आगे हो सारे धर्म और जात-पात नाकाम ।
शहिदो का रहे स्मरण वह सन्मान पुरे साल,
ना उसकी बीबी रोये, ना बच्चे बिलके,
ना हि मा-बाप तरसे  ।
आवो  मील के करे कुछ एसा पक्का काम ।
गणतंत्र दिवस कि हार्दिक शुभ कामनाये ।
- राहुल वाघेला (कातिल),
सुरेन्द्रनगर (गुजरात)















(6) "२५ दिसंबर- मनुस्मृति दहन दिन"
चलो ऐक बार फिर से जला ये ।
जिस ग्रंथने,
शुद्र और महिलाओ को,
जानवरो के  समान माना,
जिस ग्रंथने,
शुद्र और महिलाओ को,
जानवरोसे भी बत्तर ताडा,
जिस ग्रंथने,
शुद्र और महिलाओ को,
वैदो वह उपनीषदो को पढने-सुनने से परे माना,
जिस ग्रंथने,
शुद्र और महिलाओ को,
सिर्फ दंड के अधिकारी माना,
चलो ऐक बार फिर से जला ये ।
- राहुल वाधेला (कातिल),
सुरेन्द्रनगर
















(7) "आतंकवादी बनजाये...."
जब जुल्म और अत्याचार अपनी चरम सीमापे आजाये,
तब दबा हुवा इन्सान, आतंकवादी बनजाये...
जब न चाहते हुवेभी, बच्चे भुखे सोने पर मजबुर हो जाये,
तब मजबुर इन्सान,आतंकवादी बनजाये...
जब जातिवाद से लोग उपर उभरना न चाहे,
तब मजबुर इन्सान, आतंकवादी बनजाये...
जब बहु-बेटीओ की इज्जतपे बात बनआये,
तबभी सरकार कुछ सुनना या समजना ना चाहे...
तब मजबुरन, इन्सान आतंकवादी बनजाये...
जब इन अंधेरोमे, कोई एक भी आशाकी किरण नजर ना आये,
तब मजबुरन,इन्सान आतंकवादी बनजाये...
- राहुल (कातिल)


















(8) "कैसा समाज, चाहिये??"
गर कोइ एक बार तो हम से पुछे,
हमे कैसा समाज चाहिये...
तो मे कहुन्गा बस इतना ही के
हमे वेसा समाज चाहिये...
जहा..उंच-नीच ना हो,
जहा..जाती भेद ना हो,
जहा..कोइ वर्णव्यवस्था ना हो,
जहा..सर्व समान भावना हो,
जहा..धर्म के नाम पर जुठे आडंबर ना हो,
जहा..संविधान और विग्यान सबसे उपर हो,
जहा..नेताओ की चापलुशि के वास्ते अपनो से गद्दारी ना हो,
कोइ एक बार तो हम से पुछे हमे कैसा समाज चाहिये...
तो मे कहुन्गा बस इतना ही के हमे वेसा समाज चाहिये...
जहा..महेंगी शिक्षा और स्वास्थ सेवा पर, सब का हो समान अधिकार,
कहने को तो आज छुवा-छूत हो गया है "छु",
पर आज भी सभी के मनो मे है बस्ते जाती भेद के भूत,
बस एक बार ए खत्म हो जाये,
बस हमे एसा समाज चाहिये...
कोइ एक बार तो पूछे...
- राहुल वाघेला (कातील)
सुरेन्द्रनगर (गुजरात)








(9) "२६ नव्हेंबर"संविधान दिवस
બંઘારણનો આઘાર સ્તંભ છે,
આ અામુખ,
ખરી લોકશાહીનો ચીતાર છે,
આ આમુખ,
સાચી આઝાદીની વ્યાખ્યા છે,
આ આમુખ,
બઘા ઘર્મનો સાર સંદેશ છે,
આ આમુખ,
ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા, અને બંધુતા માટે આદેશ છે,
આ આમુખ,
જો સમજવામા અને અનુસરવામાં આવે તો,
બધી સમસ્યાઓનુ સમાધાન છે,
આ આમુખ,
- राहुल वाघेला(कातिल), सुरेन्द्रनगर (गुजरात)
जय भारत....जय संविधान



(10)  "છવાય ગયા..."
લો બીજો ઘમાકો કરી,
સાહેબ ફરી પાછા છવાય ગયા,
લોકશાહીના રાજમા સંસદ છે અંઘકારમા,
ને તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા...
તુઘલખી ફરમાન છે,
તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા,
લોકશાહીના માનચીત્રો અેવા,
અશોક ચક્ર અને સિંહ સ્થંભ
ફરમાનમા અદ્રશ્યમાન છે..
તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા....
સાહેબ કહે છે નવા નાણાથી ભ્રષ્ટાચાર બંઘ થાય છે....
જોવુ છુ હવે પેલા લંબાણી, લદાણી અને નેતાજીના કેટલા કાળા થેલા ક્યા ખાલી થાય છે...
સાહેબને ક્યા અે પરવા છે,
કે તુઘલખી ફરમાનથી,
બે દિવસમા જનતાના શુ હાલ છે..
કોઇ બસમાંથી ઘક્કો ખાય છે,
તો કોઇ છતા પૈસે દવાખાને બેહાલ થાય છે,
પૈસા લેવા-દેવા ફક્ત આમ જનતાની કતાર છે,
આ ભીડ-ભાડમા લંબાણી,લદાણી, અને વિજુ મલ્યો ક્યાય ના દ્રશ્યમાન છે...
તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા....
ભક્તોના તન-મનમાં ઉમંગ ના માય છે,
સાહેબે તો જનતાને મુકી પરદેશમા વિઘ્યમાન છે...
તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા....
- રાહુલ વાઘેલા (કાતિલ)


(11) "અેન્કાઉંટર"
ફરી પાછો અેન્કાઉંટરનો દોર આવી ગયો છે..
તે દાઢી લગાવી અેટલે સમજજે તેમા તારો નંબર આવી ગયો છે..
જો તે ટોપી લગાવી જુલ્મ સામે લલકાર લગાવી,
તો સમજજે તુ આતંકીની યાદીમાં આવી ગયો છે...
જો તે જંગલમાં રહી, જુલ્મ સામે લલકાર લગાવી,
તો સમજજે તુ નક્સલીના નામે થતી ખુનામરકીમાં આવી ગયો છે..
તુ અહી દોષી છે કે ર્નિદોષ છે ?
અે વિચારવા માટે ક્યા કોઇ ચિંતાતુર છે...
બસ તુ અેક વાર ભાગ કે ભગાડુ,
અે મોકાની ફીરાકમાં,
તારુ  અેન્કાઉટર કરવા અહી બધા આતુર છે...
ફરી પાછો અેન્કાઉંટરનો દોર આવી ગયો છે..
- રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર



(12) "સ્વતંત્ર ભારત???? "
આજ-કાલ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાનો અનુભવ ગુમાવી રહ્યો છુ,
ક્યારેક કોઈ મને "ભારત માતા કી જય" બોલવા મજબુર કરી રહ્યુ છે,
તો કયારેક કોઇ,મારે શુ ખાવુ-શુ ન ખાવુ તેના ડાહ્પણી પાઠ ભણાવી રહ્યુ છે....
જાતિવાદ, ધર્મવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદની ગુલામીમાં ઝકડાઇ રહ્યો છુ,
આજ-કાલ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાનો અનુભવ ગુમાવી રહ્યો છુ,
હુ દાઢી વધારતા અને ટોપી પહેરતા ગભરાઇ રહ્યો છુ,
નામ, અટક અને પહેરવેશમાં આ કહેવાતા દેશ ભક્તો,
મારો ધર્મ અને જ્ઞાતિ શોધી લેશે, એ વિચારથી
પુરૂ નામ કહેતા પણ અચકાય રહ્યો છુ,
આજ-કાલ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાનો અનુભવ ગુમાવી રહ્યો છુ,
તે દિવસ પહેલાની સવાર અને આજની સવારમાં, શુ કોઇ ફરક સમજાય છે?
એક ગુલામી ગઇ ત્યા બીજી આવી ગઇ,
શુ ખરા અર્થમાં સ્વતંત્ર થયા છીએ?? એ વિચારતા મન મારુ વ્યાકુળ થાય છે....
આજ-કાલ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાનો અનુભવ ગુમાવી રહ્યો છુ એવો એહસાસ થાય છે....
-રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર










(13) "બદલાવ...."
અત્યાચારી તારા અત્યાચાર બંઘ કર જે,
જાગી રહ્યો છે મુળનિવાસી,
હવે લડી રહ્યો છે મુળનિવાસી,
અત્યાચારી તારા અત્યાચાર બંઘ કર જે,
હવે સંસદમાં પણ પડઘો પાડી રહ્યો છે મુળનિવાસી,
લોકતંત્ર અને રાજતંત્રને પણ સજીવ કરી રહ્યો છે મુળનિવાસી,
ઉનાની ચિંગારી હવે આગ બની છે,
તો ડગી રહ્યો છે વિદેશી,
હવે તો ખેર નથી એ તારી આત્યાચારી,
જો ઉઠી છે એક ઉંગલી પણ વગર વાક-ગુનાએ મારા પર તો,
કરજે તારા તુ જ કામ,
કારણ,મળ-મૂત્ર અને મડદાને દિઘી છે મે ચિર વિદાય,
આ લંપટીયા અને રંગબદલુ નેતાઓ પણ,
દેખાડો કરવા દોડી રહ્યા છે ભાળે મારી,
એક દિવસનો મેળો સમજી,
સુઇ જશે કાલે એ પણ જો જો,
પણ તુ બી ચેતી જાજે એ કાચીડા,
ડગી જાશે તારુ આ સત્તાનુ સિંહાસન પણ,
જો એક વાર વિફર્યો આ મુળનિવાસી,
અત્યાચારી તારા અત્યાચાર બંઘ કર જે,
જાગી રહ્યો છે મુળનિવાસી,
સમાજ-જીવનમાં બદવાલ માંગી રહ્યો છે મુળનિવાસી,
-રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર










(14) "મૈયાના ભક્ત (દેખાડીયા)...!!!"
મૈયા જ્યારે મારવા સામે દોડે,
ત્યારે તેને હઽકારતા આજ મારા હાથ અને હોઠ થથરી જાય છે, કારણ
કે ક્યાક પેલા ગુંડા મૈયા રક્ષક(રાક્ષસ) ગુંડાગીરી કરવા આવી ના જાય રે...,
મૈયા જ્યારે રોડ પર ટ્રાફીક જામ કરે ત્યારે,
રોકતા આજ હુ ખચકાવ છુ, કારણ
કે ક્યાક પેલા ગુંડા મૈયા રાક્ષસ ગુંડાગીરી કરવા આવી ના જાય રે...
ઉકરડામાં પ્લાસ્ટીક ખાતી મૈયાને બટકુ રોટલો નાખતા આજ હુ અટકાવ છુ,
કારણ ભક્તો તેને ઘેર ખુંટો બાઘી મૈયાને ભર પેટ ભોજન કરાવતા ઘેર ઘેર દેખાય છે (????)
મૈયાનુ મૃત્યુ જયારે થાય છે,
ત્યારે તેનો અંતીમ સંસ્કાર કરવા કેમ ભક્તો નઠારા સાબીત થાય છે અને મારો દરવાજો ખખડાવવા કેમ મજબુર થાય છે??
વંશાનુગત ઘંઘો કરી પેટીયુ રળતા આજ હુ ગભરાવ છુ, કારણ
કે મૈયાની હત્યાના બાના હેઠળ મૈયાના દેખાડીયા રાક્ષસો, હથીયારો લઇ ગુંડાગીરી કરવા તૈયાર થઇ જાય છે........................................
"સર્મપિત ઉના બનાવના સમાજ બંઘુઓને"
- રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર












(15) "સમાનતાનો યુગ"
સમાનતાનો યુગ જરુરથી આવસે,
સ્ત્રી-પુરુષ સમાનતા લાવશે,
સમાનતાનો યુગ જરુરથી આવસે,
રાજા અને રંક બંન્નેને સાથે લાવશે,
સમાનતાનો યુગ જરુરથી આવસે,
બ્રાહ્મણ-શુદ્રમાં સમાનતા લાવશે,
સમાનતાનો યુગ જરુરથી આવસે,
જાતીગત અન્યાયો, સદંતર દુર ભાગશે,      
સમાનતાનો યુગ જરુરથી આવસે,
અન્ય વર્ણો પણ ઝાડુ સાથે નજરે આવસે,
સમાનતાનો યુગ જરુરથી આવસે,
ધર્મ અને જાતીથી ઉપર બંધારણને લાવશે...
સમાનતાનો યુગ જરુરથી આવસે,
નેતાઓને જનતાનાં સાચા સેવક બનાશે..
સમાનતાનો યુગ જરુરથી આવસે,
સાથો સાથ, સ્વતંત્રતા-બંધુતા-ન્યાયના મૂલ્યો લાવશે...
સમાનતાનો યુગ જરુરથી આવસે,   જરુરથી આવસે..જરુરથી આવસે..
-રાહુલ વાધેલા (કાતિલ)
જય ભારત...જય સંવિધાન......









(16) "ગૌરવ હણાય છે...!!!"
ભારત માતાનુ ગૌરવ,આજે ભક્તોને હણાતુ દેખાય છે...
તેને પુનઃ સ્થાપીત કરવા ભાત-ભાતની કૂચ કાઢતા જણાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે ઘર્મના નામે ભડકાવી, દંગાઓ થાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે સ્ત્રી ભ્રુણની હત્યા થાય છે..
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે  સ્ત્રી, પુત્ર ન જણતા અપમાનીત થાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે ઘરડા ઘર,જનેતાઓથી ઉભરાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે બહેનો પર, અેસીડ અેટેક થાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે દંભી સમાજથી ત્રાસી, કમને માતા-બહેનો દેહ વ્યપારમા ધકેલાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે દલિત-આદિવાસી બહેનોની,
આબરુના લીરા ખુલ્લે આમ થાય છે....
- રાહુલ વાઘેલા (કાતીલ)
જય ભારત...જય ભારત...જય ભારત...










(17) "દેશભકતિ અને દેશદ્રોહ"
આજ કાલ દેશભક્તિના નામે અમુક ભગવા ઝંડાધારી અને સમગ્ર ખાખી ચડ્ડીધારી પ્રમાણભૂત પ્રમાણપત્ર વહેચતા ફરે છે....
જેને ચાહે તેને અેક ધડીમાં દેશદ્રોહી કહી સરેઆમ ફટકારતા નજરે ચડે છે.....
દેશભક્તિનો જુઠ્ઠાડો ઝંડો પકડી,
જયા જુવો ત્યા દંગલ કરતા જડે છે.....
આ સમગ્ર નૌટંકીમા,
મનુવાદી મીડિયા પણ,
જોર સોરથી અને કાવાદાવા કરી સંપુર્ણ સાથે જડે છેે...
ચલ હટ દેશભક્તિના જુઠ્ઠા ગાણા ગાવા વાળા,
દેશભકતિનો ક..કો..શોધીલે તારા ભુતકાળમા...
અરે અેક વાર તો નજર કરીલે તારા ઇતિહાસમા...
ચાલ આજે તુ પણ શીખીલે "કાતિલ" ની ભાષામાં, દેશભકતીના મૂળાક્ષર,
સંવિઘાનના શબ્દોને સાકાર કરે,
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
જાતીવાદ, ધર્મવાદ, પ્રાંતવાદ,ભાષાવાદ દુર કરે,
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
સમાન હક્ક અને સન્માન મળે સ્ત્રીઓને,
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
કર પ્રયત્ન કરવા દુર,
ગરીબી, અશિક્ષા અને આ વકરતો ભ્રષ્ટાચાર,
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
રહે પ્રમાણિક અને વફાદાર,
ફરજોને તારી...
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
દેશભક્તિ અને દેશદ્રોહની આ છે "કાતિલ" ની પરીભાષા.....
આજ કાલ દેશભક્તિના નામે અમુક ભગવા ઝંડાધારી અને સમગ્ર ખાખી ચડ્ડીધારી પ્રમાણભૂત પ્રમાણપત્ર વહેચતા ફરે છે....
- રાહુલ વાધેલા (કાતિલ)
સુરેન્દ્રનગર
        જય સંવિધાન..
            જય ભારત...
               જય ભિમ...



(18) Tribute to ROHIT VEMULA
હુ આમ જ મરતો જવાનો,
ઇન્સાફની નિરર્થક આશમાં જ ઝજુમતો રહેવાનો...
કયારેક મારા નામને કારણે તો,
કયારેક મારા વિદ્રોહને કારણે,
ફનાહ થતો રહેવાનો...
કયારેક મનુવાદી રાજને કારણે તો,
કયારેક જાતીવાદી માનસીક દમનને કારણે,
હુ આમ જ મરતો રહેવાનો...
હવે તો જાગો મુળનિવાસી મૂક-બધીરો,
મારી આ સહાદતનો જાજો માતમ ના મનાવો..
નહીતર હુ આમ જ મરતો રહેવાનો..
જાતીવાદ સામેની જંગનો આગાઝ તો મે કરીયો છે..
અંતનો આરંભ તો તમે કરો,
અે રાહમા હુ ફરી કયારેક જીવતો થવાનો...
  
- રાહુલ વાઘેલા (કાતીલ)

















(19) मुक्ति दिवस की हार्दीक शुभकामनाये...
"चलो फिरसे मनुस्मृति जलाये"
चलो एक बार फिरसे उसे जलाये,
जो हमे इन्सान ना कहलाये...
चलो एक बार फिरसे उसे जलाये,
जीस मे औरतोको जानवर से बत्तर समजा जाये....
चलो एक बार फिरसे उसे जलाये,
जो समानता का सबसे बडा दुश्मन कहलाये....
चलो एक बार फिरसे उसे जलाये,
जीसने हमे सदीओ तक,
संपति और शिक्सासे महरूम रखवाया...
चलो एक बार फिरसे उसे जलाये,
जीस मे हमे, जनसामान्य से कार्य करने पर रोक लगाये...
जीसमे हमे, यह सब करने पर कडी से कडी सजा सुनाये...
चलो एक बार फिरसे उस मनु की स्मृतिको जला ये,
जो आजभी इन्सानीयत के खीलाफ कहलाये....
राहुल वाघेला (कातिल)


(20) "जाति नही जाती"
जाति वही है जो जन्म के साथही आती है....
जाति वही है जो मरने के बादभी नही जाती है....
जाति वही है जो ईन्सानो मे, जानवरो से भी ज्यादा पाइ जाती है....
जाति वही है जो ईन्सान को जानवर सा बना जाती है...
जाति वही है जो एक दुसरोमे नफरत के बीज बो जाती...
जाति वही है जो दो प्यार करने वालेको मीलने से रुकवाती है...
जाति वही है जो मुज जैसे कइ विद्रोहियों को पेदा कर जाती है....
फिरभी इस दूनिया से, इस देश से और इस समाजसे कतेइ दूर नही जाती है....
- राहुल (कातिल)















(21)  "ચુંટણી આવી..."
ચુંટણી આવી,ચુંટણી આવી...
રંગબેરંગી સપના જોવાની સીઝન આવી...
કમળ,પંજા,હાથી,ઘોડા અને ઘેટા બકરાઓને ખીલવા અને ચરવાની મૌસમ આવી...
આ સહુની સાથે અમુક ઉલ્લુ - ગઘેડાઓને ખુરસી પર બેસવાની અને ચુંટણીમાં ઉભા રહેવાની વઘુ અેક તક લાવી...
ચુંટણી આવી,ચુંટણી આવી...
આજ કાલ દેખાવાની અને પછી મી.ઇંડિયા (ગુમ) થઇ,
મલાઇ જાપટવાની ઉમેદવારોમાં આશા લાવી....
ચુંટણી આવી,ચુંટણી આવી...
મને આપો-મને આપો...
આપનો કિમતી મત મને આપો...
અેમ કગરવાની તાલાવેલી લાવી,
ચુંટણી આવી,ચુંટણી આવી...
કયાક પૈસાથી તો કયાક મદીરાથી,
જવાનીયાને ગુમરાહ કરવાની સાજીશો લાવી,
ચુંટણી આવી,ચુંટણી આવી...
સોચો, સમજો, જાણો અને મત તો કોઇને જરુર આપો,
અેવુ કહેવાની "કાતિલ" માટે અવસર લાવી....
ચુંટણી આવી,ચુંટણી આવી...
રાહુલ (કાતિલ)



(22) Deadly dedicated to only "गुमराह दलीत" (બંધ બેસતી પાધડી પહેરવાની છુટ)
आज अगर बाबा साहेब जिन्दा होते,
तो सायद फिर से रोये होते,
देख मेरे मूर्ख दलीतो को, माता के नाम गरबा घुमते, गहरी सोच मे खोये होते……
इन लोगो को प्रबुद्ध (बुद्धिजीवी)कहू या  फिर अबुद्ध(मूर्ख) इस सोच मे वो खोये होते……
ना आइ है ए तुम्हारी सिद्धि-संपति और शिक्षा इन 9 माताओ के कारण,
पर ए तो आई है सिर्फ बाबा साहेब के सन्विधान के कारण…
ए तो आई है सदीसे किये मुलनिवाशी महानायको के संघर्ष के कारण…
इन 33 करोडो को बाबाने भी जोडे थे हाथ,
लाने को सब मनुवादीयो मे समता, स्वतंत्र, बन्धुता और न्यायवाली शान……
पर अंत:,कर लाख प्रयत्न थक हार बाबाने भी कह दिया,
मे ना मानु एन बुत बने ब्रह्मा, विश्नू, महेश और ना ही मानू इस गौरी,गणेश को……
ए मेरे प्रबुद्धा(अबुद्ध) भाइ,
अभ भी ना आती इत्तिसी भी समज(सरम),
क्या कर रहे है हम,
बाबा के दीखाये करम…???
राहुल (कातिल)


                  

(23) "ક્યા કોઈને દેખાય છે……!!"
કત્લ અહિ કેટલા બધા થાય છે પણ તે ક્યા કોઇ ને દેખાય છે……
ક્યાક લાગણીઓના તો ક્યાક સ્વમાનના ચીરહન થાય છે, પણ તે ક્યા કોઈ ને દેખાય છે……
અહિ ભ્રસ્ટ આચરન અને બત્તર વહીવટ ખુલે આમ થાય છે, તો પણ કોઈ અમલદારને ખુલી આંખે ક્યા દેખાય છે……
અહિ કત્લ અને કામ કોઈ ઔર કોઇ કરી જાય છે અને  "કાતિલ"ના નામે કાયમ બસ નવાણીયા એમજ કુટાય જાય છે……
અહિ ધુતરાષ્ટ્ર અને ભીશ્મ એમ જ જોતા રહી જાય છે અને  ધૂતમા  પાંડવો એમ જ ધુતાય જાય છે……
કોઈને ક્યા કઈ દેખાય છે…
રાહુલ(કાતિલ)


(24)  "કરો વિસર્જન………"
આ વિસર્જનની સીઝનમાં ધણુ વિસર્જન થતા જોયુ જાય છે……
આ DJ અને ઢોલ-નગડાના ધોંઘાટમા,
શ્રીમતી sunny અને સિલા-મુન્નીને તાલે લોકોને જુમતા જોયા જાય છે……
જેનુ નામ છે તેનો નાદ ક્યાઈ ના દ્રશ્યમાન છે,
ના જ્ઞાન છે વિસર્જનનુ ના કોઈ ઉત્શવ ના ઉદભવનુ સ્થાનનુ,
લોકો બસ એમજ પોતની મજામા જ મદમસ્ત છે………
જો કરો છો વિસર્જન હર સાલ તો એક સાલ તો... કરો વિસર્જન, ઇન્સાની અહમનુ...
કરો વિસર્જન, આપસી રાગ દ્વેશનુ...
કરો વિસર્જન, ધર્મના નામે થતા અધર્મનુ...
કરો વિસર્જન, આ ઢોંગી બાબાઓ ના       
                      આડંબરનુ…
કરો વિસર્જન, ગરિબી-અશિક્ષાનુ……
કરો વિસર્જન, દંભી નેતાઓનુ……
કરો વિસર્જન, ધર્મના નામે ભેળવાતા ઝેરનુ,
કરો વિસર્જન, જાતીવાદી અસમાનતાનુ……
કરો વિસર્જન, વિવિધ નામી-અનામી  
                     ઈશ્વરવાદનુ……
કરો તો ખરા એક વાર સ્થાપન,
સર્વ ધર્મ સમ ભાવનુ………
સર્વ માનવ એક સમાનવાળ ભાવનુ……
આ વિસર્જનની મૌસમમા, ઘણુ બધુ થાય છે,
પર ઉપર કહેલી વાત ક્યાઈ ના દેખાય છે……
        
                          રાહુલ (કાતીલ)










(25) Dedicated to all one Day "देश भक्त" !!!!
आज सारे देश भक्त आए है एक साथ एक दिन नजर,
फेशबुक हो या व्होटस्एप कर ते सारे एक ही काम नजर,
सुभकामना और संदेशो का लगा देते ए भरमार,
पूछा जो इन सहजादो को क्या किया पूरे साल कोई देश सेवा या देश भक्ति वाला काम,
तो लगाये मीनट 5 ऐ सोच ने मे, क्या किया उन्होने कोई एसा काम ????
ए मेरे देशवाशीओ ना मनाओ यू जूठि आजादी का जस्न,
आओ जस्न आजादी तब मनाये.......
जब खत्म हो ए माहोले मजहबे रंजिस,
जब खत्म हो ऐ डग मागाए ईमान ए इंसान,
जब खत्म हो जात पात और जमिनि भेद भाव,
जब खत्म हो अन्धेरे ए अशिक्षा,
जब ना सोये कोइ नन्हा बच्चा भूखे पेट,
ना मांगे भीख यू चोराहे और रास्ते
जानता हु तहे दिल से ए मेरे देशवाशीओ और दोस्तो,
माने गे ए सब आप खयाली पुलाव और फिर कल होगी रोज जेसी ही सुबाह और साम,
कल फिर होगा खत्म रंगे ए  देश भक्ति,
कल फिर से होगा सिर्फ मै ही मै.. मै ही मै...बस मै ही मै....
                    
- राहुल "कातिल"




Facebook Profile : -Vaghela Rahul