August 26, 2017

"બંધારણ જ પ્રથમ અને અંતીમ ઉપચાર..."

By Rahul Vaghela || 26 Aug 2017


22 ઓગસ્ટ 2017 - 03 વિ. 02 અને 
24 ઓગસ્ટ 2017 - 09 વિ. 00

બે ઐતિહાસિક દિવસો અને બે ઐતિહાસીક નીર્ણયો લેવાયા લોકશાહીનાં અતીમહત્વનાં અંગ એવી ન્યાયપાલીકા દ્વારા કે જેનાં પર હજું પણ આ સ્વતંત્ર અને ગણતંત્ર ભારત દેશની ગરીબી, અન્યાયોનો ભોગ બનનારી, અસમાનતાનો ભોગ બનનારી અને ભ્રષ્ટાચારનો ભોગ બનનારી પ્રજાનો વિશ્વાસ થોડા અંશે ટકી રહ્યો છે.
સૌ કોઇ આ બંને ચુકાદાઓ એટલા માટે ઐતિહાસીક ગણે છે કારણ કે એક ચુકાદોએ પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાની વ્યક્તિગત સરમુખત્યારશાહી (હિટલરશાહી) અને બીજો ચુકાદો મળેલ સત્તાને કારણે સરમુખત્યારશાહી હક્કો ભોગવતા રાજતંત્ર સમુહને ધોબીપછાડ આપનાર છે.
22 ઓગસ્ટે, સર્વોચ્ચ ન્યાયાલયનાં પાંચ જજો દ્વારા એકસાથે ત્રણ તલાકના કહેવાતા ધાર્મિક (કુ)રીવાજને 02ની સામે 03ની બહુમતિથી રદીયો આપ્યો અને ત્રણ તલાકને ગેરબંધારણીય ઠેરવ્યું. જયારે બીજા ચુકાદો બંધારણીય બેચ દ્વારા પ્રાયવશી(અંગતતા) પર આપ્યો. જેમાં 09 જજોએ એક સહમતિથી ચુકાદો આપીને બંધરણીય ગરીમાને એક નવું આયામ આપ્યું છે અને સ્પષ્ટ કરી આપ્યું કે મુળભૂત અધીકારો પર કોઇ પણ રીતે તરાપ કે કાતર ફેરવી શકાતી નથી. હા એ વાત ખરી કે Fundamental rights is not absolut but there is reasonable restrictions  (only if it has reasonable basis or reasonable materials to support it).
ચુકાદમાં કોઇ પણ વ્યક્તિની પ્રાયવશી એ બંધારણના અનુચ્છેદ 21 મળેલ જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણનો જ ભાગ છે.

ઉપરોક્ત બંન્ને ઐતિહાસીક ચુકાદાઓ એ સ્પષ્ટ કરી આપ્યું છે કે કોઇ પણ મુળભૂત અધીકરોનું અવમૂલ્યન થતું હોય અથવા રોકાય જતા હોય તો તેને સામે મક્કમ રીતે ન્યાયની માંગ કરવામાં આવે તો ન્યાય જરૂરથી મળે જ છે. અન્ય એક વાત પણ સ્પષ્ટ થાય છે કે કોઇ પણ સામાજિક વ્યવસ્થા જેમાં મૂળભુત આધીકારોની અનદેખી કરી કોઇ પૂર્વવ્રત પ્રથા પ્રમાણે નહીં ચાલ્યા કરે તથા જ્યારે અરજકર્તા જસ્ટી.(નીવૃત) કે. એસ. પૂટ્ટાસ્વામી અને અન્યના પ્રાયવશી બાબતના ચુકાદા પરથી કહી શકાય કે કોઇ પણ સરકારએ મેનેજર કે જનતાની સર્વીસ પ્રોવાઇડર છે નહીં કે માલિક એટલે તેણે કોઇ પણ વ્યક્તિની અંગતતામાં તેણી જાણ બહાર કે પુછ્યા વગર કોઇ પણ અડપલા કરવાના નથી.
દોસ્તો આ તકે મને અતીપ્રીય એવી 3 ઇડીયટનો ફીલ્મનો તકીયા કલામ યાદ આવે છે "ऐ मंतर बेटा याद करलो यहा इसकी बहुत जरुरत पडने वाली है ।" તો દોસ્તો  હાલ જે પરીસ્થિતીમાં દેશ ચાલી  અને પસાર થઇ રહ્યો છે એ સ્થીતીએ હું પણ આપને એક મંત્ર આપવા માંગુ છે કારણ આગળ જતાં આ આજ ઉપયોગી થવાનો છે...જો કે આ મંત્ર મારી કોઇ ઘરની ઉપજ નથી આ તો સ્વતંત્રતા સમયનાં ભારતના શ્રેષ્ઠ બુધ્ધિધનની 2 વર્ષ, 11 મહીના અને 17 દિવસની મહેનતનો અર્ક છે. હા, હું વાત કરી રહ્યો છું ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાં લાગે સમય અને તેનો નીચોડ એટલે બંધારણનું આમુખ અને તેમાં જ છે દરેક ભારતીયોએ ગોખી લેવાનો મહામંત્ર એટલે કે 
  • JUSTICE (ન્યાય-સામાજિક, આર્થિક તથા રાજકીય ), 
  • LIBERTY (સ્વાતંત્ર્ય- વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, શ્રધ્ધા તથા પૂજા),
  • EQUALITY (દરજ્જાની તથા તક અપાવવા) AND 
  • FRITERNITY (ભાતૃભાવ)


કોઇ પણ જગ્યાએ કે કોઇ પણ સરકારી નીતિ/યોજનામાં જો ઉપરોક્ત 04 શબ્દોમાંથી કઇ પણનો ઉલંઘન કે રોક લાગતી હોય તો સીધો જ બંધારણીય મૂલ્યોનો ભંગ થાય છે અને લોકશાહીના મહત્વનાં આધારસ્તંભ એવા ન્યાયતંત્રનો સહારો લઇને ચોક્કસ વીજયી થવાય છે, જેવી રીતે સાયરા બાનો  તથા અન્યો અને જસ્ટી.(નીવૃત) કે. એસ. પૂટ્ટાસ્વામી તથા અન્યોનો થયો...
મે તો ગોખી લીધો છે આ મંત્ર અને જયા જયા નોકરી કરી ત્યાં ત્યાં દિવાલે લગાવી, સમજાવવા પ્રયત્નશીલ રહું છુ સૌ સહકર્મીઓ અને મીત્રોને...
"રાષ્ટ્ર કે કોઇ સમાજ વ્યવસ્થા નથી ચાલતી કોઇની મન-મરજીથી,
પણ અંતે તે તો ચાલે છે બાબાસાહેબના બંધારણથી...."

રાહુલ વાધેલા 
જય ભારત...જય સંવિધાન....



સાયરા બાનું...



 91 વર્ષીય નીવૃત જસ્ટિસ પુટ્ટાસ્વામી..

No comments:

Post a Comment