સમજાવામાં ધર્મ સફળ રહ્યો છે
પણ, માણસમાં ભગવાન છે એ
સમજાવામાં ધર્મ નિષ્ફળ રહ્યો છે!!"
આનુ મુખ્ય કારણ ધર્મના નામે ચાલતા ધતિંગ અને ધર્મના એજન્ટો બાકી દુનિયાનો એક પણ ધર્મ ખરાબ નથી ફ્રાન્સ ,જાપાન અને અમેરીકાના લોકો સ્વતંત્ર વિચારી શાંતિમય વાતાવરણમાં પોતે વિકસે છે કારણ એ લોકો ધર્મનુ સાચુ અર્થઘટન કરે છે જ્યારે ભારતમાં આપણે ધર્મના નામે મુદ્દાઓ ઉછાળીને પબ્લિસીટી મળે ,રુપિયા મળે અને ઉંચ સ્થાન મળે એ તરફનાં પેંતરા કરતા હોઈએ છીએ આ જ કામ હોય છે ધર્મના નામે ધતિંગ કરનાર લુખ્ખાઓનુ જે લોકોને માનસિક રીતે ઝકડી રાખે છે ..
હુ હમણાં S.C. માં GPSC માં પ્રથમ છે એવા વિમલક્રિતિ ચક્રવર્તીના ઘેર જુનાગઢ ગયો હતો જે ડેપ્યુટી કલેક્ટરમાં નિમણુક પામ્યા છે એ સ્વતંત્ર વિચારો અને બુધ્ધના નિરાકારી વિચારોમાં જ માને છે ,એમાં મુર્તી અને વ્યક્તિ પુજા નેકોઈ સ્થાન જ નથી..
જ્યારે આપણે બધા તો કોઈ બાવો આવે ભલે એ સુકો અને ગાંજો ફુંકતો એની આરતી ઉતારીશુ અને ચરણોમાં જ પડીશુ અને એથી પણ વિશેષ એને જે કીધુ એ સુવર્ણ મોતી માની લઈને એના જ વિચારો તર્ક લગાવ્યા વગર ફેલાવીશુ આ એક પ્રકારે એક માનસિક બંધન જ છે ,એક પ્રકારે મેન્પાલિટી સેટ કરી દેવામાં આવી છે કે જે હરહંમેશ એક ભય ના ઓથાર નીચે જીવીએ..
જ્યારે ધર્મ ના ઓરીજનલ વિચાર અને સિધ્ધાંત ને વળગી ને આપણે જીવનમાં સ્વરીતે જીવશુ ત્યારે જ સંપૂર્ણ વિકાસ સાધી શકાશે અને નવી પેઢીને આજ વસ્તુ સમજવાની જરુર છે કે ગણપતિ ફાળો આપ્યા કરતાં કોઈને મદદ કરીએ તો એ અતિ ઉપયોગી નિવડશે જ્યારે ગણપતિ તો અંતે વિસર્જન કરીએ છીએ જેની હાલાત વિસર્જન પછી જોવાની કે દસ દિવસ પુજા કરી એમાંથી અચાનક ભગવાન ક્યાં ગયા બસ થોડી માનસિકતા જ બદલવાની જરુર છે જે આપણને ગુલામ રાખે છે અને જાતિવાદ નુ મુખ્ય કારણ પણ એ જ છે.
અસ્તુ !જય ભીમ
એ.પી.પાલનપુરી
No comments:
Post a Comment