Right to Privacy
निजता का अधिकार
ગઇ કાલે સુપ્રિમ કોર્ટનું એક લેન્ડમાર્ક જજમેન્ટ આવ્યુ તેમાં બંધારણીય બેન્ચ તમામ જજસાહેબે ૯/૦ ના મતોથી રાઇટ ટુ પ્રાઇવેસીના અધિકાર ને બંધારણીય ઘોષિત કર્યો. આ જજોનું કહેવુ છ કે બંધારણમાં આ હકનો સ્પષ્ટ ઉલ્લેખ નથી તેથી માત્રથી તમને આ હક ના મળે ત વાત તદન ખોટી છે કારણ કે બંધારણમાં આપેલા વિભિન્ન હકોમાં આ હકની સુગંધ જોવા મળે છે. જુદા જુદા હકોનું બારીક નિરિક્ષણ કરતા ફલિત થાય છે કે આ હક પણ બંધારણીય હક જ છે. આખું જજમેન્ટ અમારા એક ઓફિસર મિત્રએ મને મોકલ્યું છે. પુરુ વાંચીને ફરીથી જાણ કરીશ. પરંતુ આ હકને કારણે શુ ફેરફાર આવશે તેના વિશે કહુ.
ત્રણ દિવસ પહેલા આઇડીયા કંપની તરફથી મારી પર કોલ આવ્યો. તેમની સ્કીમ વિશે કહે તે પહેલા મે તેમને પુછયુ કે મેડમ મારો મોબાઇલ નંબર ક્યાંથી મળ્યો. સાચો જવાબ આપી ના શક્યા.
ઉપરના અધિકારથી તમારી કોઇ પણ માહિતિ બીજું કોઇ પણ પછી તે કંપની હોય કે ગમે તે પણ તમારી ઇચ્છા વિના તમારી માહિતિ લઇ ના શકે. સ્કુલમા ભણતા દસમા ધોરણના વિધ્યાર્થીઓના મોબાઇલ નંબર કે ધો ૧૨ મા પાસ થયેલા વિધ્યાર્થીઓના નંબર ટ્યુશન કલાસ વાળા કે કોલેજ વાળા લઇ જાય છે અને પછી તમને કોલ કરે છે. બેન્ક વાળા, ક્લબ વાળા તમને કોલ કરીને હેરાન કરે છે. તમારી ઇચ્છા વિરુદ્ધ તમારા મેલ પર માર્કેટિંગ ના મેસેજ મોકલે છે તેની પર લગામ આવશે. કોઇ પણ કોલ આવે તો તે નંબર વાળાને કહી દો હુ પોલિસ મા ફરિયાદ કરીશ. આ હેરાનગતિમાં થી ઉપરનો અધિકાર તમને સંપુર્ણ મુકિત અપાવે છે.
બંધારણ ના દરેક હકના વખાણ કરીને જજોએ કહ્યુ છે આનાથી બીજુ શુ હોય જેમાં દરેક હકનો ઉલ્લેખ હોય
ચંદ્રચૂડ નામના જજ સાહેબે તેમના જ પિતાએ આપેલા હુકમને ફેરવી તોળ્યો છે અને સૌથી વધુ છણાવટ આ જજ સાહેબે કરી છે. એનડીટીવી પર આવેલા કાનુન નિષ્ણાત ફેજાન સાહેબે કહ્યુ કે ચંદ્રચૂડ સાહેબને PhD ની ડીગ્રી આ જજમેન્ટ માટે મળવી જોઇએ.
પણ આ બધાના મુળમા બાબાનું બંધારણ છે તે ખાસ કરીને આપણે ભુલી ગયા છે.
દિનેશ મકવાણા
અજમેર ૨૫/૮/૨૦૧૭
No comments:
Post a Comment