May 03, 2017

લાખો લોકો કંપનીરાજની ભારત પર સ્થાપના થાય તે માટે ઉત્સુક હતાં : વિજય મકવાણા

ભારતની નસનસમાં વ્યાપેલાં ધાર્મિક ભેદભાવ તથા જાતિવાદને કારણે પ્લાસીની જમીન પર કોઇ મોટું યુદ્ધ નહોતું થયું.
અંગ્રેજો ના 65 તથા નવાબ સિરાજ-ઉદ-દૌલાના 500 એમ કુલ મળીને 565 સૈનિકોના મરણ થયા હતાં. સંખ્યાનો સરવાળો હજારનો પણ નહોતો થયો અને 12 કરોડની વસ્તીવાળો દેશ ગુલામ બની ગયો.
પ્લાસી યુદ્ધ નો વિજેતા નાયક લોર્ડ ક્લાઇવ પ્લાસીનું યુદ્ધ જીતીને જ્યારે મુર્શિદાબાદમાં પોતાના 700 સૈનિકોને લઇ પ્રવેશ કરે છે તે વખતનું વર્ણન ક્લાઇવ પાર્લામેન્ટની કમિટી સમક્ષ આ રીતે કરે છે.
''નગરના લોકો, જે એ સમયે આ નજારો જોઇ રહ્યાં હતાં તેમની સંખ્યા લાખેક જેવી હતી. જો તેમણે ધાર્યું હોત તો લાકડીઓ અને પત્થરોથી અમને અંગ્રેજોને ત્યાંજ ખતમ કરી શક્યા હોત..પણ તેઓએ તેમ ન કર્યું..''
- ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ (ઇતિહાસકાર)

તેમની આ પોસ્ટ પર મારી ટીપ્પણી!
સર જી, પ્લાસીનું યુદ્ધ તો 1757માં ઘણાં સમય પછી લડવામાં આવ્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપની 1603 થી બંગાળ સહીત સમગ્ર ભારતમાં કોઇપણ જાતિ-ધર્મના ભેદભાવ વિના દોઢ સદીથી કારોબાર કરી રહી હતી. હજારો લોકો કંપનીમાં કામ કરી રહ્યાં હતાં. કંપની મફતમાં 'વેઠ' નહોતી કરાવતી. મહેનતનું પુરેપુરુ વળતર ચુકવતી. લાખો લોકો કંપનીરાજની ભારત પર સ્થાપના થાય તે માટે ઉત્સુક હતાં.

માનવતાવાદી શાસકોના સ્વાગત માટે ફુલોનો વરસાદ થવો જરુરી હતો. પ્લાસીની આ લડાઇ બાદ 1793માં કંપનીએ બંગાળ માં ગવર્નમેન્ટ એક્ટ લાગુ કર્યો. અને બંગાળના દરેક નાગરિકને સંપતિ સંચય કરવાનો અધિકાર આપ્યો. બંગાળના અછૂતોએ સદીઓ પછી દરજીને વસ્ત્રો સીવવાના ઓર્ડર આપ્યાં અને પોતાના પહેરણમાં 'ખીસ્સું' હોય તેવી ઇચ્છા વ્યક્ત કરી. અછૂતોને કરેલાં કામનું મહેનતાણું મળતું થયું..!!
-વિજય મકવાણા

Image may contain: text



Facebook Post :- 




કાઠિયાવાડ, વોકર કરાર અને ભીમાકોરેગાઁવ : વિજય મકવાણા

By Vijay Makwana  || January 1, 2017 



કાઠિયાવાડ, વોકર કરાર અને ભીમાકોરેગાઁવ!!


છેલ્લે હમણાં પ્લાસી યુદ્ધ વિશે ઐતિહાસિક માહિતી આપતી પોસ્ટ કરી. તેમાં મેં જણાવેલ કે, ભારતના લોકો કંપની/બ્રીટીશ સરકાર બને તે માટે વધુ ઉત્સુક હતાં. માનવતાવાદી, ન્યાયપ્રિય શાસકો કોને ન ગમે?? આજે વધું એક સબૂત!


19 ડિસેમ્બર 1803ના રોજ ચિતળ, જેતપૂર, મેંદરડા, અને કુંડલાના કાઠી દરબારોએ અંગ્રેજી હકુમતના કર્નલ વોકરને પત્ર લખી સૌરાષ્ટ્રમાં ગાયકવાડી-પેશવાનો ત્રાસ છે તેવું જણાવી સૌરાષ્ટ્રની સતા અંગ્રેજી હકુમતના હાથમાં લેવા વિનંતી કરી હતી. ત્યારબાદ 30 ડિસેમ્બર 1803ના રોજ જોડીયાના દરબારે, પછી મોરબીના રાજવી જીયોજી જાડેજાએ, ધ્રોળ-ખીરસરાના દરબારે, અને 26મી મે 1807ના રોજ લાઠીના રાજવી કલાપીના પુર્વજોએ પણ પત્ર લખી અંગ્રેજો પાસે મદદની માંગણી કરી હતી. કર્નલ વોકરે આ તમામ પત્રો મુંબઈ સરકારને મોકલી તેમનું માર્ગદર્શન માંગ્યું. જવાબમાં મુંબઈ સરકારે જણાવ્યું કે, '' સૌરાષ્ટ્ર ના તાલુકદારો અંગ્રેજી રાજના તાબા હેઠળ આવવા વિનંતી કરે છે, તે આપણને મનગમતું હોય. તો પણ તેના બધાં પાસા તપાસી જવા, બ્રીટીશ સરકાર ને કોઇ મુલ્ક વિના વિઘ્ને મુફતમાં મળતો હોય તો તે ખુશીની વાત છે''


અને તે જ વર્ષે 1807માં સૌરાષ્ટ્ર માં અગ્રેજ હકુમતની સ્થાપના થઇ! કાઠિયાવાડ અને અંગ્રેજી હકુમત વચ્ચે વોકર કરાર થયાં!


હવે વાત દલિતોની! ભીમાકોરેગાઁવની લડાઇ સૌરાષ્ટ્ર માં અંગ્રેજી હકુમતને વધું મજબૂત કરે છે. કેવી રીતે? 500 મહાર સૈનિકો 28000 પેશવાઓને નામોશીભરી હાર આપે છે. તે ઘટના બાજીરાવ પેશવાના દિમાગમાં ડર બેસાડી દે છે. બરાબર પાંચ માસ પછી પેશવા અંગ્રેજી હકુમતને શરણે થાય છે. 1818 સુધી પેશવાનું લશ્કર ગાયકવાડી લશ્કર સાથે મળી જુનાગઢ, જામનગર, ભાવનગર પાસે ખંડણી ઉઘરાવતાં. અંગ્રેજોની શરણાગતિ સ્વીકારતાં અંગ્રેજો માટે ગાયકવાડી ફોજ સામે જ કાર્યવાહી કરવાની બચી. 1818માં પેશવાઓ સામે લડેલી 'મહાર બટાલિયન' ને 1820માં 'બેટલ ઓફ કાઠિયાવાડ' લડવા બોલાવવામાં આવી. 1821નું વર્ષ પુરું થતાં સુધીમાં સમગ્ર ગુજરાત પર અંગ્રેજોનો કબજો સ્થપાયો. થેંક્સ ટુ મહાર!


-વિજય મકવાણા




નૈતિકતાને તકલાદી વ્યાખ્યાઓમાં ન બાંધી શકાય : વિજય મકવાણા

માનવના હિંસા, પ્રેમ, ઘૃણાથી ભરેલાં ગુણ તથા તેનો સુરક્ષાત્મક, સામ્રાજ્યવાદી સ્વભાવ, પોતાની જેવા જ ધર્મ, સંસ્કૃતિ, જીવનધોરણ જીવતા લોકો સાથે રહેવાની પ્રવૃતિ જેવા તમામ વ્યવહારો કોઇ ધર્મ કે વ્યવસ્થાને કારણે નહી પરંતુ તે તમામ ગુણ, સ્વભાવ, પ્રવૃતી માનવ મનોવિજ્ઞાનમાં સામેલ છે.
જો માનવના વ્યવહારને નાસ્તિક-આસ્તિક, અધાર્મિક-ધાર્મિક જેવા શબ્દોમાં કે બીજી કોઇ નવી વ્યાખ્યામાં સીમિત કરી દેવામાં આવે તો માનવનો વ્યવહાર તે બધી નવી વ્યાખ્યાને દૂષિત કરી નાખશે કેમ કે, છેવટે માનવ આનુવંશીકતા અને વાતાવરણ અનુસાર જ મનોવૈજ્ઞાનિક તરીકાઓ મુજબ જ વ્યવહાર કરવાનો! એટલે જ નૈતિકતાને આવી બધી તકલાદી વ્યાખ્યાઓમાં ન બાંધી શકાય.
અને બીજી વાત નાસ્તિક-આસ્તિક જેવા શબ્દો ભવિષ્યમાં નથી રહેવાના કેમ કે, ભાષાઓ, સંસ્કૃતિઓ, સભ્યતાઓ, જીવનધોરણની પણ એક ચોક્કસ ઉંમર હોય છે. ભાષાઓ મરતી રહે છે. સંસ્કૃતિઓ કાળના ગર્તામાં વિરામ પામતી રહે છે. સભ્યતાઓ આજે છે તેવી ક્યારેય નથી રહેવાની અને જીવનધોરણ તો સમયાનુસાર પોતાના સ્વરુપો બદલ્યાં કરે છે!!
જય ભીમ દોસ્તો!

-વિજય મકવાણા


Facebook Link :- 

સૌથી મુર્ખ અને નાલાયક માણસ તે છે જે રાજનીતીઅને રાજકારણથી દૂર ભાગે છે : વિજય મકવાણા

સૌથી મુર્ખ અને નાલાયક માણસ તે છે જે રાજનીતી અને રાજકારણથી દૂર ભાગે છે. અને પોતાની છાતી ફુલાવી ગર્વ લેતો હોય છે કે, મને તો રાજકારણથી ખૂબ જ નફરત છે. ''બંદા તો અપની મસ્તીમેં મસ્ત રહતા હૈ'' અરે દેડકાની ઔલાદ! બજારમાં નિકળ પેટ્રોલ, બસ-ટ્રેન ભાડું, શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, મીઠું-મરચું, દવા-દારું ખરીદ તો ખરો. મુર્ખ! આ બધી ચીજવસ્તુઓનો ભાવવધારો રાજકીય નિર્ણયોના આધારે થાય છે. ડફોળ! તારી જેવાની ગૈરભાગીદારીના કારણે જ આ ડાકુઓથીય, લુંટારાઓથીય હરામી પીંઢારા નેતાઓને ફાવતું જડ્યું છે. અને તેઓ સરેઆમ બહુરાષ્ટ્રિય કંપનીઓના ગુલામ બની ગયા છે.
#જયભીમ

~વિજય મકવાણા



Facebook Post :-

દુનિયા એક એવી દુકાન કે જેને શટર નથી : વિજય મકવાણા

સમગ્ર દુનિયાની અર્થ વ્યવસ્થા પર નજર કરો!
આજે તમે કામ કરો છો તે તમને લાગે છે કે, તમારું કામ છે અને તમે તમારા માટે કરી રહ્યાં છો પરંતુ ખરી હકિકતે તમારા માટે નથી કરી રહ્યાં કે એ તમારું કામ પણ હોતું નથી. ખરી હકિકતે તો તમે જીવતા રહી શકો એ માટે કોઇ બીજાએ સોંપેલા કામને પૂર્ણ કરી રહ્યાં છો. જેનો 80% આર્થિક ફાયદો બીજા મેળવી રહ્યાં છે. મહેનત, પરસેવો, સમય બધું તમારું હોય છે. અને અમીરી બીજા લોકોની વધી જાય છે. આ વ્યવસ્થા માં તમે ગુલામ છો અને તમારું કામ ગુલામી!
ફ્રાંસની ક્રાંતિ પછી દુનિયાને ઔદ્યોગિક ક્રાંતિને નામે 24×7 ખુલ્લી રહેતી દુકાન બનાવી દેવામાં આવી છે. એવી દુકાન કે જેને શટર નથી.
#જયભીમ
~વિજય મકવાણા


Facebook Post :- 

વૈચારિક તફાવતની તુલના : વિજય મકવાણા

આંદોલનની સફળતા સ્થળ પર તેને કેટલાં લોકોનું સમર્થન છે. કેટલાં લોકો સ્થળ પર એકઠાં થયાં. તેની આંકડાકીય માહિતી પર નથી અંકાતી..
આંદોલનની સફળતા કેટલાં લોકો તેમાં સક્રિય વિચારધારાથી પ્રવૃત છે તેના પર અંકાય છે. તમે ફેસબુકનો જ દાખલો લો, એક સામાન્ય નજર તમારા ફેસબુક દોસ્તોની વોલ પર ફેરવો. તેમનો બે-ત્રણ વર્ષ જુના સ્ટેટસ વાંચો. અને વર્તમાન સ્ટેટસ વાંચો. બન્ને વચ્ચે વૈચારિક તફાવતની તુલના કરો. આંદોલન ક્યાં સુધી પહોંચી ગયું છે તેનો અંદાજો મળી જશે. કેટલું સક્રિય છે તે પણ જાણવા મળી જશે. લોકો વિચાર મુકે છે તો તે વિચારને વળગી રહેવા પ્રયત્નો પણ કરવાના. અને પ્રયત્નો કરવાવાળાની સંખ્યા 15% હોય તો અંદાજે સાડા ત્રણ કરોડ લોકો દેશમાં વ્યવસ્થા પરિવર્તનની ઇચ્છા રાખે છે. આ સફળતા છે!
~વિજય મકવાણા



Facebook Post :-

પાકિસ્તાન ભારતીય નરકનો અરીસો છે : વિજય મકવાણા

પાકિસ્તાન વિ. ભારત એ માત્ર કોરી કલ્પના છે. બન્ને એકજ પાટા પર સમાંતર ચાલી રહ્યાં છે.
પાકિસ્તાન ના એક ગવર્નર સલમાન તાસિર ઇશ નિંદાની આરોપી આસિયાબીબીને માત્ર મળવા જાય છે. કટ્ટરવાદીઓ સલમાનની બેરહમીથી હત્યા કરી નાખે છે. લોકો ત્યાં પણ ખામોશ છે.
મલાલા ત્યાં પણ દેશની પરિક્રમા કરે છે. લોકો મૌન છે.
અહીં દાભોલકર, પાનસરે, કાલબુર્ગીને ગમે ત્યારે રહેંસી નખાય છે. કોઇ શોર નથી..
સોની સોરી અહીં પણ કૈદ છે. લોકો નો અવાજ પણ નથી નિકળતો..
પાકિસ્તાન શાંતિ, સમાનતા, હક્ક-અધિકાર, બંધુતાનો માપદંડ નથી. પાકિસ્તાન તો જે લોકો ડરી ગયા છે તે ફરી માથું ન ઉંચકે તે માટેનું સબળ શસ્ત્ર છે. પાકિસ્તાન ભારતીય નરકનો અરીસો છે.
કેટલીક સરકારો જનતાના દિલો પર રાજ કરે છે. તે શાસન વ્યવસ્થા વડે જનતામાં સુસંસ્કારો પેદા કરે છે. કેટલીક સરકારો ફક્ત લોકો પર શાસન કરે છે. તે ફક્ત વૈમનસ્ય, વેરના બીજ રોપે છે. અને લોહીની ખેતી કરે છે. જનતા ના મનોવિજ્ઞાન અને સરકાર વચ્ચેના સંબધો વિશે વિસ્તૃત અભ્યાસ થવો જોઇએ. કેટલાંક શાસકોને દુનિયા આજે પણ ગૌરવપૂર્વક યાદ કરે છે. તેઓ જે આપી ગયાં છે તે આજ પણ જીવીત છે. કાળના ગર્તામાં બધું ડૂબી નથી જતું..સત્ય જેટલું તરલ કશું નથી..
-વિજય મકવાણા


Facebook Post :-

સમજાય તો

''..લોકો રાજનીતિમાં કાયમ છળ અને આપઠગાઇના શિકાર બન્યાં છે અને ત્યાં સુધી બનશે જ્યાં સુધી તેઓ તમામ નૈતિક, ધાર્મિક, રાજનૈતિક અને સામાજિક કથનો, ઘોષણાઓ, અને વચનો-વાયદાઓની પાછળ કોઇને કોઇ વર્ગના હિતો સમાયેલાં છે તેની જાણકારી મેળવવાનું નહી શીખે..''

વિજય મકવાણા




વાંસને ઘાસનો દરજ્જો આપવાનું આંદોલન : વિજય મકવાણા

રાષ્ટ્રની જનસંખ્યા સવાસો કરોડ છે. તો સમસ્યા પણ સવાસો કરોડ હોવાની. કેટલીક સામાજિક, આર્થિક, શૈક્ષણિક સમસ્યાઓ હોય છે જે સમગ્ર સમાજને અસર કરતી હોય છે. જેની ચર્ચા એક વિશાળ જનસમૂહ કરતો હોય છે. પણ નાનકડા જનસમૂહની ચર્ચા ભાગ્યેજ થાય છે. દેશમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ, પૂંજીવાદ, સ્ત્રીમુક્તિ, રાજનીતિ સુધારના આંદોલન ચાલી રહ્યાં છે. તેની વચ્ચે એક નાનકડું આંદોલન ચાલી રહ્યું છે.
''વાંસને ઘાસનો દરજ્જો આપવાનું આંદોલન''
ભારતીય વન અધિનિયમ મુજબ વાંસ વૃક્ષ ની શ્રેણી માં ગણવામાં આવે છે. તેથી વનવિભાગ તેને વૃક્ષ ગણી સંરક્ષણ આપે છે. વાંસની ચીજ વસ્તુઓ બનાવતો સમુદાય તેથી નારાજ છે. એક અધ્યયન મુજબ વાંસ ના ઉત્પાદનમાં ભારત મોખરે છે. કુલ 90 લાખ હેક્ટરમાં વાંસના જંગલો છે. પરંતુ તેની બનાવટની ચીજવસ્તુઓ ના ઉત્પાદન-વ્યાપારમાં ભારત માત્ર 4.3% હિસ્સો ધરાવે છે. દુનિયા ના બીજા દેશોમાં વાંસને ઘાસ ગણવામાં આવે છે. આપણા પડોશી દેશ ચીનમાં વાંસને વન વિભાગ ઘાસ ની શ્રેણીમાં ગણે છે. ચીન અંદાજે 40 લાખ હેક્ટરમાં વાંસની ખેતી કરે છે. પરંતુ વાંસની બનાવટોના ઉત્પાદન-વ્યાપારમાં ચીનનો ફાળો 50% જેટલો છે. વધું માં એ નોંધ લેવી કે, ભારત ચીનના વાંસ ઉત્પાદનો આયાત કરે છે. આ આંદોલન ગરીબ ગણાતા વાંસફોડીયા આદિવાસી લોકો કરી રહ્યાં છે. સરકાર 1992 થી સાંભળતી નથી. 2006 થી સુપ્રિમ કોર્ટમાં આદિવાસીઓ ની પીટીશન પેન્ડીંગ પડી છે. રેકર્ડ દફતરો માં ફાઇલો પર ધૂળ ચડી રહી છે. બીજું સરકાર બહાદુર નું મહાન સ્વપ્ન છે કે, જંગલો કોર્પોરેટને સોંપવા! આંદોલનો તો ચાલ્યાં કરે..લોકો શું કરી લેવાના છે.?? 
#ફિરભીદિલહૈહિન્દુસ્તાની
-વિજય મકવાણા







Facebook Post :-


ભારતનો પૂંજીવાદ જાતિના કારણે મજબૂત છે : વિજય મકવાણા

હું સામ્યવાદ-માર્કસવાદની ટીકા નથી કરતો. શોષણ સામે લડતા કોઇપણ વાદને હું સ્વીકારું છું. પણ સામ્યવાદીઓ-માર્કસવાદીઓ તેમની લડતમાં પૂંજીવાદને પહેલાં પ્રધાન્યતા આપે છે. જાતિવાદને બાદમાં..ખરી હકિકતે ભારતનો પૂંજીવાદ જાતિના કારણે મજબૂત છે. તમે જાતિવાદી વ્યવસ્થા તોડ્યાં વિના પૂંજીવાદનો 'મુંવાળોય' ન તોડી શકો! આ પરમ સત્ય છે. ભારતમાં માર્કસ વિચારધારાને આવ્યા 90 વરસ થયાં. હજી વ્યવસ્થાનો પાયો હચમચી ઉઠે તેવું એકપણ આંદોલન નથી થયું કે વાતાવરણ પેદા નથી કરી શકાયું. તેનું એકમાત્ર કારણ જાતિવાદ છે. જ્યાં સુધી 'પવિત્ર સૂતરના તાંતણા' વડે દોરી સંચાર થશે..ત્યાં સુધી માર્કસ,લેનીન,ફેડરિક,રેનોન વિગેરે મહાત્માઓના ભૂત ભારતના સીમાડા બહાર રઘવાયાં થઇ ભટકશે.!
-વિજય મકવાણા






Facebook Post :-

કવિતા : હું ક્રાંતિ છું

સાંભળી લે!
આ પહેલાં પણ
હું હજારોવાર 
કતલ થયો છું.
ક્યારેક
તીક્ષ્ણ ખંજરોના વારથી
કદીક છાતીની 
આરપાર 
નિકળેલી તલવારથી
મને બેડીઓથી 
જકડીને
સદીઓ બાંધી રખાયો છે.
શૂળીઓ પર ટાંગી
જાહેરમાં 
પ્રદર્શિત કરાયો છે
યા તો
તેલ છાંટી જીવતો
સળગાવ્યો છે.
આજે પણ
તૂં મને બંદૂકની ગોળીથી
વીંધી નાખશે
એ હું જાણું છું
તેમ છતાંય મને ભરોસો છે કે,
હું 
ફરી કોઇ મહેનતકશ
પરસેવાથી તરબતર
મહેંકતા શરીરોના સંસર્ગથી
ગુલામ જાંઘોની વચ્ચે
મુક્તિની ઝંખના સાથે પેદા થઇ જવાનો!
કેમકે
હું ક્રાંતિ છું..
અને ક્રાંતિ અમર રહે છે!
-વિજય મકવાણા 'આદત'
સુરેન્દ્રનગર




Facebook Post : 

વૈદિક ગધેડા કોને કહેશો???

આશરે ૮૫૦ મોલિક્યુલરની માત્રાવાળું એક તોલું ઘી (૧૦ ગ્રામ) અગ્નિમાં હોમવાથી ૩૨ મોલિક્યુલરવાળો એક ટન ઓક્સિજન કેવી રીતે પેદા કરી શકે?? પહેલાં તો એ સમજી લો કે ઘી સળગાવવાથી ઓક્સિજન પેદા થવાની કોઇ સંભાવના જ નથી. એવી કોઇ કેમિકલ રિએક્શનની થીયરી જ નથી. અને એવી કોઇ થીયરી હોય તોય ૧૦ ગ્રામ ઘી ના બળવાથી Material balancing formula of research and production મુજબ 0.37 ગ્રામ ઓક્સિજન મળી શકે!
મને આશ્ચર્ય એ વાતનું છે કે, દેશના મોટા ભાગના વિજ્ઞાન ના સ્નાતકો, અનુસ્નાતકો, રિસર્ચ પ્રોફેસરો, વિજ્ઞાનીઓ ફેસબુક પર 'ગાયના ઘી વડે યજ્ઞ કરવાથી થતાં ફાયદા' વિશેની દૈવી પોસ્ટો વાંચી વાહ વાહની અગરબત્તી કરી 'વૈદિક ગધેડા' કેમ બની રહ્યાં છે.? ખરેખર તો આ ગદર્ભોએ પાખંડનો અંત લાવી લોકોને સત્ય સમજાવવી દેશને વિજ્ઞાનના પ્રગતિશીલ માર્ગે લઇ જવો જોઇએ.. #Emc²
-ફુલે-આંબેડકર વર્લ્ડ
- વિજય મકવાણા


***

પર્યાવરણીય પ્રદુષણ માટે સરકાર કાનુની પ્રબંધ કરી શકે છે. વૈચારિક પ્રદુષણ માટે નહી! એટલે વૈચારિક પ્રદુષણ સામે સમાજે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો રહ્યો..સામાજિક સમસ્યાથી મોટી પર્યાવરણની સમસ્યા દેખાડી પાંખડને પોષણ ન પૂરુ પડાય..!

***







Facebook Post :-

શબ્દોની રમતમાં પાવરધા થવું પડશે : વિજય મકવાણા

  1. પ્રથમ સમુદાય જ્યારે વિશેષાધિકાર ભોગવતો હોય ત્યારે બીજો સમુદાય ચોક્કસપણે પ્રતિનિધિત્વ મેળવવાની લડાઇ લડતો હોય છે. સામાજિક ન્યાયની સ્થાપના માટે અને તેને સાર્થક કરવા પ્રથમ સમુદાયે વિશેષાધિકારનો ત્યાગ કરવો ફરજીયાત છે. જો તેમ કરવામાં કસુર કે ઢીલ થાય તો બીજો સમુદાય પ્રથમ સમુદાય પાસેથી પોતાના પ્રતિનિધિત્વનો અધિકાર આંચકી લેશે! આ આંચકી લેવાની ક્રિયા દરમ્યાન થતાં નુકસાનની તમામ જવાબદારી પ્રથમ સમુદાયની રહેવાની કેમ કે તે વિશેષાધિકાર ભોગવે છે.

  2. અનામત અને પ્રતિનિધિત્વ બે શબ્દો જુદો જુદો અર્થ ધરાવે છે. સૌપ્રથમ તો શબ્દોની રમતમાં પાવરધા થવું પડશે..અનામત તેમની વ્યાખ્યા છે. જે ફેંકેલો ટુકડો છે. પ્રતિનિધિત્વ આંબેડકરની વ્યાખ્યા છે. જે તમારો હક્ક છે.

-વિજય મકવાણા



Facebook Post :-

જય સંવિધાન દોસ્તો : વિજય મકવાણા

સંવિધાન સભામાં મૂળભૂત અધિકાર ની રચના માટે સમિતિ બનાવવામાં આવી તેમાં આંબેડકર, પ્રો.કે.ટી.શાહ, રાજકુમારી અમૃતકૌર, હંસા મહેતા જેવા વિદ્વાન સદસ્યો હતાં. સમિતિ દર દસ દિવસે મુલાકાત ગોઠવતી પ્રથમ મુલાકાતના દિવસે જ બાબાસાહેબે મૂળભૂત અધિકાર લખીને કાચો ડ્રાફ્ટ આપી દિધો. એક મુલાકાતની વેળા ચર્ચામાં પ્રો. કે.ટી.શાહે વેઠપ્રથા નિર્મૂલન કરવાનું સૂચન કર્યું અને આ બાબતમાં સંવિધાનના મૂળભૂત અધિકારમાં સામેલ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી. તેમની સાથે રાજકુમારી અમૃતકૌરે પણ એક નવતર મુદ્દો રજૂ કર્યો. બાળ મજૂરી અંગે તે એ કે રાષ્ટ્રમાં 14 વર્ષથી નિચેની વયનું બાળક માત્ર રમવું જોઇએ, ભણવું જોઇએ..તેની પાસે આર્થિક ઉપાર્જન નું કોઇ કામ તેના માતા-પિતા,વાલી,વારસો, કે કોઇ સામંત કે માલિક અને સ્વયં રાષ્ટ્ર પણ કરાવી શકે નહી તેવી માંગણી રાજકુમારીએ મુકી. આ બન્ને માંગણીઓ તાળીઓ સાથે સહર્ષ સ્વીકારવામાં આવી.. જય સંવિધાન દોસ્તો!
રાષ્ટ્રનાં બાળકો તમારા આભારી છે 
પરમ વંદનીય રાજકુમારી અમૃતકૌરજી!

-વિજય મકવાણા



Facebook Post :-

ક્રાંતિ નો ભયાનક ચહેરો

જનઆંદોલન જ્યારે પરાજીત થાય છે. જ્યારે ગતિરોધ અને પીછેહઠનો સમય આવે છે. ત્યારે મધ્યમ વર્ગની જનતાના મનમાં વ્યાપી ગયેલી લાચારી ભરી નિરાશાની જમીનમાં એવી શક્તિઓ પેદા થવા લાગે છે જે ગળે શોષ પાડતી રક્તની તરસ લઇને જન્મે છે. ઇતિહાસની રંગભૂમિ પર જ્યારે ક્રાંતિને નાયક નથી મળતાં ત્યારે એવાં કપરાં સમયમાં ક્રાંતિ રક્તપાતી લોકોને નાયક બનાવી લે છે..ક્રાંતિના એ ભયાનક ચહેરાને આતંકવાદ કહેવામાં આવે છે!
જય આંબેડકર દોસ્તો!
- વિજય મકવાણા



Facebook Post :-

દિપકોના ફડફડાવાને તમારી જીત ન સમજો મિત્ર : વિજય મકવાણા

એક રાષ્ટ્રવાદી મિત્ર મારી ઉલટતપાસ લઇ રહ્યો હતો.
મિત્ર: તમે સેક્યુલરો ડરી ગયાં છો. મોદીથી ભયભીત થઇ રોદણાં રડો છો.
હું : જરાય નહી! ચર્ચના આતંક સામે બ્રુનો ડરેલો? ગેલિલીયો ડરેલો? મિત્ર વિશ્વનો ઇતિહાસ બહું રોમાંચક રહ્યો છે. નકારાત્મક શક્તિઓ જ્યારે રાષ્ટ્ર પર શાસન કરવા માંડે ત્યારે આ રોદણાં રોવાવાળા રાષ્ટ્રના આત્માને જીવન બક્ષે છે. એકવાર ફરી માનવોને માનવતા યાદ આવશે ત્યારે આજે તમે જેના પર હસી રહ્યાં છો તેનું રાષ્ટ્ર ઋણ ચુકવશે..નકલી રાષ્ટ્રવાદનો પરદો ચીરીને આ લોકોને ખુદ રાષ્ટ્ર ઉચ્ચાસને બેસાડશે..મને સહેજ પણ ડર નથી કે, રાષ્ટ્ર અંધકારમાં ગર્ત થઇ જશે. કેમ કે, હું જાણું છું મનુષ્યના સ્વભાવને એ ફરીથી માનવતાનો હાથ પકડી શાંતિની શોધમાં ભટકવાનો પ્રયત્ન કરશે. રાષ્ટ્રનો મનુષ્ય પ્રતિક્રાંતિ જરુર કરશે! આ રાષ્ટ્રએ કોંગ્રેસના ભ્રષ્ટાચારની આડઅસરમાં નકારાત્મક મોદીને છેલ્લે પેદા કરેલ છે..એ ન ભૂલો કે આ પહેલાં તેણે બુદ્ધ, મહાવીર, કબીર, રૈદાસ, આંબેડકરને જન્મ આપેલો છે. હજુ રાષ્ટ્રએ પોતાના ગર્ભાશય પર કોપર-ટી નથી મુકી દીધી. રાત વીતી જાય પછી ચોક્કસ સમયે સૂર્યોદય થવો રહ્યો..દિપકોના ફડફડાવાને તમારી જીત ન સમજો મિત્ર! રાષ્ટ્ર પોતાના ગર્ભમાં અસલી નાયકને પોષણ આપી રહ્યું છે.
-વિજય મકવાણા


Facebook Post :-


હુ કેરીયીંગ ધીસ કેરેવાન : વિજય મકવાણા

જેની પાસે પોતાના ઝૂંપડાની દિવાલો રંગવા કલર નથી. જેનો મોભાડો તૂટેલો છે. જેની છતનાં નળીયા ઉડી ગયેલાં છે. જેનું પરિવાર સતત વિકસી રહ્યું છે અને જેને બીજા ઓરડાની તાતી જરુર છે. તેવા લોકો જ્યાં સુધી બાબાસાહેબને આવી રીતે સ્મૃતિચિહ્નો બનાવી યાદ કરશે ત્યાં સુધી બાબાસાહેબ જીવીત રહેશે. ઓ શિક્ષિતો! ભણેલાં અભણો! તમે કે હું બાબાસાહેબને મિથ્યા અમર રાખવાની કોશિશ કરી રહ્યાં છીએ..એ લોકો સદીઓ સુધી જીવાડી દેશે..પોતાના મસિહાને! લવ યુ ઓલ! હુ કેરીયીંગ ધીસ કેરેવાન!
જબ તક સૂરજ ચાઁદ રહેગા!

બાબા તેરા નામ રહેગા!

જૌહાર આંબેડકર!
#LoveYouAmbedkar
~વિજય મકવાણા

Image may contain: 1 person, sky, cloud and outdoor



Facebook Post :-

બાબાસાહેબનું સમાનતાનું પ્રતિક છે, સામાજિક ન્યાયનું સ્મારક નહી: વિજય મકવાણા

ચપ્પલ પહેરીને બાબાસાહેબની પ્રતિમાને હાર પહેરાવી ધાર્મિક અંધશ્રદ્ધાનો માયાવતીએ છેદ ઉડાડ્યો કહેવાય..બાબાસાહેબ હોત તો તે પણ તેમજ કરેત! સામાન્ય ચપ્પલથી હિન્દુ દેવી-દેવતાનાં મંદિરો અપવિત્ર થાય..બાબાસાહેબનું સમાનતાનું પ્રતિક છે, સામાજિક ન્યાયનું સ્મારક નહી! ત્યાં તો પાઘડી અને જૂતાં સમાન હોવાના! બાબાસાહેબના વ્યક્તિત્વની આભા એટલી મહાન હતી કે તેમણે અપવિત્ર ગણાતા લોકોને પવિત્ર બનાવી દિધેલ છે. એક વાતની આજે સ્પષ્ટતા કરી દઉં છું. વિજય મકવાણા બાબાસાહેબને ભગવાન માનતા નથી. બાબાસાહેબ બુદ્ધ ને ભગવાન માનતા નહોતા. અને બુદ્ધ તો વળી એમનાથીય કડક આદમી છે કોઇને પણ ભગવાન માનતા નહોતા!!
જૌહાર આંબેડકર!
-વિજય મકવાણા







Facebook Post :-

तह दिल से सलाम इन जनाब को

तस्वीर में आप जिस शख्स को देख रहे हैं ये कोई फकीर नहीं बल्कि सखावत का शहंशाह हैं जी हां इस शख्स का नाम अब्दुल शकूर छीपा हैं और ये पेशे से एक आम पत्थर का काम करने वाला दिहाडी मज़दूर हैं ये तस्वीरे मैंने खुद जोधपुर में अभी कुछ दिन पहले हुए माहे तैबा अवार्ड फंक्शन के बाद ली थी जिसमे इस शख्स को सम्मानित किया गया था। इस शख्स की सादगी देखिये प्लास्टिक की थैली में अवार्ड लिए जमीन पर बैठ नाश्ता कर रहा हैं जबकि इसने वो किया जो बड़े बड़े करोड़पति नहीं करते।


इन्होंने अपनी मां नसीबन को हज करवाने के लिए पैसा जमा किया था लेकिन कुदरत को ये मंजूर नही था और एक बड़ी बीमारी की वजह से वो चल बसी। शकूर ने अपनी खाली पड़ी ज़मीन को मां की याद में अस्पताल के लिए दान कर दिया। उनका कहना है कि जिन ग़रीब मरीज़ों को इलाज के लिए रूपये नसीब नहीं होते हैं उनको मां की याद में बनाई हुई डिस्पेंसरी में चिकित्सा उपलब्ध होगी तो मां को कब्र में सवाब और मग़फिरत का ज़रिया समझूंगा। उनकी दान की गई ज़मीन पर सरकारी सहयोग से आज डिस्पेंसरी खड़ी है और ग़रीबों का निशुल्क इलाज हो रहा है।
फटे पुराने कपड़ों में मजदूरी करने वाले शकूर ने पिछले दिनों अपनी दो ज़मीनें मस्जिद और समाज के भवन व मदरसे के लिए भी दान कर दी हैं इसके अलावा ये एक जमीन को सरकारी लैबोरेटरी के लिए देना चाहते हैं।

Via Tahir Hussain Facebook 

મને ઇશ્વરની જરુર નથી : વિજયમકવાણા

જો આપણે માનવ ઇતિહાસનાં પ્રારંભમાં જઇશું તો આપણે જોઇ શકીશું કે, અજ્ઞાન અને ભયની લાગણીએ ઇશ્વરને જન્મ આપ્યો અને તે ઇશ્વરને કલ્પના, ઉત્સાહ, છળથી મહિમામંડિત કરવામાં આવ્યો, અને કમજોરી એની પૂજા કરવા લાગી, અંધવિશ્વાસ એનું રક્ષણ કરવા લાગ્યો, અને પ્રથાઓ, આસ્થાઓ, નિરંકુશતાઓ તેનું સમર્થન કરવા લાગી. ત્યારબાદ કપટી અને લાલચું લોકો પોતાના હિતો સાધવા મનુષ્યનાં ભોળપણનો ઇશ્વરના નામે ઉપયોગ કરવા લાગ્યા. આજે ઇશ્વર પોતાનું એક વિશાળ આર્થિક બજાર ધરાવે છે. વિશ્વની 70% પ્રજાનું સીધું શોષણ 'ઇશ્વર વિદ્યમાન છે, તે દુ:ખો દૂર કરે છે' તેવી બાલિશ કલ્પના કરે છે..!
#મને_ઇશ્વરની_જરુર_નથી
#વિજયમકવાણા




Facebook Post :-

જે દલીતો ને દંગા ફસાદ કરવાની ઇચ્છા થતી હોય તેણે આ ખાસ વાંચવુ

એક છેલ્લી કોમેન્ટ!
કોમી દંગાફસાદ થાય ત્યારે દલિતોએ ઘરમાં બેસી ટીવી, રેડીયો સાંભળવાં..પરિવાર સાથે સમય પસાર કરવો. દંગામાં ભાગ ન લેવો. અને જે દલિતો ભાગ લઇ રહ્યાં હોય તેમના માટે તમને કોઇ સહાનુભૂતિ ન હોવી જોઇએ. કોઇ પરાણે ઝઘડો કરાવવા આવે તો પહેલાં પોતાનામાંથી કોઇ એક હોય તો પણ તેને ખોખરો કરવો! કોઇ ભગવાન કે ધરમના ઠેકેદારો ઘરમાં બાજરાની ગુણી નાખી જતાં નથી એ યાદ રાખવું. વાંઝીયા થવું એના કરતાં શાંતિ સુલેહની ભાવના રાખવી. આપણે શહીદ ત્યારે થવું જ્યારે આપણા બાળકોને રાજપાટ મળતાં હોય!
-વિજય મકવાણા



Facebook Post :-

મુસ્લિમ-દલિત દોસ્તીમાં તિરાડો પાડવા નવું કોમવાદી ઝેર

LKG સ્ટુડન્ટ તો છીએ નહી...!!!
સવર્ણો સાથે હળીમળી રહેવાની બહું કોશિશ કરી. લાફા ખાઇને રાતાં ગાલે હસતાં મ્હોં રાખ્યાં છે!! હવે દલિતોએ કોની સાથે બેસવું કોની સાથે નહી..તે નક્કી કરવાનો સવર્ણોને અધિકાર નથી. ખરેખર તો સ્વાર્થી સવર્ણોએ ડૂબી મરવું જોઇએ જે પોતાની અંદર રહેલાં જાતિવાદી વિષને ખતમ કરવાને બદલે મુસ્લિમ-દલિત દોસ્તીમાં તિરાડો પાડવા નવું કોમવાદી ઝેર એકઠું કરી રહ્યાં છે.
-વિજય મકવાણા


Facebook Post : -

સરકાર જાતિવાદની આગળ પૂંછડી પટપટાવે છે : વિજય મકવાણા

જાતિ એક સામાજિક ઢાંચો છે. એક આર્થિક સંગઠન છે. જાતિ જો માત્ર માનસિકતા હોત તો તેનો શુદ્ધ વિચારધારાથી વિરોધ શક્ય બની શકેત અને આપણે તેને ખતમ કરી શક્યાં હોત. પરંતું જાતિ શુદ્ધ માનસિકતા નથી. તેની પાછળ એક વિશાળ આર્થિક સંગઠન છે. જે પરંપરાગત ધંધાથી જોડાયેલું છે. જે દિવસ-રાત પોતાને પુન:સ્થાપિત કરી રહ્યું છે. જેના દ્વારા જાતિ મજબૂત કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યાં સુધી જાતિના આ અર્થશાસ્ત્રમાં હસ્તક્ષેપ કરવામાં નહી આવે ત્યાં સુધી જાતિનિર્માણની પ્રક્રિયા ચાલતી રહેશે..આપણી પાસે ઉનાકાંડનું તાજું ઉદાહરણ છે. શપથ લેનાર ચમારોએ ફરી વ્યવસાય અપનાવી લીધો છે. જ્યાં સુધી વ્યવસાયની પૂર્ણ તબદિલી નહી થાય જાતિ જીવંત રહેશે. આમાં ચમારોનો દોષ નથી સરકાર તેમના માટે વૈકલ્પીક વ્યવસાયનું નિર્માણ કરવા કટ્ટીબદ્ધ નથી. સરકાર જાતિવાદની આગળ પૂંછડી પટપટાવે છે અથવા સરકારની ઇચ્છા નથી કે જાતિ ખતમ થાય!!
-વિજય મકવાણા #જાતિસમસ્યા



Facebook Post :-


સ્વાર્થના કારણે સ્થપાઇ રહેલી દોસ્તી

સંઘનું હિન્દુત્વ એ મુસલમાનો, ખ્રિસ્તિઓ પર ઘૃણા, નફરત, દ્વેષ શિખવાડતી વિચારધારા છે. આવા ડર અને ઘૃણાના પાયા પર સ્થપાઇ રહેલી દલિત-સવર્ણ દોસ્તી લાંબી ન ટકે.. આ સ્વાર્થના કારણે સ્થપાઇ રહેલી દોસ્તી છે..સ્વાર્થ પૂરો થતાં દોસ્તીનો અંત..આવા ઘૃણા, નફરત, દ્વેષ, સ્વાર્થનાં સંબંધોથી રાષ્ટ્રને ગંભીર નુકસાન થાય છે.
-વિજય મકવાણા



Facebook Post : -

તમે લખશો તો જ તમારી નવી પેઢી તમને યાદ કરશે : વિજય મકવાણા

હું તમને હંમેશા કહું છું કે, અઢી હજાર વર્ષ પછી લખવાનો મોકો મળ્યો છે. અક્ષરો સાથે મુલાકાત થઇ છે. શબ્દો સાથે તાજો સંબંધ બંધાયો છે. તમે લખજો, તમારી કલમને પ્રેમ કરજો.. તમે લખશો તો જ તમારી આઝાદી સલામત રહેશે..તમે લખશો તો જ તમારી નવી પેઢી તમને યાદ કરશે.
જુઓ તમે રૈદાસ, કબીર, મેઘમાયા, મેઘવંશ, ઝલકારી, માતાદીન, બિરસા, ઉધમસિંહ, ભીમા કોરેગાંવ, જલિયાવાલા, સિંધુ સંસ્કૃતિ, મૂળનિવાસી સંસ્કૃતિ, વિગેરેનો ઇતિહાસ ખોદી લાવ્યાં સંદર્ભો સાથે લખ્યો..સાથે દલિલો કરી કે, મેઇન સ્ટ્રીમના ઇતિહાસકારો દલિતોના ઇતિહાસની અવગણના કરે છે. સોશ્યલ મિડીયા પર દરેક સંદર્ભમાં જાતિવાદ શોધ્યો અને બૂમરાણ મચાવ્યું!
28 ડીસેમ્બર થી 30 ડીસેમ્બર સુધી 'ભારતીય ઇતિહાસ કોંગ્રેસ' નું 77મું વાર્ષિક અધિવેશન હતું. દેશ-વિદેશના હજારો ઇતિહાસકારો એકઠાં થયાં. રાષ્ટ્રપતિએ અધિવેશનને ખુલ્લું મુક્યુ. વાય.ચિન્નારાવ નામના પ્રસિદ્ધ ઇતિહાસકારના પ્રયત્નોથી સ્થાપનાના 77 વર્ષ બાદ ભારતીય ઇતિહાસ કોંગ્રેસે કબૂલ્યું કે, હા! દલિત ઇતિહાસ કોરાણે મુકવામાં આવ્યો છે. ભારતીય ઇતિહાસ કોંગ્રેસે નિર્ણય લીધો કે..29 ડીસેમ્બરના દિવસનું પૂરું સત્ર માત્ર દલિત ઇતિહાસનું! અને આ પ્રથા કાયમ રહેશે! ભારતભરમાંથી આવેલાં 100 જેટલાં દલિત ઇતિહાસકારોએ 150 જેટલાં શોધપત્રો રજૂ કર્યાં! હવે ભારતીય ઇતિહાસ કોંગ્રેસ દલિત ઇતિહાસ બહાર લાવવા પ્રયત્ન કરશે!
આ ખુશખબરમાં તમારો પણ ફાળો છે. કારણ કે, તમે પણ લખો, શોધો, પોસ્ટ કરો છો. સમ્યક શુભકામના સાથે..જય આંબેડકર!
-વિજય મકવાણા



Facebook Post : -

બાબા સાહેબના પુસ્તકોના એક એક શબ્દમાં હજાર હજાર પરમાણું બોમ્બની તાકાત છે : જિગર શ્યામલન

શું તમને ખબર છે........?
આપણી પાસે અણું-પરમાણું બોમ્બ કરતાય અનેક ગણી તાકાત ધરાવતો એક બીજો બોમ્બ છે.......
એ છે વિચાર બોમ્બ......! બાબા સાહેબના વિચાર બોમ્બ....!
અણું ને પરમાણું બોમ્બ ત્રાટકે તો વિનાશ જ વિનાશ સજાઁઈ જાય.. પણ આપણો બાબા સાહેબનો વિચાર બોમ્બ ત્રાટકે તો વિનાશ અને નિમાઁણ એમ બન્ને ક્રિયા એક સાથે થાય..

પણ એ વાતનો અફસોસ છે કે આપણા સમાજ પાસે આવા બાબા સાહેબના અસંખ્ય વિચાર બોમ્બ વણ વપરાયા પડી રહ્યા છે... કદાચ મોટા ભાગના લોકો આ વિચાર બોમ્બ વિશે જાણતા પણ નહી હોય...

કારણ હજી સુધી કોઈએ આ વિચાર બોમ્બની વાટને આગ ચાંપી જ નથી.. પણ એ વાત ચોક્કસ છાતી ઠોકીને કહું છું... કે જે દિવસે આ વિચાર બોમ્બની વાટને આગ ચાંપવામાં આવશે. તે દિવસે એવડો મોટો વિસ્ફોટ થશે.. અને પ્રલય થશે જેમાં તમામ પાખંડી વિચારધારાઓ... પરંપરાઓનો વિનાશ થઈ જશે.... અને એક સમાજનું નવનિમાઁણ થશે.....

આ વિચાર બોમ્બ એટલે ડો.બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો....
બાબા સાહેબના પુસ્તકોના એક એક શબ્દમાં હજાર હજાર પરમાણું બોમ્બની તાકાત છે... પરંતુ દુખની વાત એ છે કે પછાત સમાજનાં લોકોએ હજીય બાબા સાહેબ વિશે જોઈયે તેટલું વાંચન કયુઁ જ નથી...
જે દિવસથી પછાત સમાજના લોકો અને તેમાંય ખાસ યુવાનો અને યુવતીઓ બાબા સાહેબને વાંચવાનું શરૂ કરશે.. ત્યારે વાંચનારના મનમાં વિચારોના વિસ્ફોટો થશે......પાખંડી વિચારધારાનો વિનાશ થઈ જશે...અને નવા સમાજનું નિમાઁણ થશે.....

બાબા સાહેબ કદાચ આ વાત પહેલાથી જાણતા હતા એટલે તબિયતની પરવા કયાઁ વિના સમૃધ્ધ સાહિત્યનો વારસો મુકતા ગયા...

એકવાર ખરાબ તબિયત છતાં લેખનકાયઁમાં વ્યસ્ત બાબા સાહેબને તેમનાં સહાયક નાનકચંદ રત્તુએ પુછી લીધું.... બાબા સાહેબ... આટલી મહેનત શા માટે...?

બાબા સાહેબે જવાબ આપતા કહ્યું હતુ.... '' નાનકચંદ... મારી ગેરહાજરીમાં મારા પુસ્તકો જ મારા સમાજને રાહ ચીંધશે...''
મિત્રો... પછાત સમાજના દરેક લોકો.... ખાસ તો યુવાન અને યુવતીઓને મારી નમ્ર વિનંતી છે.. કે બાબા સાહેબનું એકવાર અવશ્ય વાંચન કરો....
આપણાં સમાજના સંગઠનોને પણ અપિલ છે કે બાબા સાહેબના પુસ્તકો સરળતાથી મળી રહે તે દિશામાં થોડુંક આયોજન કરીએ.

મિત્રો... બાબા સાહેબના પુસ્તકરૂપી વિચાર બોમ્બ તૈયાર પડ્યા છે.. તમારે બસ તેને વાંચવાનું શરૂ કરી માત્ર વાટને આગ જ ચાંપવાની છે.... બોમ્બ ફુટવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે...
- જિગર શ્યામલનનાં જયભીમ.................................




Facebook Post :-

આંબેડકર કોના? : રુશાંગ બોરીસા

આંબેડકર કોના? :-

સોસીયલ મીડિયાના ઉદયની સાથે સાથે યુઝર્સનો એક ચોક્કસ વર્ગ આંબેડકર વિચારધારાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહ્યો છે,જયારે હિન્દુઓના બહોળા વર્ગો તે ચોક્કસ વર્ગીય યુઝર્સથી તંગ આવી ગયા છે! હિંદુઓ માટે આ આખું ચિત્ર માથાનો દુખાવો બની રહ્યું છે.

આઝાદી બાદ (તે પૂર્વે પણ) બ્રાહ્મણવાદી રાજવ્યવસ્થા-મીડિયા-હિન્દુવાદી તંત્ર-અર્થવ્યવસ્થાએ ઇરાદાપૂર્વક આમ્બેડકરવાદને બહોળા દેશવાસીઓથી "અછૂત" બનાવી દેશના બહોળા વર્ગને આંબેડકર વિચારધારાથી અલિપ્ત રાખ્યો.મારા મત મુજબ આમ્બેડકરવાદને પોતાની સૂઝ-બુઝથી સમયાનુસાર સુધારો કરીને પુનઃ-પ્રસ્તુત કરવાનો શ્રેય કાંશીરામને ફાળે જાય છે.કહેવાતા ઉચ્ચ જાતીય-ધાર્મિક-જાતિવાદી-બ્રાહ્મણવાદીઓએ આમ્બેડકરવાદને ફરી દાટી દેવા જોરશોરથી પ્રયાસો કર્યા(બોલોને કરી રહ્યા છે),છતાં પણ તેઓ નિષ્ફળ જઈ રહ્યા છે. સોસીયલ મીડિયામાં જોવા મળતા આમ્બેડકરવાદીઓના પ્રચારમાં પણ સામ્યવાદીઓનો ઓછો અને કાંશીરામનો દ્રષ્ટિકોણ વધુ જોવા મળે છે.

એક સમયે ભારતમાં બિનસાંપ્રદાયિક-રેશનલ અભિગમ કેળવવા માટે નેહરુને વાંચવા-સમજવા જરૂરી હતા.હાલમાં ચિત્ર બદલાયું છે.જો કોઈ રેશનાલિસ્ટ આંબેડકરને અવગણે તો તેનું ઇન્ટેલેક્ચ્યઅલ લેવલ કદાચ નીચું રહી જાય.ખરેખર તો ભારતમાં આંબેડકરને સમજનાર બૌધિકવર્ગ તેને અવગણનાર બૌધિકવર્ગથી ચડિયાતો સાબિત થાય છે અને વધુ વિશ્વસનીય બની રહે છે.

આંબેડકરને વાંચવા-સમજવા-પ્રચાર કરવો વગેરે એક રીતે તો દેશમાં પરદા પાછળ થતી પ્રકિયા છે ,જેને મેઇનસ્ટ્રીમ મીડિયા-રાજનેતાઓ ગરજ મુજબ વાપરે છે.જેથી આમ્બેડકરવાદને લઈને સરેરાશ નાગરિકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળે છે.હાલમાં પણ હું દાવા સાથે કહી શકું કે સરેરાશ હિન્દૂ આંબેડકરને માત્ર "અનામતપ્રથા"થી આગળ(અને પાછળ પણ) જાણતા નહિ હોય અને ત્યાં જ હિન્દુઓની વિચારશક્તિની મર્યાદા-પરાજય નક્કી થઇ જાય છે.

વર્તમાન સોસીયલ મીડિયાના યુગમાં જયારે આંબેડકરનો જયજયકાર થાય ત્યારે સ્વાભાવિકપણે હિંદુઓને આવો નાદ "કકળાટ" સમાન જણાય,ઈર્ષ્યા-નફરત પેદા થાય,શુગ ચડી જાય અને તેઓ અચંબિત પણ થઇ શકે.હિંદુનેતાઓએ કદાચ કલ્પના પણ નહિ કરી હોય કે જે વ્યક્તિને તેઓ હાંસિયામાં ધકેલવા યેનકેન પ્રકારેણ તિકડમો-તરકીબો અજમાવતા હતા તે વ્યક્તિ સમય જતા ફરી લોકપ્રિય બની રહેશે.આ આખું ચિત્ર જાતિવાદી-બ્રાહ્મણવાદી હિંદુઓ માટે અસહનીય છે,જેથી ઘર્ષણ ઉદભવે છે.જ્યારે આમ્બેડકરવાદીઓ એકથી એક ચડિયાતી દલીલો-તર્કો વડે ઘર્ષણમાં એડવાન્ટેજ મેળવે છે ત્યારે બ્રાહ્મણવાદ ખરેખરમાં પોતાનું પોત પ્રકાશે છે.તે જૂઠ-અર્થહીન-વિકૃત માહિતી-કુપ્રચાર વગેરેનો ઉપયોગ કરે છે.કોલ્ડ બ્લડેડ હિંદુત્વવાદીઓ પણ પોતાની સુફિયાણી દલીલોરૂપી હથિયારો ઉપાડે છે.(જેમ કે આર્ય સમાજ,RSS વગેરે) સામ અને દામમાં નિષ્ફળ રહેલ ચાણક્ય હવે દંડ અને ભેદનો ઉપયોગ કરે છે.આવી પરિસ્થિતિમાં ઉદભવતી સેંકડો પ્રતિ-દલીલમાંની એક દલીલ હોય છે કે- "આંબેડકર દલિતોના નથી,અમારા(સમગ્ર દેશના) છે અને આમ્બેડકરવાદીઓ તેને દલિતો પૂરતા મર્યાદિત બનાવી રહ્યા છે."

આ દલીલ મારી દ્રષ્ટિએ સૌથી હાસ્યાસ્પદ પ્રતિ-દલીલ છે.આમ્બેડકરવાદીઓએ ક્યારેય આંબેડકરને પોતાના ચોકઠામાં બાંધી રાખ્યા નથી.આમ્બેડકરવાદ એ એક રાષ્ટીય વિચારધારા છે તે અમે સારી રીતે સમજીયે છે,તેથી તો અમે તેનો પ્રચાર કરીયે છીએ.અસંતુલિતતાના જવાબદાર અમે નથી,પણ તમે છો.આમ્બેડકરવાદ કે જે હાલમાં ઘણો ખરો મર્યાદિત કહી શકાય તે તબક્કામાં છે તેના અસલી જવાબદાર તમે છો.તમે ક્યારેય આંબેડકર વિચારધારાને સમજવાનો પ્રયાસ કર્યો નથી.તમારી ઉદાસીનતા જ આંબડેકરને દલિતોના મસીહા પૂરતા સીમિત બનાવે છે. આજે કેટલા સવર્ણો-ઓબીસી આંબેડકર વિષે વિસ્તૃત જાણકારી ધરાવે છે?મને શંકા છે કે ૧% પણ નહિ હોય. જો તમે જાગૃત બનશો તો ખરા અર્થે દેશ એક અજોડ અને ઐતિહાસિક કલંક-પાપમાંથી મુક્ત થશે.દેશમાં સાચા અર્થે બંધુત્વની ભાવના સ્થપાશે.

પણ જે હું દેખી રહ્યો છું તે એક ભયાનક દ્રશ્ય છે-લોહીથી લથબથતું!!! જ્યાં સુધી તમે હિન્દૂ ધર્મથી પ્રભાવિત રહેશો ત્યાં સુધી તમારામાં બ્રાહ્મણવાદના અંશો છુપાયેલા રહેશે(સક્રિય કે નિષ્ક્રિયરૂપે).જે કદાચ ભવિષ્યમાં ખતરનાક અસંતુલનને જન્મ આપશે.એવું નથી કે તમે ખોટા-પાપી-અત્યાચારી છો.આ દુષણ શદીઓથી ફેલાયેલું અને સર્વવ્યાપક છે,જેનો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિમાં લીધેલ જન્મના માધ્યમથી તમે અનાયાસે ભોગ બન્યા છો.આ રોગની એક અસરકારક રસી છે-આમ્બેડકવાદ, જેના તમે માત્ર દૂરથી જ દર્શન કરો છો."આંબેડકર દલિતોના નહિ,દેશના નેતા છે"-તેની માટે દેશવાસીઓએ આંબેડકરને એક નેતા તરીકે અપનાવવા રહ્યા. અમે તો અમારી ફરજ પુરી કરી રહ્યા છીએ, ચુકો છો તો તમે.

આંબેડકરની આઝાદીની લડાઈ બ્રિટિશ હુકુમત સામેની ચળવળથી અનેક ગણી સંઘર્ષપૂર્ણ,અરાજકતા અને અડચણોથી ભરપૂર હતી.છતાં પણ તમારા માટે "મહાત્મા" માત્ર એક જ વ્યક્તિ બની રહ્યા, કારણ કે તમે માત્ર બ્રાહ્મણવાદી ઇતિહાસકારો-શિક્ષણ અને મીડિયાથી હકીકતોનું મૂલ્યાંકન કર્યું છે. તમે નિરપેક્ષ રીતે પોતાની તર્કશકિતનો લગભગ ઉપયોગ કરતા નથી. જે માટે જવાબદાર અનેક અવરોધકોમાંના એક તમારી ધાર્મિક માન્યતા-ધાર્મિક શિક્ષણ છે.અમારી માટે તો આંબેડકર એક વૈશ્વિક મહામાનવ છે, દલિતોના પરિપ્રેક્ષયમાં મર્યાદિત તમે કરો છો.સઘળા હિંદુઓ જાતિવાદી હોય છે અને આમ્બેડકરીરૂપી રસીના ઇન્જેક્શનનો તેમને ભય રહે છે.એક વાર ઇન્જેક્શન લઇ લો ,પછી તમને એક સન્માનીય-અનુકરણીય રાષ્ટ્રીય નાયક મળી જશે. સાથે સાથે "આંબેડકર દલિતોના નેતા નહિ ,સમગ્ર દેશના છે" એવી ચબરાકી દલીલના આડમાં ખરેખર જે રીતે તમે જ આંબેડકરને દલિતો પૂરતા મર્યાદિત બનાવતા હતા તે હકીકતનું પણ બાષ્પીભવન થઇ જશે.

આંબેડકર કોના???- જે સમાનતામાં માને છે તેના;જે માનવ અધિકારોના હિમાયતી છે તેના;જે ભેદભાવ-અત્યાચારના વિરોધી છે તેના;જે આત્મીયતા-બંધુતામાં માને છે તેના;જે અન્ય માણસને માણસ તરીકે સ્વીકારે છે તેના;જે જીવનમાં જીવ રોપી શકે તેના;અમારા પણ અને તમારા પણ. પણ એટલી વિનંતી કે તમે આ બાબતમાં તમારું દંભીપણું ત્યાગી એક વાર આંબેડકરને વાંચી જાવ. પછી આપોપાપ આંબેડકર તમારી માટે સમગ્ર દેશના થઇ જશે.

ફોટોલાઇન:-"હું સમગ્ર(અખંડ)નો હિસ્સો નથી, હું અલગ કરવામાં આવેલ હિસ્સો છું."-ભીમરાવ આંબેડકર

રુશાંગ બોરીસા



ઓબીસી પર થતો ખરો જાતિવાદ આંકડા જાહેર થયા બાદજ ખબર પડશે : વિજય જાદવ

ભારત દેશમાં OBC એટલેકે અન્ય પછાત વર્ગ વ્યક્તિ ના તો SC માં ગણાય છે ના તો સવર્ણમાં.
હીન્દુ ધર્મની મહાનતા જ છે કે દરેક જાતિ પોતાનાથી નીચી જાતિને શોધી લે છે. અને આજ કારણે વ્યક્તિ પૈસે ટકે ભલે એક દલિત કરતાય ગરીબ કેમ ના હોય પરંતુ મારી જાતિતો એના કરતા ઉચ્ચ છે એવુ માની સંતોષ મેળવી લે છે.

ઓબીસીમાં આવતો એક દેવીપુજક સમાજ કે જે મુખ્યત્વે શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતા હોય છે. એમની આર્થિક પરિસ્થિતી અત્યંત ખરાબ હોવા છતા મે ઘણી વાર જાત અનુભવેલુ છે કે ઘણા લોકો દલિતના ઘરનુ પાણી પણ પીતા નથી!!!
આવા ઘણા દાખલા છે.
હવે મુળવાત
ભારતમાં બાબરી મસ્ઝીદ તોડવાનુ કાવત્રુ પણ એના માટે કરાયુ હતુ કે ઓબીસી ની વસ્તી ગણતરીના આંકડા જાહેર ના કરવા પડે. શુ એ ખ્યાલ છે?
હમણા 2011 માં થયેલ વસ્તી ગણતરીના આંકડા પણ હજી સુધી સરકારે જાહેર કરેલ નથી. આવુ કેમ?  કેમ ઓબીસીની વસ્તી ગણતરી અને એમના પ્રતિનીધિત્વના સરકારી આંકડા જાહેર કરાતા નથી?
કેમ ઓબીસી સમાજ એકત્રીત થઇ એમની વસ્તી ગણતરીના ખરા આંકડા જાહેર કરવા સરકાર સામે રજુઆત કરતા નથી?
એમની વસ્તી લગભગ 55% છે એવુ માનીને ચાલીએ તો શુ એમનુ સરકારી નોકરી, રાજકીય સીટો, અને ભણતરમાં 50% જેટલુય પ્રતિનીધીત્વ છે?
ઓબીસીને 27% અનામત મળેલ છે તો શુ 27% જેટલુ પણ પ્રતિનીધિત્વ મળી શક્યુ છે????
હીન્દુ ધર્મના રખેવાળ તરીકે હંમેશા ઓબીસીનો ઉપયોગ થાય છે તો શુ ફક્ત અને ફક્ત એમનો ઉપયોગ હીન્દુ રાજનીતી માટેજ થાય છે?
હીન્દુમા, 55% વસ્તી ઓબીસીની છે તો કેમ એમનુ ક્યાંય પુરતુ પ્રતિનીધિત્વ દેખાતુ નથી?
શુ આજ થતુ આવતુ હોય તો આ તમારા પર હીન્દુ ધર્મના ઠેકેદારો દ્વારા જાતિવાદ રાખ્યો એવુ નથી દેખાતુ?

ઓબીસી પર થતો ખરો જાતિવાદ આંકડા જાહેર થયા બાદજ ખબર પડશે!!!

#જાતિવાદ_મુર્દાબાદ
#OBC

#વિજય_જાદવ




Facebook Link :-