May 03, 2017

રાષ્ટ્રના દરેક આગળ વધતા કદમમાં દલિતોના પૂર્વજોએ પુષ્કળ પરસેવો રેડ્યો છે : વિજય મકવાણા

કેટલાં લોકો સત્યનારાયણ ગોઠવાલને ઓળખે છે?? નથી ઓળખતાં ને!?
ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ભારતની સંવિધાન સભાએ રાષ્ટ્રના ગૌરવસમા રાષ્ટ્રધ્વજની પસંદગી કરવાની થઇ..લાંબી ચર્ચા બાદ દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગો હોય તેવું નક્કી થયું. ડો. આંબેડકરે રાષ્ટ્રધ્વજના વર્તમાન રુપ વિશે ધારદાર ચર્ચા કરેલી અને મધ્યમાં અશોકચક્ર રાખવાનો આગ્રહ કરેલો. તે ચર્ચાની અનુસંંધાનમાં રાષ્ટ્રધ્વજનું વર્તમાન સ્વરુપ સંવિધાન સભાએ સ્વીકાર કર્યું. હવે આ કલ્પનાને કાપડમાં મૂર્તિમંત કરી શકે તેવા કુશળ રંગારા અને વણકરની જરુરિયાત ઉત્પન્ન થઇ. ત્યારે દેશમાં ઘણાં કુશળ વણકરો હતાં તેમાંથી એકની પસંદગી થઇ તે હતાં સત્યનારાયણ ગોઠવાલ! ગોઠવાલે રાજસ્થાનના જયપુર જીલ્લાના અમરસર ગામના વતની હતાં. ખાદીનું કાપડ વણવા તથા રંગવાના તે કુશળ અને સિદ્ધહસ્ત કારીગર હતાં. તેમણે પૂરી લગન અને રાષ્ટ્રભક્તિ સાથે સંવિધાનના શિલ્પીઓની કલ્પના સાકાર કરી અને આ મહાન દેશના રાષ્ટ્રધ્વજને નક્કર સ્વરુપ આપ્યું. સત્યનારાયણે બનાવેલા એ અમુલ્ય રાષ્ટ્રધ્વજને 15 મી ઓગસ્ટ 1947ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લાલકિલ્લા પર ફરકાવી આઝાદ દેશને પ્રથમ સંબોધન કર્યું. આજે પણ દેશનો રાષ્ટ્રધ્વજ નિર્માણ કરતી સંસ્થાઓ સત્યનારાયણ ગોઠવાલે કરેલ કલર કોમ્બિનેશનની થીયરી આધારે જ રાષ્ટ્રધ્વજને રંગે છે..એકેય રંગ જરાય આછો નહી કે જરાય ઘાટો નહી!!
રાષ્ટ્રના દરેક આગળ વધતા કદમમાં દલિતોના પૂર્વજોએ પુષ્કળ પરસેવો રેડ્યો છે. તમારા પૂર્વજોને કોઇ જાણી જોઇને મહત્વ નથી આપી રહ્યાં. આવા એક તરફી ઇતિહાસ લખવાવાળા તત્વોનો રોજેરોજ પર્દાફાશ કરો. જ્યાં સુધી તમે સ્વયં તમારા બાપદાદાનો ઇતિહાસ ઉજાગર નહી કરો ત્યાં સુધી તમે હિચકારું, નિમ્ન કોટિનું જીવન જીવશો. યાદ રાખો ગૌરવ લેવા માટે ગૌરવવંતી ક્ષણો સાચવી રાખવી પડે છે.
-વિજય મકવાણા

 




Facebook Post :-

No comments:

Post a Comment