ભારતની નસનસમાં વ્યાપેલાં ધાર્મિક ભેદભાવ તથા જાતિવાદને કારણે પ્લાસીની જમીન પર કોઇ મોટું યુદ્ધ નહોતું થયું.
અંગ્રેજો ના 65 તથા નવાબ સિરાજ-ઉદ-દૌલાના 500 એમ કુલ મળીને 565 સૈનિકોના મરણ થયા હતાં. સંખ્યાનો સરવાળો હજારનો પણ નહોતો થયો અને 12 કરોડની વસ્તીવાળો દેશ ગુલામ બની ગયો.
પ્લાસી યુદ્ધ નો વિજેતા નાયક લોર્ડ ક્લાઇવ પ્લાસીનું યુદ્ધ જીતીને જ્યારે મુર્શિદાબાદમાં પોતાના 700 સૈનિકોને લઇ પ્રવેશ કરે છે તે વખતનું વર્ણન ક્લાઇવ પાર્લામેન્ટની કમિટી સમક્ષ આ રીતે કરે છે.
''નગરના લોકો, જે એ સમયે આ નજારો જોઇ રહ્યાં હતાં તેમની સંખ્યા લાખેક જેવી હતી. જો તેમણે ધાર્યું હોત તો લાકડીઓ અને પત્થરોથી અમને અંગ્રેજોને ત્યાંજ ખતમ કરી શક્યા હોત..પણ તેઓએ તેમ ન કર્યું..''
- ડો. રાજેન્દ્ર પ્રસાદ સિંહ (ઇતિહાસકાર)
તેમની આ પોસ્ટ પર મારી ટીપ્પણી!
સર જી, પ્લાસીનું યુદ્ધ તો 1757માં ઘણાં સમય પછી લડવામાં આવ્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપની 1603 થી બંગાળ સહીત સમગ્ર ભારતમાં કોઇપણ જાતિ-ધર્મના ભેદભાવ વિના દોઢ સદીથી કારોબાર કરી રહી હતી. હજારો લોકો કંપનીમાં કામ કરી રહ્યાં હતાં. કંપની મફતમાં 'વેઠ' નહોતી કરાવતી. મહેનતનું પુરેપુરુ વળતર ચુકવતી. લાખો લોકો કંપનીરાજની ભારત પર સ્થાપના થાય તે માટે ઉત્સુક હતાં.
માનવતાવાદી શાસકોના સ્વાગત માટે ફુલોનો વરસાદ થવો જરુરી હતો. પ્લાસીની આ લડાઇ બાદ 1793માં કંપનીએ બંગાળ માં ગવર્નમેન્ટ એક્ટ લાગુ કર્યો. અને બંગાળના દરેક નાગરિકને સંપતિ સંચય કરવાનો અધિકાર આપ્યો. બંગાળના અછૂતોએ સદીઓ પછી દરજીને વસ્ત્રો સીવવાના ઓર્ડર આપ્યાં અને પોતાના પહેરણમાં 'ખીસ્સું' હોય તેવી ઇચ્છા વ્યક્ત કરી. અછૂતોને કરેલાં કામનું મહેનતાણું મળતું થયું..!!
-વિજય મકવાણા
Facebook Post :-
No comments:
Post a Comment