કેટલાંક લોકોને એટલે મારી નાખવામાં આવે છે કે તેઓ કષાય વસ્ત્રો પહેરે છે. કેટલાંકને વિના મૂંછની દાઢી રાખવા બદલ રહેંસી નખાય છે. કેટલાંકની હત્યાઓ એટલા માટે થાય છે કે તેમનાં વિશે કેટલીક કિતાબોમાં આદેશો છે અને તેઓ તેનું પાલન નથી કરતાં. કેટલાંકને ઘોડા પર ચડતાં જ ગોળી મારી દેવાય છે. કેટલાંક રંગે કાળા છે તેટલે પતાવી દેવાય છે. કેટલાંક કામના બદલે વેતન માંગે તો ઢીમ ઢાળી દેવાય છે. કેટલાંક લોકો સુસંસ્કૃત નથી એટલે તેમની કત્લેઆમ થાય છે. અહીં કોણે કોણે કેટલાં શ્વાસ લેવા? કેટલી માત્રામાં શ્વાસ લેવા? અને તેને માટે કયાં કયાં નિયમનું પાલન કરવું? તેની સ્પષ્ટ સૂચનાઓ છે. દરેક હત્યાનું વ્યાજબી કારણ આપણી પાસે મૌજૂદ છે. ન મૌજૂદ હોય તો શું થયું? ભાવનાને ઠેસ પહોંચવી એ આપણી પાસે સબળ કારણ છે. આ એકમાત્ર કારણ યમરાજ તથા સાથી યમદૂતોને વ્યસ્ત રાખવા પૂરતું છે.
#વારંવાર_ભાવના_સુધી_પહોંચતી_ઠેસ
-વિજય મકવાણા
Facebook Post :-
No comments:
Post a Comment