May 03, 2017

અછૂતો, શુદ્રો, દલિતોએ શા માટે મેમરીકાર્ડ ફોરમેટ મારી દેવું જોઇએ?? : વિજય મકવાણા

જગતની કોઇ પ્રજા પોતાના પર થયેલ અત્યાચાર નથી ભૂલી..
યહૂદીઓ ફેરોહની 400 વર્ષની ગુલામી નથી ભૂલ્યાં..
જાપાનીઓ અમેરિકાનો હુમલો નથી ભૂલ્યાં..
જાપાનના બુરાકીમીન તેમના પરના અત્યાચારો નથી ભૂલ્યાં..
અમેરીકાના કાળા લોકો રંગભેદ નથી ભૂલ્યા..
અમેરિકા ખુદ 9/11 નથી ભૂલતું..
રશિયનો ઝારશાહી નથી ભૂલતા..
યુરોપ સામંતવાદી આતંક નથી ભુલ્યું..
ઔસ્ટ્રેલિયનો બ્રિટિશરો દ્વારા થયેલી અવહેલના નથી ભુલતાં..
ઔસ્ટ્રેલિયન મુળનિવાસી ગોરાઓ આક્રમણખોરો છે એ વાત નથી ભુલતા..
ઇઝરાયેલીઓ પોતાનું મુળવતન નથી ભુલતાં..
આરબો પેલેસ્ટાઇન નથી ભુલતાં...
કાશ્મિરી પંડિતો દિલ્હીમાં બેઠા બેઠા મુસ્લીમ આતંકવાદ નથી ભૂલતા..
હિન્દુઓ ઔરંગઝેબ, મહમદ ગઝની નથી ભૂલતાં..
તો..ભાઇસાહેબ...જરા બતાવશો?
અછૂતો, શુદ્રો, દલિતોએ શા માટે મેમરીકાર્ડ ફોરમેટ મારી દેવું જોઇએ??
-વિજય મકવાણા



Facebook Post :-
 

No comments:

Post a Comment