May 03, 2017

વાંસને ઘાસનો દરજ્જો આપવાનું આંદોલન : વિજય મકવાણા

રાષ્ટ્રની જનસંખ્યા સવાસો કરોડ છે. તો સમસ્યા પણ સવાસો કરોડ હોવાની. કેટલીક સામાજિક, આર્થિક, શૈક્ષણિક સમસ્યાઓ હોય છે જે સમગ્ર સમાજને અસર કરતી હોય છે. જેની ચર્ચા એક વિશાળ જનસમૂહ કરતો હોય છે. પણ નાનકડા જનસમૂહની ચર્ચા ભાગ્યેજ થાય છે. દેશમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ, પૂંજીવાદ, સ્ત્રીમુક્તિ, રાજનીતિ સુધારના આંદોલન ચાલી રહ્યાં છે. તેની વચ્ચે એક નાનકડું આંદોલન ચાલી રહ્યું છે.
''વાંસને ઘાસનો દરજ્જો આપવાનું આંદોલન''
ભારતીય વન અધિનિયમ મુજબ વાંસ વૃક્ષ ની શ્રેણી માં ગણવામાં આવે છે. તેથી વનવિભાગ તેને વૃક્ષ ગણી સંરક્ષણ આપે છે. વાંસની ચીજ વસ્તુઓ બનાવતો સમુદાય તેથી નારાજ છે. એક અધ્યયન મુજબ વાંસ ના ઉત્પાદનમાં ભારત મોખરે છે. કુલ 90 લાખ હેક્ટરમાં વાંસના જંગલો છે. પરંતુ તેની બનાવટની ચીજવસ્તુઓ ના ઉત્પાદન-વ્યાપારમાં ભારત માત્ર 4.3% હિસ્સો ધરાવે છે. દુનિયા ના બીજા દેશોમાં વાંસને ઘાસ ગણવામાં આવે છે. આપણા પડોશી દેશ ચીનમાં વાંસને વન વિભાગ ઘાસ ની શ્રેણીમાં ગણે છે. ચીન અંદાજે 40 લાખ હેક્ટરમાં વાંસની ખેતી કરે છે. પરંતુ વાંસની બનાવટોના ઉત્પાદન-વ્યાપારમાં ચીનનો ફાળો 50% જેટલો છે. વધું માં એ નોંધ લેવી કે, ભારત ચીનના વાંસ ઉત્પાદનો આયાત કરે છે. આ આંદોલન ગરીબ ગણાતા વાંસફોડીયા આદિવાસી લોકો કરી રહ્યાં છે. સરકાર 1992 થી સાંભળતી નથી. 2006 થી સુપ્રિમ કોર્ટમાં આદિવાસીઓ ની પીટીશન પેન્ડીંગ પડી છે. રેકર્ડ દફતરો માં ફાઇલો પર ધૂળ ચડી રહી છે. બીજું સરકાર બહાદુર નું મહાન સ્વપ્ન છે કે, જંગલો કોર્પોરેટને સોંપવા! આંદોલનો તો ચાલ્યાં કરે..લોકો શું કરી લેવાના છે.?? 
#ફિરભીદિલહૈહિન્દુસ્તાની
-વિજય મકવાણા







Facebook Post :-


No comments:

Post a Comment