ફરીથી ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે!
ઇતિહાસ વિજેતાઓ દ્વારા લખાય છે. એ જેટલું સત્ય છે તેટલું જ એ પણ સત્ય છે કે, ''ઇતિહાસ પાખંડીઓ, ધુતારાઓ દ્વારા ભૂંસાય છે'' હું તમને બે તથ્યોથી સમજાવીશ.
ઇસુ પછી 602ની સાલમાં જન્મેલો ચીની યાત્રી હ્યુ એન સંગ જ્યારે 30 વર્ષનો થાય છે. ત્યારે બુદ્ધિઝમથી ખૂબ જ પ્રભાવિત થાય છે. તેને ભારતનું આકર્ષણ થાય છે. બુદ્ધની જન્મભૂમિ જોવાની તેને તિવ્રેચ્છા થાય છે. તે સત્યાવીસ વરસનો થાય છે અને ભારત આવવા નિકળી પડે છે. ઇ.સ 630 માં તે ભારત આવે છે. કુલ પાંચ વરસ તે ભારતમાં રોકાય છે. નાલંદા-તક્ષશીલાની મુલાકાત લે છે. અનેક બૌદ્ધવિહારોની મુલાકાત લે છે. જુદી જુદી જગ્યાએ 700+ બૌદ્ધ ભીખ્ખુઓને મળે જ્ઞાનચર્ચાઓ કરે છે. પોતાની સાથે 800+ બૌદ્ધગ્રંથોની પ્રતિનકલો લઇ જાય છે. ત્યાં ચીન પહોંચી તેનો અનુવાદ કરે છે. હ્યુ એન સંગ પોતાના લખાણોમાં કહે છે. ''સમગ્ર ભારત બૌદ્ધમય છે''
4 સપ્ટેમ્બર 973 માં જન્મેલો ઇરાનીયન વિદ્વાન નામ એનું અલબૈરુની જેને ભારતના ઇતિહાસનો પિતા કહેવાય છે. તે ભારતમાં મહમદ ગઝનીના સલાહકાર તરીકે સાથે આવેલો. વર્ષ હતું ઇ.સ 1017. તે ભારતમાં ઘણાં સ્થળોએ ફર્યો. અનેક વિદ્વાનોને મળ્યો. તેનું ઇતિહાસનું સિમાચિહ્ન સમ ગણાતું પુસ્તક તવારીખ-અલ-હિંદ લખાયું ત્યાં સુધી રોકાયો. પુસ્તક ઇ.સ 1030 માં પૂરું થયું. અલબૈરુનીએ તેનાં હિંદ સ્મરણોમાં લખ્યું છે કે, ''આટલાં વર્ષ ભારતમાં રહ્યો પણ મને ક્યાંય બૌદ્ધ ભિખ્ખુઓ ન મળ્યાં''
હવે તમે બન્ને પ્રવાસી ઇતિહાસકારો વચ્ચેનો સમયગાળો તપાસો. માત્ર ચારસો વર્ષમાં કયા પાખંડીઓએ, ધુતારાઓએ બૌદ્ધધર્મને ભારતીય ઇતિહાસના પન્નાં પરથી ભૂંસી નાખ્યો?? કોઇ વિદેશી આક્રમણથી ઇતિહાસ ભૂંસાઇ ન જાય. તો તો વિજેતાઓ ઇતિહાસ લખે કે અમે બૌદ્ધોને નષ્ટ કર્યાં! વિજેતા ગર્વપૂર્વક લખે..! પાખંડીઓ પોતું ફેરવે! કથાઓ ઘડે! મૂર્તિઓ બદલાવે! સાહિત્ય સળગાવે! સુંદર શબ્દોને ગાળ બનાવે! સુભાષિતોને પોતાને નામે ચડાવે! ખોટું પણ ગોળ નાખી ગળ્યું કરે! પોતાના અસલ નામથી ગ્રંથો ન લખે..અજ્ઞાત (ફેક આઈડી) એવા નામથી સુભાષિતો પ્રસારીત કરે! બસ ચારસો વરસ આ જ કર્યું..! પાખંડીઓએ ષડયંત્રો ચલાવ્યા લાખો બૌદ્ધોની નિર્મમ હત્યાઓ કરી. ઇતિહાસ રફેદફે કર્યો.
-વિજય મકવાણા
Facebook Post : -
No comments:
Post a Comment